Thunderbird/C2/How-to-Use-Thunderbird/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:24, 27 June 2014 by Pratik kamble (Talk | contribs)
Time | Narration |
00:00 | Thunderbird કેવી રીતે વાપરવું તે પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખશું કે કેવી રીતે: |
00:07 | launcher માં Thunderbird શોર્ટ કટ ઉમેરવું |
00:10 | મેસેજીસ ટૅગ કરવા
ઝડપથી ફિલ્ટર કરવું મેસેજીસને શ્રેણી અને ક્રમમાં ગોઠવવા |
00:17 | આપણે આ પણ શીખીશું: |
00:18 | Save As અને Print Messages |
00:21 | ફાઈલ અટેચ કરવી |
00:22 | મેસેજીસ આર્કાઇવ કરવા |
00:24 | Activity Manager જોવું |
00:27 | અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છે. |
00:36 | થન્ડરબર્ડ નો આપણે વારંવાર ઉપયોગ કરીએ છે, તેથી ચાલો શોર્ટ કટ આઇકોન બનાવીએ. |
00:43 | ચાલો લોન્ચર પર થન્ડરબર્ડ શોર્ટ કટ આઇકોનને ડ્રેગ અને ડ્રોપ કરીએ. |
00:49 | પ્રથમ ડેશ હોમ પર ક્લિક કરો |
00:52 | સર્ચ ફિલ્ડમાં થન્ડરબર્ડ ટાઈપ કરો |
00:57 | સર્ચ ફિલ્ડ હેઠળ થન્ડરબર્ડ આઇકોન દ્રશ્યમાન થાય છે. |
01:01 | તે પસંદ કરો અને ડાબું માઉસ બટન દબાવી રાખો |
01:06 | હવે આઇકોન ને લોન્ચર પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
01:09 | અને ડાબું માઉસ બટન છોડી દો. |
01:12 | તે બંદ કરવા ડેશહોમ પર ક્લિક કરો. |
01:14 | લોન્ચર માં થન્ડરબર્ડ આઇકોન પર ક્લિક કરો. |
01:19 | થન્ડરબર્ડ વિન્ડો ખુલે છે. |
01:23 | STUSERONE at gmail dot com ID હેઠળ ઇન્બોક્ષ પર ક્લિક કરો. |
01:29 | નોંધ લો કે અમુક મેસેજીસ બોલ્ડમાં છે. |
01:32 | આ મેસેજીસ વંચાયેલ નથી. |
01:35 | get mail આઇકોન પર ક્લિક કરો અને Get All New Messages પસંદ કરો. |
01:41 | આપણને Gmail એકાઉન્ટથી મેસેજીસ મળ્યા છે. |
01:45 | ચાલો મેસેજીસને સેન્ડર દ્વારા શ્રેણીબદ્ધ કરીએ. |
01:49 | માત્ર કોલમ હેડીંગ From પર ક્લિક કરો. |
01:52 | મેસેજીસ હવે મૂળાક્ષરી ક્રમમાં શ્રેણીબદ્ધ છે. |
01:57 | ચાલો ફરી એક વાર From પર ક્લિક કરીએ |
02:01 | મેસેજીસ હવે વિપરીત મૂળાક્ષરી ક્રમમાં શ્રેણીબદ્ધ છે! |
02:06 | હવે Subject દ્વારા શ્રેણીબદ્ધ કરીએ. |
02:09 | માત્ર Subject પર ક્લિક કરો. |
02:12 | મેસેજીસ હવે subject દ્વારા શ્રેણી બદ્ધ છે! |
02:16 | આ ટ્યુટોરીયલ અહી અટકાવો અને એસાઇન્મેન્ટનો પ્રયાસ કરો. |
02:20 | Date received દ્વારા મેસેજીસને શ્રેણીબદ્ધ કરો. |
02:24 | તમે મેસેજીસ ટેગ પણ કરી શકો છો. |
02:26 | આ રીતે તમે સરળતાથી ઓળખી શકો છો જે મેસેજીસને તમે ફરી ખોલવા ઈચ્છો છો. |
02:32 | તમે ટૅગ્સનો ઉપયોગ કરીને પણ સમાન મેસેજીસ જૂથમાં કરી શકો છો. |
02:37 | ચાલો કહીએ કે તમે મહત્વપૂર્ણ રીતે મેઈલને ટેગ કરવા ઈચ્છો છો. |
02:40 | ઇનબોક્ષ પર ક્લિક કરો, પ્રથમ મેઈલ પસંદ કરો. |
02:44 | ટૂલબારમાંથી ટેગ આઇકોન પર ક્લિક કરો અને important પસંદ કરો. |
02:51 | નોંધ લો કે મેઈલ લાલ રંગમાં દ્રશ્યમાન થાય છે. |
02:54 | નીચેની પેનલ પર જુઓ. |
02:57 | મેઈલ મહત્વપૂણ રૂપે ટેગ થયા છે. |
03:00 | ટેગ રદ કરવા માટે, પ્રથમ મેઈલ પસંદ કરો. |
03:04 | ટૂલ બારમાંથી ટેગ આઇકોન પર ક્લિક કરો અને ફરી important ને ક્લિક કરો. |
03:09 | ચાલો ઇનબોક્ષમાં પ્રથમ મેઈલને important રૂપે અને બીજા મેઈલ ને work ના રૂપે ટેગ કરીએ. |
03:17 | ધારો કે આપણે ફક્ત એજ મેઈલ જોવા ઈચ્છીએ છીએ જે રાઈટ પેનલમાં ટેગ કરેલ છે. |
03:22 | શું તે કરવું શક્ય છે? |
03:25 | ઝડપથી Filter અને મેસેજીસ જોવા માટે તમે Quick Filter toolbar નો ઉપયોગ કરી શકો છો |
03:31 | ટેગ કરેલ મેસેજીસ જોવા માટે,Quick Filter toolbar માં ટેગ આઇકોન પર ક્લિક કરો. |
03:37 | માત્ર ટેગ કરેલ મેસેજીસ જ દ્રશ્યમાન થયા છે! |
03:42 | ચાલો ફરી ટેગ આઇકોન પર ક્લિક કરીએ. |
03:45 | હવે આપણે બધા મેઈલ્સ જોઈ શકીએ છે. |
03:49 | ચાલો હવે મેસેજ Threads વિષે શીખીએ. |
03:52 | Message Threads શું છે? સંબંધિત મેસેજ જે શ્રેણી અથવા વાતચીતના રૂપમાં દ્રશ્યમાન થાય છે, |
03:57 | તેને Message Threads કહેવાય છે. |
04:02 | આપણે message threads નો ઉપયોગ સંબંધિત મેસેજીસને સળંગ પ્રવાહમાં એક સંપૂર્ણ વાર્તાલાપ તરીકે જોવા માટે કરીએ છીએ. |
04:10 | ચાલો શીખીએ આ કેવી રીતે કરવું. |
04:14 | message threads આઇકોન દ્રશ્યમાન કરવા માટે ઇનબોક્ષની ડાબી બાજુના ખૂણા પર ક્લિક કરો. |
04:21 | મેઈલ્સ વાતચીતના રૂપમાં દ્રશ્યમાન થાય છે. |
04:24 | સંપૂર્ણ વાતચીત જોવા માટે Threading symbol પર ક્લિક કરો જે corresponding thread ની પાસે છે. |
04:33 | સંપૂર્ણ વાતચીત મેસેજ પ્રિવ્યુ પેનલમાં દેખાય છે. |
04:38 | Thread view માંથી બહાર આવા માટે ફક્ત Thread આઇકોન પર ફરીથી ક્લિક કરો. |
04:45 | ચાલો હવે શીખીએ, મેઈલ્સ ને ફોલ્ડરમાં સેવ અને પ્રીન્ટ કેવી રીતે કરવું. |
04:50 | આ ટ્યુટોરીયલના હેતુ માટે |
04:53 | આપણે ડેસ્કટોપ પર એક નવું ફોલ્ડર બનાવ્યું છે.
. |
04:56 | અને તેને saved Mails નામ આપ્યું છે. |
05:00 | પ્રથમ મેઈલ પસંદ અને સેવ કરીએ. |
05:04 | મેઈલ પર બે વખત ક્લિક કરો |
05:06 | તે અલગ ટેબમાં ખુલશે. |
05:09 | ટૂલબાર માંથી File, Save As અને File પર ક્લિક કરો. |
05:15 | Save Message As સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
05:19 | ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને Saved Mails ફોલ્ડર પસંદ કરો. Save પર ક્લિક કરો. |
05:26 | મેસેજીસ ફોલ્ડરમાં સેવ થઇ ગયા છે. |
05:29 | ચાલો Saved Mails ફોલ્ડર પર જઈએ |
05:33 | તેના પર બે વખત ક્લિક કરી ખોલો. |
05:35 | મેઈલ Gedit માં ટેક્સ્ટ ફાઇલના રૂપમાં ખુલે છે. |
05:40 | આ ફાઈલ બંધ કરો અને બહાર નીકળો |
05:42 | તમે મેસેજીસ ને template તરીકે પણ સેવ કરી શકો છો. |
05:46 | ટુલબાર માંથી file, save As અને templates પર ક્લિક કરો |
05:52 | મેસેજીસ થન્ડરબર્ડમાં ટેમ્પ્લેટ ફોલ્ડર માં સેવ થયા છે. |
05:56 | થન્ડરબર્ડની ડાબી પેનલમાં,ટેમ્પ્લેટ ફોલ્ડર પર ક્લિક કરો. |
06:01 | મેઈલ પસંદ કરો અને બે વખત ક્લિક કરો. |
06:04 | મૂળભૂત મેલમાં યાદી થયેલ સંપર્ક સાથે તે To ફિલ્ડ સાથે, અલગ ટૅબમાં ખુલે છે. |
06:13 | તમે હવે, આ મેલ માં સમાવિષ્ટને સુધારી શકો છો સંપર્કો ઉમેરો અથવા રદ કરી અને તેને મોકલી શકો છો. |
06:20 | સબ્જેક્ટમાં 1 ઉમેરો |
06:23 | ટેમ્પ્લેટ બંદ કરવા માટે,ટેબ ની ઉપર ડાબી બાજુ પર X આઇકોન પર ક્લિક કરો. |
06:29 | Save message સંવાદ બોક્સ દેખાય છે. Don’t Save પર ક્લિક કરો. |
06:36 | હવે મેસેજીસ પ્રિન્ટ કરીએ. |
06:39 | ઇનબોક્ષ પર ક્લિક કરો અને જમણી પેનલથી બીજો મેઈલ પસંદ કરો અને બે વખત ક્લિક કરો. |
06:46 | તે નવા ટેબ માં ખુલશે. |
06:50 | મુખ્ય મેનુમાંથી File પર જાઓ, અને પછી Print પસંદ કરો. |
06:55 | Print સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
06:58 | આપણે Portrait તરીકે Orientation સાથે, એક A4 શીટ પર આ મેઇલ પ્રિન્ટ કરીશું. અને આ મેઇલની બે નકલો બનાવીશું. |
07:08 | Page Setup ટેબ પર ક્લિક કરો . |
07:11 | Paper Size ફિલ્ડમાં ડ્રોપ ડાઉન લીસ્ટ પર ક્લિક કરો અને A4 પસંદ કરો. |
07:16 | Orientation ફિલ્ડમાં ડ્રોપ ડાઉન લીસ્ટ પર ક્લિક કરો અને Portrait પસંદ કરો. |
07:22 | હવે General ટેબ પર ક્લિક કરો. |
07:25 | Copies ફિલ્ડ માં 2 દાખલ કરો. Print પર ક્લિક કરો. |
07:31 | જો તમારું પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય, તો મેઈલ હવે છાપવા માટે શરૂ થશે. |
07:38 | Print સંવાદ બોક્સથી બહાર નીકળવા માટે Cancel પર ક્લિક કરો. Mail ટેબ બંધ કરો. |
07:46 | હવે, યાહૂ એકાઉન્ટ પર એક વિડિઓ એટેચમેન્ટ તરીકે મોકલો . |
07:51 | ચાલો એક નવો મેસેજ બનાવીએ. |
07:54 | મેનુ બાર માંથી Write પર ક્લિક કરો, New Message વિન્ડો દ્રશ્યમાન થાય છે . |
08:00 | To ફિલ્ડમાં યાહુ આઈડી નો પ્રથમ અક્ષર ટાઈપ કરો,જે છે S છે |
08:06 | નોંધ લો કે યાહુ મેઈલ આઈડી આપમેળે ભરાઈ ગયી છે. |
08:11 | Subject ફિલ્ડ માં Video Attachment ટાઈપ કરો. |
08:16 | ટુલબાર માંથી Attach પર ક્લિક કરો. Attach Files સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
08:23 | ડેક્સટોપ થી What is a Spoken Tutorial.rar ફાઈલ પસંદ કરો. Open પર ક્લિક કરો. |
08:34 | આ ફાઇલ જોડાયેલ છે અને એટેચમેન્ટ જમણા ખૂણાની ટોચ પર દ્રશ્યમાન થાય છે. Send પર ક્લિક કરો. |
08:44 | ચાલો આપણા યાહુ અકાઉન્ટ પર લોગીન કરીએ. |
08:56 | એટેચમેન્ટ સાથે આપણને મેસેજ મળ્યો છે. |
08:59 | યાહુ અકાઉન્ટ બંદ કરો. |
09:03 | આપણને મહત્વપૂર્ણ સંદેશ મળી શકે છે. જેનો આપણે સંદર્ભ લઇ શકીએ છે. |
09:07 | પણ ઇનબોક્ષમાં ઘણા મેઈલ્સ હોઈ શકે છે. માટે તે અવ્યવસ્થિત લાગી શકે છે. |
09:12 | થન્ડરબર્ડ તમને આ પ્રકારના મેસેજો આર્કાઇવ કરવા દે છે. |
09:16 | પ્રથમ આપણે archive સેટિંગ ચકાસવા જોઈએ. |
09:20 | ડાબી બાજુની પેનલ માં STUSERONE gmail account પર ક્લિક કરો. |
09:25 | ડાબી પેનલ માં Accounts હેઠળ View Settings for this account પર ક્લિક કરો. |
09:31 | Accounts Settings સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
09:35 | ડાબી પેનલ માં STUSERONE જીમેઈલ અકાઉન્ટ પર ક્લિક કરો, Copies And Folders પર ક્લિક કરો. |
09:43 | મેસેજ આર્કાઈવ્સ વિકલ્પો સક્રિય છે. |
09:48 | આ વિકલ્પો ફોલ્ડર નક્કી કરે છે જેમાં મેસેજીસ સંગ્રહિત છે. |
09:53 | Iજો આ વિકલ્પો, સક્રિય થયેલ ન હોય તો: |
09:57 | Keep message archives બોક્ષ ને ચેક કરો. |
10:01 | વિકલ્પ “Archives” Folder on માં STUSERONE at gmail.com પસંદ કરો. OK પર ક્લિક કરો. |
10:10 | હવે STUSERONE જીમેઈલ અકાઉન્ટ હેઠળ ઇનબોક્ષ પર ક્લિક કરો. |
10:15 | ચાલો ત્રીજો મેસેજ આર્કાઇવ કરીએ. |
10:19 | જમણી પેનલમાંથી તેને પસંદ કરો. |
10:21 | કોન્તેક્ક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને Archive પસંદ કરો. |
10:27 | મેસેજ STUSERONE Gmail એકાઉન્ટ હેઠળ, Archives ફોલ્ડરમાં સ્થાનાંતરિત થયા છે. |
10:36 | તે લાંબા સમય સુધી ઇનબોક્સમાં પ્રદર્શિત નથી થતા. |
10:39 | જો આપણે થન્ડરબર્ડની મદદથી કરેલ ક્રિયાઓ જોવા ઈચ્છતા હોય તો શું? |
10:44 | આ ખૂબ સરળ છે! Activity Manager થન્ડરબર્ડમાં કરેલી ક્રિયાઓની યાદી દર્શાવે છે. |
10:52 | મુખ્ય મેનુ માંથી Tools અને Activity Manager પર ક્લિક કરો. |
10:57 | Activity Manager સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
11:01 | હવે તમે દરેક ઇમેઇલ પ્રવૃત્તિઓ ચકાસવા માટે યાદી જોઈ શકો છો! |
11:05 | Activity Manager સંવાદ બોક્સ બંધ કરો. |
11:09 | થન્ડરબર્ડ વિંડોની ડાબી બાજુના ખૂણા પર લાલ ક્રોસ પર ક્લિક કરી,થન્ડરબર્ડથી બહાર નીકળો |
11:16 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા કેવી રીતે : |
11:20 | શોર્ટ કટ ઉમેરવું. |
11:23 | મેસેજીસ ટૅગ કરવા.
ઝડપથી ફિલ્ટર કરવું મેસેજીસને શ્રેણી અને ક્રમમાં ગોઠવવા
|
11:28 | આપણે આ પણ શીખ્યા: |
11:30 | Save As અને Print Messages,
ફાઈલ અટેચ કરવી |
11:34 | મેસેજીસ આર્કાઇવ કરવા,
Activity Manager જોવું, |
11:38 | અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
11:41 | થન્ડરબર્ડ પર લૉગિન કરો. |
11:44 | મેસેજ થ્રેડ જુઓ.
મેસેજ સેવ અને પ્રિન્ટ કરો. |
11:48 | ઇમેઇલ પસંદ કરો, કોન્ટેક્સ મેનુ માટે જમણું ક્લિક કરો |
11:53 | તેના બધા વિકલ્પો ચકાસો. |
11:56 | Activity Manager સંવાદ બોક્સ જુઓ |
12:00 | થન્ડરબર્ડ ને લૉગઆઉટ કરો. |
12:03 | Activity Manager સંવાદ બોક્સ ફરીથી ચેક કરો, જયારે તમે લોગીન કરો છો. |
12:07 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
12:10 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
12:13 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
12:18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
12:20 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
12:23 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
12:27 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
12:33 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
12:37 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
12:45 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
12:56 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |