LibreOffice-Suite-Calc/C3/Using-Charts-and-Graphs/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 14:52, 28 February 2013 by Shivanigada (Talk | contribs)
Resources for recording Using Charts and graphs in Calc
Time | Naration |
0:00 | લીબરઓફીસ કેલ્ક - સ્પ્રેડશીટમાં આલેખો દાખલ કરવા પરના મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
0:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આ પ્રમાણે શીખીશું: |
0:11 | આલેખો બનાવવા, એડીટ (સુધારણા)અને ફોર્મેટ (દેખાવ બદ્દલ સુધારણા) કરવા. |
0:14 | આલેખોને રીસાઈઝ (માપમાં ફેરબદલ) કરવા અને ખસેડવા. |
0:18 | આપણે ઉબૂંટુ લીનક્સ આવૃત્તિ '10.04' અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ '3.3.4' વાપરી રહ્યા છીએ. |
0:27 | તો ચાલો લીબરઓફીસ કેલ્કમાં વિવિધ વ્યુંવીંગ (જોઈ શકાય એવાં) વિકલ્પો વિશે શીખવાની શરૂઆત કરીએ. |
0:32 | વાંચક સમક્ષ માહિતી પ્રસ્સ્તુત કરવા આલેખો શક્તિશાળી માર્ગો સાબિત થઇ શકે છે. |
0:37 | તમારા ડેટા (માહિતી) માટે લીબરઓફીસ કેલ્ક આલેખોના વિવિધ પ્રકારના ફોર્મેટો અર્પણ કરે છે. |
0:43 | કેલ્ક વાપરી, તમે આલેખોમાં નોંધપાત્ર ક્ષેત્રે પણ જરૂરિયાત અનુસાર ફેરફાર કરી શકો. |
0:48 | ચાલો આપણી 'personal finance tracker.ods' શીટને ખોલીએ. |
0:53 | અને ચાલો આપણી શીટમાં યાદી કરેલ દરેક વસ્તુઓ માટે ખર્ચેલી રકમને ભરીએ. |
0:59 | આપણે “E3” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરીશું અને “6500” રકમ તરીકે ટાઈપ કરીશું. |
1:06 | હવે સ્તંભમાં નીચે જતા, રકમો
"1000","625","310" અને "2700" અનુક્રમે "E4","E5","E6" અને "E7" સેલોમાં દાખલ કરીશું. |
1:26 | આગળ આપણે શીટમાં યાદી કરેલ દરેક વસ્તુઓ માટે મેળવેલ રકમોને ભરીશું. |
1:31 | તો "F3" તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરી "500" રકમ તરીકે ટાઇપ કરીએ. |
1:37 | હવે નીચે સ્તંભમાં જતા , આપણે અનુક્રમે F4,F5,F6 અને F7" સેલોમાં "200",75,10 અને 700 તરીકે રકમો ટાઈપ કરીશું. |
1:54 | ચાલો હવે શીખીએ કે આ કોષ્ટક માટે એક આલેખ કેવી રીતે બનાવાય. |
1:58 | આલેખ બનાવવા માટે, આપણે જે ડેટા (માહિતી)ને આલેખમાં સમાવવા માંગીએ છીએ તેને સૌ પ્રથમ પસંદ કરવું પડશે. |
2:04 | તો સેલ “SN” પર ક્લિક કરો અને માઉસનાં બટનને છોડ્યા વગર, કર્સરને છેલ્લા સેલ જેમાં “700” છે ત્યાં સુધી ખસેડો. |
2:14 | હવે મેનૂ બારમાંથી “Insert” વિકલ્પ ઉપર ક્લિક કરી “Chart” વિકલ્પ પર ક્લિક કરો. |
2:21 | જુઓ, તારીખ સાથેનો મૂળભૂત આલેખ વર્કશીટમાં દાખલ થાય છે. |
2:27 | સાથે સાથે એક "Chart Wizard"ડાયલોગ બોક્સ (સંવાદ ખાનું) ખુલે છે. |
2:32 | "Chart Wizard"દર્શાવે છે કે મૂળભૂત આલેખ પસંદ થયેલ છે. |
2:36 | તમે "Chart Wizard"માં જે ફેરફારો કરો છો તે મુજબ આ મૂળભૂત આલેખ બદલાય છે. |
2:42 | "Chart Wizard"માં મુખ્ય ત્રણ વિભાગો છે: આલેખને સુયોજિત કરવા જરૂરી પગલાઓ,આલેખના પ્રકારોની પસંદગી,અને દરેક આલેખના પ્રકારના વિકલ્પો. |
2:55 | “3D Look” વિકલ્પ પસંદ (ખુણ કરીને પસંદગી કરવી) કરીને,આલેખને ત્રણ પરિમાણમાં પણ પ્રદર્શિત કરી શકાય છે. |
3:03 | ચાલો આ વિકલ્પોને અજમાવીએ. |
3:05 | “Choose a chart type” ક્ષેત્રમાં આપણે “Bar” વિકલ્પ પર ક્લિક કરીશું. |
3:11 | આ નમૂનારૂપી આલેખને જોતા જણાય છે કે "Bar" ફોરમેટમાં,માહિતીનું વર્ણન કોષ્ટકમાં થાય છે. |
3:19 | એજ રીતે બીજાં અન્ય વિકલ્પો ક્લિક કરી શકો જેમ કે “Pie”, <અટકો> “Area”, <અટકો> “Bubble” <અટકો> |
3:28 | અને “Choose a chart type field”માંના બીજા ઘણા વિકલ્પો અને જરૂરી પ્રકારના આલેખ મળવો. |
3:35 | “Steps” વિકલ્પમાં , “Data Range” નામનો બીજો એક વિકલ્પ છે. |
3:40 | આ વિકલ્પને વાપરીને, તમે ચાર્ટમાં રજૂઆત કરવાં ઈચ્છતા ડેટાની શ્રેણીને જાતેથી એડીટ (સુધારણા) કરી શકો છો. |
3:48 | ડેટા પ્લોટ (આલેખ) કરવાનો મૂળભૂત વિકલ્પ “Data series in columns” છે. |
3:54 | એના બદલે “Data series in rows” ને વાપરીને, આપણે કેવી રીતે ડેટાને પ્લોટ કરવા ઈચ્છીએ છીએ એની દિશા બદલી શકીએ છીએ. |
4:02 | આ ઉપયોગી છે જો તમે ચાર્ટની શૈલીને ઉપયોગમાં લો છો જેમ કે તમારા ડેટાને દર્શાવવા માટે “Column” ને. |
4:10 | છેલ્લે, તમે પસંદ કરી શકો છો કે
“First row as label” ને વાપરવી |
4:24 | કે “First column as label” ને, |
4:28 | અથવા આ બંનેને ચાર્ટની ધરીઓ પર લેબલો તરીકે. |
4:34 | ત્યારબાદ ફરીથી કોલમમાં ડેટા સીરીઝ (માહિતી શૃંખલા) પર ક્લિક કરો. |
4:38 | હવે આપણા સેમ્પલ ચાર્ટમાં, જો આપણે “Received” મથાળા હેઠળ આવેલ ડેટાને રદ્દ કરવાં ઈચ્છીએ છીએ, તો આપણે આવું કરી શકીએ છીએ “Data range” ફીલ્ડ (ક્ષેત્ર) ની અંદર પહેલું ક્લિક કરીને. |
4:49 | અને ત્યારબાદ શ્રેણી “$A$1 is to $F$7” થી “$A$1 is to $D$7” ને એડીટ (સુધારણા) કરીને. |
5:03 | અવલોકન કરો કે “Received” મથાળા અંતર્ગત આવેલ ડેટા, હવે ચાર્ટમાં રજૂઆત થયો નથી. |
5:11 | આગળ, ચાલો જોઈએ કે “Data Series” શું કરે છે. |
5:15 | નોંધ લો અહીં 5 હરોળો છે, જે આપણી સ્પ્રેડશીટમાં કુલ હરોળોની માહિતીને રજૂઆત કરે છે. |
5:21 | “Add” અને “Remove” બટનો આપણને ચાર્ટમાંથી માહિતીની હરોળોને ઉમેરવાની અથવા રદ્દ કરવાની પરવાનગી આપશે. |
5:29 | આપણે “Up” અને “Down” બટનોનાં ઉપયોગ વડે પણ ડેટાની ફરી ગોઠવણી કરી શકીએ છીએ. |
5:34 | તેથી ચાર્ટમાં ડેટા શું છે અને તેને કેવી રીતે રજૂઆત કરવું એ પસંદ કર્યા પછી, ડાયલોગ બોક્સમાં “Finish” બટન પર ક્લિક કરો. |
5:43 | તમે જુઓ છો કે ચાર્ટ સ્પ્રેડશીટમાં દાખલ થાય છે. |
5:47 | સ્પ્રેડશીટમાં ચાર્ટોને કેવી રીતે દાખલ કરવું એ શીખ્યા પછી, |
5:51 | આપણે હવે શીખીશું કે લીબરઓફીસ કેલ્કમાં ચાર્ટોને ફોર્મેટ કેવી રીતે કરવું. |
5:56 | “Format” મેનું ઘણા વિકલ્પો ધરાવે છે ફોર્મેટ કરવા માટે |
6:00 | અને ચાર્ટનાં દેખાવને ફાઈન-ટ્યુનિંગ (ઝીણવટ લય) કરવા માટે. |
6:04 | ચાલો આપણે સ્પ્રેડશીટમાં દાખલ કરેલા ચાર્ટને ફોર્મેટ કરીએ. |
6:08 | તો, ચાર્ટ પર બમણું-ક્લિક કરો જેથી કરીને તે ભૂખરી કિનારી દ્વારા બંધાઈ જાય |
6:13 | એ દર્શાવવા માટે કે તે “Edit” અવસ્થામાં છે. |
6:18 | હવે મુખ્ય મેનૂમાં “Format” વિકલ્પ પર ક્લિક કરો. |
6:22 | તમે જુઓ છો કે ડ્રોપ ડાઉન મેનૂ ઘણા ફોર્મેટિંગ વિકલ્પોની સંખ્યા ધરાવે છે જેમ કે “Format Selection”, “Position and Size”, “Arrangement”, “Chart Wall”, “Chart Area” અને બીજા ઘણા બધાં. |
6:37 | તે ચાર્ટની સ્થિતિ નિર્ધારણ હેતુ, ચાર્ટનાં બેકગ્રાઉન્ડ (પુષ્ઠ્ભુમી) અને શીર્ષકની વ્યવસ્થા કરવા હેતુ અને ફોર્મેટ કરવા હેતુ ઉપયોગમાં લેવાય છે. |
6:44 | આપણે એક એક કરીને સૌથી વારંવાર વપરાતા ફોર્મેટિંગ વિકલ્પો વિશે શીખીશું. |
6:49 | “Format Selection” વિકલ્પ “Chart Area” મથાળા સાથે એક ડાયલોગ બોક્સ ખોલે છે. |
6:56 | અવલોકન કરો અહીં 3 ટેબો છે - “Borders”, “Area” અને “Transparency”. |
7:03 | મૂળભૂત રીતે “Borders” ટેબ પસંદ કરાયેલી છે. |
7:07 | ચાલો ચાર્ટનાં કિનારીની શૈલી અને રંગને બદલી કરીએ. |
7:11 | આવું કરવા માટે, “Style” ફીલ્ડ ક્લિક કરીને “Continuous” પસંદ કરો. |
7:16 | ત્યારબાદ એજ રીતે “Color” ફીલ્ડમાં “Green” પર ક્લિક કરો. |
7:21 | હવે “OK” બટન પર ક્લિક કરો. |
7:26 | નોંધ લો કે ચાર્ટ કિનારીની શૈલી અને રંગ એ અનુસાર બદલી રહ્યી છે. |
7:31 | “Title” વિકલ્પ ચાર્ટ અને તેની ધરીઓનાં શીર્ષકને ફોર્મેટ કરે છે. |
7:36 | “Axis” વિકલ્પ ચાર્ટને બનાવનાર રેખાઓને ફોર્મેટ કરે છે |
7:41 | એ જ પ્રમાણે એ લખાણનાં ફોંટને પણ જે X અને Y બંને ધરીઓ પર દ્રશ્યમાન થાય છે. |
7:46 | આ તમામ વિકલ્પોને તમારી રીતે સંશોધન કરો એ શીખવા હેતુ કે આ શું કરે છે. |
7:53 | કેલ્ક ચાર્ટ વિસ્તારનાં બેકગ્રાઉન્ડને બદલવા હેતુ પણ વિકલ્પો પુરા પાડે છે. |
7:58 | ચાર્ટ વિસ્તાર એ વિસ્તાર છે જે ચાર્ટ ગ્રાફીક (ચિત્રકામ), મુખ્ય શીર્ષક અને કીનો સમાવેશ કરીને એમની ફરતે આવેલ છે. |
8:05 | ચાર્ટ વિસ્તાર ફોર્મેટ કરવા માટે, “Format” વિકલ્પ પર ક્લિક કરો અને “Chart Wall” પસંદ કરો. |
8:12 | તમે જુઓ છો કે એક ડાયલોગ બોક્સ “Chart Wall” મથાળા સાથે દ્રશ્યમાન થાય છે. |
8:17 | “Style” ફીલ્ડ “Continuous” દર્શાવે છે કારણ કે આ આપણી છેલ્લી પસંદ હતી. |
8:22 | “Color” ફીલ્ડમાં, ચાલો “Red” પર ક્લિક કરો. |
8:26 | આપણે માપને “0.20” સે. મી. માં પણ બદલીશું. |
8:31 | હવે “OK” બટન પર ક્લિક કરો. |
8:35 | તમે જુઓ છો કે ચાર્ટ વિસ્તારની શૈલી અને રંગ બદલાય છે. <અટકો> |
8:41 | આગળ આપણે ચાર્ટમાં ઘટકોને કેવી રીતે રીસાઈઝ (માપમાં ફરીથી ફેરફાર કરવું) કરવું અને ખસેડવું એ વિશે શીખીશું. |
8:46 | એક ચાર્ટને રીસાઈઝ કરવા માટે, સેમ્પલ ચાર્ટ પર ક્લિક કરો. |
8:51 | તમે જુઓ છો કે લીલા હાથા ચાર્ટની ફરતે દ્રશ્યમાન થાય છે. |
8:54 | ચાર્ટનું માપ વધારવા કે ઓછું કરવા, ચાર્ટના ચાર ખૂણાઓમાના કોઈપણ એક ખૂણાનાં નિશાનને ક્લિક કરીને ડ્રેગ કરો. |
9:03 | ચાર્ટને ખસેડવા માટે, પહેલા ચાર્ટ પર ક્લિક કરો. |
9:07 | હવે કર્સરને ચાર્ટ પર ક્યાંપણ ફેરવો. |
9:11 | કર્સર એક હાથમાં પરિણમે છે. |
9:14 | ક્લિક કરો અને ચાર્ટને જોઈતા સ્થાને ખસેડો. હવે, માઉસ બટનને રીલીસ (મુક્ત કરવું કે છોડવું) કરો. |
9:20 | તમે ચાર્ટને ખસેડી દીધું છે! |
9:24 | આગળ આપણે “Position and Size” ડાયલોગ બોક્સનાં ઉપયોગથી કેવી રીતે ચાર્ટોને રીસાઈઝ કરવું એ શીખીશું. |
9:30 | ફરીથી, ચાર્ટ પર ક્લિક કરો. |
9:33 | હવે ચાર્ટ પર જમણું-ક્લિક કરીને કોંટેકસ્ટ (સંદર્ભ) મેનૂમાંથી “Position and Size” પસંદ કરો. |
9:40 | “Position and Size” ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
9:44 | તેની પાસે વિવિધ ફીલ્ડો છે જે ચાર્ટની 'X' અને 'Y' સ્થિતિઓને એ જ પ્રમાણે ચાર્ટની પહોળાઈ અને ઊંચાઈને પણ સુયોજિત કરી શકે છે. |
9:52 | ચાલો આપણા ચાર્ટ માટે 'X' કોર્ડીનેટ (નિર્દેશક) “1.00” “ અને 'Y' કોર્ડીનેટ (નિર્દેશક) “0.83” “ પર સુયોજિત કરીએ. |
10:02 | “OK” બટન પર ક્લિક કરો. |
10:04 | આપણે જોઈએ છીએ કે ચાર્ટ પોતાને ચાર્ટ વિસ્તાર અંતર્ગત સુયોજિત મુલ્યો મુજબ સ્થિતિમાન કરે છે. |
10:12 | અહીં આ મૌખિક ટ્યુટોરીયલનો અંત થાય છે. |
10:16 | સારાંશમાં, આપણે શીખ્યા કે કેવી રીતે : ચાર્ટો બનાવવા, તેમને એડીટ અથવા ફોર્મેટ કરવા |
10:21 | આપણે એ પણ શીખ્યા કે કેવી રીતે ચાર્ટોને સ્પ્રેડશીટ અંતર્ગત રીસાઇઝ કરવા અને ખસેડવા. |
10:27 | વ્યાપક એસાઈનમેંટ (સોપણી) |
10:29 | તમારી “practice.ods” ફાઈલને ખોલો |
10:34 | ડેટા માટે એક "Pie chart" ને દાખલ કરો. |
10:37 | શીટની નીચે જમણાં ખૂણે ચાર્ટને રીસાઇઝ કરીને ખસેડો |
10:42 | આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો |
10:46 | તે મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે સારાંશ આપે છે |
10:50 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
10:54 | મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ |
10:56 | મૌખિક ટ્યુટોરીયલોની મદદથી કાર્યશાળાઓ (વર્કશોપો) નું આયોજન કરે છે. |
11:00 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
11:04 | વધુ વિગતો માટે અમને "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
11:11 | મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે |
11:15 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
11:23 | આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે |
11:26 | સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો |
11:34 | આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |