COVID19/C2/Making-a-protective-face-cover-at-home/Gujarati
From Script | Spoken-Tutorial
|
| ||
00:00 | ઘરે રક્ષણાત્મક મુખાવરણ બનાવવા પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
- |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
00:10 | આપણે રક્ષણાત્મક મુખાવરણ પહેરવાની આવશ્યકતા. | ||
00:14 | આરોગ્ય કર્મચારીઓ અને COVID-19 દર્દીઓ માટે મહત્વપૂર્ણ ચેતવણીઓ. | ||
00:20 | રક્ષણાત્મક મુખાવરણને લગતી સલામતી સાવચેતીઓ. | ||
00:25 | સીવણ મશીન વડે અને તેની વગર રક્ષણાત્મક મુખાવરણ બનાવવાની પ્રક્રિયા. | ||
00:32 | રક્ષણાત્મક મુખાવરણને પહેરતા પહેલા અને કાઢતી વખતે લેવાતી સાવચેતીઓ. | ||
00:38 | રક્ષણાત્મક મુખાવરણને સેનીટાઈઝ કરવાની અને સંગ્રહિત કરવાની યોગ્ય રીત. | ||
00:44 | આપણે સૌ પ્રથમ રક્ષણાત્મક મુખાવરણ શા માટે પહેરવું જોઈએ તેની જરૂરિયાત સમજીએ. | ||
00:50 | પોતાને કોરોના વાઈરસથી બચાવવા માટે, મુખાવરણ પહેરવું મહત્વપૂર્ણ છે. | ||
00:56 | ભારતમાં ગીચ વસ્તી છે, તેથી ખાસ કરીને મુખાવરણ પહેરવાની ભલામણ કરવામાં આવે છે. | ||
01:03 | કોરોના વાયરસને રોકવા અને તેને નિયંત્રિત કરવા માટે અનેક પ્રકારના મુખાવરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. | ||
01:10 | તેમાંથી ઘરે બનાવેલ રક્ષણાત્મક મુખાવરણ બનાવવા સરળ છે અને તેનો ઉપયોગ ફરીથી પણ કરી શકાય છે. | ||
01:18 | આગળ જઈએ એ પહેલાં, કૃપા કરીને મહત્વપૂર્ણ ચેતવણીઓ યાદ રાખો. | ||
01:23 | ઘરે બનાવેલ મુખાવરણ આરોગ્ય કર્મચારીઓ માટે નથી. | ||
01:28 | તે કોવિડ-19 દર્દીઓની સાથે અથવા તેમના સંપર્કમાં હોય એવા લોકો માટે પણ નથી. | ||
01:37 | કોવિડ-19 દર્દીઓએ ઘરે બનાવેલ મુખાવરણનો ઉપયોગ ન કરવો જોઇએ. | ||
01:42 | આવા તમામ લોકોએ ફક્ત ઉલ્લેખિત રક્ષણાત્મક ગિયર જ પહેરવું જોઈએ. | ||
01:48 | સલામતીની અન્ય સાવચેતીઓ છે જે તમારે હંમેશા યાદ રાખવી જોઈએ. | ||
01:53 | ઘરે બનાવેલ મુખાવરણ સંપૂર્ણ સુરક્ષા આપતા નથી. | ||
01:58 | તે ફક્ત સંક્રમિત વ્યક્તિથી હવામાં ફેલાતા ડ્રોપલેટ્સ શ્વાસમાં ન લેવાય તેની શક્યતા ઘટાડવામાં મદદ કરે છે. | ||
02:06 | મુખાવરણનો ઉપયોગ ધોયા વગર કરવો નહિ. | ||
02:10 | તમારું મુખાવરણ અન્ય લોકો સાથે વહેંચવું નહિ. | ||
02:14 | દરેક સાથે હંમેશાં ઓછામાં ઓછું 2 મીટરનું સામાજિક અંતર જાળવવાનો પ્રયાસ કરો. | ||
02:21 | વારંવાર સાબુ વડે તમારા હાથ 40 સેકંડ માટે ધોવા જરૂરી છે. | ||
02:26 | આપણે હવે ઘરે ફરીથી વાપરી શકાય એવા મુખાવરણ બનાવવાની સરળ પદ્ધતિ શીખીશું. | ||
02:33 | તેને કોટન કાપડનો ઉપયોગ કરીને બનાવી શકાય છે જે ઘરે સરળતાથી મળી રહે છે. | ||
02:38 | બનાવતી વખતે એ વાતની ખાતરી કરો કે તે મોઢા તથા નાકને સંપૂર્ણ રીતે ઢાંકતું હોવું જોઈએ. | ||
02:44 | તેને ચહેરા પર બાંધવું સરળ હોવું જોઈએ. | ||
02:49 | ઘરેલું મુખાવરણને સરળતાથી સિવણ મશીન વડે અને તેની વગર પણ બનાવી શકાય છે. | ||
02:55 | ચાલો સૌ પહેલા જોઈએ કે સીવણ મશીન વડે તેને કેવી રીતે બનાવી શકાય છે. | ||
03:02 | તમારે 100% કોટન કાપડની જરૂર પડશે. | ||
03:06 | કાપડનો રંગ કોઈપણ ચાલશે. | ||
03:10 | બનાવતા પહેલા, કાપડને સારી રીતે ધોઈ લો | ||
03:13 | અને તેને 5 મિનીટ માટે મીઠાનાં પાણીમાં ઉકાળો. | ||
03:17 | કાપડને સારી રીતે સુકાવા દો ત્યારબાદ તેનો ઉપયોગ કરો. | ||
03:21 | જોઈતી અન્ય વસ્તુઓ છે: | ||
03:23 | કપડાની પટ્ટીઓના ચાર ટુકડા | ||
03:26 | કાતર
અને સીવણ મશીન | ||
03:29 | હું રક્ષણાત્મક મુખાવરણને બનાવવાની પ્રક્રિયા સમજાવીશ. | ||
03:34 | મુખાવરણ માટે કાપડ કાપવાથી શરૂઆત કરો. | ||
03:39 | વયસ્ક માટે માપ હોવું જોઈએ 9 ઇંચ x 7 ઇંચ. | ||
03:44 | બાળક માટે તેનું માપ હોવું જોઈએ 7 ઇંચ x 5 ઇંચ. | ||
03:50 | હવે આપણે પટ્ટીઓ કાપીશું. | ||
03:53 | વયસ્ક માટે મુખાવરણ બનાવવા, બાંધવા તથા પાઈપીંગ હેતુ 4 પટ્ટીઓ કાપો. | ||
03:59 | 1.5 ઇંચ x 5 ઇંચના પ્રત્યેક બે ટુકડા. | ||
04:05 | સાથે જ પ્રત્યેક 1.5 ઇંચ x 40 ઇંચના પણ બે ટુકડાઓ. | ||
04:11 | કાપડને પાઇપિંગ તરીકે ઉપયોગ હેતુ એક છેડે 1.5 ઇંચ x 5 ઇંચની પટ્ટી જોડો. | ||
04:19 | કાપડને વાળીને નીચેની તરફ વળેલી રહે તેવી લગભગ 1.5 ઇંચની 3 પ્લેટો બનાવો. | ||
04:28 | પ્લેટ બનાવેલ કાપડને બીજી બાજુએ વાળીને પ્લેટિંગ માટે સમાન પગલાં અનુસરો. | ||
04:34 | હવે, કાપડનું માપ 9 ઇંચથી ઘટીને 5 ઇંચ થશે. | ||
04:42 | બંને બાજુએ પાઈપિંગ કરીને પ્લેટો સુરક્ષિત કરો. | ||
04:46 | તમામ પ્લેટો નીચેની તરફ રહે તેની વિશેષ કાળજી લો. | ||
04:51 | આગળ, મુખાવરણની ઉપર તથા નીચેની બાજુએ 40 ઇંચની લાંબી પટ્ટી જોડો. | ||
04:59 | ફરી એકવાર આ બંને પટ્ટીઓને ત્રણ વખત વાળીને ટાંકો. | ||
05:05 | તમારું મુખાવરણ ઉપયોગ હેતુ તૈયાર છે. | ||
05:09 | આને પહેરતી વખતે મુખાવરણ અને ચહેરા વચ્ચે કોઈપણ ખાલી જગ્યા ન હોવી જોઈએ. | ||
05:15 | તમારી સામે જે બાજુ આવે છે ત્યાં પ્લેટો નીચેની બાજુએ વળેલી દેખાવી જોઈએ. | ||
05:21 | મુખાવરણને ઉલટાવીને ફરીથી ઉપયોગ ક્યારેય કરવો ન જોઈએ. | ||
05:24 | અને પ્રત્યેક વાપર બાદ તેને સારી રીતે ધોઈ લેવું જોઈએ. | ||
05:28 | તમારે તમારા ચહેરાને અથવા આંખોને સ્પર્શ કરવો ન જોઈએ. | ||
05:31 | ઘરે પહોંચ્યા બાદ તમારા હાથને સારી રીતે ધોઈ લો. | ||
05:35 | ચાલો હવે સીવણ મશીન વિના મુખાવરણ બનાવતા શીખીએ. | ||
05:41 | તમને જોઇશે:
100% કોટન સામગ્રી અથવા પુરુષોનો કોટનનો હાથરૂમાલ | ||
05:47 | અને 2 રબર બેન્ડ્સ. | ||
05:50 | હવે હું રક્ષણાત્મક મુખાવરણને બનાવવાની પ્રક્રિયા સમજાવીશ. | ||
05:55 | હાથરૂમાલને એકબાજુથી વાળીને કાપડના મધ્યથી સેજ ઉપર સુધી લઇ જાવ. | ||
06:01 | હવે બીજી બાજુની ગડી કરીને પહેલી ગડી ઉપર જાય એ રીતે મુકો. | ||
06:07 | આને ફરીથી મધ્યથી સમાન રીતે ગડી કરો. | ||
06:11 | એક રબર બેન્ડ લો અને તેને કપડાની ડાબી બાજુએ બાંધી દો. | ||
06:15 | હવે બીજી બાજુને બીજા રબર બેન્ડથી બાંધી દો. | ||
06:20 | સુનિશ્ચિત કરો કે બે રબર બેન્ડ વચ્ચેનો વિસ્તાર પૂરતા પ્રમાણમાં હોય. | ||
06:25 | આ તમારા મોઢા તથા નાકને ઢાંકવામાં મદદ કરશે. | ||
06:30 | કાપડની એક બાજુને રબર બેન્ડની બાજુએ લઈને તેના પર ગડી કરી લો. | ||
06:36 | આવું બંને બાજુઓ માટે કરો. | ||
06:38 | હવે એક ગડી લઈને તેને બીજી ગડીમાં નાખો. | ||
06:43 | તમારું મુખાવરણ હવે વાપર માટે તૈયાર છે. | ||
06:47 | આ મુખાવરણને પહેરવા માટે દરેક રબર બેન્ડ તમારા કાન ફરતે વિંટાળો. | ||
06:53 | અગાઉ ઉલ્લેખ્યા પ્રમાણે, ખાતરી કરી લો કે મુખાવરણ તમારા મોઢા અને નાકને બરાબરથી ઢાંકતું હોવું જોઈએ. | ||
07:00 | તેમની વચ્ચે કોઈપણ ખાલી જગ્યા ન હોવી જોઈએ. | ||
07:04 | રક્ષણાત્મક ઘરેલું મુખાવરણ પહેરતા પહેલા સલામતી સાવચેતીઓનું પાલન કરો. | ||
07:10 | મુખાવરણને પહેરતા પહેલા તમારા હાથને યોગ્ય રીતે ધોઈ લો. | ||
07:14 | આવરણ જેમ ભીનું કે આદ્ર બને તેમ, બીજું મુખાવરણ ઉપયોગમાં લો. | ||
07:21 | મુખાવરણનો એકવાર ઉપયોગ કર્યા બાદ, તેને આગલા વાપર માટે ધોઈ લો. | ||
07:27 | કુટુંબના દરેક સભ્યનું મુખાવરણ જુદું હોવું જોઈએ. | ||
07:32 | કાઢતી વખતે, મુખાવરણની આગળની બાજુએ અથવા તેની કોઈપણ સપાટીએ અડકવું નહિ. | ||
07:38 | તેને ફક્ત પાછળની દોરી વડે અથવા રબર બેન્ડ્સના મદદથી કાઢવું. | ||
07:43 | દોરીવાળા મુખાવરણ માટે, હંમેશાં નીચેની દોરી પહેલા ખોલવી અને ત્યારબાદ ઉપરની દોરી ખોલવી. | ||
07:51 | કાઢ્યા બાદ, તમારા હાથને તરત જ 40 સેકંડ માટે સાબુ અને પાણીથી ધુવો. | ||
07:58 | તમે 65% આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો પણ ઉપયોગ કરી શકો છો. | ||
08:04 | હવે હું તમને મુખાવરણને યોગ્ય રીતે સેનિટાઈઝ કરવાનું શીખવીશ. | ||
08:09 | કૃપા કરીને ફરજિયાત રીતે પદ્ધતિને અનુસરો. | ||
08:12 | સાબુ અને ગરમ પાણીથી મુખાવરણને સારી રીતે ધોઈ લો. | ||
08:17 | તેને તડકામાં ઓછામાં ઓછા 5 કલાક સુધી સુકાવા દો. | ||
08:21 | વૈકલ્પિક રીતે, તમે સેનિટાઇઝ કરવા માટે પ્રેશર કૂકરનો ઉપયોગ કરી શકો છો. | ||
08:25 | મુખાવરણને પ્રેશર કૂકરમાં પાણી ભરી તેમાં મૂકો. | ||
08:29 | તેમાં મીઠું ઉમેરી ઓછામાં ઓછું 10 મિનીટ માટે ઉકાળો. | ||
08:33 | ત્યારબાદ, તેને બહાર કાઢીને ચોખ્ખા સ્થાને સૂકાવા મૂકો. | ||
08:38 | તમે મુખાવરણને 15 મિનિટ સુધી હુંફાળા પાણીમાં ઉકાળી શકો છો. | ||
08:44 | જો તમારી પાસે પ્રેશર કૂકર અથવા ઉકળતું પાણી નથી, તો સાબુનો ઉપયોગ કરો. | ||
08:51 | સાબુથી ધોઈને સાફ કરો | ||
08:54 | અને મુખાવરણને 5 મિનીટ સુધી તાપ આપો. | ||
08:59 | તમે તાપ આપવા માટે આયર્ન બોક્સનો ઉપયોગ કરી શકો છો. | ||
09:04 | એવી ભલામણ કરવામાં આવે છે કે તમે ઓછામાં ઓછા બે મુખાવરણો બનાવો. | ||
09:09 | તમે એકને ત્યારે પહેરી શકો છો, જ્યારે બીજાને ધોઈને સૂકવવામાં આવે છે. | ||
09:13 | હવે, ચાલો મુખાવરણને સંગ્રહવાનું અને સ્વચ્છ કરવાનું શીખીએ. | ||
09:18 | કોઈપણ પ્લાસ્ટિકની કોથળી લો,
તેને સાબુ અને પાણીથી સ્વચ્છ ધોઈ લો. | ||
09:23 | ચાલો તેને બંને બાજુથી સારી રીતે સુકાવા દઈએ. | ||
09:27 | વધારાના મુખાવરણો આ સ્વચ્છ કોથળીમાં મુકીને તેને સારી રીતે સિલ કરી દો. | ||
09:32 | હવે તમે દૈનિક વપરાશ માટે એક એક કરીને તમારા મુખાવરણો વાપરી શકો છો. | ||
09:38 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | ||
09:41 | આ ટ્યુટોરીયલમાં આપણે જે શીખ્યા ચાલો તેનો સારાંશ લઈએ. | ||
09:45 | આપણે કોરોના વાઈરસ લીધે રક્ષણાત્મક મુખાવરણ પહેરવાની આવશ્યકતા શીખ્યા. | ||
09:51 | સાથે જ આપણે મહત્વપૂર્ણ ચેતવણીઓ વિશે પણ શીખ્યા. | ||
09:54 | આરોગ્ય કર્મચારીઓએ ઘરે બનાવેલ મુખાવરણનો ઉપયોગ ન કરવો જોઇએ. | ||
09:59 | કોવિડ-19 દર્દીઓ સાથે સંપર્કમાં રહેલા લોકોએ પણ તેનો ઉપયોગ ન કરવો જોઇએ. | ||
10:05 | કોવિડ-19 દર્દીઓએ પણ આ મુખાવરણોનો ઉપયોગ ન કરવો જોઇએ. | ||
10:10 | તે બધાએ ફરજિયાત રૂપે, વિશેષ રક્ષણાત્મક ગિયર પહેરવું આવશ્યક છે. | ||
10:15 | આપણે સલામતી સાવચેતીઓ વિશે પણ શીખ્યા. | ||
10:19 | ઘરે બનાવેલ મુખાવરણો સંપૂર્ણ સુરક્ષા આપતા નથી. | ||
10:23 | મુખાવરણનો ઉપયોગ ન તો ધોયા વિના કરવો જોઈએ ના તો તેને કોઈની સાથે વહેંચવું જોઈએ. | ||
10:29 | ફરજિયાત રીતે, ઓછામાં ઓછું 2 મીટરનું સામાજિક અંતર જાળવવું જોઈએ. | ||
10:34 | હાથને વારંવાર 40 સેકંડ સુધી સાબુથી ધુવો. | ||
10:39 | આપણે સીવણ મશીન વડે અને તેના વિના મુખાવરણને બનાવવાની પ્રક્રિયા પણ શીખ્યા. | ||
10:45 | રક્ષણાત્મક મુખાવરણને પહેરતા પહેલા અને તેને કાઢતી વખતે અનુસરાતી સાવચેતીઓ. | ||
10:51 | અને રક્ષણાત્મક મુખાવરણોને સેનિટાઈઝ કરવાની અને સંગ્રહવાની યોગ્ય રીત. |