Scilab/C2/Vector-Operations/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:05, 12 November 2013 by Jyotisolanki (Talk | contribs)
Visual Clue | Narration |
---|---|
00.02 | "Vector Operations" પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલની અંતમાં તમે આપેલું કરી શકશો, |
00.11 | વેક્ટર વ્યાખ્યિત કરવું. |
00.13 | વેક્ટરની લંબાઈ ગણતરી કરવી. |
00.15 | વેક્ટરો પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર |
00.23 | મેટ્રીક્સ વ્યાખ્યિત કરવું. |
00.25 | મેટ્રીક્સનું માપ ગણતરી કરવું. |
00.28 | મેટ્રીસીસ પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર. |
00.36 | પૂર્વ જરૂરી બાબતો જેની દરકાર છે તે છે તમારી સીસ્ટમ પર સાયલેબ સંસ્થાપિત હોવું જોઈએ. |
00.41 | Getting started with Scilab પરનું સ્પોકન ટ્યુટોરીયલ તમે સાંભળેલું હોવું જોઈએ. |
00.46 | વેક્ટરો અને મેટ્રીસીસ બદ્દલ તમને મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ. |
00.50 |
ડેમોનસ્ટ્રેટ માટે હું વિન્ડોવ્ઝ ૭ ઓપેરેટીંગ સીસ્ટમ અને સાયલેબ ૫.૨.૨ વાપરી રહ્યી છું. |
00.58 | સાયલેબને શરૂ કરવા માટે તમારા ડેસ્કટોપ પરનાં સાયલેબનાં શૉર્ટકટ આઇકોન પર ક્લિક કરો. |
01.03 | આ સાયલેબ કન્સોલ વિન્ડોને ખોલશે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે એની નોંધ લો. |
01.11 | વિડીઓને ચોક્કસ ગાળે અટકાવતા રહીને તમે આ ટ્યુટોરીયલનો પ્રયાસ એકંદરે સાયલેબમાં પણ કરતા રહો એવું હું તમને આગ્રહ કરું છું. |
01.20 | વેક્ટર વ્યાખ્યિત કરવાથી ચાલો શરૂઆત કરીએ. |
01.22 | આ બે પ્રકારે થઇ શકે છે: |
01.24 | સ્પેસ વાપરીને જેમ કે p બરાબર ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 બંધ ચોરસ કૌંસ અને enter દબાવો. |
01.37 | અથવા અલ્પવિરામ વાપરીને જેમ કે q બરાબર ખુલ્લું ચોરસ કૌંસ બે અલ્પવિરામ ત્રણ અલ્પવિરામ ચાર બંધ ચોરસ કૌંસ અને enter દબાવો. |
01.54 | આપણે વેક્ટરની લંબાઈ length of p આદેશ દ્વારા અને enter દબાવીને પણ શોધી શકીએ છીએ |
02.03 | વેક્ટરો પર આપણે વિવિધ ગાણિતિક ઓપરેશનો પણ કરી શકીએ છીએ જેમ કે |
02.08 | બે વેક્ટરોનો સરવાળો: |
02.11 | બે વેક્ટરોની બાદબાકી અને એજ પ્રમાણે ક્રમશ. |
02.15 | વેક્ટરની અદલાબદલીને એપોસ્ટ્રોફ (એકલ અવતરણ તરીકે પણ ઓળખાવાય છે) વાપરીને મેળવી શકાવાય છે.
p transpose બતાવ્યા પ્રમાણે છે |
02.28 | આપણે p-transpose times q ગણતરી કરી શકીએ છીએ: |
02.35 | p times q-transpose આદેશ એક સ્કેલાર આપે છે: |
02.44 |
હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એકને પ્રયાસ કરો |
02.51 | હવે આપણે જોઈશું કે કેવી રીતે મેટ્રીક્સને વ્યાખ્યિત કરવું. |
02.56 | મેટ્રીક્સની હરોળનાં ઘટકોને, સ્પેસ અથવા અલ્પવિરામનાં ઉપયોગ વડે વ્યાખ્યિત કરાવાય છે એજ પ્રમાણે જેવું વેક્ટર માટે દર્શાવાયું હતું |
03.04 | ઉદાહરણ તરીકે, કેપિટલ P બરાબર ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 અર્ધવિરામ 4 સ્પેસ 5 સ્પેસ 6 બંધ ચોરસ કૌંસ અને enter દબાવીને ચાલો 2 બાય 3 મેટ્રીક્સ P ને વ્યાખ્યિત કરીએ. |
03.27 | મેટ્રીક્સની આગળની હરોળને વ્યાખ્યિત કરવા માટે અર્ધવિરામ વપરાય છે એની નોંધ લો. |
03.32 | યાદ રાખો સાયલેબ અક્ષરો પ્રત્યે સંવેદનશીલ છે. |
03.35 | અહીં વેરીએબલ P મેટ્રીક્સને મોટા અક્ષરોમાં વ્યાખ્યિત કરવા માટે વપરાય છે. |
03.40 | જે નાના p કરતા જુદું છે જે વેક્ટર હતું. |
03.44 | શું તમે તપાસ કરવા ઈચ્છો છો કે આ સમયે નાનો p શું છે? |
03.48 | હવે આપણે "size" આદેશનાં ઉપયોગ વડે મેટ્રીક્સનું માપ કેવી રીતે શોધવું એ જોઈશું. |
03.54 | આ માટે ટાઈપ કરો ખુલ્લું ચોરસ કૌંસ row અલ્પવિરામ column બંધ ચોરસ કૌંસ બરાબર size of capital p જે મેટ્રીક્સ છે અને enter દબાવો. તમને નીચે પ્રમાણે આઉટપુટ મળે છે. |
04.18 | નોંધ લો કે length આદેશ મેટ્રીક્સમાંનાં ઘટકોનો કુલ ક્રમાંક આપશે જેવું કે તમે જુઓ છો. |
04.28 | એ સાથે જ મેટ્રીસીસ માટે કાર્ય કરનાર transpose આદેશને પણ અહીં દર્શાવવામાં આવ્યો છે: |
04.35 | p transpose મેટ્રીક્સ p ની અદલાબદલી આપે છે. |
04.42 | ચાલો હવે 2 બાય 3 મેટ્રીક્સ Q વ્યાખ્યિત કરીએ: |
04.45 | કેપિટલ q બરાબર ખુલ્લું ચોરસ કૌંસ એક સ્પેસ પાંચ સ્પેસ ત્રણ આગળની હરોળમાં જવા માટે |
04.56 | અર્ધવિરામ બે સ્પેસ ચાર સ્પેસ આઠ બંધ ચોરસ કૌંસ અને enter દબાવો. |
05.04 | એ સાથે જ ચાલો P ને ફરી એક વાર યાદ કરીએ: |
05.09 | આપણે P અને Q ને સંડોવતી ગણતરીઓ કરી શકીએ છીએ, જેવું કે આપણે ગણિતમાં કરીએ છીએ. |
05.15 | ઉદાહરણ તરીકે, ચાલો ગણતરી કરીએ E બરાબર 2 વખત e પ્લસ 3 વખત q અને enter દબાવીએ: |
05.29 | તમે તપાસ કરવા માટે ઇચ્છશો કે આ ગણતરી સાચી છે કે નહી. |
05.34 | હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે આપેલ અભ્યાસ ક્રમાંક બે પ્રયાસ કરો |
05.45 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
05.47 | સ્પેસ અને અલ્પવિરામની મદદથી વેક્ટર વ્યાખ્યિત કરવું. |
05.50 | length() ફંક્શનનાં મદદથી વેક્ટરની લંબાઈ ગણતરી કરવી. |
05.54 | એપોસ્ટ્રોફનાં ઉપયોગ વડે વેક્ટર અથવા મેટ્રીક્સની અદલાબદલી શોધવી. |
05.59 | કોલમ જુદી કરવા માટે સ્પેસ કે અલ્પવિરામ અને હરોળ જુદી કરવા માટે |
06.04 | અર્ધવિરામ વાપરીને મેટ્રીક્સને વ્યાખ્યિત કરવું. |
06.07 | size() ફંક્શન દ્વારા મેટ્રીક્સનું માપ શોધવું. |
06.11 | આ ટ્યુટોરીયલને (FOSSEE) એટલે કે વિજ્ઞાન અને ઇજનેરી શિક્ષણમાં મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર દ્વારા બનાવવામાં આવ્યું છે. |
06.18 | FOSSEE પ્રોજેક્ટ પર વધુ જાણકારી fossee.in અથવા scilab.in વેબસાઈટથી મેળવી શકાવાય છે |
06.28 | જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
06.34 | વધુ માહિતી હેતુ, http://spoken-tutorial.org/NMEICT-Intro નો સંદર્ભ લો |
06.43 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
06.46 | જોડાવાબદ્દલ આભાર. |