Health-and-Nutrition/C2/Kangaroo-Mother-Care/Gujarati
From Script | Spoken-Tutorial
| ||
00:00 | Kangaroo mother care પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | |
00:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે - | |
00:08 | Kangaroo mother care શું છે? | |
00:10 | તેનાં ઘટકો અને તેનું મહત્વ | |
00:13 | Kangaroo mother care ની પ્રક્રિયા | |
00:17 | ચાલો પહેલા Kangaroo mother care નાં પરિચયથી શરૂઆત કરીએ? | |
00:22 | જેવું કે નામ સૂચવે છે - | |
00:24 | આમાં સમાવેશ થાય છે, બાળકની અને તેનાં માતાની ત્વચાનો પરસ્પર સંપર્કનાં મુદ્દાઓ. | |
00:29 | અને આને લોકપ્રિય રીતે KMC તરીકે ઓળખવામાં આવે છે. | |
00:32 | યાદ રાખો, બાળકને જન્મની સાથે જ KMC આપવામાં આવવું જોઈએ. | |
00:39 | ખાસ કરીને જો બાળકનું જન્મ સમયનું વજન ઓછું હોય, તો આનો આગ્રહ કરવામાં આવે છે | |
00:44 | જેનું જન્મ વખતે વજન 2.5 કિલોગ્રામ કરતા ઓછું હોય અને | |
00:48 | જેને સતત દેખરેખની આવશ્યકતા હોતી નથી | |
00:52 | જો કે, આનો ઉપયોગ તમામ સામાન્ય, સ્વસ્થ અને પુરા માસે જન્મેલ બાળકો માટે પણ કરી શકાય છે. | |
00:59 | KMC માં મુખ્યત્વે બે ઘટકોનો સમાવેશ થાય છે: | |
01:03 | માતાની ત્વચાનો બાળકની ત્વચાથી સતત અને દીર્ધકાલીન સંપર્ક. | |
01:09 | અને વિશિષ્ટ (ફક્ત) માતાનું ધાવણ | |
01:13 | ચાલો આ ઘટકોની વિગતમાં ચર્ચા કરીએ. | |
01:17 | પ્રથમ ઘટક છે ત્વચાથી ત્વચાનો સંપર્ક. | |
01:21 | તે દૂધ વાહિનીઓમાંથી ડીંટડી દ્વારા દૂધને બહાર નીકાળવામાં મદદ કરે છે | |
01:24 | અને આખરે છાતીનાં દૂધનું ઉત્પાદન વધારે છે. | |
01:28 | લેટ ડાઉન રીફ્લેક્સને આજ શ્રેણીનાં અન્ય ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવી છે. | |
01:34 | બીજું ઘટક છે, માતાનું ધાવણ | |
01:38 | નોંધ લો કે- | |
01:40 | પ્રથમ 6 મહિના, બાળકને ફક્ત માતાનું ધાવણ આપવામાં આવે છે. | |
01:45 | આગળ, ચાલો Kangaroo care નાં મહત્વની ચર્ચા કરીએ. | |
01:50 | KMC દરમ્યાન લાંબા સમય સુધી ત્વચાથી ત્વચાનો સંપર્ક બાળકનાં શરીરનાં તાપમાનને જાળવી રાખવામાં મદદ કરે છે | |
01:57 | અને બાળકને વધુ સલામતીનો અનુભવ થાય છે. | |
02:01 | સાથે જ KMC ચેપની સંભાવનાને ઘટાડે છે - | |
02:03
| ||
02:05 | બાળકોમાં એપ્નિયા થવાનું પ્રમાણ. | |
02:09 | એપ્નિયા એટલે કે ખુબ અટકી અટકીને શ્વાસ લેવું. | |
02:13 | આના સિવાય- | |
02:15 | KMC ધાવણની માત્રા અને સમયગાળો સુધારે છે. | |
02:20 | અને આ માતા અને તેનાં બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધને મજબુત બનાવે છે. | |
02:26 | સાથે જ KMC બાળકને મદદ કરે છે- | |
02:28 | કોઈપણ અન્ય પરંપરાગત પદ્ધતિઓ કરતાં વજન વધારવા માટે જેવું કે- | |
02:33 | બાળકને તેજસ્વી ઉષ્માપાત્રમાં રાખવું. | |
02:36 | જે બાળક અને માતા માટે તાણ ઉત્પન્ કરે છે. | |
02:40 | સાથે જ KMC થી માતામાં સંતોષ અને આત્મવિશ્વાસનો વધાર થાય છે. | |
02:45 | કારણ કે તે તેનાં બાળકને સંભાળવા વધારે પ્રયાસ કરે છે. | |
02:49 | રસપ્રદ રીતે, માતા સિવાય, | |
02:54 | પિતા અથવા | |
02:56 | કુટુંબના અન્ય વડીલો દ્વારા પણ KMC આપી શકાય છે. | |
02:58 | આપણે હવે KMC આપનારાઓ દ્વારા અનુસરણ કરવાના મુદ્દાઓ ચર્ચા કરીશું: | |
03:04 | KMC આપનારાઓ સ્વસ્થ અને બીમારી મુક્ત હોવા જોઈએ. | |
03:09 | તેણે મૂળભૂત સ્વચ્છતાનું પાલન કરવું જોઈએ જેમ કે- | |
03:14 | હાથ ધોવવાં, | |
03:16 | દૈનિક સ્નાન,
નખ કાપવાં, | |
03:18 | વાળ બાંધવા | |
03:20 | અને સ્વચ્છ કપડા પહેરવા. | |
03:22 | તેણે કોઈપણ ઘરેણા, ઘડિયાળ તથા ધાગો પહેરલો હોવો ન જોઈએ - | |
03:26 | કારણ કે આના લીધે સ્વચ્છતા જાળવવામાં અડચણ આવી શકે છે. | |
03:31 | અને આનાથી બાળકને ઈજા થઇ શકે છે. | |
03:35 | હવે, KMC દરમ્યાન કેએમસી આપનારે કેવા પ્રકારના કપડા પહેરવા જોઈએ ચાલો તે ચર્ચા કરીએ- | |
03:42 | કપડા આગળના બાજુએથી ખુલતા અને હલકા હોવા જોઈએ. | |
03:46 | ઉદાહરણ તરીકે, સાડી-બ્લાઉઝ અથવા આગળના બાજુએથી ખૂલતો ગાઉન. | |
03:51 | નોંધ લો,
KMC આપનારે KMC કોથળી ફરતે આ આગળના બાજુએથી ખૂલતો ગાઉન અથવા બ્લાઉઝ પહેરવું જોઈએ. | |
03:58 | Kangaroo કોથળીઓ અથવા બાઈન્ડર્સ બજારમાંથી પણ ખરીદી શકાય છે. | |
04:04 | KMC વધારે સમયગાળા માટે આપવી હોય તો આ ઉપયોગી છે. | |
04:09 | વૈકલ્પિક રીતે, KMC આપનાર નરમ સ્વચ્છ સુતરાઉ કાપડનો ઉપયોગ કરી શકે છે. | |
04:16 | જ્યારે કે, KMC દરમ્યાન બાળકે- | |
04:19 | ટોપી અને લંગોટ પહેરવી જોઈએ. | |
04:22 | KMC દરમ્યાન બાળક જો મળ કે મુત્ર પસાર (ત્યાગ) કરે તો- | |
04:27 | તેને પૂર્ણપણે સ્વચ્છ કરીને લુછવું જોઈએ. | |
04:30 | આગળ, આપણે Kangaroo care ની પ્રક્રિયા વિગતમાં જાણીશું. | |
04:36 | પહેલા, માતાએ ટટ્ટાર સ્થિતીમાં રહેવું જોઈએ. | |
04:40 | ત્યારબાદ, kyato તો આરોગ્ય કાર્યકરે અથવા કુટુંબના કોઈપણ સભ્યે pagle -પગલા મુજબ આપેલ ક્રિયાઓ કરવી જોઈએ- | |
04:48 | બાળકનાં નીચલા ભાગ અને માથાને આધાર આપીને- | |
04:51 | બાળકને માતાની ખુલ્લી છાતીઓ વચ્ચે સરળ ઉભી સ્થિતીમાં મુકવું. | |
04:56 | ત્યારબાદ, બાળકનું માથું એક બાજુએ નમાવવું. | |
05:00 | ખાતરી કરી લો કે,
બાળકનું માથું સેજ પાછળની બાજુએ વળેલું હોવું જોઈએ. | |
05:04 | આ સ્થિતી લીધે -
બાળકનું નાક શ્વાસ લેવા માટે ખુલ્લું રહેશે | |
05:08 | અને બાળકનો માતાથી આંખથી આંખનો સંપર્ક બનશે. | |
05:14 | ત્યારબાદ બાળકની બેઠક (કુલા) સેજ બહારની તરફ વાળીએ. | |
05:18 | યાદ રાખો -
બાળકના હાથ માતાનાં સ્તનથી થોડા ઉપર રાખવા અને | |
05:23 | પગ માતાની છાતીની નીચે હોવા જોઈએ અને | |
05:27 | બાળકનું પેટ માતાની છાતી પર લાવવું. | |
05:29 | કપડાથી વીંટાળવા પહેલા- | |
05:32 | વાતાવરણ જો ઠંડુ હોય તો બાળકને ધાબળાથી ઢાંકવું. | |
05:36 | તેનાથી બાળક અને માતાને હુંફ મળશે. | |
05:39 | ત્યારબાદ,
બાળક ફરતે અને માતાની છાતી તથા પેટ ફરતે કપડું વીંટાળો. | |
05:45 | વીંટાળતી વખતે એ વાતની ખાતરી કરી લો કે- | |
05:47 | કપડાનો મધ્ય ભાગ બાળક પર હોય. | |
05:50 | અને કપડાના બંને છેડા- | |
05:53 | માતાની બગલમાંથી પસાર થવા જોઈએ | |
05:56 | અને પાછળની બાજુથી આડી દિશામાં પસાર કરીને | |
05:59 | ત્યારબાદ કાપડના છેડાને આગળ લઇ આવીએ. | |
06:03 | બાળકની નીચેની બાજુએ આ કાપડના છેડાઓની એક કઠણ ગાંઠ બાંધીને સુરક્ષિત કરો. | |
06:09 | આ આરામદાયક રહેશે અને બાળકને આધાર આપવામાં મદદ કરશે. | |
06:14 | સાથે જ આનાથી બાળકનું લપસવું ટાળી શકાય છે. | |
06:17 | યાદ રાખો-
જેમ માતા આરામદાયક બને, તેમ તેણે પોતેથી કાપડ વીંટાળતા શીખવું જોઈએ. | |
06:24 | આજ શ્રેણીમાનાં અન્ય ટ્યુટોરીયલમાં KMC દરમ્યાન સ્વ-વીંટાળવાની પદ્ધતિ સમજાવવામાં આવશે. | |
06:32 | તેનાથી માતાનો આત્મવિશ્વાસ વધશે અને તે સ્વનિર્ભર બનશે. | |
06:37 | કાપડ વાપરતી વખતે માતા જો અસ્વસ્થ અનુભવતી હોય તો તે એક પટ્ટો વાપરી શકે છે. | |
06:43 | તે વાપરવામાં સરળ અને આરામદાયક હોય છે. | |
06:46 | ખેંચાવાવાળો બેન્ડ (પટ્ટો) વાપરતી વખતે- | |
06:49 | બાળકના માથાને આધાર આપવા માટે બેન્ડની કોરને બાળકના કાન ઉપરથી લો. | |
06:54 | ત્યારબાદ, બાળકનું માથું સહેજ નમાવવું- | |
06:57 | જેથી તે મુક્તપણે શ્વાસ લઇ શકે અને | |
06:59 | અગાઉ બતાવ્યા પ્રમાણે તે માતાથી આંખથી આંખનો સંપર્ક બનાવી શકે. | |
07:04 | વીંટાળેલુ કપડું અથવા પટ્ટો ખુબ કસેલો કે ખુબ ઢીલો હોવો ન જોઈએ. | |
07:11 | તે બાળક માટે મુક્તપણે શ્વાસ લેવા પુરતો આરામદાયક હોવો જોઈએ. | |
07:15 | યાદ રાખો, બાળકને KMC સ્થિતીમાં પકડતી વખતે, માતા- | |
07:20 | ચાલવામાં,
ઊભા રહેવામાં, બેસવામાં અથવા | |
07:23 | વિભિન્ન પ્રવૃત્તિઓમાં સામેલ થવામાં સક્ષમ હોવી જોઈએ. | |
07:26 | માતા જો વધુ આરામદાયક સ્થિતીમાં હોય તો- | |
07:29 | Kangaroo care દરમ્યાન તે પાછળ ટેકો લઈને અથવા અર્ધ-વળેલા ટેકાની સ્થિતીમાં પણ સુઈ શકે છે. | |
07:35 | હવે KMC દરમ્યાન બાળકને કેવી રીતે ધવડાવવું ચાલો તે ચર્ચા કરીએ- | |
07:40 | કાં તો માતા બાળકને- | |
07:43 | વીંટાળેલુ કપડું સેજ ઢીલું કરી અને | |
07:46 | તેને ધવડાવવાની યોગ્ય સ્થિતીમાં મુકીને ધવડાવી શકે છે. | |
07:50 | અથવા તે પોતાના છાતીનું દૂધ દબાવીને કાઢીને | |
07:54 | બાળકને કપ અથવા ચમચીથી પીવડાવી શકે છે. | |
07:57 | યાદ રાખો,
બાળકનું વજન દરેક દિવસે 25 થી 30 ગ્રામ વજન સુધી વધવું જોઈએ. | |
08:03 | એક મહિનામાં બાળકની અપેક્ષિત વજન પ્રાપ્તિ 900 થી 1000 ગ્રામ સુધી હોવી જોઈએ. | |
08:10 | તેથી, માતા અથવા આરોગ્ય કાર્યકરે- | |
08:13 | નિયમિત તપાસણી દરમ્યાન બાળકનાં વજનનું નિરીક્ષણ કરવું જોઈએ. | |
08:17 | જો બાળકનું વજન પુરતું પ્રાપ્ત થયું ન હોય તો- | |
08:21 | આરોગ્ય કાર્યકરે માતાની ધવડાવવાની રીતનું નિરીક્ષણ કરવું જોઈએ અથવા | |
08:25 | બાળકને કેટલી વખત પેશાબ થાય છે તે તપાસવું જોઈએ | |
08:28 | સાથે જ, યોગ્ય મોઢાની પકડ બદ્દલ માતાને માર્ગદર્શન આપવું જોઈએ. | |
08:32 | યોગ્ય મોઢાની પકડ આજ શ્રેણીના અન્ય ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવી છે. | |
08:39 | આગળ,
ચાલો બાળકને વીંટાળેલા કપડામાંથી કાઢવાનું શીખીએ- | |
08:44 | પહેલા, માતાએ ટટ્ટાર સ્થિતીમાં બેસવું જોઈએ. | |
08:48 | ત્યારબાદ, એક હાથથી ગાંઠને ખોલવાનું શરુ કરવું અને | |
08:53 | વીંટાળેલા કપડાની બહારની બાજુએ બાળકના નીચલા ભાગને બીજા હાથથી આધાર આપવો. | |
08:58 | ત્યાર બાદ-
એજ હાથથી વીંટાળેલા કપડાને ઢીલું કરવું જેનો ઉપયોગ પહેલા ગાંઠને ખોલવા માટે કર્યો હતો. | |
09:04 | પછી-
બાળકના નીચલા ભાગને આધાર આપતા કપડામાં હાથ નાખો અને | |
09:11 | બાળકના નીચલા ભાગને આધાર આપવા માટે કપડાની બહારની બાજુથી બીજા હાથનો ઉપયોગ કરો. | |
09:16 | ત્યારબાદ, બાળકને ઉપર ઊંચકી લો અને તેને વીંટાળેલા કપડાથી મુક્ત કરો. | |
09:21 | ત્યાર બાદ, યાદ રાખો કે બાળકનું માથું એ રીતે પકડવું કે- | |
09:26 | જ્યાં અંગુઠો એક કાનની પાછળ હોય અને | |
09:28 | અન્ય આંગળીઓ બીજા કાનની ફરતે રહે. | |
09:30 | KMC દરમ્યાન- | |
09:32 | ||
09:37 | જો બાળક સાવધ અને સક્રિય ન હોય તો. | |
09:41 | જો બાળક ખુબ ઝડપથી શ્વાસ લેતું હોય અથવા તેનો શ્વાસ વચ્ચે વચ્ચે ખુબ અટકતો હોય તો. | |
09:46 | જો બાળકનાં હોઠ અથવા જીભ ભૂરી થઇ હોય તો. | |
09:50 | અને જો બાળકના તળિયા ઠંડા પડેલા હોય તો. | માતાએ તુરત ડોક્ટર અને આરોગ્ય કાર્યકરથી સલાહ લેવી - |
09:53 | Kangaroo mother care પરનાં આ ટ્યુટોરીયલનો અહીં અંત થાય છે. | |
09:58 | જોડાવાબદ્દલ આભાર. |