Health-and-Nutrition/C2/Cross-cradle-hold/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 13:04, 30 May 2018 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | ધવડાવવાની ક્રોસ ક્રેડલ પકડ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું- માં અને તેનાં બાળક માટે ધવડાવવાની યોગ્ય પકડ ની રીત |
00:16 | ધવડાવતાં પહેલા માતાની તૈયારી અને |
00:20 | ક્રોસ ક્રેડલ પકડ માટે ક્રમવાર પગલાં. |
00:24 | ચાલો શરુ કરીએ. |
00:26 | દુનિયાભરમાં, માતાઓ તેમનાં બાળકોને વિભિન્ન પ્રકારના પકડ વાપરીને સ્તનપાન કરાવે છે. |
00:32 | એક માં અને તેનાં બાળક માટે ધવડાવવા સૌથી સારીપકડ એ હોય છે કે- માં અને બાળક માટે ધવડાવવું એ શરુથી અંત સુધી આરામદાયક રહે. |
00:43 | બાળક એ માતાનાં સ્તનથી ઉડાણથી વડગાવવામાં સમર્થ હોવું જોઈએ. |
00:48 | અને પુરતું દૂધ મેળવે. |
00:51 | ચાલો બધામાંથી એક પકડ જે કે ક્રોસ ક્રેડલ પકડ કહેવાય છે તે વિષે શીખીએ.ચાલો |
00:56 | ક્રોસ ક્રેડલ પકડ એ આપેલ સંદર્ભે ઉત્તમ પકડ છે-
બાળકનાં શરીરનું પૂર્ણ નિયંત્રણ છાતીનો આધાર અને ઊંડાણપૂર્વક ધાવવું. |
01:06 | તેનાં બાળકને સ્તનપાન કરાવવા પહેલા, માતાએ તેનાં હાથ યોગ્ય રીતે ધોઈને સૂકવવા જોઈએ. |
01:12 | ત્યારબાદ તેણે એક ગ્લાસ ચોખ્ખું પાણી પીવું જોઈએ. |
01:16 | ધવડાવનાર માતા દિવસમાં આશરે ૭૫૦ થી ૮૫૦ મીલીલીટર દૂધ ઉત્પન્ન કરે છે. |
01:24 | તેથી, તેમણે રોજ વધારે પાણી પીવું જોઈએ. |
01:29 | આગળ, ચાલો માતાની બેસવાની સ્થિતી ચર્ચા કરીએ. |
01:33 | માતાએ જમીન પર અથવા પલંગ પર પલાંઠી વાળીને બેસવું જોઈએ. |
01:38 | અથવા ખુરસી પર એ રીતે બેસવું જોઈએ કે પગ જમીન પર અડે. |
01:43 | ખુરસી જો ઉંચી હોય અને તેનો પગ જમીન પર અડતો ના હોય તો, તે તેનો પગ નાના સ્ટુલ પર અથવા તકિયાને જમીન પર રાખી તેનાં પર મૂકી શકે છે. |
01:54 | બેસતી વખતે, તેણે એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે- તેની પીઠ ટટ્ટાર હોય જેથી કરીને કમરના દુખાવાને ટાળી શકાય |
02:03 | તેનાં ખભા આરામદાયક સ્થિતીમાં હોવા જોઈએ અને ઉંચા કે વળાંકમાં ન હોવા જોઈએ. |
02:08 | અને આ આરામદાયક સ્થિતીને સંપૂર્ણ ધવડાવતાં દરમ્યાન જાળવી રાખવી જોઈએ. |
02:13 | માતાએ જે છાતીથી બાળકને ધવડાવવું છે તે પરથી વસ્ત્ર નીકાળવું જોઈએ. |
02:19 | તેણે એ વાતની ખાતરી કરવી જોઈએ કે તેની બ્રા અથવા કબ્જાનું દબાણ સ્તન પર પડવું ન જોઈએ. |
02:26 | આરામદાયક સ્થિતીમાં બેસ્યા બાદ, બાળકને માતાની નજીક લાવીએ. |
02:31 | માતા જે સ્તનથી તેનાં બાળકને સ્તનપાન કરાવશે તેના સામને બાજુના હાથ વડેબાળકનું માથું પકડવું જોઈએ. |
02:39 | બાળકના પગ માતાનાં તેજ હાથનાં બગલમાં ભેરવીને રાખવા જોઈએ. |
02:45 | આ દૃશ્યમાં દર્શાવેલ માતા, તેનાં જમણા સ્તનથી બાળકને સ્તનપાન કરાવશે.તેથી, બાળકના પગ તેની ડાબી બાજુની બગલમાં ભરાવવામાં આવ્યા છે. |
02:57 | તેનાં બાળકના માથાનાં નીચેનાં ભાગને પકડી રાખવા માટે તે તેનાં ડાબા હાથનાં અંગુઠા અને આંગળીઓને વાપરી રહ્યી છે. |
03:05 | બાળકને ઊંચકી રાખવા માટે જો માતાને વધારાનો આધાર જોઈએ છે તો- તે તેના ખોળામાં બાળક નીચે એક તકીયો રાખી શકે છે. |
03:15 | યાદ રાખો, માતાએ તેની પીઠ ઝુકાવીને છાતીને બાળક નજીક લાવવું ન જોઈએ. |
03:21 | આનાથી તેને અસુવિધા થશે અને પીઠનો દુખાવો થશે. |
03:26 | તેણે હમેશા તેની પીઠ ટટ્ટાર રાખવી જોઈએ અને બાળકને તેનાં સ્તન સુધી પહોંચાડવા ઉંચુ કરીને નજીક લેવું જોઈએ. |
03:33 | આગળ, ચાલો માતાનાં અંગુઠા અને આંગળીઓની યોગ્ય પકડ જોઈએ. |
03:39 | માતાનો અંગુઠો બાળકનાં એક કાનની પાછળ હોવો જોઈએ, અને બાકીની આંગળીઓ બાળકનાં બીજા કાનની પાછળ હોવી જોઈએ. |
03:46 | તેણે તેની આંગળીઓ અથવા અંગુઠાને બાળકનાં કાનનાં પાછળથી બાળકનાં ગળા પર ન રાખવી જોઈએ. |
03:52 | તેની કાંડું બાળકનાં ખભાના ની નીચે રહેવું જોઈએ. |
03:56 | તેણે તેનાં હાથ વડે બાળકનાં માથાની પાછળ દબાણ આપવું ન જોઈએ. |
04:04 | આ રીતે પકડવાથી બાળકને ધવડાવતાં વખતે આરામ રહેશે. |
04:08 | આગળ, ચાલો બાળકના શરીરને યોગ્ય સ્થિતીમાં રાખવાનું શીખીએ. |
04:15 | બાળકનું પેટ માતાના શરીર સાથે હળવેથી ગોઠવાયેલું હોવું જોઈએ. |
04:20 | તેમનાં શરીર વચ્ચે ઓછું અંતર હોવાથી બાળકને સ્તન સુધી પહોંચવામાં ઓછી મહેનત લાગશે. |
04:26 | અને તેનાથી બાળકને ઊંડાણપૂર્વક જોડાવામાં સરળતા રહેશે. |
04:32 | પકડમાં બીજો પોઈન્ટ એ છે કે બાળકના શરીરની ગોઠવણી. |
04:37 | આપણે જ્યારે ખાવા ખાઈએ છીએ ત્યારે, આપણું માથું, ગળું અને શરીર હમેશા સીધી રેખામાં રહે છે. |
04:43 | પણ, ધવડાવતી વખતે, ઘણી માતાઓ દ્વારા ઘણી વખતે બાળકનું માથું એક બાજુએ નમેલું રાખે છે. |
04:50 | આનાથી બાળક માટે ધાવવું તકલીફદાયક બનશે. |
04:55 | ધાવતીવખતે બાળકનું માથું, ગળું અને શરીર હમેશા સીધી રેખામાં હોવું જોઈએ. |
05:01 | આનાથી દૂધને ગળવામાં બાળકને સરળતા રહેશે. |
05:05 | હવે આપણે બાળકની શરીર સ્થિતીમાં ત્રીજા પોઈન્ટ પર આવીએ છીએ. |
05:10 | માતાએ તેનાં બાળકનાં પૂર્ણ શરીરને આધાર આપવો જોઈએ. |
05:14 | નહી તો બાળકને સ્તન સાથે ઊંડાણપૂર્વક જોડાવામાં ઘણી મહેનત કરવી પડશે. |
05:22 | આગળ, ચાલો બાળકનાં નાક અને દાઢી સ્થિતી તરફે જોઈએ. |
05:28 | બાળકનું નાક ડીટડીની રેખામાં હોવું જોઈએ. |
05:33 | અને તેની દાઢી આગળ પડતી અને છાતીથી અત્યંત નજીક હોવી જોઈએ. |
05:38 | આનાથી એ વાતની ખાતરી થશે કે બાળક સ્તનપાન વખતે એરીઓલા ડીટડીની આસ પાસનો ગોળ ભાગ મોટા પ્રમાણમાં લે. |
05:45 | અને તેથી, અસરકારક રીતે દૂધ પીવા માટે નીચેના જડબાનો ઉપયોગ કરશે. |
05:51 | ધ્યાન આપો કે - અરીઓલા એ ડીટડી ફરતે આવેલ ઘટ્ટ વિસ્તાર છે. |
05:57 | હવે જો કે બાળકની પકડ યોગ્ય છે તો, ચાલો છાતીને પકડવાનું શીખીએ. |
06:04 | તેનાં બીજા હાથની આંગળીઓનો ઉપયોગ કરીને, માતાએ તેનાં છાતીને નીચેથી U આકારમાં પકડીને રાખવું જોઈએ. |
06:12 | આ ચિત્રમાં દર્શાવેલ માતા તેનાં જમણા સ્તનને પકડવા માટે જમણા હાથનો ઉપયોગ કરશે. |
06:19 | અંગુઠા અને આંગળીઓની યોગ્ય સ્થિતી સમજવા માટે, માતાનાં જમણા સ્તન પર નિપ્પલને ઘડિયાળનું કેન્દ્ર માનીએ. |
06:31 | માતાએ આ ઘડિયાળ પર જમણા અંગુઠાને ઘડિયાળનાં 9 વાગવાની પકડમાં મુકવો જોઈએ. |
06:38 | જ્યારે કે તેની જમણી પહેલી અને વચલી આંગળી 3 વાગવાની પકડમાં હોવી જોઈએ. |
06:46 | આંગળીઓ હમેશા બાળકનાં હોઠનાં સમાંતર હોવી જોઈએ.
કેમ? |
06:51 | ચાલો એક સરળ ઉદાહરણ દ્વારા આ સમજીએ. |
06:56 | આપણે જ્યારે વડાપાવ કે બર્ગર ખાઈએ છીએ ત્યારે, આપણું મોઢું અને હોંઠ આડી રીતે ખુલે છે. |
07:02 | મોટુ બચકું લેવા માટે આપણે વડા પાવ કે બર્ગરને આડી રીતે પકડીએ છીએ. |
07:08 | અહીં, અંગુઠો અને આંગળીઓ હોંઠનાં સમાંતર મુકાય છે. |
07:12 | આપણે જો વડા પાવ કે બર્ગરને ઉભી રીતે પકડીએ તો, આપણે મોટુ બચકું લઇ શકીશું નહી. |
07:19 | એજ પ્રમાણે, બાળકનાં હોઠની દિશાની નોંધ લો. |
07:25 | હોઠ અહીં ઉભી દિશામાં છે. તેથી, આંગળીઓ અને અંગુઠો પણ છાતી પર ઉભી દિશામાં મુકાવા જોઈએ. |
07:34 | આનાથી બાળકને અરીઓલાનો મોટો ભાગ મોઢામાં લેવામાં મદદ મળશે. |
07:39 | બાળકનાં હોઠથી સમાંતર રહેવાના બદલે, માતાનો અંગુઠો અને આંગળીઓ હમેશા ડીટડીથી 3 આંગળીઓનાં અંતરે હોવા જોઈએ. |
07:50 | ફરીથી, વડા પાવ કે બર્ગર ખાતી વખતે, જો આપણે ખુબ નજીકથી પકડીએ તો, મોટુ બચકું લેવાથી આપણી આંગળીઓ મોઢાને અવરોધ કરશે. |
08:00 | આપણે જો ખુબ દુરથી પકડીએ તો, આપણા મોઢામાં બેસવા યોગ્ય તેનો આકાર રહેશે નહી. |
08:07 | તેથી, આપણે મોટુ બચકું લેવા માટે યોગ્ય અંતરે પકડવું જોઈએ. |
08:12 | એજ પ્રમાણે બાળક માટે, યોગ્ય અંતર છે ડીટડીથી 3 આંગળીઓનું અંતર, જેવું કે આ ચિત્રમાં દર્શાવ્યું છે. |
08:20 | આ અંતર એ વાતની ખાતરી કરશે કે- માતાની આંગળીઓ બાળકને તેનાં મોઢામાં અરીઓલાનો મોટો ભાગ લેવાથી અટકાવે નહી. |
08:29 | માતા ફક્ત ડીટડીને ન દબાવે જે કે ખુબ ઓછા પ્રમાણમાં દૂધ આપશે. |
08:35 | માતા અરીઓલાનાં નીચે આવેલ મોટી દૂધ વાહિની દબાવે જેથી વધુ દૂધ બહાર નીકળશે. |
08:42 | અને છાતીનો આકાર યોગ્ય રહે જેથી બાળકને ઉંડાણપૂર્વક જોડાવામાં મદદ મળે. |
08:49 | માતાનો અંગુઠો છાતીની એ બાજુએથી ડીટડીથી 3 આંગળીઓનાં અંતરે રહે જ્યાં બાળકનું નાક સ્થિત છે. |
08:59 | અને તેની 2 આંગળીઓ છાતીનીની એ બાજુએથી ડીટડીથી 3 આંગળીઓનાં અંતરે રહે જ્યાં બાળકની દાઢી છે. |
09:09 | ચાલો વડા પાવ કે બર્ગરનાં ઉદાહરણ પર પાછા આવીએ. |
09:13 | વડા પાવ કે બર્ગરને યોગ્ય રીતે પકડ્યા બાદ, આપણે મોટુ બચકું લેવા માટે હમેશા તેને દબાવીએ છીએ. |
09:21 | એજ પ્રમાણે, માતાએ નીચેથી U આકારમાં તેનાં છાતીને પકડી રાખીને હળવેથી દબાવવું જોઈએ. |
09:28 | આનાથી બાળકને તેનાં મોઢામાં છાતીનો મોટો ભાગ લેવામાં મદદ મળશે. |
09:34 | પરંતુ યાદ રાખો, માતાએ V આકારમાં તેનાં છાતીને દબાવવું ન જોઈએ. |
09:39 | V આકારમાં દબાવવું છાતીને ચિમટી ભરશે અને પરિણામસ્વરૂપ ડીટડી દ્વારા સ્તનપાન થશે. |
09:45 | સાથે જ ખ્યાલ રાખો કે અંગુઠા અને આંગળીઓ વડે છાતીનું સરખા પ્રમાણમાં દબાણ હોય. |
09:52 | નહી તો, ડીટડી કાં તો જમણી તરફ ખસી જશે અથવા તો ડાબી તરફ અને એનાથી જોડાણ પ્રક્રિયા અપેક્ષા મુજબ રહેશે નહી. |
10:00 | યાદ રાખો, છાતીને ધકેલીને બાળક નજીક લાવવી ન જોઈએ. |
10:08 | બાળકને હમેશા સ્તનની નજીક લાવો. |
10:12 | હવે, બાળક એ ક્રોસ ક્રેડલ સ્થિતીમાં છે અને સ્તનપાન માટે તૈયાર છે. |
10:18 | યોગ્ય છાતીના જોડાણની રીત આ શ્રેણીના બીજા અન્ય ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવ્યું છે. |
10:24 | બાળક એકવાર બરાબરથી જોડાય અને છાતી જો ખુબ વજનવાળી ન હોય તો-માતાએ તેનાં હાથને તેની છાતીથી કાઢવો જોઈએ અને બાળકને આધાર આપવા માટે તેનાં હાથને બાળકનાં નીચેની તરફે મુકવો જોઈએ. |
10:40 | આ સ્થિતીમાં, માતાએ તેનાં બંને હાથ તેનાં શરીરથી અડાડીને રાખવા જોઈએ. |
10:46 | આનાથી સ્તનપાન દરમ્યાન તેને આરામદાયક રહેવામાં મદદ મળશે. |
10:50 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
10:54 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા, માતા અને તેનાં બાળક માટે યોગ્ય સ્તનપાન સ્થિતી પસંદ કરવી |
11:03 | ધવડાવતાં પહેલા માતાની તૈયારી અને ક્રોસ ક્રેડલ પકડ માટે ક્રમવાર પગલાં. |
11:09 | આ ટ્યુટોરીયલનું યોગદાન સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ, આઈઆઈટી બોમ્બે દ્વારા કરવામાં આવ્યું છે |
11:15 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઈઆઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
11:23 | આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
11:28 | વ્હીલ્સ ગ્લોબલ ફાઉન્ડેશનમાંથી ઉદાર યોગદાન દ્વારા આ ટ્યુટોરીયલને આંશિક ફાળો અપાયો છે. |
11:34 | આ ટ્યુટોરીયલ એ માં ઔર શિશુ પોષણ પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11:39 | આ ટ્યુટોરીયલ માટે ડોમેઈન રીવ્યુઅર છે ડોક્ટર રૂપલ દલાલ, એમડી બાળરોગતજ્ઞ. |
11:45 | આ ટ્યુટોરીયલ માટે એનિમેશન બનાવનાર છે શીતલ જોશી. |
11:47 | આ ટ્યુટોરીયલ આહારશાસ્ત્રી તસનીમ શેઈખ દ્વારા બનાવવામાં આવ્યું છે. |
11:50 | IIT Bombay તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |