BOSS-Linux/C2/Working-with-Linux-Process/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:42, 7 January 2015 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 "લિનક્સ પ્રક્રિયા સાથે કાર્ય"ના આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે.
0:05 હું લીનક્સ OSનો ઉપયોગ કરી રહી છું.
0:09 અમે ધારીએ છીએ કે તમને લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમ ઉપર કાર્ય કરવાનો અનુભવ હશે અને આદેશો વિશે થોડું જ્ઞાન ધરાવતા હશો.
0:16 જો તમને અભિરુચિ હોય તો,તે વેબસાઈટ http://spoken-tutorial.org પરના અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે.
0:28 નોંધ રાખો કે લિનક્સ અક્ષર-પ્રકાર(સાદા કે કેપિટલ)ને સંવેદનશીલ છે.જ્યાં સુધી કઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો સાદા અક્ષરમાં જ લેવાય છે .
0:38 "પ્રક્રિયા" શું છે તે સમજવા ચાલો હું એક સંક્ષિપ્ત વર્ણન આપું.
0:42 લિનક્સમાં જે કઈ ચાલી રહ્યું છે તેને પ્રક્રિયા કહેવાય છે.
0:46 શેલ જે ચાલી રહ્યું છે અને આપણા આદેશો લે છે તે પ્રક્રિયા છે.
0:51 આપણે ટર્મિનલ ઉપર આદેશો લખીએ છીએ જયારે તે કાર્ય કરે છે તેને પ્રક્રિયા કહેવાય છે.
0:56 આ વિડીયો જેમાં તમે આ ટ્યુ્ટોરીઅલ જોઈ રહ્યા છો તે એક પ્રક્રિયા છે.
1:00 ચાલી રહેલું બ્રાઉઝર જેમાં તમે મૌખિક ટ્યુ્ટોરીઅલ વેબ-સાઈટ ખોલેલ છે તે પ્રક્રિયા છે.
1:05 ચાલી રહેલી શેલ સ્ક્રીપ્ટ્સ પ્રક્રિયાઓ છે વગેરે વગેરે..
1:11 પ્રક્રિયાને એક પ્રદર્શિત થઇ રહેલા પ્રોગ્રામ રૂપે વ્યાખ્યાયિત કરી શકાય મતલબ જે હમણાં ચાલી રહ્યો છે.
1:17 પ્રક્રિયાઓ આપણા જેવી છે.તે જન્મે છે,મૃત્યુ પામે છે.તેઓ વાલી અને પુત્રો ધરાવે છે.
1:28 ચાલો પહેલા શેલ પ્રક્રિયા વિશે શીખીએ.
1:31 જેવું આપણે સિસ્ટમ ઉપર લોગઇન થઈએ શેલ પ્રક્રિયા લિનક્સ કર્નલ દ્વારા ચાલુ થાય છે.
1:36 આ ક્ષણે આટલું જાણવું પુરતું છે કે લિનક્સ કર્નલ લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમનું હાર્દ(core) છે.
1:43 તે લિનક્સને ચલાવા માટેના જરૂરી ઘટકો ધરાવે છે.શેલ બીજા અન્ય ઉપયોગકર્તાના આદેશોની પ્રક્રિયાઓને સર્જન અથવા જન્મ આપે છે.
1:53 ચાલો ટર્મિનલ ખોલીએ.
1:57 આપણે ટર્મિનલ ઉપર '$' ચિહ્ન સ્વરૂપે કમાંડ પ્રોમ્પ્ટ જોઈ શકીએ છીએ.
2:03 આ શેલ પ્રક્રિયાનું કામ છે.
2:07 ચાલો હવે કોઈ આદેશ જેમકે "date" લખીએ અને એન્ટર દબાવીએ.
2:13 જેવું આપણે આમ કરીએ છીએ શેલ પ્રક્રિયા ડેટ નામની એક પ્રક્રિયાનું સર્જન કરે છે.
2:18 હવે શેલ પ્રક્રિયાએ ડેટ પ્રક્રિયાને જન્મ આપ્યો હોવાથી આપણે કહી શકીએ કે શેલ પ્રક્રિયા ડેટ પ્રક્રિયાની વાલી અને ડેટ પ્રક્રિયા શેલ પ્રક્રિયાની બાળક થઇ.
2:30 ડેટ પ્રક્રિયા તારીખ અને સમય બતાવી અને નાશ પામશે.
2:40 શેલ પ્રક્રિયા અન્ય શેલ પ્રક્રિયાને પણ જન્મ આપી શકે છે.પ્રક્રિયાને જન્મ આપવો અથવા પ્રક્રિયાનું સર્જન કરવું એને પ્રક્રિયાને પેદા કરવું(spawning) પણ કહેવાય છે.
2:50 અન્ય શેલ પ્રક્રિયાને પેદા કરવા,ટર્મિનલ ઉપર "sh" લખી એન્ટર દબાવીએ.
3:00 આપણે ટર્મિનલ ઉપર એક નવું પ્રોમ્પ્ટ દ્રશ્યમાન થતું જોઈ શકીએ છીએ.હવે આપણા મૂળ શેલ,જેને શેલ ૧ કહીએ,તેણે બાળક શેલ અથવા સબ-શેલને જન્મ આપ્યો છે જેને શેલ ૨ કહીએ.
3:13 હવે તમે નવા કમાંડ પ્રોમ્પ્ટ ઉપર પણ આદેશ આપી શકો.ચાલો નવા કમાંડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ "ls" આપીએ.
3:20 હવે કમાંડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ "ls" લખી એન્ટર દબાવીએ.આપણે ફાઈલો અને ડિરેક્ટરીઓની યાદી જોઈ શકીએ છીએ.
3:32 હવે ls નામની એક નવી પ્રક્રિયા બને છે.
3:35 અહીં,શેલ ૨ ls માટે વાલી થઇ,જયારે શેલ ૧ આ વાલીની પણ વાલી થઇ. ls શેલ ૨ માટે બાળક જયારે શેલ ૨ પોતે શેલ ૧ માટે બાળક પ્રક્રિયા થઇ.
3:56 શેલ ૨ ને નાશ કરવા નવા પ્રોમ્પ્ટ ઉપર "exit" લખી એન્ટર દબાવીએ.
4:04 આ શેલ ૨નો નાશ કરશે અને આપણને આપણું મૂળ કમાંડ પ્રોમ્પ્ટ પાછું મળશે.
4:12 આપણા અને પ્રક્રિયા વચ્ચેની સમાનતા ચાલુ રાખતા,આપણે જાણીએ છીએ કે આપણે બધા કઈક લક્ષણો ધરાવી છીએ જે આપણી ઓળખાણ આપે છે.તે લક્ષણો આપણું નામ,માતા-પિતાનું નામ,જન્મ તારીખ,પાન કાર્ડ નંબર.વગેરે હોઈ શકે.
4:26 તેવી જ રીતે પ્રક્રિયાઓ;પ્રક્રિયા આઈડી(PID),વાલી પ્રક્રિયા આઈડી(PPID),શરૂઆત સમય,વગેરે ધરાવે છે.
4:38 મોટા ભાગના આ લક્ષણો કર્નલ દ્વારા પ્રક્રિયાના કોષ્ટકમાં જળવાય છે.
4:43 દરેક પ્રક્રિયા અનન્ય આંક PID વડે અનન્ય રીતે ઓળખાય છે.પ્રક્રિયા જયારે જન્મ લે છે ત્યારે કર્નલ દ્વારા તેને PID ફાળવવામાં આવે છે.
4:51 વાલી પ્રક્રિયા જે નવી પ્રક્રિયા P1 ને પેદા કરે છે તેનો PID P1 પ્રક્રિયાનો PPID કહેવાય છે.
5:00 વર્તમાન શેલનો PID જોવા પ્રોમ્પ્ટ ઉપર "echo ખાલી જગ્યા $$" લખી એન્ટર દબાવીએ.
5:11 એક આંકડો દ્રશ્યમાન થશે.તે વર્તમાન શેલનો PID છે.
5:23 પ્રક્રિયા વિશે વાત કરતા જે આદેશનો આપણે સૌથી વધારે ઉપયોગ કરીશું તે ps આદેશ છે.
5:29 ps અથવા પ્રોસેસ સ્ટેટસ એ આદેશ છે જે સિસ્ટમમાં ચાલતી પ્રક્રિયાઓને પ્રદર્શિત કરે છે.
5:34 જો આપણે આ આદેશને કોઈ પણ વિકલ્પ વિના આપીએ તો શું થાય તે જોઈએ.
5:40 કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "ps" લખીએ અને એન્ટર દબાવીએ.
5:47 આ રીતે આપણે ઉપયોગકર્તાની માલિકી હેઠળની પ્રોગ્રામ ચલાવતી પ્રક્રિયાઓની યાદી જોઈ શકીએ છીએ.
5:54 પ્રક્રિયાનું નામ તમે CMD શીર્ષકની નીચે જોઈ શકો છો.
5:58 આના સિવાય તમે PID ,TTY અથવા કન્સોલ જ્યાં પ્રક્રિયા ચાલી રહી છે તે,સમય જોઈ શકો છો.
6:06 તે કુલ પ્રક્રિયા સમય છે જે પ્રક્રિયા શરુ થઇ ત્યારથી વપરાયો હતો.
6:12 મારા કમ્પ્યુટર ઉપર તે બે પ્રક્રિયાઓ દેખાડે છે.
6:16 એક બેશ છે,જે શેલ પ્રક્રિયા આપણે ઉપયોગ કરી રહ્યા છીએ.બીજી ps પ્રક્રિયા પોતે.
6:25 અહીં બીજી અગત્યની વસ્તુ જે ધ્યાનમાં રાખવા જેવી એ છે કે શેલ પ્રક્રિયાનો PID તે જ છે જે આદેશ "echo ખાલી જગ્યા $$" દ્વારા મળે છે.
6:35 જો આપણે એક સબ-શેલ પેદા કરીએ,તો શું થાય છે તે જોઈએ.ટર્મિનલ ઉપર "sh" લખીએ એન્ટર દબાવીએ.
6:42 હવે નવી લીટીમાંના નવા પ્રોમ્પ્ટ ઉપર ,"ps" લખી એન્ટર દબાવીએ.
6:51 હવે આપણે યાદીમાં ૩ પ્રક્રિયાઓ જોઈ શકીએ છીએ.sh પ્રક્રિયા ઉમેરાઈ ગઈ છે.
6:57 અહીં ફરી ધ્યાન આપો કે બેશ પ્રક્રિયાનો PID એ જ છે જે પહેલા હતો.
7:05 ps ઘણા વિકલ્પો ધરાવે છે જે આપણે પછી જોઈશું.પહેલો વિકલ્પ યાદીમાંની પ્રક્રિયાઓના વધારે લક્ષણો પ્રદર્શિત કરશે તે જોઈશું.
7:13 હવે પ્રોમ્પ્ટ ઉપર "ps ખાલી જગ્યા -f" લખી એન્ટર દબાવીએ.આ પણ ત્રણ પ્રક્રિયાઓની યાદી આપશે જે પહેલા જોઈ.
7:28 બેશ,sh અને ps -f.
7:31 ફર્ક એટલો જ છે કે તે વધારે લક્ષણો પ્રદર્શિત થાય છે.
7:36 UID જેણે પ્રક્રિયા શરુ કરી એનું ઉપયોગકર્તા નામ આપે છે.વળી તે PPID જે વાલી પ્રક્રિયા જેણે આ પ્રક્રિયા શરુ કરી તેનો PID પણ આપે છે.
7:47 ઉદાહરણ તરીકે,બેશ પ્રક્રિયા sh પ્રક્રિયા માટે વાલી છે,તેથી બેશનો PID એ sh પ્રક્રિયાના PPID સમાન છે.
8:00 તેવી જ રીતે sh પ્રક્રિયા ps પ્રક્રિયા માટે વાલી છે માટે sh પ્રક્રિયાનો PID એ ps -f પ્રક્રિયાના PPID સમાન છે.
8:17 C પ્રોસેસર ઉપયોગ માટે વપરાય છે.હમણાં,તે પ્રક્રિયાના જીવનભર દરમ્યાન પ્રોસેસરના વપરાશની ટકાવારીમાં દર્શાવતી એક પૂર્ણાંક કિંમત છે.
8:26 અહીં પ્રોસેસરનો વપરાશ નજીવો હોવાથી તે 0 પ્રદર્શિત કરે છે.
8:32 STIME વિભાગ આપણને પ્રક્રિયા ક્યારે શરુ થઇ એનો સમય આપે છે,બાકીનું આપણે ps આદેશ વાપર્યા દરમ્યાન જોયું.
8:42 પ્રક્રિયાઓ બે પ્રકારની હોય છે: પ્રથમ છે ઉપયોગકર્તાની પ્રક્રિયાઓ.તેઓ ઉપયોગકર્તાઓ દ્વારા શરુ થાય છે.
8:49 ઉદાહરણ તરીકે 'ps' આદેશ અથવા તે કારણ માટે આપણે ટર્મિનલ ઉપર આપેલ મોટા ભાગના બધા આદેશો.
8:54 બીજો પ્રકાર છે સિસ્ટમની પ્રક્રિયાઓ.આ પ્રક્રિયાઓ સિસ્ટમ શરુ થાય ત્યારે અથવા ઉપયોગકર્તાના લોગઇન દરમ્યાન સિસ્ટમ દ્વારા શરુ થાય છે.
9:05 સિસ્ટમ પ્રક્રિયાના ઉદાહરણ તરીકે બેશ લઇ શકાય.
9:09 કેટલીકવાર આપણે બધી પ્રક્રિયાઓ જોવા ઈચ્છતા હોઈએ છીએ- બંને સિસ્ટમની પ્રક્રિયાઓ અને ઉપયોગકર્તાની પ્રક્રિયાઓ.
9:17 ત્યારે આપણે -e અથવા -A વિકલ્પોનો ઉપયોગ કરી શકીએ છીએ.
9:23 ટર્મિનલ ઉપર જઈ આદેશ "ps ખાલી જગ્યા -e" આપી એન્ટર દબાવીએ.
9:32 આપણે પ્રક્રિયાઓની વિશાળ યાદી જોઈ શકીએ છીએ.
9:35 વિવિધ-પૃષ્ઠોમાં પ્રદર્શિત કરવા પ્રોમ્પ્ટ ઉપર
9:40 ખાલી જગ્યા more" લખી એન્ટર દબાવીએ.
9:52 આપણે જોયું કે 'more' માત્ર એક બારીમાં સમાય તેટલી પ્રક્રિયાઓની યાદી સૂચવે છે.
9:58 જેવું આપણે એન્ટર દબાવીશું આપણે પ્રક્રિયાઓની યાદી જોઈ શકીશું.
10:03 આ યાદીમાંની પ્રથમ પ્રક્રિયા રસપ્રદ છે.તે init પ્રક્રિયા કહેવાય છે.
10:09 આ પ્રક્રિયા એ છે જેમાંથી મોટા ભાગની બધી પ્રક્રિયાઓનું સર્જન થાય છે.
10:12 તે PIDની કિંમત 1 ધરાવે છે.
10:16 પ્રોમ્પ્ટ ઉપર પાછા ફરવા q દબાવીએ.
10:24 તો આપણે આ ટ્યુ્ટોરીઅલમાં પ્રક્રિયા,શેલ પ્રક્રિયા,પ્રક્રિયાની પેદાશ,પ્રક્રિયાના લક્ષણો અને જુદા-જુદા પ્રકારની પ્રક્રિયાઓ વિશે શીખ્યા.
10:37 આપણે ps આદેશના ઉપયોગ વિશે પણ શીખ્યા. અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે.
10:45 મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે.
10:55 મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે.
11:07 IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા આભાર.

Contributors and Content Editors

Jyotisolanki