QGIS/C2/Raster-Data-Styling/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | QGIS માં Raster Data Styling પરના આ ટ્યુટોરીયલમાં આપનું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, સતત raster ને સ્ટાઈલ કરવાનું. |
00:13 | Raster Calculator માં અભિવ્યક્તિ લખવા માટે. |
00:17 | raster ગુણધર્મો વિશે. |
00:20 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું,Ubuntu Linux OS વર્જન 16.04 |
00:28 | QGIS વર્જન 2.18 |
00:32 | આ ટ્યુટોરીયલને અનુસરવા માટે તમે QGIS interface થી પરિચિત હોવા જોઈએ. |
00:38 | પૂર્વ જરૂરી ટ્યુટોરિયલ્સ માટે કૃપા કરીને અમારી વેબસાઇટની મુલાકાત લો. |
00:43 | પ્લેયરની નીચે સ્થિત Code files લિંકમાં આપેલું ફોલ્ડર ડાઉનલોડ કરો. |
00:49 | ડાઉનલોડ કરેલી ઝિપફાઇલમાં કન્ટેન્ટને એક્સટ્રેક્ટ કરો અને તેને ફોલ્ડરમાં સાચવો. |
00:56 | અહીં મારું Code files ફોલ્ડર છે. |
00:59 | ફોલ્ડર ખોલવા માટે ડબલ-ક્લિક કરો. |
01:02 | આ ફોલ્ડરમાં તમને વર્ષ 2000 અને 1990 માટે સમગ્ર વિશ્વમાટે Population Density grid files મળશે. |
01:12 | ASCII ફોર્મેટમાં બે ફાઇલો છે, જેમાં asc file extension છે. |
01:20 | ચાલો આ ફાઈલોને QGIS માં ખોલીએ. |
01:24 | Code files ફોલ્ડર બંધ કરો. |
01:27 | અહીંમેં QGIS ઇન્ટરફેસ ખોલ્યું છે.Layer મેનૂ પર ક્લિક કરો. |
01:34 | ડ્રોપ-ડાઉનમાંથી Add Layer પસંદ કરો. |
01:38 | સબ-મેનુમાંથી, Add Raster Layer પસંદ કરો. |
01:43 | એક ડાયલોગ બોક્સ ખુલે છે. હું Desktop પર Code file ફોલ્ડર પર નેવિગેટ કરીશ. |
01:52 | asc file extension સાથે બે ફાઇલો પસંદ કરો. |
01:58 | Ctrl કી દબાવી રાખો, બંને ફાઇલો પર ક્લિક કરો. |
02:04 | Open બટન પર ક્લિક કરો. |
02:07 | Coordinate Reference System Selector ખુલે છે. |
02:11 | અમુક સેટિંગ્સમાં, CRS આપ મેળે પસંદ કરવામાં આવશે. |
02:17 | આવી સ્થિતિમાં આ વિન્ડો નહીં ખુલે. |
02:21 | જો Coordinate Reference System Selector ખુલતું નથી, તો આ પગલાને અવગણો અને આગળના પગલા સાથે આગળ વધો. |
02:30 | અહીં હું યાદી માંથી WGS 84 EPSG 4326 પસંદ કરીશ. |
02:39 | OK બટન પર ક્લિક કરો. |
02:42 | અમે એક જ સમયે બે સ્તરો ઉમેરી રહ્યા હોવાથી, Coordinate Reference System Selector ફરી એકવાર અહીં ખુલે છે. |
02:51 | ફરીથી WGS 84 EPSG 4326 પસંદ કરો. |
02:58 | OK બટન પર ક્લિક કરો. |
03:01 | કેનવાસ પર તમે grayscale માં રેન્ડર થયેલો વિશ્વનો નકશો જોશો. |
03:07 | હળવા pixels વધુ વસ્તી સૂચવે છે અને ઘાટા pixels ઓછી વસ્તી સૂચવે છે. |
03:15 | Layers Panel માં, તમે બંને raster layers લોડ થયેલ જોશો. |
03:21 | raster માં દરેક pixel એ ગ્રીડ માટે વસ્તી ઘનતાનું મૂલ્ય ધરાવે છે. |
03:27 | pixel ની કિંમત જોવા માટે, ટૂલબારના ઉપરના જમણા ખૂણે Identify Features ટૂલ પર ક્લિક કરો. |
03:35 | નકશામાં ઝૂમ કરવા માટે માઉસ વ્હીલનો ઉપયોગ કરો. |
03:38 | raster નકશા પર ગમે ત્યાં ક્લિક કરો. |
03:41 | પિક્સેલ મૂલ્ય Identify Results પેનલમાં પ્રદર્શિત થશે. |
03:48 | અવલોકન કરો કે હળવા pixel નું મૂલ્ય વધારે છે અને ઘાટા pixel નું મૂલ્ય ઓછું છે. |
03:57 | Identify Results પેનલ બંધ કરો. |
04:00 | નકશાને ઝૂમ આઉટ કરો. Pan Map ટૂલ પર ક્લિક કરો અને કૅનવાસ પર નકશો ગોઠવો. |
04:09 | યોગ્ય પ્રકારની સ્ટાઇલ વડે વસ્તી ગીચતા પેટર્નને વધુ સારી રીતે વિઝ્યુઅલાઈઝ કરી શકાય છે. |
04:16 | Layers Panel માં 1 લા લેયર પર જમણું-ક્લિક કરો. |
04:21 | સંદર્ભ મેનૂ માંથી Properties વિકલ્પ પસંદ કરો. |
04:26 | Layer Properties ડાયલોગ-બોક્સ ખુલે છે. |
04:30 | ડાયલોગ બોક્સમાં Style ટેબ પસંદ કરો. |
04:35 | Band Rendering વિભાગ હેઠળ, Render type ને Singlebandpseudocolor માં બદલો. |
04:42 | Interpolation ને Linear રહેવા દો |
04:46 | Color ડ્રોપ-ડાઉનમાં, Spectral પસંદ કરો. |
04:51 | નીચે જાઓ |
04:54 | Continuous તરીકે Mode પસંદ કરો.
Classify બટન પર ક્લિક કરો |
05:00 | તમે 5 નવી કલર વેલ્યુ બનાવેલી જોશો. |
05:05 | ડાયલોગ-બોક્સના નીચેના જમણા ખૂણે Apply બટન અને OK બટન પર ક્લિક કરો. |
05:14 | પાછા QGIS કૅનવાસમાં, તમે raster નકશો જોશો જે સ્પેક્ટ્રલ કલર રેન્ડરિંગના 5 વર્ગોમાં પ્રદર્શિત થશે. |
05:24 | 1st'layer માટે બતાવ્યા પ્રમાણે સમાન પગલાં અનુસરો અને 2nd layer માટે raster style બદલો . |
05:45 | અમારા પૃથ્થકરણ માટે, અમે વર્ષ 1990 અને 2000 ની વચ્ચે સૌથી વધુ વસ્તી પરિવર્તન વાળા વિસ્તારો શોધવા માંગીએ છીએ. |
05:54 | આ માટે, આપણે દરેક ગ્રીડના pixel મૂલ્યો વચ્ચેનો તફાવત બંને layers માં શોધવાની જરૂર છે. |
06:02 | આ ગણતરીઓ માટે, અમે Raster Calculator tool નો ઉપયોગ કરીશું. |
06:07 | મેનુ બારમાંથી Raster મેનૂ પર ક્લિક કરો.ડ્રોપ-ડાઉનમાંથી, Raster calculator પર ક્લિક કરો. |
06:16 | Raster Calculator ડાયલોગ-બોક્સ ખુલે છે. |
06:20 | Raster bands વિભાગમાં, બેન્ડના નામ પ્રદર્શિત થાય છે |
06:26 | અમારા દરેક rasters પાસે માત્ર 1 બેન્ડ હોવાથી, તમે raster દીઠ માત્ર 1 એન્ટ્રી જોશો. |
06:33 | raster calculator, raster pixels પર ગાણિતિક ક્રિયાઓ લાગુ કરી શકે છે. |
06:40 | આ કિસ્સામાં આપણે વર્ષ 2000 ના વસ્તી ગીચતામાંથી વર્ષ 1990 ના વસ્તી ગીચતા બાદબાકી કરવા માટે એક સરળ સૂત્ર દાખલ કરવા માંગીએ છીએ. |
06:52 | Raster bands સેક્શન હેઠળ, વર્ષ 2000 માટે raster layer પર ડબલ-ક્લિક કરીને layer પસંદ કરો. |
07:00 | અભિવ્યક્તિ હવે Raster calculator expression સેક્શનમાં ઉમેરવામાં આવી છે. |
07:06 | Operators સેક્શનમાંથી, Substraction operator બટન પર ક્લિક કરો. |
07:12 | ફરીથી Raster bands સેક્શનમાંથી, વર્ષ 1990 માટે raster layer પર ડબલ-ક્લિક કરો. |
07:20 | ગણતરી માટેનું સૂત્ર હવે Raster calculator expression સેક્શનમાં પ્રદર્શિત થાય છે. |
07:27 | Result Layer વિભાગ હેઠળ, તમે Output layer બોક્સ જોશો. |
07:33 | બોક્સમાં, તમારા output layer નું નામ pop-change.tif તરીકે ટાઇપ કરો. |
07:41 | Output format ડ્રોપ-ડાઉનમાં, Geo TIFF પસંદ કરો. |
07:47 | Output CRS વિકલ્પ આપોઆપ પસંદ થયેલ છે. તેને એમ જ રહેવા દો. |
07:54 | Add result to project ની બાજુમાંના બોક્સને ચેક કરો. |
08:00 | ડાયલોગ-બોક્સના તળિયે OK બટન પર ક્લિક કરો. |
08:04 | તમને Layers Panel માં નવું layer લોડ થયેલું દેખાશે. |
08:08 | 3જી લેયર માટેનો નકશો જોવા માટે, Layers Panel માં પોપ-2000 અને પોપ-1990 layers માટેના ચેક બોક્સને અનચેક કરો. |
08:21 | અમે આ layer ની શૈલી બદલીને વધુ માહિતીપ્રદ નકશો બનાવી શકીએ છીએ. |
08:27 | pop-change layer પર રાઇટ-ક્લિક કરો.સંદર્ભ મેનૂમાંથી, Properties વિકલ્પ પસંદ કરો. |
08:36 | Layer Properties ડાયલોગ-બોક્સ ખુલે છે. |
08:40 | અમે layer ને એવી રીતે સ્ટાઈલ કરવા માંગીએ છીએ કે અમુક રેન્જમાં pixel મૂલ્યો સમાન રંગ મેળવે. |
08:47 | Metadata ટેબ પર ક્લિક કરો, Properties સેક્શન સુધી નીચે સ્ક્રોલ કરો. |
08:55 | maximum અને minimum મૂલ્યો નોંધો. |
08:59 | મહત્તમ મૂલ્ય 6000 ની નજીક છે. |
09:02 | ન્યૂનતમ મૂલ્ય -2000 થી ઉપર છે. |
09:06 | Style ટેબ પર જાઓ
Band Rendering હેઠળ, Render type તરીકે Singlebandpseudocolor પસંદ કરો. |
09:14 | Interpolation ને Discrete પર સેટ કરો |
09:19 | નીચે સ્ક્રોલ કરો.
Add Values Manually બટન શોધો |
09:25 | આ એક લીલું પ્લસ સિમ્બોલ બટન છે જે Classify બટનની બાજુમાં આવેલું છે. |
09:31 | 4 અનન્ય classes બનાવવા માટે Add Values Manually બટનને 4 વાર ક્લિક કરો. |
09:39 | આ મૂલ્યો મધ્યમ પેનલમાં દેખાય છે. |
09:43 | અહીં આપણે દરેક હરોળમાં વેલ્યુ બદલવાની છે. |
09:47 | દાખલ કરેલ મૂલ્ય કરતાં ઓછી વસ્તી મૂલ્યો, તે એન્ટ્રીને રંગ આપવામાં આવશે. |
09:54 | મૂલ્ય બદલવા માટે Values કૉલમમાં પ્રથમ એન્ટ્રી પર ડબલ-ક્લિક કરો. |
10:00 | અમે અવલોકન કર્યું છે કે, અમારા metadata વિશ્લેષણમાં ન્યૂનતમ મૂલ્ય -2000 થી ઉપર છે.પ્રથમ એન્ટ્રીમાં -2000 ટાઈપ કરો. |
10:12 | કલર-બોક્સ પર ડબલ-ક્લિક કરો અને રંગ બદલો. |
10:20 | પ્રથમ હરોળમાં Label કૉલમ પર ડબલ-ક્લિક કરો.ટાઇપ કરો, No Data values. |
10:28 | એ જ રીતે અહીં બતાવ્યા પ્રમાણે તમામ વેલ્યુ અને લેબલ ભરો. |
10:33 | 2nd પંક્તિમાં, Negative ફેરફાર દર્શાવવા માટે -10. |
10:46 | 3rd પંક્તિમાં, Neutral દર્શાવવા માટે 10. |
10:59 | છેલ્લે 6000 Positive ફેરફાર દર્શાવવા માટે. |
11:03 | કારણ કે મેટા ડેટા વિશ્લેષણમાંથી અમારું મહત્તમ મૂલ્ય 6000 ની નજીક છે. |
11:23 | વિન્ડોની નીચે-જમણા ખૂણે, Apply બટન પર ક્લિક કરો અને પછી OK બટન પર ક્લિક કરો |
11:30 | હવે કેનવાસ પર તમે વસ્તી ડેટાનું વધુ શક્તિશાળી વિઝ્યુલાઇઝેશન જોશો. |
11:37 | અહીં તમે સ્પષ્ટપણે એવા વિસ્તારો જોઈ શકો છો કે જેમાં સકારાત્મક અને નકારાત્મક વસ્તી ગીચતા ફેરફારો જોવા મળ્યા છે. |
11:46 | વાદળી રંગના વિસ્તારો સકારાત્મક વસ્તી પરિવર્તન દર્શાવે છે. |
11:52 | લીલા રંગના વિસ્તારો નકારાત્મક પરિવર્તન દર્શાવે છે. |
11:56 | ગુલાબી રંગના વિસ્તારોમાં વસ્તીમાં વધુ ફેરફાર જોવા મળ્યો નથી. |
12:02 | ચાલો સારાંશ આપીએ, |
12:04 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
સતત raster ને સ્ટાઈલ કરવા માટે, raster calculator માં અભિવ્યક્તિ લખવા માટે, raster પ્રોપર્ટીઝ વિશે. |
12:17 | સોંપણી તરીકે
Code files લિંકમાં આપેલ વસ્તી ડેટાનો ઉપયોગ કરીને, એક નવી રાસ્ટર ફાઇલ બનાવો જે માત્ર નકારાત્મક વસ્તી ફેરફાર દર્શાવે છે. |
12:28 | સંકેત: Raster Calculator નો ઉપયોગ કરો, 0 કરતાં ઓછી વસ્તી ફેરફાર પસંદ કરવા માટે એક એક્સપ્રેશન લખો. |
12:36 | તમારું પૂર્ણ થયેલ અસાઇનમેન્ટ અહીં બતાવ્યા પ્રમાણે હોવું જોઈએ. |
12:41 | નીચેની લિંક પરનો વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરીને તેને ડાઉનલોડ કરો અને જુઓ. |
12:49 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ વર્કશોપનું આયોજન કરે છે અને ઓનલાઈન ટેસ્ટ પાસ કરવા પર પ્રમાણપત્રો આપે છે વધુ વિગતો માટે કૃપા કરીને અમને લખો. |
13:00 | કૃપા કરીને આ ફોરમ પર તમારા સમયબદ્ધ પ્રશ્નો પોસ્ટ કરો. |
13:04 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.આ મિશન વિશે વધુ માહિતી નીચેની લિંક પર ઉપલબ્ધ છે. |
13:16 | આ ટ્યુટોરીયલનું યોગદાન NIT સુરતકલના પ્રજ્વલ.એમ અને IIT Bombay તરફથી સ્નેહલતા દ્વારા આપવામાં આવ્યું છે.
જોવા બદલ આભાર. |