Koha-Library-Management-System/C2/Receive-Serials/Gujarati
Time | Narration |
00:01 | How to Receive Serials પરનાં Spoken Tutorialમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું: કેવી રીતે Serials પ્રાપ્ત કરવા,
લેટ Serials ને ક્લેમ કરવું, Serials expiration તપાસ કરવી, Serials રીન્યુ (નવીકરણ) કરવા અને Serials શોધવા. |
00:23 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું: Ubuntu Linux Operating System 16.04 અને
Koha version 16.05 |
00:36 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને લાઈબ્રેરી વિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ. |
00:41 | આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, તમારી સીસ્ટમ પર Koha સંસ્થાપિત થયેલ હોવું જોઈએ. |
00:47 | અને, સાથે જ તમારી પાસે Koha માં Admin એક્સેસ હોવું જોઈએ. |
00:51 | વધુ વિગતો માટે કૃપા કરી આ વેબસાઈટ પરનાં Koha spoken tutorial શ્રુંખલાનો સંદર્ભ લો. |
00:58 | Serials પ્રાપ્ત કરવા માટે, ચાલો Koha માં Superlibrarian Bella તરીકે
અને તેનાં પાસવર્ડથી લોગીન કરીએ. |
01:06 | homepage પર, Serials પર ક્લિક કરો. |
01:11 | નવા પુષ્ઠના ટોંચે, Title માટે ફીલ્ડ જુઓ. |
01:17 | journal નાં શીર્ષકમાંથી પહેલું અથવા કોઈપણ શબ્દ દાખલ કરો. ઉદાહરણ તરીકે, હું ટાઈપ કરીશ Indian. |
01:25 | field ની જમણી બાજુએ આવેલ Submit બટન પર ક્લિક કરો. |
01:30 | એક નવું પુષ્ઠ Serials subscriptions ખુલે છે. |
01:34 | આ પુષ્ઠ આપેલ માટે વિગતો દર્શાવે છે:
ISSN ,Title,Notes, Library, Location, Call number, Expiration date, Actions. |
01:55 | ટેબલની એકદમ જમણી બાજુએ આવેલ Actions ટેબ પર ક્લિક કરો. |
02:00 | ડ્રોપ-ડાઉનમાંથી, પસંદ કરો Serial receive. |
02:05 | અન્ય પુષ્ઠ Serial edition Indian Journal of Microbiology ટેબલ સાથે ખુલે છે. |
02:12 | આ ટેબલમાં, Status વિભાગ અંતર્ગત, ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો અને પસંદ કરો Arrived. |
02:20 | આગળ, પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Save બટન પર ક્લિક કરો. |
02:25 | અન્ય એક પુષ્ઠ ખુલે છે જેનું મથાળું છે: Serial collection information for Indian Journal of
Microbiology. અહીં, આપણે જોઈ શકીએ છીએ Subscription summary. |
02:37 | આ રીતે, આપણે Serials પ્રાપ્ત કરી શકીએ છીએ. |
02:41 | હવે, ચાલો લેટ Serials ક્લેમ કરતા શીખીએ. |
02:46 | લેટ ઇસ્યુ જો હોય તો Koha, Serials vendors ને ઇમેલ મેસેજ મોકલી શકે છે. |
02:53 | ઉદાહરણ તરીકે:
4 સીરીઅલ્સ ઇસ્યુમાંથી, લાઈબ્રેરીને ફક્ત ઇસ્યુ ક્રમાંક 1, 2 અને 4 મળી છે. અને, ઇસ્યુ ક્રમાંક 3 મળી નથી. |
03:08 | આવા કિસ્સામાં, ઇસ્યુ ક્રમાંક 3 માટે ક્લેમ મોકલી શકાય છે જે કે હજી મેળવવાની બાકી છે. |
03:15 | મુખ્ય Serials પુષ્ઠની ડાબી બાજુએ, અહીં એક 'Claims’ નામનો વિકલ્પ છે. |
03:21 | Claims પર ક્લિક કરો. |
03:24 | આપેલ ડાયલોગ બોક્સ સાથે એક નવું પુષ્ઠ ખુલે છે:
No claims notice defined. Please define one. Please define one પર ક્લિક કરો. |
03:35 | એક નવું પુષ્ઠ Notices and Slips ખુલે છે. |
03:39 | Notices and Slips અંતર્ગત, Select a library: ટેબ જુઓ.
ડ્રોપ-ડાઉનમાંથી, તમારી લાઈબ્રેરીનું નામ પસંદ કરો. |
03:49 | હું પસંદ કરીશ Spoken Tutorial Library. |
03:53 | Select a library: ટેબ અંતર્ગત, New notice ટેબ પર ક્લિક કરો. |
04:00 | Add notice મથાળા સાથે એક નવું પુષ્ઠ ખુલે છે. |
04:05 | સમાન પુષ્ઠ પર, વિભાગ Library માટે, Koha , મૂળભૂત રીતે, લાઈબ્રેરી નામ પસંદ કરે છે. |
04:12 | મારા કિસ્સામાં, તે પસંદ કરશે Spoken Tutorial Library. |
04:17 | Koha module માટે: ડ્રોપ-ડાઉનમાંથી, પસંદ કરો Claim Serial issue. |
04:24 | નોંધ લો જેમ ડ્રોપ-ડાઉનમાંથી Claim serial issue પસંદ થાય છે તેમ,
Koha આપમેળે Library માટે ફિલ્ડ All libraries તરીકે પસંદ કરે છે. |
04:38 | તો, ફરીથી Library ટેબ પર જાવ અને ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો Spoken Tutorial Library. |
04:47 | ચાલો આગળ વધીએ. |
04:49 | Code માટેના ફિલ્ડમાં, ટાઈપ કરો: Claim. |
04:53 | Name માટેના ફિલ્ડમાં, ટાઈપ કરો: Unsupplied Issues. |
04:59 | આગળ, Email વિભાગ પર ક્લિક કરો. |
05:04 | Message subject: માટેના ફિલ્ડમાં, ટાઈપ કરો: Unsupplied Issues. |
05:11 | વિભાગ Message body: અંતર્ગત વેન્ડરને ઇમેલ ટાઈપ કરો. |
05:17 | મારા કિસ્સામાં, વેન્ડર છે Mumbai Journal Supplier. |
05:22 | મેં મારા વેન્ડરને એક ટૂંકો ઇમેલ લખ્યો છે. તમે વિડીઓને અટકાવી શકો છો અને તમારા લાઈબ્રેરીના વેન્ડરને ઇમેલ લખી શકો છો. |
05:31 | આગળ, જો જરૂરી હોય તો તમે Phone, Print અને SMS માટે વિગતો ભરી શકો છો. હું તેને ખાલી રહેવા દઈશ. |
05:43 | આગળ, પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Submit બટન પર ક્લિક કરો. |
05:48 | એક નવું પુષ્ઠ Notices and Slips ખુલે છે. |
05:52 | Notices and Slips અંતર્ગત, Select a library ટેબ જુઓ. |
05:58 | Koha એ Spoken Tutorial Library આપમેળે પસંદ કર્યું છે. |
06:03 | જરૂર અનુસાર તમે ડ્રોપ-ડાઉનમાંથી તમારી લાઈબ્રેરી પસંદ કરી શકો છો. |
06:08 | સમાન પુષ્ઠ પર, એક ટેબલ છે જેમાં આપેલ ટેબોમાં વિગતો ભરી છે:
Library, Module, Code, Name,Copy notice અને Actions. |
06:28 | આગળ, Koha હોમપેજ પર પાછા જાવ. આવું કરવા માટે, એકદમ ડાબા ખૂણે જાવ અને Home પર ક્લિક કરો. |
06:39 | Koha homepage પર, Serials પર ક્લિક કરો. |
06:44 | ખુલેલા નવા પુષ્ઠ પર, ડાબી બાજુએ જાવ અને Claims પર ક્લિક કરો. |
06:51 | નવા પુષ્ઠ પર, Vendor માટેના ફિલ્ડમાં, ડ્રોપ-ડાઉનમાંથી જોઈતા વેન્ડરને પસંદ કરો. |
06:58 | જો કે મારી પાસે Journals માટે ફક્ત એક વેન્ડર છે તો, હું આગળ વધીશ અને પસંદ કરીશ વેન્ડર - Mumbai
Journal Supplier. |
07:06 | આગળ, ફિલ્ડની જમણી બાજુએ આવેલ OK પર ક્લિક કરો. |
07:12 | Missing issues શીર્ષક સાથે એક નવું પુષ્ઠ ખુલે છે. |
07:17 | નવા પુષ્ઠ પર, Mumbai Journal Supplier માટે ડાબી બાજુએ આવેલ ચેક-બોક્સ પર ક્લિક કરો. |
07:25 | તમે તમારા વેન્ડર અનુસાર ચેક-બોક્સ ક્લિક કરી શકો છો. |
07:29 | આગળ, પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Send notification બટન પર ક્લિક કરો. |
07:36 | સમાન પુષ્ઠ ફરીથી ખુલે છે અને આ સાથે એક ઇમેલ વેન્ડરને મોકલવામાં આવે છે. |
07:42 | નોંધ લો ઇમેલ એ Koha server પાસેથી સંદર્ભિત વેન્ડરને જાય છે. |
07:48 | હવે આપણે Check expiration વિશે શીખીશું. |
07:52 | Check expiration નો ઉપયોગ ત્યારે તપાસ કરવા માટે થાય છે જ્યારે subscriptions ની
મુદ્દત એ પૂરી થવાની હોય છે. |
07:59 | સમાન પુષ્ઠ પર, ડાબી બાજુએ જાવ અને Check expiration પર ક્લિક કરો. |
08:06 | Check expiration પુષ્ઠ ખુલે છે. |
08:10 | હવે, Filter results માટેના વિભાગ અંતર્ગત, Library: પર જાવ અને ડ્રોપ-ડાઉનમાંથી, પસંદ કરો
Spoken Tutorial Library. તમે અહીં તમારી લાઈબ્રેરી પસંદ કરી શકો છો. |
08:26 | આગળ, Expiring before ઉલ્લેખ કરો. |
08:30 | આનાથી એ તમામ Journals ની સંપૂર્ણ સૂચી પ્રદર્શિત થશે જેની મુદ્દત આપેલ ચોક્કસ તારીખ પહેલા પૂરી થવાની છે. |
08:38 | Expiring before: માટે, હું દાખલ કરીશ 01/01/2019. |
08:47 | હવે પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Search બટન પર ક્લિક કરો. |
08:52 | સમાન પુષ્ઠ પર, 01/01/2019 સુધી જેની મુદ્દત પૂરી થવાની છે તે જર્નલોની સૂચી, કોષ્ટકના સ્વરૂપમાં દ્રશ્યમાન થશે. |
09:04 | સાથે જ આપણે આપેલ વિગતો પણ જોઈ શકીએ છીએ-
ISSN, ,Title, ,Library, , OPAC note, , Nonpublic note, , Expiration date અને Actions. |
09:23 | હવે, Actions ટેબ અંતર્ગત, Renew બટન પર ક્લિક કરો. |
09:29 | Subscription renewal for Indian Journal of Microbiology મથાળા સાથે એક
નવો વિન્ડો ખુલે છે. |
09:37 | આ પુષ્ઠ પર, આપેલ દાખલ કરો:
Start Date માટે કૃપા કરી તમારી આવશ્યકતા અનુસાર તારીખ દાખલ કરો. હું દાખલ કરીશ 01/01/2018. |
09:51 | આગળ છે Subscription length. |
09:54 | નીચે આપેલા ત્રણ ફીલ્ડોમાંથી કોઈ એકને ભરવાનું સૂચવવામાં આવે છે, જેના નામ આ પ્રકારે છે-
Number of num જેનો અર્થ છે ઇસ્યુઝ, Number of weeks અને Number of months. |
10:09 | જો કે મારી Journal એક ત્રિમાસિક પ્રકાશન હોવાથી, કોહા Number of num તરીકે મૂળભૂત રીતે 4
પસંદ કરે છે. |
10:18 | તમે તમારી આવશ્યકતા અનુસાર દાખલ કરી શકો છો. |
10:22 | Note for the librarian that will manage your renewal request ફિલ્ડને
ખાલી રહેવા દો. |
10:30 | આગળ, પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Submit બટન પર ક્લિક કરો. |
10:35 | Subscription renewed મેસેજ સાથે એક વિન્ડો, દ્રશ્યમાન થાય છે. |
10:40 | આ વિન્ડોને બંધ કરવા માટે, ટોંચે ડાબા ખૂણે જાવ અને ક્રોસ માર્ક (ચોકડી ચિન્હ) પર ક્લિક કરો. |
10:47 | ફરીથી, અન્ય એક પોપ-અપ મેસેજ દ્રશ્યમાન થાય છે: |
10:51 | To display this page, Firefox must send information that will repeat
any action (such as a search or order confirmation) that was performed earlier. |
11:03 | આ મેસેજ અંતર્ગત દેખાતા બે વિકલ્પો-
Cancel અને Resend માંથી, Resend પર ક્લિક કરો. |
11:11 | આપણને Check expiration પુષ્ઠ મળે છે. |
11:15 | અહીં, Filter results માટેના વિભાગ અંતર્ગત, Expiring before ને 01/12/2019 તરીકે
પસંદ કરો. Expiring date નો ફક્ત ઉલ્લેખ કરવાનું યાદ રાખો. |
11:32 | આનાથી એ તમામ Journals ની સંપૂર્ણ સૂચી પ્રદર્શિત થશે જેની મુદ્દત આપેલ ચોક્કસ તારીખ પહેલા પૂરી થવાની છે. |
11:39 | હવે , Filter results વિભાગની નીચેની બાજુએ આવેલ Search બટન પર ક્લિક કરો. |
11:45 | સમાન પુષ્ઠ પર, જે જર્નલોની મુદ્દત 01/12/2019 પહેલા પૂરી થવાની છે તેની સૂચી, કોષ્ટક સ્વરૂપમાં દ્રશ્યમાન થાય છે. |
11:56 | આપણને આપેલ વિગતો પણ દેખાય છે-
ISSN, , Title, ,Library, ,OPAC note, ,Nonpublic note, ,Expiration date અને Actions. |
12:15 | આ રીતે આપણે- Serials માટે શેડ્યૂલ બનાવી શકીએ છીએ અને તેને Volume and issues નાં આગમન
અનુસાર પ્રાપ્ત કરી શકીએ છીએ. |
12:25 | તમે હવે Koha Superlibrarian એકાઉન્ટથી લોગ આઉટ કરી શકો છો. |
12:30 | Koha interface ટોંચે જમણા ખૂણે જાવ. Spoken Tutorial Library પર ક્લિક કરો અને
ડ્રોપ-ડાઉનમાંથી, પસંદ કરો Log out. |
12:42 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
12:46 | ચાલો સારાંશ લઈએ:
આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: કેવી રીતે Serials પ્રાપ્ત કરવા, લેટ Serials ક્લેમ કરવા, Serials expiration તપાસ કરવું, Serials રીન્યુ કરવા અને Serials શોધવા. |
13:04 | આગાઉના ટ્યુટોરીયલમાં, Journal of Molecular Biology માટે એક નવું સબસ્ક્રીપશન ઉમેરવામાં આવ્યું હતું. |
13:11 | એસાઈનમેંટ તરીકે, સમાન સબસ્ક્રીપશનને રીન્યુ કરો. |
13:15 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial project નો સારાંશ આપે છે. |
13:19 | કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
13:22 | Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન
પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
13:31 | તમારી ક્વેરી આ ફોરમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો. |
13:35 | Spoken Tutorial પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ
મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
13:46 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |