Java-Business-Application/C2/Servlet-Methods/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:22, 28 November 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Servlet Methods (સર્વલેટ મેથડ્સ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખીશું |
00:08 | JSP વાપરીને simple login form (સિમ્પલ લોગીન ફોર્મ) બનાવવું. |
00:13 | doGet (ડૂગેટ) મેથડ વાપરીને પેરામીટરો પસાર કરવા |
00:16 | doPost (ડૂપોસ્ટ) મેથડ વાપરીને પેરામીટરો પસાર કરવા |
00:20 | doGet (ડૂગેટ) અને doPost (ડૂપોસ્ટ) મેથડો વચ્ચે તફાવત |
00:25 | અહીં આપણે વાપરી રહ્યા છીએ |
00:26 | ઉબુન્ટુ આવૃત્તિ 12.04 |
00:30 | નેટબીન્સ આઈડીઈ 7.3 |
00:33 | જેડીકે 1.7 |
00:36 | ફાયરફોક્સ વેબ-બ્રાઉઝર 21.0 |
00:39 | તમે તમારા પસંદ મુજબનું કોઈપણ વેબ-બ્રાઉઝર વાપરી શકો છો. |
00:43 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલનું જ્ઞાન હોવું જરૂરી છે |
00:46 | Netbeans IDE નો ઉપયોગ કરી કોર જાવા |
00:49 | HTML (એચટીએમએલ) |
00:51 | Java Servlets (જાવા સર્વલેટ્સ) અને JSPs (જેએસપીઝ) વિશે સામાન્ય જાણકારી |
00:56 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો. |
01:00 | આપણે આપણી વેબ એપ્લીકેશન - Library Management System (લાઈબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ) બનાવવાથી શરૂઆત કરીશું. |
01:06 | પહેલા, આપણે home page (હોમ પેજ) બનાવીશું. |
01:09 | home page (હોમ પેજ) એક સાદું login form (લોગીન ફોર્મ) ધરાવશે. |
01:14 | જે અધિકૃત યુઝરોને Library Management System (લાઈબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ) માં લોગીન કરવાની પરવાનગી આપશે. |
01:20 | હવે, ચાલો Netbeans IDE પર જઈએ. |
01:23 | ચાલો આપણે પહેલાથી સુધારિત કરેલા, index dot jsp પુષ્ઠ પર જઈએ. |
01:30 | મેં આ પુષ્ઠને આપણું home page બનાવવા માટે સુધારિત કર્યું છે. |
01:35 | title આપણે Home Page તરીકે રાખીએ છીએ. |
01:38 | બોડી અંતર્ગત, આપણી પાસે છે table, જેમાં border ' એ 1 ની બરાબર છે. |
01:44 | તમે અહીં આવેલ કોડ તરફે જોઈ શકો છો. |
01:47 | table અંતર્ગત આપણે એક હેડીંગ સમાવેશ કર્યું છે, જે છે Welcome to Library Management System. |
01:54 | આગળ, આપણી પાસે પેરાગ્રાફ ટેગ છે જેમાં સમાવેશ છે, This is the home page for Library Management System. |
02:03 | ત્યારબાદ, આપણી પાસે hyperlink (હાયપરલીંક) છે, જે visitorHomePage dot jsp નામના પુષ્ઠને જોડાણ કરી આપે છે. |
02:11 | આપણે આ પુષ્ઠ પછીથી બનાવીશું. |
02:13 | આગળ, આપણી પાસે એક અત્યંત સરળ login form (લોગીન ફોર્મ) છે. |
02:18 | આ ફોર્મ registered user (રજીસ્ટર્ડ યુઝર) ને login (લોગીન) કરવાની પરવાનગી આપે છે. |
02:22 | form (ફોર્મ) બનાવતા પહેલા તમને GreetingServlet નામનું servlet (સર્વલેટ) બનાવવું પડશે. |
02:28 | ટ્યુટોરીયલને અટકાવો અને પહેલાનાં ટ્યુટોરીયલમાં સમજાવ્યા પ્રમાણે એક નવું servlet બનાવો. |
02:35 | નોંધ લો કે servlet name (સર્વલેટ નામ) એ GreetingServlet છે. |
02:39 | URL pattern (યુઆરએલ પેટર્ન) એ GreetingServletPath હોવું જોઈએ. |
02:44 | આ form (ફોર્મ) બે ઈનપુટ એલીમેંટો ધરાવે છે - Username અને Password. |
02:50 | સાથે જ તે એક Submit (સબમિટ) બટન પણ ધરાવે છે જે દર્શાવે છે Sign In. |
02:55 | આગળ, આપણી પાસે એક paragraph tag (પેરાગ્રાફ ટેગ) છે જે addUser.jsp નું લીંક સમાવિષ્ટ કરે છે. |
03:03 | આ છે registration page (રજીસ્ટ્રેશન પુષ્ઠ) એ users (યુઝરો) માટે જે હજી સુધી રજીસ્ટર થયા નથી. |
03:09 | હવે, ચાલો આપણા GreetingServlet.java પર જઈએ. |
03:14 | નોંધ લો કે GreetingServlet.java એ org.spokentutorial આ સમાન પેકેજમાં બનાવવામાં આવ્યું છે. |
03:23 | હવે, આ servlet એ request object (રીક્વેસ્ટ ઓબજેક્ટ) માંથી form data (ફોર્મ ડેટા) એક્સેસ કરવામાં સમર્થ રહેશે. |
03:30 | આ servlet એ એક controller (નિયંત્રક) ની જેમ કામ કરશે. |
03:33 | તમને યાદ આવે છે કે આપણે પહેલા controller (નિયંત્રક) થી રૂબરૂ થયા હતા? |
03:38 | અત્યારે, આપણે એ જોઈશું કે servlet એ controller તરીકે શું કરે છે. |
03:42 | form data (ફોર્મ ડેટા) એ request object (રીક્વેસ્ટ ઓબજેક્ટ) માં રહેશે. |
03:46 | પ્રથમ કાર્ય છે form ડેટા પેરામીટરો પ્રાપ્ત કરવું. |
03:51 | આને request object (રીક્વેસ્ટ ઓબજેક્ટ) પર getParameter મેથડ વાપરીને કરાવાય છે. |
03:57 | તો, ચાલો Netbeans IDE પર જઈએ. |
04:02 | doGet , મેથડ અંતર્ગત ટાઈપ કરો |
04:04 | PrintWriter સ્પેસ out બરાબર response ડોટ getWriter. |
04:14 | આગળ, આપણે form data (ફોર્મ ડેટા) પેરામીટરો પ્રાપ્ત કરીશું. |
04:18 | તે માટે આગળની લાઈનમાં ટાઈપ કરો, |
04:20 | String સ્પેસ username બરાબર request ડોટ getParameter કૌંસમાં બમણા અવતરણમાં userName અર્ધવિરામ. |
04:35 | નોંધ લો કે આ userName (યુઝર નામ) form tag (ફોર્મ ટેગ) માં User Name (યુઝર નામ) માટે સમાવિષ્ટ કરેલ નામ છે. |
04:43 | એજ પ્રમાણે, આપણે password (પાસવર્ડ) પણ પ્રાપ્ત કરીશું. |
04:48 | તો આગળની લાઈનમાં, ટાઈપ કરો, String સ્પેસ password બરાબર request ડોટ getParameter કૌંસમાં બમણા અવતરણમાં password અર્ધવિરામ. |
05:03 | આગળ, આપણે output (આઉટપૂટ) માં User Name (યુઝર નેમ) પ્રીંટ કરીશું. |
05:08 | તો, આગળની લાઈન પર ટાઈપ કરો |
05:10 | out ડોટ println કૌંસમાં બમણા અવતરણમાં Hello from GET Method પ્લસ username. |
05:21 | હવે, આ પ્રોજેક્ટ રન કરવા માટે, MyFirstProject પર જમણું-ક્લિક કરો. |
05:27 | Clean and Build પર ક્લિક કરો. |
05:29 | ફરીથી MyFirstProject પર જમણું ક્લિક કરો, Run પર ક્લિક કરો. |
05:35 | તો, server (સર્વર) ચાલુ થઈને કાર્યરત છે. |
05:38 | MyFirstProject ડીપ્લોય થયેલ છે. |
05:41 | આપણને બ્રાઉઝરમાં આપણું home page (હોમ પુષ્ઠ) દૃશ્યમાન થયેલ મળે છે. |
05:45 | પુષ્ઠનું title (ટાઈટલ) home page (હોમ પેજ) છે તેની નોંધ લો. |
05:50 | આપણે અહીં એક અત્યંત સાદું login form (લોગીન ફોર્મ) જોઈ શકીએ છીએ. |
05:54 | ચાલો હું Username (યુઝર નામ) અને Password (પાસવર્ડ) દાખલ કરું. |
05:58 | Username (યુઝર નામ) હું arya તરીકે ટાઈપ કરીશ. |
06:02 | અને Password (પાસવર્ડ) એ arya*123 તરીકે નાખીશ. |
06.06 | ત્યારબાદ Sign In પર ક્લિક કરીશ. |
06:09 | આપણે જોઈ શકીએ છીએ કે આપણને આઉટપુટ આ રીતે મળ્યું છે Hello from GET Method arya. |
06:15 | હવે, user (યુઝર) અહીં લોગીન કરવામાં સમર્થ હતો કારણ કે આપણે કોડ અંતર્ગત કોઈપણ વ્હેલીડેશન સમાવિષ્ટ કર્યું નથી. |
06:24 | આપણે આ આગળનાં ટ્યુટોરીયલમાં કરીશું. |
06:28 | હવે, અહીં URL (યુઆરએલ) તરફે જુઓ. |
06:31 | આ localhost કોલન 8080 સ્લેશ MyFirstProject સ્લેશ GreetingServletPath પ્રશ્નાર્થ ચિન્હ userName બરાબર arya and password બરાબર arya *123 આમ છે. |
06:49 | હવે, form data (ફોર્મ ડેટા) ને પ્રશ્નાર્થ ચિન્હ (question mark) વડે પુષ્ઠ માહિતીથી જુદું પાડવામાં આવ્યું છે. |
06:56 | આપણે જોઈ શકીએ છીએ કે ફોર્મમાં દાખલ કરેલ username (યુઝર નામ) અને password (પાસવર્ડ) એ URL (યુઆરએલ) માં પણ આવેલ છે. |
07:05 | હવે, ચાલો સમાન ક્રિયા આપણે POST Method (પોસ્ટ મેથડ) વાપરીને કરીએ. |
07:10 | તો, IDE પર પાછા જાવ. |
07:12 | doGet મેથડ માટે લખેલ કોડ કોપી કરો અને તેને doPost મેથડમાં પેસ્ટ કરો. |
07:20 | હવે, println સ્ટેટમેંટને Hello from POST Method માં બદલી કરો. |
07:27 | હવે, ચાલો index ડોટ jsp ફાઈલ ખોલો. |
07:31 | અહીં, આપણે form tag (ફોર્મ ટેગ) નું method attribute (મેથડ એટ્રીબ્યુટ) બદલીને POST કરવું જોઈએ. |
07:37 | અત્યારે તમે આ કોડ તરફે જોઈ શકો છો. |
07:42 | આપણી પાસે છે form action બરાબર GreetingServletPath method બરાબર POST. |
07:49 | હવે, ફરીથી આપણે આ પ્રોજેક્ટ રન કરીશું. |
07:53 | તો, MyFirstProject પર જમણું ક્લિક કરીને Run પર ક્લિક કરો. |
07:58 | GET (ગેટ) મેથડ વાપરવાથી મળેલા આઉટપુટનાં જેવું જ આઉટપુટ આપણને મળે છે. |
08:04 | તો ચાલો ફરીથી User Name (યુઝર નામ) અને Password (પાસવર્ડ) ટાઈપ કરીએ. |
08:08 | ત્યારબાદ Sign In પર ક્લિક કરો. |
08:12 | આપણને Hello from POST Method arya મળે છે તેની નોંધ લો. |
08:17 | હવે, URL (યુઆરએલ) તરફે જુઓ. |
08:19 | આ છે localhost કોલન 8080 સ્લેશ MyFirstProject સ્લેશ GreetingServlet Path. |
08:25 | અહીં request (રીક્વેસ્ટ) નાં URL (યુઆરએલ) માં આપણને form data (ફોર્મ ડેટા) દેખાતો નથી. |
08:30 | doGet અને doPost મેથડો વચ્ચે આ એક મુખ્ય તફાવત છે. |
08:35 | હવે, ચાલો GET અને POST મેથડો ક્યારે વાપરવા છે તે શીખીએ. |
08:42 | GET મેથડ ત્યારે વપરાય છે જ્યારે: |
08:44 | form (ફોર્મ) નાનું હોય છે અને તેથી data (ડેટા) ઓછો હોય છે. |
08:48 | user (યુઝર) ડેટાનાં ઘટકો URL (યુઆરએલ) માં દેખાડવા ઈચ્છતો હોય છે. |
08:53 | POST મેથડ ત્યારે વપરાય છે જ્યારે: |
08:55 | form (ફોર્મ) મોટું હોય છે અને તેથી data (ડેટા) વધારે હોય છે. |
09:00 | user (યુઝર) ડેટાનાં ઘટકો URL (યુઆરએલ) માં દેખાડવા ઈચ્છતો નથી. |
09:06 | ઉદાહરણ તરીકે: passwords (પાસવર્ડો) |
09:08 | ચાલો સારાંશ લઈએ. |
09:10 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા: |
09:12 | JSP વાપરીને સાદું login form (લોગીન ફોર્મ) બનાવવું. |
09:16 | doGet મેથડ વાપરીને પેરામીટરો પસાર કરવા |
09:19 | doPost મેથડ વાપરીને પેરામીટરો પસાર કરવા |
09:22 | doGet અને doPost મેથડો વચ્ચે તફાવત |
09:26 | કૃપા કરી એ વાતની ખાતરી કરી લો કે આગળ વધીએ એ પહેલા આ ટ્યુટોરીયલ પૂર્ણ થયું હોય. |
09:32 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
09:35 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:38 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:42 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
09:45 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09:48 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09:52 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
09:58 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:02 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
10:09 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
10:19 | લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ માટે ફાળો એક અગ્રણી સોફ્ટવેર MNC દ્વારા, તેમનાં કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રોગ્રામ મારફતે આપવામાં આવ્યો છે. |
10:28 | સાથે જ તેમણે આ સ્પોકન ટ્યુટોરીયલ માટે પણ ઘટકની પુષ્ટિ કરી છે. |
10:32 | IIT Bombay તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |