LibreOffice-Suite-Base/C2/Add-Push-Button-to-a-form/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 18:57, 2 December 2012 by Pravin1389 (Talk | contribs)
Visual Cues | Narration |
---|---|
00:00 | લીબરઓફીસ બેઝ પરનાં આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:03 | આ ટ્યુટોરીયલમાં, આપણે ફોર્મમાં 'Push' બટન કેવી રીતે દાખલ કરવું તે શીખીશું. |
00:10 | પહેલાંના ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે ફોર્મ કન્ટ્રોલ લીસ્ટ બોક્સને ફોર્મમાં કેવી રીતે દાખલ કરવું. |
00:17 | હવે આ ટ્યુટોરીયલમાં, આપણે ફોર્મમાં 'Push' બટનો કેવી રીતે દાખલ કરવા તે અંગે શીખીશું. |
00:24 | જો લીબર ઓફીસ બેઝ પ્રોગ્રામ પેહ્લેથી ખોલેલ ના હોય તો તે ખોલીએ. |
00:36 | અને Library ડેટાબેઝ ખોલીએ. તમે હવે જાણતા હશો કે પેહલે થી બનેલ ડેટાબેઝ કેવી રીતે ખોલી શકાય. |
00:45 | File મેનુમાં Open ઉપર ક્લિક કરી Library database પસંદ કરો. |
00:52 | હવે આપણે Library ડેટાબેઝમાં છીએ. |
00:56 | ચાલો 'Books Issued to Members' ફોર્મ ખોલીએ જેના સાથે આપણે પહેલાંના ટ્યુટોરીયલમાં કામ કરી રહ્યા હતા. |
01:04 | આ કરવા માટે, ચાલો ડાબી તકતી પર આવેલા Forms આઇકોન પર ક્લિક કરીએ. |
01:09 | અને ત્યારબાદ જમણી તકતી પર આવેલા 'Books Issued to Members' ફોર્મ ઉપર જમણું ક્લિક કરો. |
01:16 | હવે Edit ઉપર ક્લિક કરો. |
01:19 | આપણે હવે ફોર્મ ડીઝાઇન વિન્ડોમાં છીએ. |
01:23 | આપણે આપણા ફોર્મમાં Push બટન દાખલ કરવા પર ચર્ચા કરીએ તે પેહલા, ચાલો સભ્યના નામો માટે બીજા લીસ્ટ બોક્સ માટે અમુક માર્ગ શોધીએ. |
01:33 | યાદ કરો, કે આપણે પહેલાંના ટ્યુટોરીયલમાં બીજા લીસ્ટ બોક્સને કેવી રીતે બનાવવું એના પર એક અસાઈનમેંટ કર્યું હતું. |
01:41 | પહેલા, ચાલો ટેક્સ્ટ બોક્સ (લખાણ બોક્સ) રદ્દ કરો જે Member Name લેબલની જમણી બાજુએ છે. |
01:50 | તે કરવા માટે ટેક્સ્ટ બોક્સ પર જમણું ક્લિક કરો પછી 'Cut' ઉપર ક્લિક કરો. |
01:57 | ટેક્સ્ટ બોક્સ રદ્દ થાય છે. |
02:00 | ત્યારબાદ, ચાલો આપણે ફોર્મના તત્વોને ગોઠવીએ. |
02:04 | જ્યારે કે યાદીઓના બોક્સોને ટેક્સ્ટ બોક્સો કરતા વધારે જગ્યા જોઈએ છે, એથી આપણે ફોર્મના તત્વોને ફોર્મમાં હજુ તળીયે ખસેડીશું. |
02:15 | અહીં તેને આપણે આ રીતે કરીશું. |
02:17 | ચાલો સૌપ્રથમ Book title લેબલ નીચે આવેલા ફોર્મના તત્વોની પસંદગી કરો. |
02:25 | આ માટે, આપણે ક્લિક (દબાવવું), ડ્રેગ (એક સ્થાનેથી બીજે સ્થાને ખસેડવું) અને ડ્રોપ (નિશ્ચિત સ્થાને મુકવું) પદ્ધતિનો ઉપયોગ કરીશું. |
02:32 | ત્યારબાદ, ચાલો ચોક્કસ પસંદ કરેલા વિસ્તાર ઉપર ક્લિક કરીને તેને ઉપરથી નીચેની તરફ ડ્રેગ કરો (ખસેડો), |
02:38 | જેથી Book title લેબલની બાજુમાં આવેલી પહેલી યાદીના બોક્સ માટે પુરતી જગ્યા બને. |
02:48 | હવે, ચાલો સમાન પગલાંને Member Name લેબલના માટે પણ પુનરાવર્તિત કરીએ. |
03:05 | હવે ચાલો, Member Name લેબલની ડાબી બાજુએ આવેલાં, બીજી યાદીના બોક્સને ક્લિક કરો,ખસેડો અને મુકો. |
03:14 | અને તેને જમણી બાજુએ ખસેડો, જેથી કરીને તે બાકીના ફોર્મ કન્ટ્રોલો સાથે સારી રીતે ગોઠવાય જાય. |
03:22 | સારું, ત્યારે કીબોર્ડ શૉર્ટકટ Control S વાપરીને, ફોર્મમાં અત્યાર સુધી કરેલા કાર્યને સંગ્રહ કરો. |
03:32 | હવે, આપણે આપણા ફોર્મમાં Push બટનોને દાખલ કરવા માટે તૈયાર છીએ. |
03:39 | Push બટન એ ફોર્મ કન્ટ્રોલનું બીજું એક ઉદાહરણ છે. |
03:44 | આપણે OK, Cancel, Next, અને Finish બટનો સાથે અવગત છીએ, આ Push બટનોના કેટલાક ઉદાહરણ છે. |
03:56 | બેઝની મદદ વડે, આપણે આ Push બટનોને આપણા ફોર્મમાં દાખલ કરી શકીએ છીએ અને ક્લિક કરવાં પર અમુક ચોક્કસ ક્રિયાઓ કરવી તે માટે બેઝને સૂચિત કરી શકીએ છીએ. |
04:07 | ફરીથી, Save અથવા Undo, અથવા Delete કેટલાક ઉદાહરણો છે. |
04:14 | ચાલો જોઈએ કેવી રીતે. |
04:17 | ચાલો હવે ચાર Push બટનોને અહીં આપેલી ઈમેજ (છબી)માં બતાવ્યા પ્રમાણે આપણા ફોર્મમાં,બીજા બધા ફોર્મ તત્વોની નીચે દાખલ કરો. |
04:30 | આ કરવા માટે, ચાલો આપણા ફોર્મ ડીઝાઇન વિન્ડો ઉપર પાછા જઈએ. |
04:35 | અને, ફોર્મ કંટ્રોલ્સ ટૂલબારમાં આવેલા Push બટન આઇકોન ઉપર એક વાર ક્લિક કરો. |
04:43 | આ આઇકોન એક બટન જેના ઉપર ok શબ્દ હોય તેવું દેખાય છે. |
04:50 | નોંધ કરો કે માઉસ પોઈન્ટર(નિર્દેશક) પ્લસ(વત્તા) ચિન્હની જેમ દેખાય છે. |
04:57 | ચાલો હવે બીજા બધા એલિમેન્ટોની નીચે, ક્લિક, ડ્રેગ અને ફોર્મ ઉપર ડ્રોપ કરી ડાબી બાજુના તળિયે આપણું પેહલું બટન બનાવીએ. |
05:10 | અને તે અનુસાર આપણે તેના માપમાં ફેરબદલ ફરીથી કરીશું. |
05:14 | હવે ચાલો આ પગલાંને ત્રણ વાર હજુ ફરીથી કરો, <અટકો> |
05:27 | અને હવે, આપણી પાસે હજુ ત્રણ બટનો છે, બધા જ એક આડી લીટીમાં ગોઠવાયેલા છે. |
05:35 | ફોર્મ ઉપર push બટન બનાવવાનું આપણે પતાવી ચુક્યા છીએ, હવે ચાલો તેમના લેબલો બદલીયે. |
05:43 | આ કરવા માટે, પ્રથમ બટન ઉપર બે વાર ક્લિક કરો. |
05:49 | Properties વિન્ડો આપણે હવે જોઈ શકીએ છીએ. ચાલો અહીંયા 'Label' વિરુદ્ધ 'Save Record' ટાઈપ કરો. |
05:59 | હવે, ચાલો આપણે ફોર્મ ઉપર બીજું બટન ક્લિક કરીયે. |
06:06 | અને Properties વિન્ડોમાં, આપણે 'Label' વિરુદ્ધ 'Undo Changes' ટાઈપ કરીશું. |
06;15 | ત્રીજા અને ચોથા બટનો માટે, ચાલો 'Delete Record' ટાઈપ કરો. |
06:25 | અને અનુક્રમે 'New Record'. |
06:31 | હવે ચાલો તેમની ક્રિયાઓને વ્યાખ્યાયિત કરો. |
06:37 | આ કરવા માટે, ચાલો 'Save Record' બટન પર ક્લિક કરો, |
06:43 | અને Properties વિન્ડોમાં, જ્યાં સુધી 'Action' લેબલ દેખાતું નથી ત્યાં સુધી નીચેની તરફ સ્ક્રોલ (સરકાવવું) કરો. |
06:51 | અહીં, આપણે ડ્રોપ ડાઉન યાદીના બોક્સ ઉપર ક્લિક કરીને 'Save record' ઉપર ક્લિક કરીશું. |
06:59 | ચાલો બીજા ત્રણ બટનો માટે આજ પગલાંઓને અનુસરો. |
07:05 | 'Undo Changes' બટન માટે, આપણે 'Undo changes' ક્રિયાની પસંદગી કરીશું. |
07:12 | 'Delete Record' બટન માટે, આપણે 'Delete Record' ક્રિયાની પસંદગી કરીશું. |
07:18 | અને 'New Record' બટન માટે, આપણે 'New Record' ક્રિયાની પસંદગી કરીશું. |
07:25 | તો, આપણે હવે push બટનોને દાખલ કરી ચુક્યાં છીએ. |
07:29 | સારું, તો હવે કીબોર્ડ શોર્ટકટ Control S નો ઉપયોગ કરીને આપણા ફોર્મને સંગ્રહ કરો, અને આ વિન્ડોને બંધ કરો. |
07:40 | આવનારા ટ્યુટોરીયલમાં, આપણે આપણા ફોર્મમાં ફક્ત ત્રણ વધું સાદા ફેરફારો મારફતે જઈશું. |
07:47 | અને ત્યારબાદ આપણે ફોર્મનો ઉપયોગ માહિતી દાખલ કરવા અને માહિતીમાં સુધારાઓ કરવા માટે કરી શકીએ છીએ. |
07:54 | ઉદાહરણ તરીકે, પુસ્તકાલયનો એક સભ્ય જયારે એક પુસ્તક પાછી આપે છે, ત્યારે આ ફોર્મની મદદથી આ માહિતીને આપણે ડેટાબેઝમાં સુધારિત કરી શકીએ છીએ. |
08:05 | અંતે, અસાઇનમેન્ટ છે: |
08:08 | ફોર્મમાં ચારની બાજુમાં પાંચમું Push બટન ઉમેરો, અને ઉપયોગમાં લેંતાનીસાથે, તે ફોર્મને રીફ્રેશ કરવું જોઈએ. |
08:18 | અને પછીથી નીચે આવનારી લીટીમાં ૪ સાંકડા push બટનોને ઉમેરો. આ બટનો રેકોર્ડોમાં શોધખોળ માટે અમને ઉપયોગમાં આવવા જોઈએ. |
08:30 | અહીં લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલનો અંત થાય છે. |
08:35 | સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં કે કેવી રીતે ફોર્મમાં Push બટન દાખલ કરવું. |
08:40 | મૌખિક ટ્યુટોરિયલ યોજના "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
08:52 | આ યોજના http://spoken-tutorial.org દ્વારા અનુબદ્ધ છે. |
08:57 | આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" આ લીંક ઉપર ઉપલબ્ધ છે. |
09:02 | IIT Mumbai તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |