Netbeans/C2/Handling-Images-in-a-Java-GUI-Application/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:14, 17 June 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00.01 | નમસ્તે મિત્રો. |
00.02 | Handling Images in a Java GUI Application using Netbeans IDE પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.10 | અમે એ માનીને ચાલીએ છીએ કે તમને નેટબીન્સ પર કામ કરવાની સામાન્ય જાણકારી છે. |
00.15 | સાથે જ એ માનીએ છીએ કે તમે JFrame ફોર્મ પર ટેક્સ્ટ ફીલ્ડો, બટનો, મેનુઓ, વગેરે. મુકવાનું જાણો છો. |
00.22 | જો નથી, તો કૃપા કરી નેટબીન્સ પર સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટની મુલાકાત લો. |
00.29 | આ ટ્યુટોરીયલમાં, આપણે વિગતમાં જાણીશું ઈમેજો સંભાળવા વિશે |
00.34 | અને સેમ્પલ GUI એપ્લીકેશનમાં, તેના પર ક્રિયાઓ ભજવવા વિશે. |
00.39 | આ ડેમોનસ્ટ્રેશન માટે, હું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04 અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1 વાપરી રહ્યી છું |
00.52 | જાવા એપ્લીકેશનમાં હાથે લેવાની અને ઈમેજો એક્સેસ કરવાની પ્રમાણભૂત પધ્ધત એટલે getResource() મેથડ. |
00.59 | આપણે શીખીશું કે તમારી એપ્લીકેશનમાં ઈમેજોનો સમાવેશ કરવા માટે આઈડીઈ GUI બિલ્ડર વાપરીને કોડ કેવી રીતે ઉત્પન્ન કરવું, |
01.07 | અને એક સાદી Jframe બનાવીશું જેમાં ઈમેજ દર્શાવનારુ એક Jlabel હશે. |
01.13 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું - |
01.15 | એપ્લીકેશન ફોર્મ બનાવવાનું |
01.18 | ઈમેજ માટે પેકેજ ઉમેરવાનું |
01.20 | લેબલ પર ઈમેજ દર્શાવવાનું |
01.22 | માઉસ-ઇવેન્ટ અને પોપ-અપ બનાવવાનું |
01.25 | એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરવી |
01.28 | હવે ચાલો આપણી સેમ્પલ એપ્લીકેશન બનાવવા માટે IDE પર જઈએ. |
01.33 | ફાઈલ મેનુમાંથી, New Project (ન્યુ પ્રોજેક્ટ) પસંદ કરો. |
01.37 | Categories (કેટેગરીઝ) અંતર્ગત, Java (જાવા) પસંદ કરો, Projects (પ્રોજેક્ટ્સ) અંતર્ગત Java Application (જાવા એપ્લીકેશન) પસંદ કરીને Next (નેક્સ્ટ) ક્લિક કરો. |
01.46 | Project Name (પ્રોજેક્ટ નેમ) ફિલ્ડમાં, ImageDisplayApp (ઈમેજડિસ્પ્લેએપ) ટાઈપ કરો. |
01.54 | Create Main Class (ક્રિએટ મેઈન ક્લાસ) ચેકબોક્સ સાફ કરો. |
01.58 | એ વાતની ખાતરી કરી લો કે Set as Main Project (સેટ એઝ મેઈન પ્રોજેક્ટ) ચેકબોક્સ પસંદ કરેલ હોય. |
02.03 | Finish ક્લિક કરો. તમારા આઈડીઈમાં પ્રોજેક્ટ બની જાય છે. |
02.08 | આ વિભાગમાં, આપણે Jframe (જેફ્રેમ) ફોર્મ બનાવીને તેમાં Jlabel (જેલેબલ) ઉમેરીશું. |
02.14 | ચાલો સૌપ્રથમ હું Jframe (જેફ્રેમ) ફોર્મ બનાવું. |
02.17 | Projects (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, ImageDisplayApp (ઈમેજડિસ્પ્લેએપ) નોડ વિસ્તૃત કરો. |
02.23 | Source Packages (સોર્સ પેકેજીસ) નોડ પર જમણું-ક્લિક કરો અને પસંદ કરો New (ન્યુ), Jframe form (જેફ્રેમ ફોર્મ). |
02.30 | Class Name (ક્લાસ નેમ) ફિલ્ડમાં, ImageDisplay (ઈમેજડિસ્પ્લે) ટાઈપ કરો. |
02.37 | Package (પેકેજ) ફિલ્ડમાં, org.me.myimageapp ટાઈપ કરો. |
02.45 | અને Finish ક્લિક કરો. |
02.48 | હવે ચાલો Jlabel (જેલેબલ) ઉમેરીએ. |
02.52 | આઈડીઈનાં જમણી બાજુએ આવેલ, પેલેટમાં Label (લેબલ) કમ્પોનેંટ પસંદ કરો અને તેને Jframe (જેફ્રેમ) પર ડ્રેગ કરો. |
03.01 | હમણાં માટે, તમારું ફોર્મ કઈક આ પ્રકારનું લાગવું જોઈએ. |
03.06 | જ્યારે એક એપ્લીકેશનમાં તમે ઈમેજો અથવા અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરો છો, સામાન્ય રીતે તમે સ્ત્રોત માટે એક જુદું જાવા પેકેજ બનાવો છો. |
03.15 | તમારી લોકલ ફાઈલ સીસ્ટમમાં, પેકેજ એ ફોલ્ડરને અનુલક્ષે છે. |
03.19 | Projects (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, org.me.myimageapp નોડ પર જમણું-ક્લિક કરો અને New > Java Package (ન્યુ > જાવા પેકેજ) પસંદ કરો. |
03.30 | New Package Wizard (ન્યુ પેકેજ વિઝાર્ડ) માં, org.me.myimageapp આગળ .resources ટાઈપ કરો. |
03.40 | જેથી હવે નવા પેકેજનું નામ org.me.myimageapp.resources કહેવાશે. |
03.47 | Finish ક્લિક કરો. |
03.49 | Projects (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, જ્યારે તમે ઈમેજ ઉમેરો છો ત્યારે, તમને ઈમેજ org.me.myimageapp.resources પેકેજ અંતર્ગત દેખાવી જોઈએ. |
03.59 | આ એપ્લીકેશનમાં, ઈમેજ Jlabel (જેલેબલ) કમ્પોનેંટમાં બેસાડવામાં આવશે. |
04.04 | ચાલો હવે લેબલ પર ઈમેજ ઉમેરીએ. |
04.08 | GUI designer (જીયુઆઈ ડીઝાઈનર) માં, તમારા ફોર્મ પર ઉમેરાયેલું લેબલ પસંદ કરો. |
04.14 | વિન્ડોની જમણી બાજુએ આવેલ, પેલેટ નીચે, Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં સ્ક્રોલ કરીને, Icon (આઇકોન) પ્રોપર્ટી પર જાવ. |
04.23 | ellipsis (એલીપ્સીસ) એટલે કે જમણી બાજુએ આવેલ ત્રણ બિંદુઓ (...) પર ક્લિક કરો. |
04.30 | Icon (આઇકોન) પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં, Import to Project (ઈમ્પોર્ટ ટુ પ્રોજેક્ટ) પર ક્લિક કરો. |
04.34 | ફાઈલ પસંદ કરવા માટે, તમને જોઈતી ઈમેજ જે ફોલ્ડરમાં છે તે ફોલ્ડર પર જાવ. |
04.42 | Next ક્લિક કરો. |
04.45 | વિઝાર્ડનાં Select Target Folder (સિલેક્ટ ટાર્ગેટ ફોલ્ડર) પુષ્ઠમાં, Resources (રીસોર્સીઝ) ફોલ્ડર પસંદ કરો. |
04.49 | અને Finish ક્લિક કરો. |
04.52 | જેમ તમે Finish ક્લિક કરશો, આઈડીઈ તમારા પ્રોજેક્ટમાં ઈમેજ કોપી કરશે. |
04.57 | તેથી, જ્યારે તમે એપ્લીકેશન બનાવીને રન કરો છો ત્યારે, ઈમેજ વિતરિત કરી શકનારી JAR (જાર) ફાઈલમાં સમાવિષ્ટ થાય છે. |
05.07 | અહીં OK પર ક્લિક કરો. |
05.11 | અને તમારા પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરીને Clean and Build (ક્લીન એન્ડ બીલ્ડ) વિકલ્પ પસંદ કરો. |
05.18 | હવે તમે Files (ફાઈલ્સ) મેનુમાં જઈને, build (બીલ્ડ) ફોલ્ડરની અંદર, |
05.29 | dist (ડિસ્ટ) ફોલ્ડર અંતર્ગત, jar (જાર) ફાઈલ જોઈ શકો છો. |
05.33 | ઈમેજ એક્સેસ કરવા માટે તે imagedisplay (ઈમેજડિસ્પ્લે) ક્લાસમાં કોડ બનાવે છે. |
05.38 | તે તમારા ફોર્મની ડીઝાઇન વ્યુમાં આવેલ લેબલ પર તમારી ઈમેજ પણ દર્શાવે છે. |
05.43 | આ સમયે, તમે ફોર્મનાં દેખાવમાં વધુ સુધાર થાય એ માટે અમુક સામાન્ય વસ્તુઓ કરી શકો છો. |
05.48 | Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં, Text (ટેક્સ્ટ) પ્રોપર્ટી પસંદ કરો |
05.56 | અને jLabel1 રદ્દ કરો. |
06.04 | લેબલ પર દેખાડવામાં આવનાર ટેક્સ્ટ પણ GUI બિલ્ડર દ્વારા ઉત્પન્ન કરેલ વેલ્યુ છે. |
06.10 | જ્યારે કે, તમે ટેક્સ્ટની જગ્યાએ ઈમેજ દેખાડવા માટે લેબલ વાપરી રહ્યા છો. |
06.15 | આથી આ ટેક્સ્ટની જરૂર નથી. |
06.18 | હવે ચાલો લેબલ ડ્રેગ કરીને તેને તે ફોર્મનાં મધ્યમાં મુકીએ. |
06.26 | GUI Designer જીયુઆઈ ડીઝાઇનરમાં, Source (સોર્સ) ટેબ ક્લિક કરો. |
06.30 | Generated Code (જનરેટેડ કોડ) દર્શાવતી લાઈન સુધી સ્ક્રોલ કરો. |
06.33 | GUI Designer જીયુઆઈ ડીઝાઇનર દ્વારા બનેલ કોડને દર્શાવવા માટે Generated Code (જનરેટેડ કોડ) લાઈનની ડાબી બાજુએ આવેલ પ્લસ ચિન્હ (+) પર ક્લિક કરો. |
06.42 | અહીં, આ કીલાઈન છે. |
06.49 | jLabel1 આઇકોન પ્રોપર્ટી માટે તમે Property editor (પ્રોપર્ટી એડિટર) વાપર્યો હોવાથી, IDE એ setIcon મેથડ બનાવી છે. |
06.57 | તે મેથડનાં પેરામીટરમાં getResource() મેથડને ImageIcon નાં અનામી આંતરિક ક્લાસ પરથી કોલ આવે છે. |
07.10 | એકવાર તમારી ઈમેજ ઉમેરાઈ જાય તો, ડીઝાઇન વ્યુમાં ઈમેજ પર જમણું-ક્લિક કરો. |
07.19 | Events > Mouse > mouseClicked પર ક્લિક કરો. |
07.24 | વ્યુ બદલીને સોર્સ મોડ પર જાય છે. |
07.28 | અહીં માઉસ ક્લિક વડે તમે તમારી ક્રિયાને કસ્ટમાઇઝ કરવા માટે કોડ ઉમેરી શકો છો. |
07.33 | GUI માં ઈમેજ ક્લિક કરી પોપ-અપ ઉત્પન્ન કરવા માટે ચાલો હું કોડની અમુક લાઈનો ઉમેરું. |
08.00 | પોપ-અપ ઉત્પન્ન કરવા માટે અત્યારે મેં કોડની અમુક લાઈનો દાખલ કરી છે. |
08.05 | સૌપ્રથમ મેં પોપ-અપ માટે નવી Jframe (જેફ્રેમ) બનાવી છે. |
08.12 | અને મૂળભૂત ક્લોઝ ઓપરેશન સુયોજિત કર્યું છે. |
08.15 | અને છેલ્લે પોપ-અપ માટે ટેક્સ્ટ પ્રદાન કરી છે. |
08.24 | કોડની આ લાઈનો ઉમેર્યા બાદ, ફાઈલની શરૂઆતમાં બે સ્ટેટમેંટો ઉમેરીને ચાલો હું જરૂરી પેકેજો ઈમ્પોર્ટ કરું. |
08.36 | import javax.swing.*; |
08.45 | અને import java.awt.*; નો સમાવેશ કરો |
08.53 | જે કે આ પ્રોગ્રામ માટે જોઈતા જરૂરી પેકેજોને ઈમ્પોર્ટ કરશે. |
08.59 | ચાલો હવે એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરીએ. |
09.02 | ઈમેજ એક્સેસ કરવા માટે અને દર્શાવવા માટે અમે કોડ ઉત્પન્ન કર્યા છે. |
09.07 | ઈમેજ એક્સેસ થાય છે કે એ વાતની ખાતરી કરવા માટે ચાલો એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરીએ. |
09.12 | પહેલા, આપણને પ્રોજેક્ટનાં Main class (મેઈન ક્લાસ) ને સુયોજિત કરવાની જરૂર છે. |
09.16 | જ્યારે તમે Main class (મેઈન ક્લાસ) ને સુયોજિત કરો છો, આઈડીઈ એ જાણે છે કે પ્રોજેક્ટ રન કરતી વખતે કયા ક્લાસને રન કરવો. |
09.21 | વધારામાં, એપ્લીકેશન બીલ્ડ થતી વખતે JAR ફાઈલમાં Main class આ ઘટક તૈયાર થાય છે આ વાતની પણ ખાતરી થાય છે. |
09.33 | અહીં પ્રોજેક્ટ વિન્ડોમાં આવેલ ImageDisplayApp પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરો, અને Properties (પ્રોપર્ટીઝ) પસંદ કરો. |
09.41 | Project Properties (પ્રોજેક્ટ પ્રોપર્ટીઝ) ડાયલોગ બોક્સમાં, ડાબી બાજુ આવેલ Run (રન) કેટેગરી પસંદ કરો. |
09.47 | Main Class (મેઈન ક્લાસ) ફિલ્ડ આગળ આવેલ, Browse (બ્રાઉઝ) બટન ક્લિક કરો. |
09.51 | org.me.myimageapp.ImageDisplay પસંદ કરીને Select Main Class (સિલેક્ટ મેઈન ક્લાસ) પર ક્લિક કરો |
10.01 | અહીં OK ક્લિક કરો. |
10.05 | હવે Project (પ્રોજેક્ટ) નોડ પર જમણું-ક્લિક કરીને, Clean & Build (ક્લીન એન્ડ બીલ્ડ) પસંદ કરો. |
10.11 | તમે Files વિન્ડોમાં, એપ્લીકેશનની Build (બીલ્ડ) પ્રોપર્ટીઝ જોઈ શકો છો. |
10.20 | Build (બીલ્ડ) ફોલ્ડરમાં કમ્પાઈલ કરેલ ક્લાસ હોય છે. |
10.23 | dist (ડિસ્ટ) ફોલ્ડરમાં એક્ઝીક્યુટ કરી શકાય એવી JAR (જાર) ફાઈલ હોય છે જેમાં કમ્પાઈલ કરેલ ક્લાસનો અને ઈમેજનો સમાવેશ હોય છે. |
10.32 | હવે ટૂલ બારમાંથી Run (રન) પસંદ કરો. |
10.34 | ઈમેજ સહીત આપણો આઉટપુટ વિન્ડો ખુલે છે. |
10.39 | હવે હું આ ઈમેજ પર ક્લિક કરીશ. |
10.42 | અને ટોંચે તમે પોપ-અપ જોઈ શકો છો, જે ઈમેજનું વિવરણ દર્શાવે છે. |
10.50 | હવે, એસાઈનમેંટ! |
10.54 | આ ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે, ચાર ઈમેજો સહીત બીજું એક GUI બનાવો, |
11.01 | દરેક ઈમેજ માટે, વિભિન્ન ઇવેન્ટો સ્પષ્ટ કરો જેમ કે કીબોર્ડ ઇવેન્ટ, માઉસ-મોશન ઇવેન્ટ, માઉસ-ક્લિક ઇવેન્ટ, માઉસ-વ્હીલ ઇવેન્ટ. |
11.12 | મેં પહેલાથી જ એસાઈનમેંટ બનાવી લીધો છે. |
11.17 | ચાલો એસાઈનમેંટ પ્રોજેક્ટને રન કરીએ. |
11.20 | તમારો એસાઈનમેંટ આ પ્રકારે દેખાવવો જોઈએ. |
11.26 | મેં અહીં મારા એસાઈનમેંટ માટે કીબોર્ડ-ઇવેન્ટો અને માઉસ ઇવેન્ટો બનાવ્યા છે. |
11.34 | તો, સારાંશમાં, |
11.36 | આપણે Jframe (જેફ્રેમ) ફોર્મ બનાવ્યું |
11.39 | ઈમેજ માટે પેકેજ ઉમેર્યું |
11.41 | ઈમેજને લેબલ પર દર્શાવી |
11.44 | અને સાથે જ બનાવ્યા માઉસ ઇવેન્ટો અને પોપ-અપ |
11.49 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
11.53 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
11.56 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
12.02 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
12.07 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
12.11 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
12.19 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
12.23 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે |
12.30 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે |
12.42 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે |
12.46 | અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |