LibreOffice-Suite-Impress/C3/Custom-Animation/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 13:14, 4 February 2013 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

Resources for recording

Custom Animation


Visual Cue Narration
00.00 લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં Custom Animation પર બનાવેલ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.07 આ ટ્યુટોરીયલમાં આપણે ઈમ્પ્રેસમાં કસ્ટમ [વૈવિધ્યપૂર્ણ] એનિમેશન વિશે શીખીશું.
00.12 અહીં આપણે ઉબુંટૂ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ.
00.21 પહેલાં, Sample-Impress.odp પ્રેઝેંટેશનને ખોલો.
00.26 Slides પેનમાંથી ચાલો Potential Alternatives થંબનેલ પર ક્લિક કરીએ.
00.32 સ્લાઇડ હવે Main પેન પર દેખાય છે.
00.36 આપણા પ્રેઝેંટેશનને વધું આકર્ષક બનાવવાં હેતુ ચાલો શીખીએ કે કસ્ટમ એનિમેશનને કેવી રીતે વાપરવું.
00.43 સ્લાઇડમાં ડાબી બાજું આવેલ પ્રથમ ટેક્સ્ટ [લખાણ] બોક્સને પસંદ કરો.
00.47 આ કરવાં માટે, ટેક્સ્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ પ્રદર્શિત થયેલ કિનારી પર ક્લિક કરો.
00.54 Impress વિન્ડોની જમણી બાજુએથી, Tasks પેનમાં, Custom Animation પર ક્લિક કરો.
01.01 Add પર ક્લિક કરો.
01.03 કસ્ટમ એનિમેશન ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
01.07 નોંધ લો કે Entrance ટેબ ખૂલેલું છે.
01.10 એન્ટ્રન્સ ટેબ સ્ક્રીન પર વસ્તુઓને કેવી રીતે દેખાડવી તેને નિયંત્રિત કરે છે.
01.15 આ શ્રેણીનાં આવનારા ટ્યુટોરીયલોમાં આપણે બીજાં અન્ય ટેબો વિશે શીખીશું.
01.21 Basic અંતર્ગત Diagonal Squares પસંદ કરો.
01.25 તમારું એનિમેશન કઈ ગતિએ દેખાવું જોઈએ એ માટે તમે ગતિનું નિયંત્રણ પણ કરી શકો છો.
01.30 Speed ફીલ્ડ [ક્ષેત્ર] માં, ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો, Slow પસંદ કરીને OK ક્લિક કરો.
01.37 ઈફેક્ટ [અસર] ફીલ્ડ તમને એનિમેશનોનાં વિકલ્પોને સુયોજિત કરવાં હેતુ પરવાનગી આપે છે.
01.43 ઈફેક્ટ ફીલ્ડની નીચેની તરફ આવેલું બોક્સ પ્રેઝેંટેશનમાં ઉમેરાયેલાં એનીમેશનોને દર્શાવે છે.
01.51 નોંધ લો, કે પહેલું એનીમેશન એનીમેશનની યાદીમાં ઉમેરાઈ ગયું છે.
01.56 નીચે સ્ક્રોલ કરીને Play ક્લિક કરો.
02.00 તમે પસંદ કરેલાં તમામ એનીમેશનનું પ્રીવ્યું [પૂર્વદર્શન] હવે મુખ્ય પેન પર પ્લે [ચાલવું] થશે. <<અટકો>>
02.08 હવે, સ્લાઇડમાં, બીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. કસ્ટમ એનીમેશન અંતર્ગત, Add ક્લિક કરો.
02.18 પ્રદર્શિત થયેલ Custom Animation ડાયલોગ બોક્સમાં, Basic એનીમેશન અંતર્ગત, Wedge પસંદ કરો.
02.25 speed [ગતિ] Medium પર સુયોજિત કરો. OK ક્લિક કરો.
02.31 નોંધ લો, કે આ એનીમેશન બોક્સમાં ઉમેરાઈ ગયું છે.
02.36 ધ્યાનથી જુઓ કે યાદીમાંના એનીમેશન તમે તેને જેમ બનાવ્યાં એ રીતે ક્રમમાં હોય.
02.42 બીજું એનીમેશન પસંદ કરો. Play બટનને દબાવો. <<અટકો>>
02.47 તમે પ્રીવ્યું માટે એક કરતા વધારે એનીમેશનને પણ પસંદ કરી શકો છો.
02.51 આ કરવાં માટે, એનીમેશન પસંદ કરતી વખતે, Shift કીને દબાવી રાખો.
02.57 Play ક્લિક કરવાથી તમામ એનીમેશનોનાં પ્રીવ્યું જે તમે પસંદ કર્યા છે તે પ્લે [ચાલવું] થયા છે. <<અટકો>>
03.05 હવે, ત્રીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. Layouts માં, Add ક્લિક કરો.
03.10 Entrance ટેબમાં, Basic અંતર્ગત, Diamond પસંદ કરો.
03.17 speed [ગતિ] ને Slow સુયોજિત કરીને OK ક્લિક કરો.
03.22 દરેક એનીમેશન અમુક ચોક્કસ મૂળભૂત પ્રોપર્ટીઓ [ગુણધર્મો] સાથે આવે છે.
03.26 Change Order બટનો વાપરીને તમે એનીમેશનોનાં ક્રમને પણ બદલી શકો છો.
03.32 ચાલો દરેક એનીમેશન માટે મૂળભૂત પ્રોપર્ટીઓ જોઈએ અને તેને કેવી રીતે મોડીફાય [ફેરફાર] કરવું એ શીખીએ.
03.40 યાદીમાંની પહેલી એનીમેશન પર ડબલ-ક્લિક [ઝડપથી બે વાર ક્લિક કરવું] કરો. આ એક Diagonal Squares [વિકર્ણ ચોરસ] વિકલ્પ છે.
03.46 Effects Options ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
03.50 મૂળભૂત રીતે એક Effects ટેબ દેખાય છે.
03.54 Settings અંતર્ગત, Direction ડ્રોપ ડાઉન ક્લિક કરો અને From right to top પસંદ કરો.
04.01 આ એનીમેશનને જમણી બાજુએથી શરૂ કરીને ઉપરની તરફ વધવાની ઈફેક્ટ [અસર] આપે છે.
04.08 ડાયલોગ બોક્સને બંધ કરવાં માટે OK ક્લિક કરો.
04.12 તમે ઉમેર્યા છે એ એનીમેશનોનું અવલોકન કરવા હેતુ Play બટન દબાવો.
04.17 આ એનીમેશન પર ફરીથી ડબલ-ક્લિક કરો. Effect Options ડાયલોગ બોક્સ ખુલે છે.
04.24 Timing ટેબને ક્લિક કરો.
04.26 Delay ફીલ્ડમાં, ડીલે [વિલંબ] 1.0 સેકન્ડ વધારો. આ એનીમેશનનાં શરૂઆત માટે એક સેકન્ડનાં વિલંબની ઈફેક્ટ આપે છે. OK ક્લિક કરો
04.39 હવે ચાલો પહેલાં એનીમેશનને પસંદ કરીએ.
04.43 Play બટન ક્લિક કરો.
04.45 જે ફેરફાર તમે એનીમેશન પર કર્યા છે તેની ઈફેક્ટ તમે જોઈ શકો છો.
04.50 યાદીમાંનાં બીજાં એનીમેશન પર ડબલ ક્લિક કરો. આ Wedges વિકલ્પ છે જે આપણે સુયોજિત કર્યા છે.
04.54 Effects Options ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
05.02 Text Animation ટેબને ક્લિક કરો.
05.05 Text Animation ટેબ લખાણને એનીમેટ કરવાં માટે વિવિધ વિકલ્પોની તક આપે છે.
05.12 Group text ફીલ્ડમાં, By 1st level paragraphs પસંદ કરો.
05.16 આ વિકલ્પ [પસંદગી] દરેક બુલેટ પોઈન્ટ [મુદ્દા] ને અલગ અલગ દર્શાવે છે.
05.20 તમે આગળનાં પોઈન્ટ પર વધો એ પહેલા જો એક પોઈન્ટ પર ચર્ચા કરવા ચાહો છો, ત્યારે તમે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.
05.28 OK ક્લિક કરો.
05.29 Play ક્લિક કરો.
05.32 આ ટ્યુટોરીયલને અટકાવો અને આ એસાઇનમેંટ કરો.
05.36 વિભિન્ન એનીમેશનો બનાવો અને દરેક એનીમેશન માટે Effect options તપાસો.
05.43 ચાલો હવે આપણે બનાવેલાં એનીમેશન ઇફેક્ટો [અસરો] ને જોતા શીખીએ.
05.48 Slide Show બટન પર ક્લિક કરો. ત્યારબાદ એનીમેશન જોવાં હેતુ સ્ક્રીન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો.
05.59 એનીમેશન એ પ્રેઝેંટેશનની એકવિધતાને બ્રેક [ભંગાણ] કરવાનો અને અમુક એવાં ચોક્કસ મુદ્દાઓ જેને અન્યથા સમજાવવું મુશ્કેલ હોય એને સમજાવવા હેતુ મદદ કરનાર એક સારો માર્ગ છે
06.09 તેમ છતાં, કાળજી લો કે તેને વધુપડતું ન કરાય!
06.13 વધારે પડતું એનીમેશન પ્રેક્ષકોનાં ધ્યાનને ચર્ચાધીન વિષયથી દુર કરશે.
06.20 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
06.23 આ ટ્યુટોરીયલમાં આપણે કસ્ટમ એનીમેશન, ઈફેક્ટ ઓપ્શનો [અસર વિકલ્પો] વિશે શીખ્યાં
06.30 અહીં તમારી માટે એક એસાઇનમેંટ છે.
06.33 ત્રણ બુલેટ પોઈન્ટો સાથે એક ટેક્સ્ટ બોક્સ બનાવો.
06.36 ટેક્સ્ટને એનીમેટ કરો જેથી કરીને ટેક્સ્ટ એક પછી એક દ્રશ્યમાન થાય.
06.41 આ એનીમેશનને પ્લે [ચલાવવું] કરો.
06.44 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
06.51 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
06.55 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું જૂથ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો [કાર્યશાળાઓ] નું આયોજન કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
07.04 વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર લખો
07.11 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
07.22 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો"
07.33 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
07.38 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali