Linux/C2/File-Attributes/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | લિનક્સના "ફાઈલ એટ્રીબ્યુટ" મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. |
0:05 | આ ટ્યુ્ટોરીઅલ માટે પૂર્વજરૂરીયાતો છે : ખાલી ફાઈલો example1, example2, example3, example4, example5 અને testchown બનાવવી. |
0:18 | વળી ખાલી ડિરેક્ટરીઓ test_chown અને directoty1 પણ બનાવો. |
0:25 | ફાઈલ એટ્રીબ્યુટ ફાઈલનું વર્ણન કરતી અથવા ફાઈલ સાથે સંકળાયેલ નાની માહિતી છે. |
0:33 | ફાઈલ એટ્રીબ્યુટ લક્ષણો છે જે ફાઈલનું વર્ણન કરે છે જેમકે ફાઈલ બનાવનાર,ફાઈલનો પ્રકાર,તેને ખોલવાની પરવાનગી,વગેરે.. |
0:45 | "ch-own" આદેશનો ઉપયોગ ફાઈલ અથવા ડિરેક્ટરીની માલિકી બદલવા થાય છે.આ એક સંચાલક એટલે કે એડમીન આદેશ છે,માત્ર મૂળ ઉપયોગકર્તા જ ફાઈલ કે ડિરેક્ટરીની માલિકી બદલી શકે છે. |
1:00 | "chown" આદેશની વાક્યરચના આ પ્રમાણે છે : "chown ખાલી જગ્યા [વિકલ્પો] ખાલી જગ્યા માલિકનામ ખાલી જગ્યા ફાઈલનામ અથવા ડિરેક્ટરીનામ" |
1:13 | આપણે chown આદેશ સાથે નીચે પ્રમાણેના વિકલ્પો આપી શકીએ. |
1:18 | "-R" : તમારી વર્તમાન ડિરેક્ટરીની સબ-ડિરેક્ટરીઓમાં રહેલ ફાઈલોની પરવાનગી બદલે છે. |
1:28 | "-c" : દરેક ફાઈલની પરવાનગી બદલે છે. |
1:33 | "-f" : chownને એરર સંદેશ પ્રદર્શિત કરતા રોકે છે. |
1:37 | હવે આપણે થોડા ઉદાહરણો જોઈએ. |
1:40 | તો હવે ટર્મિનલ ઉપર જઈએ.આપણે જ્યાં ખાલી ફાઈલો અને ફોલ્ડરો બનાવ્યા છે તે ડિરેક્ટરી ઉપર જઈએ.તેના માટે "cd ખાલી જગ્યા Desktop સ્લેશ file attribute" લખી એન્ટર દબાવીએ. |
1:56 | હવે આદેશ આપીએ "ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા t-e-s-t-c-h-o-w-n " (testchown) અને એન્ટર દબાવીએ. |
2:11 | અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફાઈલ 'testchown'નો માલિક શાહિદ છે. |
2:18 | ફાઈલના માલિકને બદલવા આદેશ લખીએ "sudo ખાલી જગ્યા c-h own ખાલી જગ્યા a-n-u-s-h-a (anusha) ખાલી જગ્યા t-e-s-t-c-h-o-w-n "(testchown) અને એન્ટર દબાવીએ. |
2:36 | સુડો પાસવર્ડ આપીએ અને એન્ટર દબાવીએ. |
2:44 | લખીએ હવે "ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા t-e-s-t-c-h-o-w-n " એન્ટર દબાવીએ.અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફાઈલની નવી માલિક "અનુષા" છે |
3:03 | હવે આપણે જોઈશું કે ડિરેક્ટરીના માલિકને કેવી રીતે બદલી શકાય. |
3:07 | આદેશ "ls -l" આપીએ અને એન્ટર દબાવીએ.અહીં આપણે જોઈ શકીએ છીએ કે ડિરેક્ટરી 'test_chown'નો માલિક શાહિદ છે. |
3:21 | ડિરેક્ટરીના માલિકને બદલવા આદેશ લખીએ. |
3:26 | "$ sudo ખાલી જગ્યા chown ખાલી જગ્યા -(કેપિટલમાં)R ખાલી જગ્યા a-n-u-s-h-a ખાલી જગ્યા test_chown" જે ડિરેક્ટરી નામ છે અને એન્ટર દબાવીએ. |
3:44 | જો જરૂર હોય તો સુડો પાસવર્ડ આપો અને ફરી એન્ટર દબાવો. |
3:49 | આપણી સુવિધા માટે કમ્પ્યુટર પડદાને સાફ કરવા "Ctrl+L" દબાવીએ.હવે લખીએ "ls ખાલી જગ્યા -l".એન્ટર દબાવીએ.અહીં આપણે જોઈ શકીએ છીએ કે ડિરેક્ટરીની નવી માલિક "અનુષા" છે. |
4:06 | "chmod" આદેશનો ઉપયોગ એક અથવા તેથી વધારે ફાઈલોની વપરાશ(access) સ્થિતિ(mode) એટલે કે એક્સેસ મોડ અથવા પરવાનગી બદલવા થાય છે. |
4:13 | chmod આદેશની વાક્યરચના આ પ્રમાણે છે : "chmod ખાલી જગ્યા [વિકલ્પો] ખાલી જગ્યા mode ખાલી જગ્યા ફાઈલનામ"
આપણે chmod સાથે આ વિકલ્પો આપી શકીએ. |
4:29 | "-c" : જે ફાઈલો બદલાઈ ગયી છે તેની માહિતી પ્રદર્શિત કરે છે. |
4:34 | "-f" : જે ફાઈલોને chmod નથી બદલી શકતો તેની જાણ ઉપયોગકર્તાને નથી કરતુ. |
4:41 | વપરાશ કે પરવાનગીઓના પ્રકાર આ પ્રમાણે છે : |
4:44 | r : read એટલે કે વાચવા માટે
w : write એટલે કે લખવા માટે x : execute એટલે કે પ્રદર્શિત કરવા માટે s : set user એટલે કે ઉપયોગકર્તા કે સમૂહ માટે આઈડી બનાવવા |
4:54 | અન્ય રીતે,આ પરવાનગીઓ ત્રણ-અંકવાળી ઓક્ટલ સંખ્યા વડે પણ સ્પષ્ટ કરી શકાય. |
5:00 | પ્રથમ અંક માલિકી પરવાનગી માટે,દ્વિતીય અંક સમૂહ પરવાનગી માટે અને ત્વીતીય અંક આના સિવાયના અન્યની પરવાનગી માટે. |
5:09 | પરવાનગીઓ આ ઓક્ટલ સંખ્યાઓનો સરવાળો કરી મેળવવામાં આવે છે:
૪ - વાંચવાની પરવાનગી ૨ - લખવાની પરવાનગી ૧ - પ્રદર્શિત કરવાની પરવાનગી. |
5:20 | હવે આપણે chmodના થોડા ઉદાહરણો જોઈએ.ટર્મિનલ ઉપર જઈએ અને example1ને ઉપયોગકર્તા વડે પ્રદર્શિત કરવાની પરવાનગી ઉમેરવા આદેશ લખીએ. |
5:30 | આના પહેલા હું કમ્પ્યુટર પડદાને સાફ કરવા Ctrl+L દબાવીશ. |
5:36 | ચાલો હવે લખીએ "$ chmod ખાલી જગ્યા u+x ખાલી જગ્યા example1" અને એન્ટર દબાવીએ. |
5:49 | હવે "$ ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા example1" લખીએ અને બદલાવ જોવા એન્ટર દબાવીએ. |
6:01 | અહીં ફાઈલ example1 માટે માલિકને વાંચવાની/લખવાની/પ્રદર્શિત કરવાની પરવાનગી,સમૂહને વાંચવાની/પ્રદર્શિત કરવાની અને અન્ય બીજાને માત્ર પ્રદશિત કરવાની પરવાનગી નિર્દેશિત કરી શકાય. |
6:15 | હવે આદેશ "chmod ખાલી જગ્યા 751 ખાલી જગ્યા example1" લખીએ અને એન્ટર દબાવીએ. |
6:26 | હવે "ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા example1" લખીએ અને એન્ટર દબાવીએ. |
6:35 | હવે તમે જોઈ શકો છો કે આ આદેશ દ્વારા ફાઈલ example1 માટે માલિકને વાંચવાની/લખવાની/પ્રદર્શિત કરવાની પરવાનગી,સમૂહને વાંચવાની/પ્રદર્શિત કરવાની પરવાનગી અને અન્ય બીજાને માત્ર પ્રદર્શિત કરવાની પરવાનગી નિર્દેશિત થઇ. |
6:52 | જો બધાને ફાઈલ example1 માટે માત્ર વાંચવાની પરવાનગી નિર્દેશિત કરવી હોય તો આદેશ આપીએ "chmod ખાલી જગ્યા =r ખાલી જગ્યા example1" અને એન્ટર દબાવીએ. |
7:08 | હવે આદેશ "ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા example1" લખીએ અને એન્ટર દબાવીએ." |
7:19 | અહીં આપણે જોઈ શકીએ છીએ કે દરેકને ફાઈલ example1 માટે માત્ર વાંચવાની પરવાનગી નિર્દેશિત થઇ ગઈ છે. |
7:30 | પરવાનગીને વારંવાર બદલવા અને ડિરેક્ટરી directory1 માટે દરેકને વાંચવાની-પ્રદર્શિત કરવાની પરવાનગી,તેના ઉપરાંત માલિકને લખવાની પરવાનગી આપવા માટે આદેશ |
7:44 | "chmod ખાલી જગ્યા -(કેપિટલમાં)R ખાલી જગ્યા 755 ખાલી જગ્યા directory1" લખીએ અને એન્ટર દબાવીએ. |
8:00 | હવે "ls ખાલી જગ્યા -l" લખી બદલાવ જોવા એન્ટર દબાવીએ. |
8:09 | ફાઈલ example2ની ઉપયોગકર્તાને પ્રદર્શિત કરવાની પરવાનગી આપવા માટે આદેશ "chmod ખાલી જગ્યા u+x ખાલી જગ્યા example2" લખીએ અને એન્ટર દબાવીએ. |
8:27 | હવે આદેશ "ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા example2" લખી એન્ટર દબાવીએ. |
8:40 | અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફાઈલ example2 માટે ઉપયોગકર્તાને પ્રદર્શિત કરવાની પરવાનગી નિર્દેશિત થઇ ગઈ છે. |
8:50 | example3 માટે સમૂહને write પરવાનગી આપવા આદેશ "chmod ખાલી જગ્યા g+w ખાલી જગ્યા example3" લખી એન્ટર દબાવીએ. |
9:10 | હવે "ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા example3" લખી એન્ટર દબાવીએ. |
9:23 | આપણે અહીં જોઈ શકીએ છીએ કે સમૂહને લખવાની પરવાનગી અપાઈ ગઈ છે |
9:30 | બધા માટે લખવાની પરવાનગી રદ કરવા માટે આદેશ "chmod ખાલી જગ્યા a-w ખાલી જગ્યા example3 " આપી એન્ટર દબાવીએ. |
9:45 | હવે "ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા example3" લખી એન્ટર દબાવીએ. |
9:55 | બધા માટે write પરવાનગી રદ થઇ ચુકી છે તે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. |
10:02 | આદેશ "chgrp"નો ઉપયોગ એક કે તેથી વધુ ફાઈલોના સમુહને નવા સમૂહમાં બદલવા થાય છે. |
10:10 | નવું ગ્રુપ ક્યાંતો આઈડી નંબર હોય અથવા /etc/groupમાં રહેલ સમૂહનામ હોઈ શકે. |
10:20 | ફક્ત ફાઈલનો માલિક અથવા વિશેષ હક ધરાવનાર ઉપયોગકર્તા જ આ સમૂહને બદલી શકે છે. |
10:26 | chgrp આદેશની વાક્યરચના આ પ્રમાણે છે : chgrp ખાલી જગ્યા [વિકલ્પો] ખાલી જગ્યા નવો સમૂહ ખાલી જગ્યા files. |
10:36 | ટર્મિનલ ઉપર જઈએ.હવે આપણે chgrp આદેશના થોડાક ઉદાહરણો જોઈએ.આદેશ "ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા example4" લખીએ અને એન્ટર દબાવીએ. |
10:57 | અહીં આપણે શહીદ નામના ઉપયોગકર્તા માટે સમૂહ પરવાનગી જોઈ શકીએ છીએ. |
11:03 | આ સમૂહ પરવાનગી બદલવા,આદેશ "sudo ખાલી જગ્યા chgrp ખાલી જગ્યા rohit ખાલી જગ્યા example4" લખીએ. |
11:20 | એન્ટર દબાવીએ.જો જરૂર હોય તો સુડો પાસવર્ડ આપીએ. |
11:27 | હવે આદેશ "ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા example4" આપીએ અને એન્ટર દબાવીએ. |
11:38 | આપણે જોઈ શકીએ છીએ કે સમૂહ શાહિદ થી રોહિતમાં બદલાઈ ગયો છે. |
11:46 | આઇનોડ ડિવાઇઝને નિર્દેશિત કરેલ એક અનોખો પૂર્ણાંક આકડો છે. |
11:51 | આઇનોડ સામાન્ય ફાઈલ અને ડિરેક્ટરીની સર્વ સામાન્ય માહિતી સંગ્રહ કરે છે. |
11:57 | બધી ફાઈલો આઇનોડ માટે હાર્ડ લિંક્સ છે. |
12:00 | જયારે પ્રોગ્રામ ફાઈલને નામથી સૂચવે છે,સિસ્ટમ આ ફાઈલનામનો ઉપયોગ તેને અનુરૂપ આઇનોડ શોધવા કરે છે. |
12:12 | કોઈ ફાઈલનો આઇનોડ આંક જોવા આપણે આદેશ "ls space -i"નો ઉપયોગ કરી શકીએ. |
12:19 | આદેશ "ls ખાલી જગ્યા -i ખાલી જગ્યા example5" લખીએ અને એન્ટર દબાવીએ. |
12:29 | ફાઈલની આગળ લખેલ આંક તે ફાઈલનો આઇનોડ આંક સૂચવે છે. |
12:35 | આઇનોડ ચોક્કસ રીતે એક સમયે એક જ ડિરેક્ટરી સાથે સંકળાયેલ હોય છે. |
12:41 | હાર્ડ લિંક્સ એક માત્ર આઇનોડથી એકથી વધુ ડિરેક્ટરીઓની એન્ટ્રી સાથે સંકળાય શકે છે."ln" આદેશ લિંક બનાવવા માટે છે. |
12:52 | હાર્ડ લિંક બનાવવા "ln" આદેશની વાક્યરચના આ પ્રમાણે છે. |
12:57 | "ln ખાલી જગ્યા source ખાલી જગ્યા link" જેમાં સોર્સ વર્તમાન ફાઈલ અને લિંક જે ફાઈલ બનાવવી છે તે છે. |
13:06 | હવે આપણે હાર્ડ લિંક્સના થોડા ઉદાહરણો જોઈએ. |
13:10 | ચાલો હું પડદાને સાફ કરી દઉં.હવે આદેશ "ln ખાલી જગ્યા example1 ખાલી જગ્યા exampleln" લખી એન્ટર દબાવીએ. |
13:25 | બંને ફાઈલોના આઇનોડ પ્રદર્શિત કરવા આદેશ "ls ખાલી જગ્યા -i ખાલી જગ્યા example1 ખાલી જગ્યા exampleln " લખીએ અને એન્ટર દબાવીએ. |
13:41 | અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને ફાઈલના આઇનોડ સમાન છે.ફાઈલ exampleln એ example1 માટે હાર્ડ લિંક છે. |
13:54 | સોફ્ટ લિંક સિમ્બોલિક લિંક એક ખાસ પ્રકારની ફાઈલ છે જે એબ્સોલ્યુટ કે રીલેટીવ પંથ રૂપે અન્ય ફાઈલ કે ડિરેક્ટરીનો સંદર્ભ ધરાવે છે. |
14:07 | સોફ્ટ લિંક્સ બનાવવા ln આદેશની વાક્યરચના આ પ્રમાણે છે : |
14:12 | ln ખાલી જગ્યા -s ખાલી જગ્યા {target-filename} ખાલી જગ્યા {symbolic-filename} |
14:19 | હવે આપણે સોફ્ટ લિંક્સ ના થોડા ઉદાહરણો જોઈશું. |
14:25 | સોફ્ટ લિંક બનાવવા આદેશ "ln ખાલી જગ્યા -s ખાલી જગ્યા example1 ખાલી જગ્યા examplesoft" લખીએ. |
14:40 | એન્ટર દબાવીએ. |
14:43 | હવે આઇનોડ આંક અને બંને ફાઈલની યાદી જોવા આદેશ "ls ખાલી જગ્યા -li ખાલી જગ્યા example1 ખાલી જગ્યા examplesoft" લખીએ. |
15:01 | એન્ટર દબાવીએ. |
15:03 | અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને ફાઈલના આઇનોડ આંક અલગ છે અને examplesoft એ example1 માટે સોફ્ટ લિંક છે. |
15:16 | તો આપણે આ ટ્યુ્ટોરીઅલમાં લિનક્સ ફાઈલ એટ્રીબ્યુટ જેવાકે ફાઈલની પરવાનગી,માલિકી,સમૂહ બદલવા. |
15:26 | આપણે આઇનોડ,સોફ્ટ અને હાર્ડ લિંક્સ વિશે પણ શીખ્યા. |
15:31 | અહીં આ મૌખિક ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે. |
15:35 | મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે. |
15:44 | મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. |
15:50 | IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા આભાર. |