LaTeX/C3/Feedback-diagram-with-Maths/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:34, 29 November 2012 by Chandrika (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 એક્સફીગ દ્વારા ફીડબેક ડાયાગ્રામ નિર્માણ ના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે.
0:07 બ્લોક ડાયાગ્રામ નિર્માણના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં,આપણે અહીં બતાવેલ ડાયાગ્રામ બનવ્યો હતો.
0:14 આપણે તેને બ્લોકસ ટ્યુ્ટોરીઅલ ઉલ્લેખીશું.
0:18 કૃપયા કરી આ ટ્યુ્ટોરીઅલ ચાલુ કરતા પહેલા બ્લોકસ ટ્યુ્ટોરીઅલના નિષ્ણાંત થઇ જાઓ.
0:22 આ પૃષ્ઠમાં બતાવેલ પ્રકારનો બ્લોક ડાયાગ્રામ કેવી રીતે બનાવાવો તે અમે આ ટ્યુ્ટોરીઅલમાં સમજાવીશું.
0:31 હું એક્સફીગ,આવૃત્તિ ૩.૨,પેચ સ્તર ૫ નો ઉપયોગ કરીશ.
0:37 આપણે બ્લોકસ ટ્યુ્ટોરીઅલમાં બનાવેલ બ્લોક.ફીગથી શરૂઆત કરીશું.
0:43 ચાલો એક્સફીગ પર જઈશું.
0:47 ફાઈલ પસંદ કરીએ અને તેને ખોલીએ.
0:52 એન્ટ્રી બોક્સમાં,આપણે "બ્લોક" દાખલ કરી ઓપન દબાવીએ.અથવા "બ્લોક.ફીગ" પર બે વખત દબાવીએ.
1:04 "ફાઈલ"ના "સેવ એઝ" વિકલ્પથી આપણે આ આકૃતિને ફીડબેક નામથી સેવ કરીશું.
1:24 આપણી પાસે હવે ફીડબેક.ફીગ ફાઈલ છે.
1:28 ચાલો "ગ્રીડ્સ" પર દબાવી સંખ્યાંકિત ચોરસો મુકીશું.
1:34 વળી જમણી બાજુના સ્ક્રોલ બારથી કેનવાસ ઉપર-નીચે કરી શકાય.
1:41 દરેક માઉસ બટનની કામગીરી ઉપર જમણીબાજુએ બતાવેલ છે.
1:46 આ કામગીરી પ્રવૃત્તિ પર આધારિત છે.
1:49 સ્પષ્ટતા માટે,ચાલો હું માઉસ ને ઊભા "સ્ક્રોલ બાર" ઉપર લઇ જાઉં.
1:55 હવે ડાબા બટન તરફની ટીપ્પણી જુઓ.
1:59 આ બતાવવા હું માઉસને ખસેડી નહીં શકું.કારણકે,જો હું કર્સરને સ્ક્રોલ બાર થી દૂર ખસેડીશ તો બટનોની કામગીરી બદલાઈ જશે.
2:08 "ડાબું બટન" કેનવાસને ઉપર અને "જમણું બટન" નીચે ખસેડે છે.
2:17 ડાબા કે જમના બટનને દબાવવા કરતા,આપણે "વચ્ચેના બટન"ને દબાવી,પકડી અને કેનવાસ ને ઉપર-નીચે કરી શકીએ.
2:31 એવી જ રીતે,ઉપરના "સ્ક્રોલ બાર"થી તમે કેનવાસને જમણી કે ડાબી બાજુએ ખસેડી શકો.
2:44 હવે હું બોક્સને મધ્યમાં લાવવા,"વચ્ચેના બટન"ને દબાવી,પકડી અને કેનવાસ ને મધ્યમાં લાવીશ.
2:57 જેવું હું માઉસ છોડીશ,બોક્સ મધ્યમાં આવી ગયું હશે.
3:03 ચાલો હવે આ બ્લોક થી શરૂ કરી આપણે ફીડબેક ડાયાગ્રામ બનાવીએ.
3:08 આ બોક્સની નકલ કરીએ.
3:13 બોક્સ પર દબાવીએ અને પસંદ કરીએ.
3:16 માઉસને નવા સ્થાને લઇ જઈ દબાવીએ.
3:27 ચાલો હવે થોડું લખાણ મુકીએ.
3:29 ડાબીબાજુના પેનલમાંથી T દ્વારા સૂચવેલ "ટેક્સ્ટ બોક્સ" ને દબાવીએ.
3:37 ચાલો લખાણનું પરિમાણ નક્કી કરીએ.
3:43 માઉસને વેલ્યુ બોક્સ પર ખસેડો અને ૧૬ ઉમેરો.
3:51 "સેટ" દબાવો.
3:53 એટ્રીબુટ પેનલમાંના "ટેક્સ્ટ જસ્ટ" બટન ઉપર દબાવીએ.
4:02 ચાલો મધ્ય સંરેખણ(સેન્ટર અલાઈનમેન્ટ) પસંદ કરીએ.
4:05 પ્રથમ બોક્સના કેન્દ્ર ઉપર બટન દબાવીએ.
4:11 હું માફી ચાહું છું કે મેં સાચું સ્થાન પસંદ ન કર્યું.
4:15 કર્સર હટાવવા હું જુદા સ્થાને માઉસ દબાવીશ.
4:19 પછી હું સાચા સ્થાને માઉસ દબાવીશ.
4:27 ચાલો હવે "કંટ્રોલ" લખીએ અને માઉસ દબાવીએ.
4:35 હવે આપણે નિર્દેશક ચિન્હવાળી લીટીઓ દાખલ કરીશું.
4:40 ચાલો તો "પોલીલાઈન બટન" પસંદ કરીએ.
4:43 એટ્રીબુટ પેનલમાંથી "એરો મોડ" બટન પસંદ કરી,બીજું વિકલ્પ પસંદ કરીએ.
4:53 હવે "એરો ટાઇપ" બટન અને "એરો હેડ" દબાવીએ.
5:00 જે બિંદુથી આપણે લીટીની શરૂઆત ઈચ્છીએ છીએ ત્યાં માઉસ દબાવીએ.
5:08 ચાલો ઇચ્છિત લીટીના અંતિમ બિંદુએ માઉસ લઇ જઈએ.
5:14 હવે ત્યાં "માઉસનું વચ્ચેનું બટન" દબાવીએ.
5:20 લો લીટી નિર્દેશક ચિન્હવાળી બની ગઈ.
5:25 હવે મારે એક વર્તુળ મુકવું છે.
5:27 ચાલો "ડાબીબાજુની પેનલ"માંથી "સર્કલ ઓન ધી લેફ્ટ"ને પસંદ કરીએ.
5:33 આપણે તેને પ્રથમ બોક્સની ડાબીબાજુએ મુકીશું.
5:37 માઉસ દબાવો.જેવું હું માઉસને ખસેડીશ,વર્તુળ મોટું થતું દેખાશે.
5:47 જયારે આપણને ઉચિત પરિમાણ મળે ત્યારે માઉસને છોડી ડો.
5:54 અરે!વર્તુળ મને જોઈએ તેના કરતા મોટું થઇ ગયું!
5:57 હું આ પ્રક્રિયાને ઉપરના "એડિટ બટન"થી પહેલાની સ્થિતિમાં લાવી શકું.
6:02 ડાબીબાજુની પેનલના "ડીલીટ બટન"થી,આપણે આ વર્તુળને રદ કરી શકીએ.
6:10 તો ચાલો તે કરીએ.
6:14 અહીં ક્રોસ હૈરવાળી એક રૂપરેખા દેખાય છે.
6:18 અને બધા આકારોના બધા મુખ્ય બિંદુઓ પણ દેખાય છે.
6:22 વર્તુળને સૂચવતા મુખ્ય બિંદુએ ક્રોસ હૈર્સને લઇ જઈ અને દબાવો.
6:32 જો ખોટી વસ્તુ રદ થઇ જાય તો ગભરાવાની જરૂર નથી.
6:35 તમે તેને અન્ડૂ કરી શકો:"એડિટ" બટન દબાવી,પકડી,"અન્ડૂ" પર જઈ માઉસ છોડી દેવું.
6:44 જો વસ્તુઓ નજીક મુકેલી હોય,તો તેમને પસંદ કરવામાં તમને કદાચ મુશ્કેલી આવે.
6:49 તમે આને "ઝૂમ" લક્ષણ દ્વારા ઉકેલી શકો.
6:55 ઉપર ડાબીબાજુના "વ્યુ" બટન ને દબાવી,પકડી અને એમાંના એક ઝૂમ વિકલ્પને પસંદ કરો.
7:00 ચાલો હું માઉસને "ઝૂમ ટુ ફીટ ધ કેનવાસ" પર દબાવું.
7:04 હવે વસ્તુઓ વચ્ચેનો તફાવત જોવો સરળ બન્યો .
7:08 ચાલો હું વર્તુળને રદ કરું.
7:12 અને અનઝૂમ કરું છું.
7:20 હું સ્ક્રોલ બટનોથી ડાયાગ્રામને કેન્દ્રમાં ખસેડીશ.
7:35 "ડીલીટ" ચિન્હને ચાલુ રાખવું યોગ્ય નથી,કારણકે ભૂલથી બીજું કઈ રદ થઇ શકે છે.
7:41 હું બીજું કોઈ બટન પસંદ કરી આને બદલી શકું છું.
7:44 ચાલો હું ડાબા વર્તુળને પસંદ કરું.
7:47 હું ફરી વર્તુળ બનાવું.
8:00 મને આ લીટીમાંથી બીજી લીટી દાખલ કરવી છે.
8:04 આના માટે,આપણે પહેલા લીટી ઉપર "બિંદુ" રાખીશું.
8:07 ડાબીબાજુના પેનલમાંથી "લાઈબ્રેરી" દબાવીએ.
8:11 લાઈબ્રેરી પુસ્તકોના જથ્થા દ્વારા સૂચિત કરેલ છે.
8:15 એક "ડાયલોગ વિન્ડો" ખુલે છે.
8:17 લાઈબ્રેરીની બાજુમાં તે "નન લોડેડ" કહે છે.
8:20 તેને દબાવીએ અને પકડી રાખીએ.
8:22 ઉપલબ્ધ લાઈબ્રેરીઓની યાદી જોઈ શકો છો.
8:25 માઉસને "લોજીક લાઈબ્રેરી" પર લઇ જાઓ અને છોડો.
8:31 "સ્મોલ દોટ" પર બે વખત માઉસ દબાવી પસંદ કરીએ.
8:36 "ડાયલોગ વિન્ડો" બંધ થઇ જશે.
8:38 પસંદ કરેલા સ્મોલ દોટ સાથે આપણે ક્રોસ હૈર પણ જોઈ શકીએ છીએ.
8:42 માઉસ દબાવી દોટને લીટી ઉપર સ્થાપિત કરીએ.
8:51 કર્સર અને દોટ ફરીવાર દેખાય છે,અને સૂચવે છે કે આપણે તેમને કોઈ બીજા સ્થાને પણ રાખી શકીએ.
8:57 આપણે દોટને બીજા કોઈ સ્થાને રાખવા માંગતા નથી.
9:00 તો ચાલો માઉસના જમણા બટનને દબાવી તેને બંધ કરીએ.
9:05 માઉસનું જમણું બટન "અન્ડૂ" પ્રક્રિયા કરે છે.
9:08 આ ઘટનામાં,દોટને પસંદ કરવાની ક્રિયા રદ થઇ ચુકી છે.
9:10 ચાલો આ દોટથી વર્તુળ સુધી એક લીટી દોરીએ.
9:15 તેના માટે પોલીલાઈન પસંદ કરીએ.
9:18 નોંધ લો કે અગાઉની પસંદગીઓ જે "એરો મોડ" અને "એરો ટાઇપ" હતી તેની યાદી રખાઈ છે.
9:24 એક સત્રમાં,એક્સફીગ પરિમાણ નિર્ધારિત(પેરામીટર) કિંમતો યાદ રાખે છે.
9:28 દોટ પર માઉસ દબાવો.
9:34 માઉસને તળિયે લઇ જાઓ અને દબાવો.
9:41 હવે માઉસને ડાબી તરફ વાળો,જ્યાં સુધી વર્તુળના તળિયે ન પોહચે.હવે દબાવો.
9:47 માઉસને વર્તુળ પર લઇ જાઓ અને હવે "વચ્ચેના બટન"ને દબાવો.
9:54 લીટીની નકલ કરી વર્તુળની ડાબીબાજુએ અન્ય લીટી દોરીએ.
10:08 એક્સફીગના ઉપરના ડાબીબાજુના ખૂણામાંના "ફાઈલ બટન"માંથી "સેવ" પસંદ કરી આ આકૃતિને સેવ કરીએ.
10:19 ચાલો હવે ફાઈલને નિકાસ(એક્સપોર્ટ) કરીએ.
10:22 ફરી એકવાર "ફાઈલ" બટનને દબાવીએ અને "એક્સપોર્ટ" પસંદ કરીએ.
10:30 "લેન્ગવેજ" પસંદ કરીએ અને પછી "પીડીએફ".
10:36 આપણને "ફીડબેક.પીડીએફ" ફાઈલ મળેછે.
10:43 "ઓપન ફીડબેક.પીડીએફ" આદેશ દ્વારા આ ફાઈલ ને ખોલીએ.
10:56 આપણને જોઈતો બ્લોક ડાયાગ્રામ હવે આપણી પાસે છે.
11:00 ચાલો આપણો હેતુ પાર પડ્યો.
11:04 હવે લો તમને સ્વાધ્યાય કાર્ય આપું.
11:08 બ્લોકસને બદલે અન્ય વિભિન્ન આકારો મુકો.
11:13 રોટેટ અને ફ્લીપ જેવી પ્રક્રિયાઓ હાથ ઘરો.
11:19 ફીડબેક.ફીગ ફાઈલ ને એડિટરમાં નિહાળો અને વિભિન્ન ઘટકોને ઓળખો.
11:25 લાઈબ્રેરીના ઉપયોગથી,સદંતર જુદાજ બ્લોક ડાયાગ્રામ બનાવો.
11:32 મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજના નો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT(NMEICT),MHRD, ભારત સરકારના

માધ્યમથી સમર્થિત કરેલ છે.

11:44 મિશન વિષે વધુ જાણકારી લિંક http://spoken-tutorial.org/NMEICT-Intro ઉપર ઉપલબ્ધ છે.
11:53 તમારો સહભાગ તેમજ તમારી પ્રતિક્રિયાઓ મેળવવા અમે ઉત્સુક છીએ.
11:57 આઈઆઈટી બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા તમારો આભાર

Contributors and Content Editors

Chandrika, Nancyvarkey