LibreOffice-Suite-Impress/C2/Introduction-to-LibreOffice-Impress/Gujarati
From Script | Spoken-Tutorial
Introduction to Impress
Resources for recording
Visual Cues | Narration |
00:00 | લીબરઓફીસ ઈમ્પ્રેસનું પરિચય આપતા આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:04 | આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું: |
00:07 | લીબરઓફીસ ઈમ્પ્રેસનો પરિચય. |
00:09 | લીબરઓફીસ ઈમ્પ્રેસમાં રહેલ વિવિધ ટુલ-બારો. |
00:12 | નવું પ્રેઝન્ટેશન એટલેકે પ્રદર્શન કેવી રીતે બનાવવું. |
00:15 | એમએસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તરીકે કેવી રીતે સંગ્રહ કરવું. |
00:19 | એમએસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કેવી રીતે ખોલવું. |
00:22 | તેને ઈમ્પ્રેસમાં પીડીએફ ડોક્યુમેન્ટ તરીકે કેવી રીતે નિકાસ કરવું. |
00:27 | લીબરઓફીસ ઈમ્પ્રેસ એ લીબરઓફીસ સ્યુટનો "પ્રેઝન્ટેશન મેનેજર" એટલેકે "પ્રદર્શન વ્યવસ્થાપક" ગણાય છે. |
00:32 | તે મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશન બનાવવા ખુબ ઉપયોગી છે. |
00:35 | તે માઈક્રોસોફ્ટ ઓફીસ પાવરપોઈન્ટ સમાન છે. |
00:39 | લીબરઓફીસ ઈમ્પ્રેસ એક મફત અને ઓપન સોર્સ સોફ્ટવેર હોવાથી તેની નકલ,ફરી ઉપયોગ અને વહેચણી વિના મુલ્યે થઇ શકે છે. |
00:47 | લીબરઓફીસ ઈમ્પ્રેસ શરુ કરવા, |
00:50 | તમે ક્યાં તો માઈક્રોસોફ્ટ વિન્ડોઝ ૨૦૦૦ અને તેની ઊંચી આવૃત્તિઓ જેવી કે "એમએસ વિન્ડોઝ એક્સપી" અથવા "એમએસ વિન્ડોવ્સ 7 "અથવા તમે "જીએનયુ / લિનક્સ"નો તમારી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉપયોગ કરી શકો. |
01:02 | અહીં આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે "ઉબન્ટુ લિનક્સ ૧૦.૦૪" અને "લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪" વાપરી રહ્યા છીએ. |
01:12 | જો તમારી પાસે લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કરેલ ન હોય, |
01:15 | તો ઈમ્પ્રેસ 'સીનેપટીક પેકેજ મેનેજર'ની મદદથી સંસ્થાપિત કરી શકાય છે. |
01:19 | સીનેપટીક પેકેજ મેનેજર' પર વધુ જાણકારી માટે, |
01:22 | ઉબુન્ટુ લિનક્સના ટ્યુટોરીયલોને જુઓ અને આ વેબસાઇટ પરના સૂચનો પ્રમાણે લીબરઓફીસ સ્યુટ ડાઉનલોડ કરો. |
01:32 | વિગતવાર સૂચનો લીબરઓફીસ સ્યુટના પ્રથમ ટ્યુટોરીયલમાં ઉપલબ્ધ છે. |
01:37 | યાદ રાખો,સંસ્થાપિત કરતી વખતે, 'ઈમ્પ્રેસ' સંસ્થાપિત કરવા માટે 'કમ્પ્લીટ' વિકલ્પ પસંદ કરવું. |
01:43 | જો તમે પહેલાથી જ લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કરેલ હોય, |
01:46 | તો તમે તમારી સ્ક્રીનની ટોચે ડાબા ખૂણા પર "એપ્લીકેશન" વિકલ્પ પર ક્લિક કરી અને પછી "ઓફિસ" પર ક્લિક કરો અને "લીબરઓફીસ" વિકલ્પ પર ક્લિક કરી "લીબરઓફીસ ઈમ્પ્રેસ" મેળવી શકો છો. |
01:58 | નવું સંવાદ બોક્સ વિવિધ લીબરઓફીસ ઘટકો સાથે ખુલે છે. |
02:03 | લીબરઓફીસ ઈમ્પ્રેસનો ઉપયોગ કરવા,સંવાદ બોક્સમાંના "પ્રેઝન્ટેશન" ઘટક પર ક્લિક કરીએ. "ક્રિએટ" ઉપર ક્લિક કરીએ. |
02:13 | આ ઈમ્પ્રેસની મુખ્ય વિન્ડોમાં એક ખાલી ડોક્યુમેન્ટ ખોલશે. |
02:18 | ચાલો હવે ઈમ્પ્રેસ વિન્ડોના મુખ્ય ઘટકો વિશે શીખીએ. |
02:22 | ઈમ્પ્રેસ વિન્ડો વિવિધ ટૂલ બાર ધરાવે છે જેમકે,"ટાઈટલ બાર","મેનુ બાર".. |
02:29 | સ્ટાનડર્ડ બાર,ફોર્મેટિંગ બાર અને સ્ટેટસ બાર. |
02:36 | આ ટૂલ બારો વિશે વધારે જાણકારી આપણે ટ્યુટોરીયલમાં આગળ જતા શીખીશું. |
02:41 | હવે આપણે આપણું પ્રથમ પ્રેઝન્ટેશન બનાવવ તૈયાર છીએ.હવે આ ફાઈલ બંધ કરીએ. |
02:47 | ચાલો "એપ્લીકેશન" ઉપર જઈએ,"ઓફીસ" ઉપર ક્લિક કરીએ પછી "લીબરઓફીસ ઈમ્પ્રેસ" ઉપર ક્લિક કરીએ. |
02:56 | 'ફ્રોમ ટેમપ્લેટ' ક્લિક કરીએ. |
02:59 | "રેકમેન્ડેશન ઓફ અ સ્ત્રેટરજી" પસંદ કરીએ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ. |
03:06 | 'સિલેક્ટ અ સ્લાઈડ ડીઝાઈન' ડ્રોપ ડાઉનમાં,'પ્રેઝન્ટેશન બેકગ્રાઉંડ્સ' પસંદ કરી પછી 'બ્લ્યુ બોર્ડર' પસંદ કરીએ. |
03:14 | 'સિલેક્ટ એન આઉટપુટ મીડીયમ ફિલ્ડ'માં 'ઓરીજીનલ' પસંદ કરીએ.નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ. |
03:22 | આ સ્લાઈડ બનાવવા માટેનું રૂપાંતરણ પગલું છે. |
03:26 | બાકીના વિકલ્પો જેવા છે તેવા જ રેહવા દઈએ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ. |
03:32 | 'વોટ ઈઝ યોર નેમ' ક્ષેત્રમાં,તમે તમારું નામ અથવા તમારી સંસ્થાનું નામ લખી શકો.હું 'એ1 સર્વિસીઝ' લખીશ. |
03:41 | 'વોટ ઈઝ ધ સબ્જેક્ટ ઓફ યોર પ્રેઝન્ટેશન' ક્ષેત્રમાં લખીએ 'બેનીફીટ્સ ઓફ ઓપનસોર્સ'.નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ. |
03:49 | આ પગલું પ્રસ્તુતિકરણ એટલેકે પ્રેઝન્ટેશન વર્ણવે છે. |
03:52 | બધા વિકલ્પો મૂળભૂત રીતે પસંદ કરેલ છે.કાઈ પણ બદલીશું નહીં. |
03:58 | તેઓ પ્રેઝન્ટેશન માટે નમુના શીર્ષકો છે. |
04:01 | ક્રિએટ ઉપર ક્લિક કરીએ. |
04:04 | તમે હવે લીબરઓફીસ ઈમ્પ્રેસમાં તમારું પ્રથમ પ્રેઝન્ટેશન બનાવી દીધું છે. |
04:09 | હવે આપણે જોઈશું કે આ પ્રેઝન્ટેશન કેવી રીતે સંગ્રહિત કરવું."ફાઈલ" ઉપર ક્લિક કરી "સેવ" ઉપર ક્લિક કરીએ. |
04:15 | સેવ સંવાદ બોક્સ ખુલશે.આપણે આ ફાઈલ 'સેમ્પલ ઈમ્પ્રેસ' નામથી સંગ્રહ કરીશું અને સેવ બટન ઉપર ક્લિક કરીશું. |
04:25 | નોંધલો,કે ઈમ્પ્રેસ ઓપન ડોક્યુમેન્ટ ફોરમેટ '.ઓડીપી' એક્સટેનશન સાથે સંગ્રહિત થશે. |
04:33 | હવે આપણે આ ફાઈલ બંધ કરીશું.પ્રેઝન્ટેશન બંધ કરવા, ફાઈલ ઉપર ક્લિક કરી ક્લોઝ ઉપર ક્લિક કરીએ. |
04:40 | હવે ચાલો જોઈએ કે "લીબરઓફીસ ઈમ્પ્રેસ પ્રેઝન્ટેશન"ને "માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન" તરીકે કેવી રીતે સંગ્રહિત કરવું. |
04:48 | આપણે સેમ્પલ ઈમ્પ્રેસ પ્રેઝન્ટેશનને ફાઈલ ઉપર ક્લિક કરી પછી ઓપન ક્લિક કરી 'સેમ્પલ ઈમ્પ્રેસ' પસંદ કરી ફરી ખોલીશું. |
04:59 | મૂળભૂત રીતે લીબરઓફીસ ઈમ્પ્રેસ ડોક્યુમેન્ટને 'ઓપન ડોક્યુમેન્ટ ફોરમેટ'માં સંગ્રહ કરે છે. |
05:06 | પ્રેઝન્ટેશનને માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ તરીકે સંગ્રહ કરવા,ફાઈલ ઉપર ક્લિક કરી-> સેવ એઝ ઉપર ક્લિક કરીએ. |
05:14 | ફાઈલ ટાઈપમાં, " માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ" પસંદ કરીએ. |
05:18 | ફાઈલ સંગ્રહ કરવા સ્થાન નક્કી કરીએ.સેવ બટન દબાવીએ. |
05:24 | "કીપ કરંટ ફોરમેટ" બટન ઉપર ક્લિક કરીએ.ફાઈલ હવે "પીપીટી તરીકે સંગ્રહિત થઇ છે. |
05:33 | ચાલો આ ફાઈલને 'ફાઈલ' ઉપર ક્લિક કરી 'ક્લોઝ' ઉપર ક્લિક કરી બંધ કરીએ. |
05:36 | હવે આપણે જોઈશું કે માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને લીબરઓફીસ ઈમ્પ્રેસમાં કેવી રીતે ખોલવું. |
05:44 | 'ફાઈલ'-> ઓપન ઉપર ક્લિક કરીએ. |
05:46 | તમને જે પીપીટી ફાઈલ ખોલવી છે તે શોધીએ. |
05:50 | ફાઈલ પસંદ કરી ઓપન ઉપર ક્લિક કરીએ. |
05:53 | હવે છેલ્લે આપણે શીખીશું કે લીબરઓફીસ ઈમ્પ્રેસ પ્રેઝન્ટેશનની પીડીએફ ફાઈલ તરીકે કેવી રીતે નિકાસ એટલેકે એક્સપોર્ટ કરવું. |
06:01 | "ફાઈલ" ઉપર ક્લિક કરી "એક્સપોર્ટ" ઉપર ક્લિક કરીએ.પીડીએફ વિકલ્પ સંવાદ બોક્સમાં બધા વિકલ્પો જેમ છે તેમ જ રહેવા દઈ,"એક્સપોર્ટ" બટન ઉપર ક્લિક કરીએ. |
06:12 | ફાઈલ નામ ક્ષેત્રમાં "સેમ્પલ-ઈમ્પ્રેસ" લખીએ. |
06:16 | 'સેવ ઇન ફોલ્ડર' ક્ષેત્રમાં જ્યાં ફાઈલ સંગ્રહ કરવી છે તે સ્થાન પસંદ કરી સેવ બટન ઉપર ક્લિક કરીશું. |
06:23 | આ ડોક્યુમેન્ટ હવે ડેસ્કટોપ ઉપર પીડીએફ ફાઈલ રૂપે સંગ્રહ થઇ ગયું છે. |
06:29 | અહીં લીબરઓફીસ ઈમ્પ્રેસનું આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:34 | સારાંશ માટે, આપણે શીખ્યું: |
06:36 | લીબરઓફીસ ઈમ્પ્રેસનો પરિચય. |
06:39 | લીબરઓફીસ ઈમ્પ્રેસમાં રહેલ વિવિધ ટુલ-બારો. |
06:42 | નવું પ્રેઝન્ટેશન એટલેકે પ્રદર્શન કેવી રીતે બનાવવું. |
06:45 | એમએસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તરીકે કેવી રીતે સંગ્રહ કરવું. |
06:49 | એમએસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કેવી રીતે ખોલવું. |
06:53 | તેને ઈમ્પ્રેસમાં પીડીએફ ડોક્યુમેન્ટ તરીકે કેવી રીતે નિકાસ કરવું. |
06:57 | આ કોમ્રીહેન્સીવ અસાઇનમેન્ટનો પ્રયત્ન કરો. |
07:00 | નવું ડોક્યુમેન્ટ ખોલી,પ્રથમ સ્લાઈડમાં કઈક લખાણ લખો. |
07:05 | તેને એમએસ પાવરપોઈન્ટ ડોક્યુમેન્ટ તરીકે સંગ્રહ કરી પછી બંધ કરો. |
07:11 | હવે તે જ ફાઈલ ફરી ખોલો. |
07:15 | આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
07:22 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07:26 | મૌખિક ટ્યુટોરીયલ યોજનાનો જૂથ મૌખિક ટ્યુટોરીયલની મદદથી વર્કશોપ કરે છે. |
07:33 | જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. |
07:36 | વધુ વિગતો માટે અમને "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો. |
07:42 | મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07:55 | આ ઉપર વધુ માહિતી "સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ NMEICT હાઈફન ઇનટ્રો" ઉપર ઉપલબ્ધ છે . |
08:07 | આઈઆઈટી બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.આભાર. |