Digital-Divide/D0/How-to-apply-for-a-PAN-Card/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:57, 27 May 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time' Narration
00:01 How to apply for a PAN card પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ પ્રક્રિયા વિશે શીખીશું -
00:09 Pan card (પેન કાર્ડ) માટે અરજી
00:12 ઓળખાણનાં પુરાવા માટે દસ્તાવેજો
00:15 અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ
00:18 Pan card (પેન કાર્ડ) અરજી ફોર્મને ફોર્મ 49A કહેવાય છે.
00:24 આ ફોર્મને નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકાવાય છે http://www.utiitsl.com/forms/Forms 49A.pdf
00:28 જેમ તમે ફોર્મ ડાઉનલોડ કરી લો છો તો, તેનો એક પ્રીંટ-આઉટ લો.
00:35 આગળનું પગલું છે ફોર્મ ભરવું.
00:38 ફોર્મને સુવાચ્ય મોટા અક્ષરોમાં ફક્ત અંગ્રેજીમાં જ ભરવું છે.
00:45 ફોર્મ ભરવા માટે કાળી શાહી ધરાવતી પેનનો ઉપયોગ કરવો વધારે સારું છે.
00:49 દરેક બોક્સમાં, ફક્ત એક અક્ષર ભરો એટલે કે (મૂળાક્ષર /સંખ્યા /વિરામચિન્હો).
00:58 દરેક શબ્દ પછી એક ખાલી બોક્સ છોડવું જોઈએ.
01:03 'વ્યક્તિગત' અરજદારોને સફેદ પૃષ્ઠભૂમિ સહીત બે રંગીન ફોટોગ્રાફની જરૂર છે.
01:09 આ ફોટાઓને ફોર્મ પર આપેલ ચોકઠાંમાં ચોટાડવા પડશે.
01:14 ફોટાનું માપ 3.5સેમી x 2.5સેમી હોવું જોઈએ
01:21 ફોટા ફોર્મ સાથે સ્ટેપલ અથવા ક્લિપ કરેલ હોવા ન જોઈએ.
01:26 ડાબી બાજુનાં ફોટા પર, સહી/અંગૂઠાની છાપ તેને કાપતી હોવી જોઈએ.
01:32 જમણી બાજુનાં ફોટા પર, સહી/અંગૂઠાની છાપ તેની નીચે કરેલી હોવી જોઈએ.
01:39 અંગૂઠાની છાપ નોટરી પબ્લિક કે અધિકૃત અધિકારી દ્વારા સરકારી સીલ અને સ્ટેમ્પ સાથે પ્રમાણિત કરેલી હોવી જોઈએ.
01.48 હવે, ફોર્મ ભરવાનું ચાલુ કરો.
01.51 સૌપ્રથમ, મૂલ્યાંકન અધિકારીની વિગતો ભરો.
01.58 મૂલ્યાંકન અધિકારીની વિગતો આ વેબપુષ્ઠો પર મળી શકે છે -
  • www.utiitsl.com/utitsl/site/aoDetails.jsp અથવા
  • www.tin-nsdl.com/pan/pan-aocode.php
02:08 1 વિભાગમાં, તમને તમારી વ્યક્તિગત વિગતો ભરવી પડશે.
02:13 અહીં, તમારું શીર્ષક પસંદ કરો, જેમ કે Shri, Smt વગેરે.
02:19 તમારી અટક, પ્રથમ નામ અને મધ્ય નામ સંપૂર્ણ-સ્વરૂપે લખો.
02:25 આને કોઈપણ જાતનાં ટૂંકાક્ષરો વગર ભરવાનું છે.
02:29 તમારું નામ કોઈપણ જાતનાં શીર્ષક વડે ઉપસર્ગીત હોવું ન જોઈએ જેમ કે M/s, Dr., Kumari, વગેરે
02:37 બિન-વ્યક્તિગતો માટે, જો નામ આપેલ જગ્યા કરતા મોટું હોય તો શું?
02.42 આ કિસ્સામાં, તે પ્રથમ અને મધ્ય નામ માટે પૂરી પાડેલ ખાલી જગ્યામાં ચાલુ રાખી શકાવાય છે.
02.50 કંપનીનાં કિસ્સામાં, નામ કોઈપણ સંક્ષેપ ધરાવતું હોવું ન જોઈએ.
02.55 દા. ત. 'પ્રાઇવેટ લીમીટેડ' સંપૂર્ણ રીતે લખેલું હોવું જોઈએ.
03.00 ભિન્નતા જેમ કે Pvt Ltd, Private Ltd, P, P. Ltd વગેરેને પરવાનગી નથી.
03:10 એકહથ્થુ માલિકીનાં કિસ્સામાં, પેન એ માલિકનાં પોતાના નામે અરજી કરેલ હોવું જોઈએ.


03:16 Pan card (પેન કાર્ડ) પર છાપવામાં આવશે.
03:19 નોંધ લો કે છેલ્લું નામ તેના પૂર્ણ-સ્વરૂપમાં લખેલું હોવું જ જોઈએ.
03:24 આગળનો વિભાગ બીજા અન્ય નામો માટે પૂછે છે જે એકથી તે અથવા જેના દ્વારા તે ઓળખાતું હતું.
03.30 આને ભરવું ફરજીયાત છે જો અરજદાર "yes" પસંદ કરે છે, આગળ વસ્તુ 1 માટે લાગુ પડનારી સૂચનાઓ છે.
03.38 વસ્તુ 4, જાતિ ક્ષેત્ર, ફક્ત વ્યક્તિગત અરજદારો દ્વારા જ ભરેલું હોવું જોઈએ.
03:44 વસ્તુ 5 વિભાગ જન્મ તારીખ માટે પૂછે છે.
03:48 અરજદારોનાં વિવિધ વર્ગોમાંથી અપેક્ષિત તારીખો ફોર્મમાં ઉલ્લેખાયેલી છે.
03:54 દા. ત. એક કંપનીએ તેની સંસ્થાપન તારીખ પ્રદાન કરવી જોઈએ.
04:00 આગળ, વ્યક્તિગત અરજદારોએ તેમનાં પિતાનું નામ ભરવું જોઈએ.
04:05 નામને લગતી 1 માંની સૂચનાઓ, અહીં લાગુ થાય છે.
04:10 નોંધ લો કે વિવાહિત સ્ત્રીએ પણ તેમનાં પિતાનું નામ આપવું જોઈએ ન કે પતિનું નામ.
04:17 7 એ સરનામાં માટે પૂછે છે.
04:20 નિવાસી સરનામું ફક્ત Individuals, HUF, AOP, BOI અથવા AJP દ્વારા ભરેલું હોવું જોઈએ.
04.29 વ્યક્તિગતોએ અહીં કાર્યાલય સરનામું આપવું જોઈએ, જો તેમનું આવકનું સાધન છે દા. ત. વેપાર અથવા વ્યવસાય.
04.38 ફર્મ, એલએલપી, કંપની, સ્થાનિક સત્તા અથવા ટ્રસ્ટનાં કિસ્સામાં, પૂર્ણ કાર્યાલય સરનામું ફરજીયાત છે.
04.49 તમામ અરજદારો દ્વારા અપાયેલ સરનામામાં આ વિગતોનો સમાવેશ હોવો જોઈએ -
04.54 એટલે કે શહેર / નગર / જિલ્લો,
04.57 રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ, અને
05:00 પીનકોડ
05:02 વિદેશી સરનામા તેમનાં ઝીપ કોડ સહીત દેશનું નામ ધરાવતા હોવા જોઈએ.
05:07 8 માટે, એટલે કે સંદેશવ્યવહાર માટેનું સરનામું -
05:11 Individuals/HUFs/AOP/BOI/AJP કાં તો 'Residence' અથવા તો 'Office' સરનામા પર ખુણ કરી શકે છે.
05.21 બીજા અન્ય અરજદારોએ તેમનું 'કાર્યાલય' સરનામું લખવું જોઈએ
05.25 તમામ સંદેશવ્યવહાર અહીં લખેલ સરનામા પર મોકલવામાં આવશે.
05.30 ટેલીફોન ક્રમાંક અને ઈમેઈલ આઈડીની વિગતો વસ્તુ 9 માં ભરવામાં આવે છે.
05.37 ટેલીફોન વિગતમાં દેશ કોડ (આઈએસડી કોડ) અને વિસ્તાર/એસટીડી કોડનો સમાવેશ થવો જોઈએ.
05.46 દિલ્હી ટેલીફોન 23557505 ક્રમાંકની વિગતને આ રીતે ભરવું જોઈએ
05.54 9 1 દેશ કોડ
05.56 *1 1 એસટીડી કોડ
06:00 ક્રમાંક અને ઈમેઈલ આઈડીની આવશ્યકતા છે
06:04 અરજદારને સંપર્ક કરવા માટે એવા કિસ્સામાં જ્યારે અરજીમાં કોઈપણ પ્રકારની ખામી હોય છે
06:09 Pan card (પેન કાર્ડ)ને ઈમેઈલ દ્વારા મોકલવું હોય છે
06:12 એસએમએસ વડે સ્તીથી જાણકારી આપવી
06:16 વસ્તુ 10 માં, જોઈતી વર્ગ સ્તીથી પસંદ કરો.
06.21 મર્યાદિત જવાબદારી ભાગીદારીમાં,PAN પેન ફર્મ સ્થિતિ આપશે.
06.28 વસ્તુ 11 કંપનીનાં નોંધણી ક્રમાંક પૂછે છે, જે કે કંપનીનાં રજિસ્ટ્રાર દ્વારા જારી થયા છે.
06.35 બીજા અન્ય અરજદારો રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અધિકારી દ્વારા જારી થયેલ નોંધણી ક્રમાંક ઉલ્લેખી શકે છે.
06.42 12 -
06.43 ભારતનાં નાગરિકોએ, તેઓનાં આધાર ક્રમાંક દાખલ કરવા જોઈએ, જો ફાળવવામાં આવ્યા હોય તો.
06.48 જે કે આધાર પત્ર/કાર્ડ ની કોપી વડે આધારભૂત થવું જોઈએ.
06.53 13 માં, અરજદારોએ તેઓનો આવક સ્ત્રોત વ્યાપાર/વ્યવસાય કોડ વાપરીને દર્શાવવો જોઈએ
07:01 આ કોડો ફોર્મનાં પુષ્ઠ 3 પર ઉપલબ્ધ છે.
07:05 દા.ત. તબીબી વ્યવસાય અને વ્યાપારનો કોડ 01 છે
07:10 ઈજનેરી 02 છે
07.13 14 પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો પૂછે છે.
07.19 ઇન્કમ-ટેક્સ અધિનિયમ, 1961 નાં ધારા 160 માં ઉલ્લેખેલ કરાયેલા લોકો જ ફક્ત પ્રતિનિધિ કરદાતાઓ તરીકે રહી શકે છે.
07.29 તેમાંનાં કેટલાક આપેલ પ્રમાણે છે-
07,31 બિન-નિવાસી એજન્ટ,
07.33 એક સગીરનાં વાલી અથવા સંચાલક, પાગલ અથવા મૂર્ખ, વાલી અદાલત વગેરે.
07.41 સગીર, મંદબુદ્ધિ, મૃત, પાગલ કે મૂર્ખ માટે પ્રતિનિધિ કરદાતાઓ ફરજીયાત છે.
07.54 પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો અહીં ભરવી જોઈએ.
08:00 15, એ દસ્તાવેજો વિશે છે જે કે પેન કાર્ડ અરજી માટે સોપવા છે.
08:06 ઓળખનો પુરાવો અને સરનામાંનો પુરાવો પેન કાર્ડ અરજી સાથે જોડાણ કરવો ફરજીયાત છે.
08.13 આ દસ્તાવેજો અરજદારનાં નામે હોવા જોઈએ.
08.18 પ્રતિનિધિ કરદાતાઓએ પણ આ દસ્તાવેજો જોડાણ કરવા જોઈએ
08.24 ઓળખનો પુરાવો અને સરનામાંનો પુરાવો પૂરી પાડતી દસ્તાવેજોની યાદી પેન કાર્ડ અરજી ફોર્મનાં પુષ્ઠ 4 પર આપવામાં આવી છે.
08.33 અરજદારે ફોર્મમાં યાદીબદ્ધ થયેલ વિકલ્પોમાંથી કોઈપણ એક દસ્તાવેજ પૂરું પાડવું જોઈએ.
08.39 દા.ત. વ્યક્તિગત અરજદારો અને HUF માટે ઓળખ પુરાવો નીચે પ્રમાણે છે-
08.45 શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
08.47 રાશન કાર્ડ
08.49 ચાલક પરવાનું વગેરે.
08.53 સરનામાંનો પુરાવો આપેલ પ્રમાણે છે-
08.56 વીજળીનું બિલ
08.57 ટેલીફોનનું બિલ
08.59 પાસપોર્ટ વગેરે.
09.01 હવે આપણે અરજી બદ્દલ અમુક સામાન્ય માહિતી ચર્ચા કરીશું-
09.06 PAN પેન અરજી પ્રક્રિયા માટેની ફી રૂ. 96.00 (85.00 + 12.36% સેવા કર) છે.
09.18 ચુકવણી આપેલ દ્વારા કરી શકાવાય છે-
  • ડીમાંડ ડ્રાફ્ટ (Demand Draft )
  • ચેક (Cheque )
09.23 ભારત બહારનાં સરનામાં માટે, પ્રક્રિયા ફી રૂ. 962.00 છે
09.28 એટલે કે [(અરજી ફી 85.00 + રવાનગી લાગો 771.00) + 12.36% સેવા કર].
09.40 વિદેશી સરનામાં માટે, ચુકવણી ફક્ત એવા ડીમાંડ ડ્રાફ્ટ દ્વારા કરી શકાવાય છે જે કે મુંબઈમાં ચૂકવવાપાત્ર હોય.
09.48 ફોર્મનાં અંતે આવેલ બોક્સ, અરજદારની સહી કે અંગુઠાની છાપ માટે પૂછે છે.
09.54 સગીર, મૃતક, પાગલ અને મંદબુદ્ધિ માટે પ્રતિનિધિ કરદાતાની સહી કે અંગુઠાની છાપ આપવી જોઈએ.
10.04 સહી કે અંગુઠાની છાપ વિનાની અરજીઓ નકારવામાં આવશે.
10.09 આ ફોર્મનાં સ્વીકૃત થવા પર અરજદારોને એક એકનોલેજમેંટ મળશે.
10.14 આ યુનિક આઈડેંટીફિકેશન ક્રમાંક ધરાવતું હશે.
10.18 આ ક્રમાંકનો ઉપયોગ અરજીની સ્થિતિ ટ્રેક માટે ઉપયોગમાં લઇ શકાવાય છે.
10.23 તમે તેની સ્થિતિને ઇન્કમ-ટેક્સ ખાતાની વેબસાઈટ www.incometaxindia.gov.in વાપરીને
અથવા આ વેબસાઈટો દ્વારા ટ્રેક કરી શકો છો   

tin.tin.nsdl.com/tan/StatusTrack.html

www.myutiitsl.com/PANONLINE/panTracker.do

10.32 આ વેબસાઈટ પર, "Status Track" સર્ચ એ આ કાર્ય ભજવશે.
10.38 આ સર્ચને જરૂર પડશે કાં તો તમારા
10.40 # એકનોલેજમેંટ ક્રમાંકની, અથવા
10.42 કે વિગતોની જેમ કે નામ અને જન્મ તારીખ
10.46 સાથે જ આપણે એસએમએસ મારફતે પણ PAN પેન સ્થિતિ વિગત મેળવી શકીએ છીએ.
10.50 >એસએમએસ- NSDLPAN<સ્પેસ>15-અંકી એકનોલેજમેંટ ક્રમાંક અને 57575 પર મોકલો
11.01 ટપાલ સરનામાં દર્શાવ્યા પ્રમાણે છે.
11.05 આશા રાખું છું કે આ માહિતી ઉપયોગી નીવડી હશે
11.08 હવે ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા -
11.13 Pan card (પેન કાર્ડ) માટે અરજી
11.15 ઓળખાણનાં પુરાવા માટે દસ્તાવેજો અને
11.19 અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ
11.22 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
11.25 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
11.28 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો
11.35 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપો આયોજિત કરે છે


11.38 અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
11.42 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
11.49 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજક્ટનો એક ભાગ છે
11.53 જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર રાષ્ટ્રીય મીશન મારફતે આધાર અપાયેલ છે
12.01 આ મીશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
12.11 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
12.13 IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya