Drupal/C2/Installation-of-Drupal/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:13, 22 November 2016 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Installation of Drupal પરનાં spoken tutorial માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું Drupal ને ડાઉનલોડ કરવું અને તેને Ubuntu Linux અને Windows ઓપરેટીંગ સિસ્ટમ પર ઈંસ્ટોલ કરવું. |
00:17 | આ ટ્યુટોરીયલ માટે, તમને જરૂર રહેશે - એક ચાલુ Internet જોડાણની જેથી તમે વેબમાંથી અદ્યતન આવૃત્તિ ઈંસ્ટોલ કરી શકો અથવા તમારી પાસે કદાચિત જોઈતી સ્થાનિક ફાઈલો હોય. |
00:30 | તમારી મશીનમાં કાં તો Ubuntu Linux અથવા Windows ઓપરેટીંગ સિસ્ટમ ઈંસ્ટોલ હોવી જોઈએ. |
00:38 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને આમાંની કોઈપણ ઓપરેટીંગ સિસ્ટમની જાણકારી હોવી જોઈએ. |
00:45 | Drupal ને ઈંસ્ટોલ કરવાની ઘણી બધી રીત છે. |
00:48 | આ ટ્યુટોરીયલ માટે, હું Bitnami Drupal Stack વાપરીશ કારણ કે આ એક અત્યંત સરળ સંસ્થાપન પદ્ધતિ છે. |
00:57 | Bitnami Drupal Stack ઈંસ્ટોલ કરવા માટે, તમને આપેલની જરૂર રહેશે: Intel x86 અથવા એવુજ સુસંગત પ્રોસેસર |
01:05 | ઓછામાં ઓછી 256 MB RAM |
01:08 | ઓછામાં ઓછી 150 MB hard drive ની ખાલી જગ્યા અને |
01:13 | TCP/IP protocol નો આધાર. |
01:16 | નીચે કેટલીક સુસંગત ઓપરેટીંગ સિસ્ટમો આપેલી છે: |
01:20 | કોઈપણ x86 Linux operating system |
01:24 | કોઈપણ 32-bit Windows operating system જેવી કે Windows Vista, Windows 7, Windows 8, Windows 10, Windows Server 2008 કે Windows Server 2012. |
01:41 | કોઈપણ OS X operating system x86. |
01:46 | ચાલો આપણું પસંદિત વેબ બ્રાઉઝર ખોલીએ અને બતાવેલ URL પર જઈએ. |
01:53 | નીચેની તરફ સ્ક્રોલ કરીને Windows અને Linux ઓપરેટીંગ સિસ્ટમો માટે સંસ્થાપનો તપાસો. |
02:01 | તમને તમારી ઓપરેટીંગ સિસ્ટમ મુજબ installer પસંદ કરવું પડશે. |
02:06 | હું એક Linux યુઝર છું તેથી, હું Linux installer પસંદ કરીશ. |
02:11 | જો તમે Windows યુઝર હોવ તો, Windows માટે Drupal installer પસંદ કરો. |
02:17 | અહીં આપણે Drupal ની તમામ વિભિન્ન આવૃત્તિઓ જોઈ શકીએ છીએ. |
02:22 | તમે કઈ આવૃત્તિ ડાઉનલોડ કરવી છે જો તેની ખાતરી ન હોય તો, તમે Recommended આવૃત્તિ ડાઉનલોડ કરી શકો છો. |
02:29 | આ રેકોર્ડિંગ ચાલી રહ્યી છે એ સમય સુધી, Drupal 8.1.3 એ Recommended આવૃત્તિ છે. |
02:36 | પ્રયાસ કરો ત્યાં સુધી તે બીજી કંઈપણ હોય શકે છે. |
02:39 | જમણી બાજુએ આવેલ Download બટન પર ક્લીક કરો. |
02:43 | Bitnami વેબસાઈટમાં એક ખાતું બનાવવા માટે પ્રોમ્પ્ટ કરતો એક popup window દ્રશ્યમાન થાય છે. |
02:50 | હમણાં માટે, “No thanks” પર ક્લીક કરો. |
02:53 | તરત જ, તે installer ને ડાઉનલોડ કરવાનું શરૂ કરશે. ફાઈલને save કરવા માટે OK બટન પર ક્લીક કરો. |
03:01 | આપેલ સંસ્થાપનનાં પગલાંઓ Windows તથા Linux ઓએસ માટે એકસમાન રહેશે. |
03:07 | તમારી પાસે જો Bitnami installer ફાઈલો છે તો, ડાઉનલોડ કરવાનાં બદલે તેને ઉપયોગમાં લો. |
03:15 | તમારું Downloads ફોલ્ડર ખોલો જ્યાં ડાઉનલોડ થયેલી installer file છે. |
03:20 | આ installer ફાઈલને રન કરવા માટે, આપણી પાસે admin access હોવો જોઈએ. |
03:25 | જો તમે એક Windows યુઝર હોવ તો, installer file પર જમણું ક્લીક કરો. અને ત્યારબાદ Run as administrator વિકલ્પ પસંદ કરો. |
03:33 | જો તમે એક Linux યુઝર હોવ તો, installer file પર જમણું ક્લીક કરીને Properties પસંદ કરો. |
03:40 | ત્યારબાદ Permissions ટેબ પર ક્લીક કરો. અને Allow executing file as program વિકલ્પનાં ચેક-બોક્સ પર ક્લીક કરો. |
03:48 | આ વિન્ડોને બંધ કરવા માટે Close બટન પર ક્લીક કરો. |
03:52 | હવે, installer ફાઈલ પર બમણું-ક્લીક કરો. |
03:55 | સંસ્થાપન હવે શરૂ થાય છે. Next બટન પર ક્લીક કરો. |
04:01 | અહીં આપણે સંસ્થાપન કરવા માટે જોઈતા કમ્પોનેન્ટોને પસંદ કરી શકીએ છીએ. |
04:06 | દરેક કમ્પોનેન્ટ પર ક્લીક કરીને પહેલા તેમનાં વિશે વિગતવાર માહિતી વાંચી લો. |
04:12 | હું એવું ઈચ્છું છું કે તમામ કમ્પોનેન્ટો પસંદ કરેલ રહે. Next બટન પર ક્લીક કરો. |
04:18 | આ વિન્ડોમાં, આપણે એ folder પસંદ કરવું પડશે જ્યાં આપણે Drupal ને સંસ્થાપિત કરવા ઇચ્છીએ છીએ. |
04:24 | હું મારૂ Home ફોલ્ડર પસંદ કરીશ. |
04:27 | Windows માં, તે મૂળભૂત C colon માં અથવા તો મુખ્ય ડ્રાઈવમાં સંસ્થાપિત થશે. |
04:34 | Next બટન પર ક્લીક કરો. |
04:36 | હવે આપણને એક Drupal admin account બનાવવું પડશે. |
04:40 | હું "Priya" તરીકે real name ટાઈપ કરીશ. આ નામ એપ્લિકેશનમાં દ્રશ્યમાન થશે. |
04:47 | અહીં તમારું પોતાનું નામ ટાઈપ કરો. |
04:50 | Email Address ફિલ્ડમાં, હું ટાઈપ કરીશ "priyaspoken@gmail.com". |
04:56 | તમારું પોતાનું પ્રમાણિત ઈમેઈલ એડ્રેસ વાપરો. |
05:00 | આગળ, આપણે એડમીનીસ્ટ્રેટર માટે આપણી પસંદનું username અને password આપવું પડશે. |
05:07 | Login user name માં, હું "admin" ટાઈપ કરીશ. |
05:11 | Password માં, હું એક પાસવર્ડ ટાઈપ કરીશ. પુષ્ટિ માટે પાસવર્ડ ફરીથી ટાઈપ કરો. |
05:17 | તમે તમારી પસંદનું કોઈપણ લોગીન નામ અને પાસવર્ડ ટાઈપ કરી શકો છો. |
05:22 | Next બટન પર ક્લીક કરો. |
05:24 | Linux માં, Apache માટે મૂળભૂત સાંભળનાર port એ 8080 છે અને MySQL માટે તે 3306 છે. |
05:34 | Windows માં, તે 80 અને 3306 છે. |
05:39 | જો આ ports બીજી એપ્લિકેશનો દ્વારા પહેલાથી વપરાશમાં હોય તો, તે વાપરવા માટે વૈકલ્પિક ports માટે પ્રોમ્પ્ટ કરશે. |
05:47 | મારી મશીન પર મેં પહેલાથી જ MySQL સંસ્થાપિત કર્યું છે. તેથી તે એક વૈકલ્પિક ports માટે પ્રોમ્પ્ટ કરે છે. |
05:54 | હું 3307 આપીશ. |
05:57 | Next બટન પર ક્લીક કરો. |
05:59 | હવે આપણે આપણી Drupal site ને એક નામ આપવું પડશે. હું Drupal 8 તરીકે નામ ટાઈપ કરીશ. |
06:06 | તમે તમારા પસંદનું કોઈપણ નામ આપી શકો છો. |
06:10 | Next બટન પર ક્લીક કરો. |
06:12 | અહીં તે આપણને Bitnami Cloud Hosting માટે પૂછે છે. હમણાં માટે, મને આ જોઈતું નથી. |
06:19 | તો, તેને નાપસંદ કરવા માટે ચેક-બોક્સ પર ક્લીક કરો. |
06:23 | ત્યારબાદ Next બટન પર ક્લીક કરો. |
06:26 | Drupal હવે સંસ્થાપન થવા માટે તૈયાર છે. Next બટન પર ક્લીક કરો. |
06:31 | સંસ્થાપનને પૂર્ણ કરવા માટે તે અમુક મિનિટો લઇ શકે છે. |
06:36 | સંસ્થાપન પૂર્ણ થઇ જાય એ બાદ, ખાતરી કરી લો કે Launch Bitnami Drupal Stack એ ચેક કરેલ હોય. |
06:43 | ત્યારબાદ Finish બટન પર ક્લીક કરો. |
06:46 | Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડો આપમેળે ખુલે છે. |
06:51 | ચાલો જોઈએ કે Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડોને કેવી રીતે એક્સેસ કરી શકાય છે. |
06:57 | તમે જો એક Linux યુઝર છો તો, આ પગલાંઓને અનુસરો. |
07:01 | File browser પર જાવ. |
07:04 | ત્યારબાદ ડાબા સાઈડબારમાં, Places અંતર્ગત Home પર ક્લીક કરો. |
07:09 | હવે, યાદીમાંથી drupal hyphen 8.1.3 hyphen 0 folder પર બમણું-ક્લીક કરો. |
07:17 | અહીં તમને manager hyphen linux hyphen x64.run ફાઈલ મળશે. તેને ખોલવા માટે તેના પર બમણું-ક્લીક કરો. |
07:27 | જો તમે એક Windows યુઝર છો તો, Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Tool પર જાવ.
|
07:38 | Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડો ખુલશે. |
07:42 | જેટલીવાર તમે Drupal ખોલો છો ત્યારે, તપાસ કરી લો કે તમામ સર્વરો ચાલી રહયાં છે કે નહીં. |
07:47 | તમામ ચાલી રહેલી સર્વિસોને જોવા માટે Manage Servers ટેબ પર ક્લીક કરો. |
07:53 | અહીં આપણે જોઈ શકીએ છીએ કે MySQL Database અને Apache Web Server અત્યારે ચાલી રહયા છે. |
07:59 | નોંધ લો Drupal પર કામ કરવા માટે આપણને એક database ની જરૂર છે જેમ કે MySQL, PostgreSQL અથવા Oracle |
08:08 | એક web server ની જેવું કે Apache અથવા Nginx. |
08:13 | મૂળભૂત રીતે, Bitnami Drupal Stack એ MySQL database અને Apache web server સાથે આવે છે. |
08:20 | control window પર પાછા ફરીએ. |
8:23 | યોગ્ય બટનો પર ક્લીક કરીને આપણે, સર્વિસો સ્ટાર્ટ, સ્ટોપ તથા રીસ્ટાર્ટ કરી શકીએ છીએ.
|
08:30 | ચાલો Welcome ટેબ પર ક્લીક કરો. |
08:33 | Drupal ને ચાલુ કરવા માટે, જમણી બાજુએ આવેલ Go to Application બટન પર ક્લીક કરો. |
08:39 | બ્રાઉઝર bitnami પુષ્ઠ સહીત આપમેળે ખુલે છે. |
08:44 | હવે, Access Drupal લીંક પર ક્લીક કરો. આપણે આપણી Drupal વેબસાઈટ પર પુનઃદિશામાન થયા છીએ. |
08:51 | નોંધ લો વેબસાઈટનું નામ Drupal 8 છે. |
08:55 | website પર લોગીન કરવા માટે, ઉપર જમણે ખૂણે આવેલ Log in લીંક પર ક્લીક કરો. |
09:00 | ચાલો પહેલા બનાવેલ આપણું user name અને password ટાઈપ કરીએ. |
09:08 | હવે, Login બટન પર ક્લીક કરો. |
09:11 | address bar માં, આપણે આપણી વેબસાઈટનું એડ્રેસ જોઈ શકીએ છીએ http://localhost:8080/drupal/user/1. |
09:24 | આગળનાં ટ્યુટોરીયલમાં, આપણે /user/1 શું છે તે શીખીશું. |
09:29 | આ localhost નાં બદલે, તે તમને કદાચિત 127.0.0.1 દર્શાવી શકે છે, જે કે તમારી સિસ્ટમ કોન્ફીગરેશન પર આધારિત છે. |
09:39 | આગળથી, આપણે વેબ એડ્રેસ વડે Drupal ને એક્સેસ કરી શકીએ છીએ.localhost colon 8080 slash drupal અથવા localhost slash drupal જો Apache એ port 80 પર સાંભળી રહ્યો છે. |
09:54 | આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:57 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે Drupal ને Ubuntu Linux અને Windows ઓપરેટીંગ સિસ્ટમ પર સંસ્થાપિત કરવાનું શીખ્યા. |
10:07 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
10:14 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. |
10:25 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આપેલ NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture, Government of India. દ્વારા ફાળો અપાયેલ છે: |
10:36 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |