PhET/C2/Introduction-to-PhET-Simulations/Gujarati
Timed | Narration |
00:01 | Introduction to PhET simulations પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું-
૧. PhET વેબપુષ્ઠ ખોલવું, ૨. PhET simulation વિશે, |
00:15 | ૩. પુષ્ઠ પર register/Sign in કરવું,
૪. એક્ટિવિટીઝ (પ્રવૃત્તિઓ) બ્રાઉઝ કરવી, ૫. તમારા એક્ટિવિટીઝ (પ્રવૃત્તિઓ) પુષ્ઠને વહેચવું, ૬. PhET ના ઉપયોગ માટે લાગતી ટિપ્સ વિશે, |
00:27 | ૭. ઓફલાઈન એક્સેસ બદ્દલ,
૮. વિષય અને ગ્રેડ (ધોરણ) સ્તર પર આધારિત simulations પસંદ કરવું, ૯. PhET માં વપરાતા વિભિન્ન ફાઈલ ફૉર્મેટોનું simulations ડાઉનલોડ કરવું, |
00:40 | ૧૦. ડાઉનલોડ કરેલ simulations ખોલવા. |
00:43 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે, તમારી પાસે ઇન્ટરનેટ જોડાણ હોવું જોઈએ. |
00:47 | અહીં, હું વાપરી રહ્યી છું: ઉબન્ટુ લિનક્સ ઓએસ આવૃત્તિ 14.04,
ફાયરફોક્સ વેબ બ્રાઉઝર આવૃત્તિ 53.02.2, જાવા આવૃત્તિ 1.7, ફ્લેશ પ્લેયર આવૃત્તિ 26.0.0.131. |
01:08 | ડાઉનલોડ અને સંસ્થાપિત કરવાની ફાઈલો: Flash Player અને Java એ code files લીંકમાં આપવામાં આવ્યા છે.
ફાઈલોને ડાઉનલોડ અને સંસ્થાપિત કરવા માટે લીંકનો ઉપયોગ કરો. |
01:20 | હવે ચાલો PhET simulations પુષ્ઠ ખોલીએ. |
01:24 | તમારું મૂળભૂત વેબ બ્રાઉઝર ખોલો અને એડ્રેસ દાખલ કરો:
http://phet.colorado.edu અને Enter દબાવો. |
01:38 | PhET interactive Simulations પુષ્ઠ ખુલે છે. |
01:42 | હવે, ચાલો જોઈએ કે પુષ્ઠ પર નોંધણી કેવી રીતે કરવી છે.
પુષ્ઠનાં ટોંચે-જમણા ખૂણે આવેલ REGISTER બટન પર ક્લીક કરો. |
01:51 | Register પુષ્ઠ ખુલે છે. |
01:54 | સંદર્ભિત ડેટા યોગ્ય ફિલ્ડ્સ/ટેક્સ્ટ બોક્સોમાં ટાઈપ કરો.
ઉદાહરણ તરીકે, તમારું પ્રમાણિત Email id, First name, Organization અને અન્ય વિગતો. |
02:11 | પુષ્ઠની નીચેની તરફે આવેલ REGISTER બટન પર ક્લીક કરો.
આ પુષ્ઠ પર મેં પહેલાથી જ નોંધણી કરી લીધી છે. |
02:19 | નોંધણીની ખાતરી કરવા માટે, તમારું Gmail એકાઉન્ટ (ખાતું) ખોલો. |
02:25 | નોંધણીને સક્રિય કરવા માટે PhET Interactive simulations દ્વારા મોકલવામાં આવેલ લીંક પર ક્લીક કરો. |
02:32 | નોંધણી કર્યા બાદ, તમે સાઈન ઈન કરી શકો છો. |
02:36 | પુષ્ઠનાં ટોંચે, REGISTER બટનની બાજુમાં આવેલ, SIGN IN બટન પર ક્લીક કરો. |
02:43 | તમારા નોંધણી કરેલા Email id અને Password વડે Sign In કરો. |
02:48 | હું મારૂ નોંધણી કરેલ ઇમેઇલ આઈડી, school.science13@gmail.com વાપરીને Sign In કરીશ. |
02:56 | પાસવર્ડ દાખલ કરો.
Sign In બટન પર ક્લીક કરો. |
03:01 | હવે ચાલો What is PhET? લીંક પર ક્લીક કરીએ. |
03:05 | About PhET મથાળા સાથે એક નવું પુષ્ઠ ખુલે છે. આ પુષ્ઠ PhET વિશે માહિતી ધરાવે છે. |
03:13 | આ માહિતી નીચે, આપણી પાસે PhET simulations નાં પરિચય વિશે એક ટૂંકો વિડિઓ છે. |
03:20 | હું પ્લે બટન પર ક્લીક કરીશ અને થોડી વાર માટે વિડિઓ પ્લે કરીશ. |
03:27 | જમણી-બાજુનાં પેનલમાં, Videos About PhET સૂચિબદ્ધ છે.
વિડિઓ પર ક્લીક કરો અને તેમને નિહાળો. |
03:36 | home page પર પાછા ફરીએ.
Browse Activities લીંક પર ક્લીક કરો. Browse Activities પુષ્ઠ ખુલે છે. |
03:45 | અહીં, આપણી પાસે આપેલ સુચીઓ છે.
Simulations, Types, Levels અને Languages. |
03:56 | સૂચિઓ સ્ક્રોલ કરો અને તમારી જરૂર મુજબ પસંદ કરો. |
04:01 | Simulations યાદીમાં, હું પસંદ કરીશ Bending light. |
04:05 | Types યાદીમાં, હું પસંદ કરીશ Lab. Levels માં, હું પસંદ કરીશ હાઈ સ્કૂલ, HS. |
04:14 | Languages માં, હું પસંદ કરીશ English. |
04:18 | browse બટન પર ક્લીક કરો.
સિમ્યુલેશનને સંબંધિત પ્રવૃત્તિઓ દૃશ્યમાન થશે. |
04:25 | TITLE પર ક્લીક કરીને પ્રવૃત્તિ પસંદ કરો.
પ્રવુતિને ડાઉનલોડ કરવા માટે પણ એક વિકલ્પ છે. |
04:33 | બેક એરો (વિરુદ્ધ બાણનું ચિન્હ ધરાવતું) બટન ક્લીક કરીને હોમ (મુખ્ય) પુષ્ઠ પર જાવ.
Share your Activities લીંક પર ક્લીક કરો. |
04:42 | જો તમે પહેલાથી જ સાઈન ઈન કરેલું છે તો, સીધેસીધું આ પુષ્ઠ ખુલે છે.
Author’s name, Author’s organization અને Contact email સહીત પુષ્ઠ ખુલે છે. |
04:54 | Simulations બોક્સમાં, એ simulation પસંદ કરો જેના માટે તમે પ્રવૃત્તિ અપલોડ કરવા જઈ રહ્યા છો. |
05:00 | Upload file(s) વિકલ્પમાં, મંજૂરી અપાયેલ ફાઈલ એક્સ્ટેંશન ફૉર્મેટો સૂચિબદ્ધ કરાયા છે. |
05:06 | CHOOSE FILE બટન પર ક્લીક કરો. File Upload ડાયલોગ બોક્સ ખુલે છે. |
05:13 | મંજૂરી અપાયેલ એક્સ્ટેંશનની તમારી ફાઈલ અપલોડ કરવા માટે પસંદ કરો.
મેં સંદર્ભિત ડેટા પહેલાથી જ ભરી દીધો છે. |
05:21 | લાઇસેંસ કરાર વાંચ્યા બાદ Licensing Agreement ચેક બોક્સ પર ક્લીક કરો.
SUBMIT ACTIVITY બટન પર ક્લીક કરો. |
05:31 | Update Success મેસેજ દ્રશ્યમાન થાય છે.
ચાલો હોમ પુષ્ઠ પર પાછા ફરીએ. Tips for Using PhET લીંક પર ક્લીક કરો. |
05:42 | વિડિઓ સાથે એક નવું પુષ્ઠ ખુલે છે જે સમજાવે છે કે PhET simulations નો ઉપયોગ કેવી રીતે કરવો છે.
તમે પોતેથી આ વિડિઓનું અન્વેષણ કરી શકો છો. |
05:53 | PhETs નાં હોમ પુષ્ઠ પર પાછા આવીએ. |
05:57 | તમે કાં તો પ્લે બટન પર અથવા Play with Simulations લીંક પર દબાવી શકો છો. |
06:03 | એક simulations પુષ્ઠ ખુલે છે. |
06:06 | પુષ્ઠની ડાબી બાજુએ, તમે Simulations નામનું એક મથાળું જોઈ શકો છો. |
06:12 | મથાળા અંતર્ગત, આપણી પાસે લીંકોની સૂચિ છે.
New Sims, HTML5, Subject-wise Sims, By Grade Level, Teacher Resources અને અન્ય લીંકો. |
06:26 | અહીં આપણે જરૂર મુજબ યોગ્ય લીંકો પસંદ કરી શકીએ છીએ. |
06:30 | ચાલો By Grade Level લીંક પર ક્લીક કરીએ. |
06:34 | એક નવું પુષ્ઠ ચાર લીંકો સાથે ખુલે છે:
Elementary School, Middle School, High School અને University. |
06:44 | ફરીથી તમારી જરૂર મુજબ લીંકો પસંદ કરો.
હું High School લીંક પર ક્લીક કરીશ. |
06:51 | High School શ્રેણી અંતર્ગત આવેલ તમામ simulations નવા પુષ્ઠ પર દૃશ્યમાન થાય છે. |
06:59 | ઉપલબ્ધ તમામ Sims જોવા માટે, All Sims લીંક પર ક્લીક કરો.
તમામ Sims સાથે એક નવું પુષ્ઠ ખુલે છે. |
07:08 | પુષ્ઠને નીચે સ્ક્રોલ કરો. નોંધ લો આપણી પાસે Simulations એ 3 વિભિન્ન ફૉર્મેટોમાં છે HTML, Java અને Flash. |
07:19 | તે simulation નાં નીચેની બાજુએ-જમણા ખૂણે આઇકોનો દ્વારા દર્શાવાયા છે. |
07:25 | HTML ફોર્મેટમાં simulations એ HTML5 આઇકોન દ્વારા દર્શાવાયુ છે, જે વિન્ડોની નીચેની બાજુએ-જમણા ખૂણે આવેલ છે. |
07:34 | આપણે HTML ફોર્મેટ અને flash ફોર્મેટ simulations તેમના પર ક્લીક કરીને સીધેસીધું ખોલી શકીએ છીએ.
પ્લે બટન પર ક્લીક કરો. simulation વિન્ડો ખુલે છે. |
07:48 | જ્યાંસુઘી આપણે ઇન્ટરનેટથી જોડાયેલા છીએ ત્યાંસુધી આપણે simulation સાથે કામ કરી શકીએ છીએ.
પાછલા પુષ્ઠ પર પાછા જઈએ. |
07:56 | ઓફ-લાઈન વાપર માટે simulation ને ડાઉનલોડ કરવા હેતુ, ચાલો પસંદ કરીએ Atomic Interactions PhET simulation. |
08:03 | ફાઈલને ડાઉનલોડ કરવા માટે Download બટન પર ક્લીક કરો. |
08:07 | Opening atomic-interactions_en.html ફાઈલ ડાયલોગ બોક્સ ખુલે છે. |
08:14 | Save File રેડીઓ બટન પસંદ કરો. Ok બટન પર ક્લીક કરો. |
08:20 | મારી સિસ્ટમમાં, ફાઈલ એ Downloads ફોલ્ડરમાં ડાઉનલોડ થશે. |
08:25 | atomic-interactions simulation ની ડાઉનલોડ કરેલી HTML ફાઈલ અહીં છે. |
08:31 | simulation ને ખોલવા માટે, ફાઈલ પર જમણું-ક્લીક કરો.
Open With Firefox Web Browser વિકલ્પ પસંદ કરો. ફાઈલ બ્રાઉઝરમાં ખુલે છે. |
08:43 | આ atomic-interactions simulation નું ઇન્ટરફેસ છે.
વિવિધ એલિમેન્ટ રેડીઓ બટનો પર ક્લીક કરો અને simulation નું અન્વેષણ કરો. |
08:53 | ચાલો simulations પુષ્ઠ પર જઈએ. |
08:56 | ચાલો એક simulation ડાઉનલોડ કરીએ જે Java ફાઈલ તરીકે ખુલી શકે.
આ માટે, હું વાપરીશ સિમ્યુલેશન Battery-Resistor Circuit. |
09:07 | ફાઈલને ડાઉનલોડ કરવા માટે, Download બટન પર ક્લીક કરો. |
09:11 | Opening battery-resistor-circuit_en.jar ફાઈલ ડાયલોગ બોક્સ ખુલે છે. |
09:18 | Save File રેડીઓ બટન પસંદ કરો.
Ok બટન પર ક્લીક કરો. ફાઈલ Downloads ફોલ્ડરમાં ડાઉનલોડ થશે. |
09:27 | jar file સાથે કામ કરવા માટે, આપણને Ubuntu માં terminal ની જરૂર છે. |
09:32 | ટર્મિનલ ખોલવા માટે, Ctrl , Alt અને T કી એકસાથે દબાવો. |
09:38 | પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો: cd Downloads અને Enter દબાવો. |
09:44 | ત્યારબાદ ટાઈપ કરો: java space hyphen jar space battery-resistor-circuit_en.jar અને Enter દબાવો. |
09:58 | Battery-Resistor Circuit simulation ખુલે છે.
ટર્મિનલને બંધ ના કરો, તે પ્રક્રિયાને kill કરશે. આગળ વધવા Cancel ક્લીક કરો. |
10:09 | PhETs નાં પાછલા પુષ્ઠ પર પાછા ફરીએ. |
10:13 | હવે આપણે એક simulation ડાઉનલોડ કરીશું જે કે Flash reader વાપરીને ખુલી શકે. |
10:19 | આ માટે, એક ઉદાહરણ તરીકે હું Calculus Grapher simulation વાપરીશ. |
10:25 | ઓફ-લાઈન વાપર માટે, simulation ડાઉનલોડ કરો.
ડાઉનલોડ કર્યા બાદ, simulation ને ખોલવા માટે ટર્મિનલનો ઉપયોગ કરો. |
10:33 | simulation પર ક્લીક કરો. Calculus Grapher simulation એક પ્લેયર સાથે ખુલે છે. simulation નું અન્વેષણ કરો. |
10:41 | PhETs નાં હોમ પુષ્ઠ પર પાછા ફરીએ. |
10:45 | પુષ્ઠની નીચેની તરફે, OFFLINE ACCESS લીંક પર ક્લીક કરો. |
10:49 | તમે ત્રણ વિકલ્પો જોઈ શકો છો:
૧.Desktop/Laptop Computer ૨.Chrome book ૩. iPad. |
10:58 | Desktop/Laptop Computer વિકલ્પ પર ક્લીક કરો. |
11:02 | અહીં, ફરીથી આપણી પાસે બે ઇન્સ્ટોલર (સંસ્થાપન) વિકલ્પો છે, Download installer with simulations only (no activities) અને Download installer with simulations and activities. |
11:16 | હું પસંદ કરીશ બીજું સંસ્થાપન વિકલ્પ- Download installer with simulations and activities. |
11:23 | તમારી ઓપરેટીંગ સિસ્ટમ પર આધારિત તમે પસંદ કરી શકો છો-
Windows(includes Java), Mac OS X, Linux, |
11:34 | હું એક લિનક્સ યુઝર (વપરાશકર્તા) છું. તો, હું લિનક્સ ઇન્સ્ટોલર વાપરીશ. |
11:39 | Opening PhET-Installer-with-activities_Linux.bin ડાયલોગ બોક્સ ખુલે છે.
Save File બટન પર ક્લીક કરો. |
11:49 | ફાઈલ Downloads ફોલ્ડરમાં સંગ્રહિત થશે. |
11:53 | ફાઈલને ડાઉનલોડ કરવામાં ક્ષણભરનો સમય લાગશે.
મેં મારા Downloads ફોલ્ડરમાં પહેલાથી જ Linux installer ફાઈલ ડાઉનલોડ કરી છે. |
12:03 | એસાઈનમેન્ટ તરીકે:
PhET ઇન્ટરેક્ટિવ simulations વેબપુષ્ઠનું અન્વેષણ કરો. વિભિન્ન ફાઈલ ફૉર્મેટોનાં simulations ડાઉનલોડ કરો અને ખોલો. |
12:13 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા:
૧. PhET વેબપુષ્ઠ ખોલવું. ૨. PhET simulation વિશે, ૩. પુષ્ઠ પર register/Sign in કરવું, |
12:26 | ૪. એક્ટિવિટીઝ (પ્રવૃત્તિઓ) બ્રાઉઝ કરવી,
૫. તમારા એક્ટિવિટીઝ (પ્રવૃત્તિઓ) પુષ્ઠને વહેચવું, ૬. PhET ના ઉપયોગ માટે લાગતી ટિપ્સ વિશે, ૭. ઓફલાઈન એક્સેસ બદ્દલ,
|
12:37 | ૮. વિષય અને ગ્રેડ (ધોરણ) સ્તર પર આધારિત simulations પસંદ કરવું, |
12:42 | ૯. PhET માં વપરાતા વિભિન્ન ફાઈલ ફૉર્મેટોનું simulations ડાઉનલોડ કરવું,
૧૦. ડાઉનલોડ કરેલ simulations ખોલવા. |
12:51 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
12:58 | Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને
ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
13:10 | શું તમને આ સ્પોકન ટ્યુટોરીયલ બદ્દલ કોઈ પ્રશ્ન પૂછવા છે? |
13:13 | કૃપા કરી આ સાઈટની મુલાકાત લો.
તમને જે પ્રશ્ર્ન પૂછવો છે તેને લગતી મિનિટ અને સેકેંડ પસંદ કરો. તમારા પ્રશ્ર્નને સંક્ષિપ્તમાં સમજાવો. |
13:21 | અમારી ટીમમાંથી ઉપલબ્ધ કોઈ એક તેનો જવાબ આપશે. |
13:24 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. તે Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
13:36 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો. |
13:41 | Spoken Tutorial અને FOSSEE પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
13:49 | તમારા પ્રશ્નોને અમારા ફોરમ પર પોસ્ટ કરો. વધુ વિગત માટે, કૃપા કરી આ સાઈટનો સંદર્ભ લો. |
14:00 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |