COVID19/C2/Making-a-protective-face-cover-at-home/Gujarati
From Script | Spoken-Tutorial
|
|
00:00 | ઘરે રક્ષણાત્મક મોઢા તથા નાક માટેનાં આવરણ બનાવવા પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
00:10 | આપણે રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણ પહેરવાની આવશ્યકતા. |
00:14 | આરોગ્ય કર્મચારીઓ અને કોવિડ-19 દર્દીઓ માટે મહત્વપૂર્ણ ચેતવણીઓ. |
00:20 | રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણને લગતી સલામતી સાવચેતીઓ. |
00:25 | સીવણ મશીન વડે અને તેની વગર રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણ બનાવવાની પ્રક્રિયા. |
00:32 | રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણને પહેરતા પહેલા અને કાઢતી વખતે લેવાતી સાવચેતીઓ. |
00:38 | રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણને સેનીટાઈઝ કરવાની અને સંગ્રહિત કરવાની યોગ્ય રીત. |
00:44 | આપણે સૌ પ્રથમ રક્ષણાત્મક મોઢા તથા નાકનું આવરણ શા માટે પહેરવું જોઈએ તેની જરૂરિયાત સમજીએ. |
00:50 | પોતાને કોરોના વાઈરસથી બચાવવા માટે, મોઢા તથા નાકનું આવરણ પહેરવું મહત્વપૂર્ણ છે. |
00:56 | ભારતમાં ગીચ વસ્તી છે, તેથી ખાસ કરીને મોઢા તથા નાકનું આવરણ પહેરવાની ભલામણ કરવામાં આવે છે. |
01:03 | કોરોના વાયરસને રોકવા અને તેને નિયંત્રિત કરવા માટે અનેક પ્રકારના મોઢા તથા નાકનાં આવરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. |
01:10 | તેમાંથી ઘરે બનાવેલ રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણ બનાવવા સરળ છે અને તેનો ઉપયોગ ફરીથી પણ કરી શકાય છે. |
01:18 | આગળ જઈએ એ પહેલાં, કૃપા કરીને મહત્વપૂર્ણ ચેતવણીઓ યાદ રાખો. |
01:23 | ઘરે બનાવેલ મોઢા તથા નાકનાં આવરણ આરોગ્ય કર્મચારીઓ માટે નથી. |
01:28 | તે કોવિડ-19 દર્દીઓની સાથે અથવા તેમના સંપર્કમાં હોય એવા લોકો માટે પણ નથી. |
01:37 | કોવિડ-19 દર્દીઓએ ઘરે બનાવેલ મોઢા તથા નાકનાં આવરણનો ઉપયોગ ન કરવો જોઇએ. |
01:42 | આવા તમામ લોકોએ ફક્ત ઉલ્લેખિત રક્ષણાત્મક ગિયર જ પહેરવું જોઈએ. |
01:48 | સલામતીની અન્ય સાવચેતીઓ છે જે તમારે હંમેશા યાદ રાખવી જોઈએ. |
01:53 | ઘરે બનાવેલ મોઢા તથા નાકનાં આવરણ સંપૂર્ણ સુરક્ષા આપતા નથી. |
01:58 | તે ફક્ત સંક્રમિત વ્યક્તિથી હવામાં ફેલાતા ડ્રોપલેટ્સ શ્વાસમાં ન લેવાય તેની શક્યતા ઘટાડવામાં મદદ કરે છે. |
02:06 | મોઢા તથા નાકનાં આવરણનો ઉપયોગ ધોયા વગર કરવો નહિ. |
02:10 | તમારા મોઢા તથા નાકનું આવરણ અન્ય લોકો સાથે વહેંચવું નહિ. |
02:14 | દરેક સાથે હંમેશાં ઓછામાં ઓછું 2 મીટરનું સામાજિક અંતર જાળવવાનો પ્રયાસ કરો. |
02:21 | વારંવાર સાબુ વડે તમારા હાથ 40 સેકંડ માટે ધોવા જરૂરી છે. |
02:26 | આપણે હવે ઘરે ફરીથી વાપરી શકાય એવા મોઢા તથા નાકનાં આવરણ બનાવવાની સરળ પદ્ધતિ શીખીશું. |
02:33 | તેને કોટન કાપડનો ઉપયોગ કરીને બનાવી શકાય છે જે ઘરે સરળતાથી મળી રહે છે. |
02:38 | બનાવતી વખતે એ વાતની ખાતરી કરો કે તે મોઢા તથા નાકને સંપૂર્ણ રીતે ઢાંકતું હોવું જોઈએ. |
02:44 | તેને ચહેરા પર બાંધવું સરળ હોવું જોઈએ. |
02:49 | ઘરેલું મોઢા તથા નાકનાં આવરણને સરળતાથી સિવણ મશીન વડે અને તેની વગર પણ બનાવી શકાય છે. |
02:55 | ચાલો સૌ પહેલા જોઈએ કે સીવણ મશીન વડે તેને કેવી રીતે બનાવી શકાય છે. |
03:02 | તમારે 100% કોટન કાપડની જરૂર પડશે. |
03:06 | કાપડનો રંગ કોઈપણ ચાલશે. |
03:10 | બનાવતા પહેલા, કાપડને સારી રીતે ધોઈ લો |
03:13 | અને તેને 5 મિનીટ માટે મીઠાનાં પાણીમાં ઉકાળો. |
03:17 | કાપડને સારી રીતે સુકાવા દો ત્યારબાદ તેનો ઉપયોગ કરો. |
03:21 | જોઈતી અન્ય વસ્તુઓ છે: |
03:23 | કપડાની પટ્ટીઓના ચાર ટુકડા |
03:26 | કાતર
અને સીવણ મશીન |
03:29 | હું રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણને બનાવવાની પ્રક્રિયા સમજાવીશ. |
03:34 | મોઢા તથા નાકનાં આવરણ માટે કાપડ કાપવાથી શરૂઆત કરો. |
03:39 | વયસ્ક માટે માપ હોવું જોઈએ 9 ઇંચ x 7 ઇંચ. |
03:44 | બાળક માટે તેનું માપ હોવું જોઈએ 7 ઇંચ x 5 ઇંચ. |
03:50 | હવે આપણે પટ્ટીઓ કાપીશું. |
03:53 | વયસ્ક માટે મોઢા તથા નાકનું આવરણ બનાવવા, બાંધવા તથા પાઈપીંગ હેતુ 4 પટ્ટીઓ કાપો. |
03:59 | 1.5 ઇંચ x 5 ઇંચનાં પ્રત્યેક બે ટુકડા. |
04:05 | સાથે જ પ્રત્યેક 1.5 ઇંચ x 40 ઇંચનાં પણ બે ટુકડાઓ. |
04:11 | કાપડને પાઇપિંગ તરીકે ઉપયોગ હેતુ એક છેડે 1.5 ઇંચ x 5 ઇંચની પટ્ટી જોડો. |
04:19 | કાપડને વાળીને નીચેની તરફ વળેલી રહે તેવી લગભગ 1.5 ઇંચની 3 પ્લેટો બનાવો. |
04:28 | પ્લેટ બનાવેલ કાપડને બીજી બાજુએ વાળીને પ્લેટિંગ માટે સમાન પગલાં અનુસરો. |
04:34 | હવે, કાપડનું માપ 9 ઇંચથી ઘટીને 5 ઇંચ થશે. |
04:42 | બંને બાજુએ પાઈપિંગ કરીને પ્લેટો સુરક્ષિત કરો. |
04:46 | તમામ પ્લેટો નીચેની તરફ રહે તેની વિશેષ કાળજી લો. |
04:51 | આગળ, મોઢા તથા નાકનાં આવરણની ઉપર તથા નીચેની બાજુએ 40 ઇંચની લાંબી પટ્ટી જોડો. |
04:59 | ફરી એકવાર આ બંને પટ્ટીઓને ત્રણ વખત વાળીને ટાંકો. |
05:05 | તમારા મોઢા તથા નાકનું આવરણ ઉપયોગ હેતુ તૈયાર છે. |
05:09 | આને પહેરતી વખતે મોઢા તથા નાકનાં આવરણ અને ચહેરા વચ્ચે કોઈપણ ખાલી જગ્યા ન હોવી જોઈએ. |
05:15 | તમારી સામે જે બાજુ આવે છે ત્યાં પ્લેટો નીચેની બાજુએ વળેલી દેખાવી જોઈએ. |
05:21 | મોઢા તથા નાકનાં આવરણને ઉલટાવીને ફરીથી ઉપયોગ ક્યારેય કરવો ન જોઈએ. |
05:24 | અને પ્રત્યેક વાપર બાદ તેને સારી રીતે ધોઈ લેવું જોઈએ. |
05:28 | તમારે તમારા ચહેરાને અથવા આંખોને સ્પર્શ કરવો ન જોઈએ. |
05:31 | ઘરે પહોંચ્યા બાદ તમારા હાથને સારી રીતે ધોઈ લો. |
05:35 | ચાલો હવે સીવણ મશીન વિના મોઢા તથા નાકનું આવરણ બનાવતા શીખીએ. |
05:41 | તમને જોઇશે:
100% કોટન સામગ્રી અથવા પુરુષોનો કોટનનો હાથરૂમાલ |
05:47 | અને 2 રબર બેન્ડ્સ. |
05:50 | હવે હું રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણને બનાવવાની પ્રક્રિયા સમજાવીશ. |
05:55 | હાથરૂમાલને એકબાજુથી વાળીને કાપડના મધ્યથી સેજ ઉપર સુધી લઇ જાવ. |
06:01 | હવે બીજી બાજુની ગડી કરીને પહેલી ગડી ઉપર જાય એ રીતે મુકો. |
06:07 | આને ફરીથી મધ્યથી સમાન રીતે ગડી કરો. |
06:11 | એક રબર બેન્ડ લો અને તેને કપડાની ડાબી બાજુએ બાંધી દો. |
06:15 | હવે બીજી બાજુને બીજા રબર બેન્ડથી બાંધી દો. |
06:20 | સુનિશ્ચિત કરો કે બે રબર બેન્ડ વચ્ચેનો વિસ્તાર પૂરતા પ્રમાણમાં હોય. |
06:25 | આ તમારા મોઢા તથા નાકને ઢાંકવામાં મદદ કરશે. |
06:30 | કાપડની એક બાજુને રબર બેન્ડની બાજુએ લઈને તેના પર ગડી કરી લો. |
06:36 | આવું બંને બાજુઓ માટે કરો. |
06:38 | હવે એક ગડી લઈને તેને બીજી ગડીમાં નાખો. |
06:43 | તમારું મોઢા તથા નાકનું આવરણ હવે વાપર માટે તૈયાર છે. |
06:47 | આ મોઢા તથા નાકનાં આવરણને પહેરવા માટે દરેક રબર બેન્ડ તમારા કાન ફરતે વિંટાળો. |
06:53 | અગાઉ ઉલ્લેખ્યા પ્રમાણે, ખાતરી કરી લો કે મોઢા તથા નાકનું આવરણ તમારા મોઢા અને નાકને બરાબરથી ઢાંકતું હોવું જોઈએ. |
07:00 | તેમની વચ્ચે કોઈપણ ખાલી જગ્યા ન હોવી જોઈએ. |
07:04 | રક્ષણાત્મક ઘરેલું મોઢા તથા નાકનાં આવરણ પહેરતા પહેલા સલામતી સાવચેતીઓનું પાલન કરો. |
07:10 | મોઢા તથા નાકનાં આવરણને પહેરતા પહેલા તમારા હાથને યોગ્ય રીતે ધોઈ લો. |
07:14 | આવરણ જેમ ભીનું કે આદ્ર બને તેમ, બીજું મોઢા તથા નાકનું આવરણ ઉપયોગમાં લો. |
07:21 | મોઢા તથા નાકનાં આવરણનો એકવાર ઉપયોગ કર્યા બાદ, તેને આગલા વાપર માટે ધોઈ લો. |
07:27 | કુટુંબના દરેક સભ્યનું મોઢા તથા નાકનું આવરણ જુદું હોવું જોઈએ. |
07:32 | કાઢતી વખતે, મોઢા તથા નાકનાં આવરણની આગળની બાજુએ અથવા તેની કોઈપણ સપાટીએ અડકવું નહિ. |
07:38 | તેને ફક્ત પાછળની દોરી વડે અથવા રબર બેન્ડ્સના મદદથી કાઢવું. |
07:43 | દોરીવાળા મોઢા તથા નાકનાં આવરણ માટે, હંમેશાં નીચેની દોરી પહેલા ખોલવી અને ત્યારબાદ ઉપરની દોરી ખોલવી. |
07:51 | કાઢ્યા બાદ, તમારા હાથને તરત જ 40 સેકંડ માટે સાબુ અને પાણીથી ધુવો. |
07:58 | તમે 65% આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો પણ ઉપયોગ કરી શકો છો. |
08:04 | હવે હું તમને મોઢા તથા નાકનાં આવરણને યોગ્ય રીતે સેનિટાઈઝ કરવાનું શીખવીશ. |
08:09 | કૃપા કરીને ફરજિયાત રીતે પદ્ધતિને અનુસરો. |
08:12 | સાબુ અને ગરમ પાણીથી મોઢા તથા નાકનાં આવરણને સારી રીતે ધોઈ લો. |
08:17 | તેને તડકામાં ઓછામાં ઓછા 5 કલાક સુધી સુકાવા દો. |
08:21 | વૈકલ્પિક રીતે, તમે સેનિટાઇઝ કરવા માટે પ્રેશર કૂકરનો ઉપયોગ કરી શકો છો. |
08:25 | મોઢા તથા નાકનાં આવરણને પ્રેશર કૂકરમાં પાણી ભરી તેમાં મૂકો. |
08:29 | તેમાં મીઠું ઉમેરી ઓછામાં ઓછું 10 મિનીટ માટે ઉકાળો. |
08:33 | ત્યારબાદ, તેને બહાર કાઢીને ચોખ્ખા સ્થાને સૂકાવા મૂકો. |
08:38 | તમે મોઢા તથા નાકનાં આવરણને 15 મિનિટ સુધી હુંફાળા પાણીમાં ઉકાળી શકો છો. |
08:44 | જો તમારી પાસે પ્રેશર કૂકર અથવા ઉકળતું પાણી નથી, તો સાબુનો ઉપયોગ કરો. |
08:51 | સાબુથી ધોઈને સાફ કરો |
08:54 | અને મોઢા તથા નાકનાં આવરણને 5 મિનીટ સુધી તાપ આપો. |
08:59 | તમે તાપ આપવા માટે આયર્ન બોક્સનો ઉપયોગ કરી શકો છો. |
09:04 | એવી ભલામણ કરવામાં આવે છે કે તમે ઓછામાં ઓછા બે મોઢા તથા નાકનાં આવરણો બનાવો. |
09:09 | તમે એકને ત્યારે પહેરી શકો છો, જ્યારે બીજાને ધોઈને સૂકવવામાં આવે છે. |
09:13 | હવે, ચાલો મોઢા તથા નાકનાં આવરણને સંગ્રહવાનું અને સ્વચ્છ કરવાનું શીખીએ. |
09:18 | કોઈપણ પ્લાસ્ટિકની કોથળી લો,
તેને સાબુ અને પાણીથી સ્વચ્છ ધોઈ લો. |
09:23 | ચાલો તેને બંને બાજુથી સારી રીતે સુકાવા દઈએ. |
09:27 | વધારાના મોઢા તથા નાકનાં આવરણો આ સ્વચ્છ કોથળીમાં મુકીને તેને સારી રીતે સિલ કરી દો. |
09:32 | હવે તમે દૈનિક વપરાશ માટે એક એક કરીને તમારા મોઢા તથા નાકનાં આવરણો વાપરી શકો છો. |
09:38 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
09:41 | આ ટ્યુટોરીયલમાં આપણે જે શીખ્યા ચાલો તેનો સારાંશ લઈએ. |
09:45 | આપણે કોરોના વાઈરસ લીધે રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણ પહેરવાની આવશ્યકતા શીખ્યા. |
09:51 | સાથે જ આપણે મહત્વપૂર્ણ ચેતવણીઓ વિશે પણ શીખ્યા. |
09:54 | આરોગ્ય કર્મચારીઓએ ઘરે બનાવેલ મોઢા તથા નાકનાં આવરણનો ઉપયોગ ન કરવો જોઇએ. |
09:59 | કોવિડ-19 દર્દીઓ સાથે સંપર્કમાં રહેલા લોકોએ પણ તેનો ઉપયોગ ન કરવો જોઇએ. |
10:05 | કોવિડ-19 દર્દીઓએ પણ આ મોઢા તથા નાકનાં આવરણોનો ઉપયોગ ન કરવો જોઇએ. |
10:10 | તે બધાએ ફરજિયાત રૂપે, વિશેષ રક્ષણાત્મક ગિયર પહેરવું આવશ્યક છે. |
10:15 | આપણે સલામતી સાવચેતીઓ વિશે પણ શીખ્યા. |
10:19 | ઘરે બનાવેલ મોઢા તથા નાકનાં આવરણો સંપૂર્ણ સુરક્ષા આપતા નથી. |
10:23 | મોઢા તથા નાકનાં આવરણનો ઉપયોગ ન તો ધોયા વિના કરવો જોઈએ ના તો તેને કોઈની સાથે વહેંચવું જોઈએ. |
10:29 | ફરજિયાત રીતે, ઓછામાં ઓછું 2 મીટરનું સામાજિક અંતર જાળવવું જોઈએ. |
10:34 | હાથને વારંવાર 40 સેકંડ સુધી સાબુથી ધુવો. |
10:39 | આપણે સીવણ મશીન વડે અને તેના વિના મોઢા તથા નાકનાં આવરણને બનાવવાની પ્રક્રિયા પણ શીખ્યા. |
10:45 | રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણને પહેરતા પહેલા અને તેને કાઢતી વખતે અનુસરાતી સાવચેતીઓ. |
10:51 | અને રક્ષણાત્મક મોઢા તથા નાકનાં આવરણોને સેનિટાઈઝ કરવાની અને સંગ્રહવાની યોગ્ય રીત. |