PHP-and-MySQL/C4/User-Login-Part-1/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:39, 1 January 2013 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
---|---|
0:00 | યુઝર લોગીન અને સેશનો (વપરાશકર્તા પ્રવેશ અને સત્રો) પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
0:03 | આ ટ્યુટોરીયલ php નાં અમુક પાસાંઓ દર્શાવે છે જે એક html ફોર્મને કેવી રીતે સબમિટ કરી શકાય અને કેવી રીતે યુઝર નામ અને પાસવર્ડને તપાસી શકાય એના પર ધ્યાન કેન્દ્રિત કરશે. |
0:14 | દાખલ કરેલા મુલ્યોને એક ડેટાબેઝ થી ચકાસવામાં આવશે. |
0:16 | હું તમને બતાવીશ કે તમારા નામ અને પાસવર્ડ વડે કેવી રીતે ડેટાબેઝને સુયોજિત કરવું, ડેટાબેઝથી કેવી રીતે જોડાવવું અને એ પણ કે કેવી રીતે એક લોગઆઉટ ફંક્શનને પ્રોસેસ (પ્રકીયમાન) કરવું. |
0:25 | જો કે આપણે સેશનો (સત્રો) વાપરી રહ્યા છીએ, યુઝર ત્યાં સુધી લોગ્ડ-ઇન રહેશે જ્યાં સુધી તેઓ લોગઆઉટ બટન દબાવતા નથી. |
0:32 | એ સાથે શરૂ કરવા હું એક html ફોર્મ બનાવીશ. |
0:35 | હું તમને કેટલાક mySQL લક્ષણો દરમ્યાન લઇ જઈશ જે કે આપણે સુયોજિત કરીશું. |
0:42 | આપણા html ફોર્મમાં, આપણે "login dot php" કહેવાતા એક પુષ્ઠ પર કામ કરી રહ્યા છીએ. |
0:47 | આપણે સરળતા હેતુ પુષ્ઠોને જુદા જુદા રાખીશું. |
0:49 | આપણી પદ્ધતિ POST થવા માટે જઈ રહ્યી છે. |
0:50 | ચાલો આપણા ફોર્મનું અહીં અંત કરીએ. |
0:54 | હું આપણા ઇનપુટ પ્રકારને બનાવવાની શરૂઆત કરીશ જે "text" રહેશે અને "username" નામ રહેશે. |
1:06 | એક લાઈન બ્રેક અહીં. |
1:09 | આ લાઈનને કોપી-પેસ્ટ કરો અને "text" ને "password" માં બદલી કરો. |
1:15 | અને આ "password" કહેવાય છે. આપણે કઈ ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યા છીએ એનાં પર આધાર રાખીને, આ તારાઓ અથવા વર્તુળોની જેમ દ્રશ્યમાન થશે. |
1:24 | અને છેવટે આપણે એક "submit" બટન બનાવીશું અને તેનું મુલ્ય "Log in" રહેશે. |
1:31 | ચાલો આ અજમાવીએ. રીફ્રેશ કરો અને આપણી પાસે અહીં એક પુષ્ઠ છે. |
1:36 | "index dot php" યુઝર (વપરાશકર્તા) નામ અને પાસવર્ડ સાથે. |
1:39 | હું લોગઇન કરીશ અને આ એ પુષ્ઠ પર જાય છે જે અસ્તિત્વમાં નથી. |
1:43 | હવે ચાલો આને જરા વધુ વપરાશકર્તાને અનુકુળ બનાવીએ અને લેબલો અહીં ટાઈપ કરીએ. |
1:54 | રીફ્રેશ કરો અને આ રહ્યું. |
1:59 | હવે ચાલો આપણી "login dot php" ફાઈલ બનાવીએ. |
2:01 | સૌપ્રથમ હું "php my admin" ખોલીશ. |
2:04 | જો તમે "xampp" વાપરી રહ્યા છો તો આ "php my admin" માટે લોકલ હોસ્ટનો ઉપયોગ કરીને મૂળભૂત રીતે સંસ્થાપિત થશે. |
2:11 | જો આ હજુ પણ સંસ્થાપિત થયું નથી, તો આ માટે હું તમે ગૂગલ પર જઈને લોકલ હોસ્ટ ડાયરેક્ટરી પર એક કોપી (નકલ) સંસ્થાપિત કરી આનો ઉપયોગ કરવાની સલાહ આપીશ. |
2:21 | હવે, હું એક નવો ડેટાબેઝ બનાવીશ. |
2:25 | તો અહીં, "php login" નામનો નવો ડેટાબેઝ બનાવો અને create ક્લિક કરો. |
2:40 | આપણે જોઈ શકીએ છીએ કે આ અહીં દ્રશ્યમાન થાય છે અને આપણે હવે કોષ્ટકો બનાવી શકીએ છીએ. |
2:46 | જો તમે sql સાથે પરિચિત નથી, તો ચાલો હું તમને સંક્ષિપ્તમાં સમજાવું. |
2:50 | મૂળભૂત સ્ટ્રક્ચર (બંધારણ) એક ડેટાબેઝ છે જે કોષ્ટકોને સંગ્રહિત કરે છે અને કોષ્ટકો હરોળોને સંગ્રહિત કરે છે અને હરોળો મુલ્યોને સંગ્રહિત કરે છે. |
3:00 | ચાલો આને "users" નામ આપીએ અને OK પર ક્લિક કરીએ. |
3:06 | એક એરર - the number of fields! |
3:10 | જયારે હું એક નવા ડેટાબેઝને બનાવુ છું, હું એક નોટપેડ અથવા એક કોન્ટેકસ્ટ એડિટર ખોલું છું અને એ તમામ ફીલ્ડો (ક્ષેત્રો)ને નોંધ કરું છું જે હું વાપરીશ. |
3:20 | હું શરૂઆત માટે "id" વાપરીશ, ત્યારબાદ "user name" અને છેલ્લે "password". આ જ બધું અમને આ સમયે જોઈએ છે. |
3:28 | તમારા પ્રોગ્રામ પર આધાર રાખીને, આપણે "first name", "date of birth" વગેરેને પણ ઉમેરી શકીએ છીએ. |
3:36 | પણ હમણાં માટે આપણે આ 3 ફીલ્ડોને ઉપયોગમાં લઇ રહ્યા છીએ આને 3 ફીલ્ડોનું એક ટોટલ બનાવીને. |
3:42 | ચાલો અહીં પાછળ જઈએ. તો, ત્રણ ફીલ્ડો અને તે પહેલા આ બનાવશે. |
3:49 | હવે આપણે ફીલ્ડ નામોમાં ટાઈપ કરવા દ્વારા આગળ વધીશું. |
3:53 | આપણે "id" ટાઈપ કરીશું અને આને એક ઇન્ટેગર (પૂર્ણાંક) બનાવીશું. |
3:57 | આ એક પ્રાથમિક કી (ઉપાય) છે અને આપણે આને સ્વ વૃદ્ધિ બનાવવા માંગીએ છીએ. |
4:02 | હવે, દરેક સમયે જયારે એક નવો રેકોર્ડ બને છે id મુલ્યોમાં એકથી વધારો થશે. |
4:07 | તો, ઉદાહરણ તરીકે, પ્રથમ વપરાશકર્તા, જે નોંધણી કરશે એની id એક હશે, બીજો વપરાશકર્તા, જે નોંધણી કરશે એની id બે હશે અને એજ પ્રમાણે આગળ. |
4:15 | ઠીક છે, આગળ આવનારુ વપરાશકર્તા નામ હશે અને છેલ્લુંવાળું પાસવર્ડ બનવા જઈ રહ્યું છે. |
4:23 | આગળ આપણે આને VARCHARs નાં રૂપમાં સુયોજિત કરીશું અને હું આને 25 અક્ષરોમાં સુયોજિત કરીશ અને પાસવર્ડને પણ 25 અક્ષરોમાં. |
4:31 | અહીં બીજું કઈ જ નથી જેને આપણે અહીં આનાં માટે સુયોજિત કરવાની જરૂર છે. |
4:34 | ચાલો નીચે સ્ક્રોલ કરો અને SAVE પર ક્લિક કરો. |
4:40 | સારું તો જેમ હું અહીં સંગ્રહિત કરું છું, આપણે નીચે આવીને આને અહીં જોઈ શકીએ છીએ. |
4:44 | અને તમે આમાં મુલ્યોને ઉમેરી શકો છો. |
4:48 | આપણે આ કરીશું કારણ કે આપણે ચકાસી રહ્યા છીએ. |
4:50 | યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બનાવવું એના પર મેં કેટલાક ટ્યુટોરીયલો બનાવ્યા છે. આપણે આના પર આગળ ચર્ચા કરી શકીએ છીએ. |
5:01 | "id" નું મુલ્ય સ્વ વૃદ્ધિ થનાર રહેશે, તેથી આપણે કઈ પણ નથી નાખતા. |
5:05 | આ સીધે સીધું 1 પર જશે. |
5:07 | વપરાશકર્તા નામમાં, હું "Alex" લખીશ. |
5:10 | મારો પાસવર્ડ "abc" રહેશે. જો કે હું તમને વધુ સારા પાસવર્ડની ભલામણ કરીશ. |
5:16 | સારું તો વપરાશકર્તા નામ "Alex" છે અને પાસવર્ડ "abc" છે - યાદ રાખવા માટે સરળ. આ સંગ્રહિત કરાયેલું છે. |
5:26 | બ્રાઉઝ કરવા માટે, ફક્ત browse ટેબ પર ક્લિક કરો. |
5:28 | ચાલો નીચે સ્ક્રોલ કરીએ. આપણી પાસે વપરાશકર્તા નામ અને પાસવર્ડ "Alex" અને "abc" રૂપે છે અને id પહેલાથી જ 1 પર સુયોજિત કરાયેલી છે. |
5:37 | હવે, આપણે એક "login dot php" પુષ્ઠ બનાવીશું. |
5:46 | આને તરત સંગ્રહિત કરો - "Login dot php". |
5:51 | ચાલો જોઈએ આપણા php ટેગોને કઈ રીતે બનાવવા. |
5:55 | હવે હું કેટલાક POST વેરીએબલો (ચલો) પર વિચાર કરીશ. |
5:59 | "index dot php" માં, આપણે POST ના રૂપમાં method ને ઉપયોગમાં લીધું. |
6:01 | આપણે વપરાશકર્તા નામ dollar sign underscore POST તરીકે સુયોજિત કરીશું અને વેરીએબલ (ચલો)ને રીનેમ (નામ બદલવું) કરીશું જે "username" છે. |
6:11 | આ અહીં મળ્યું અને.... પાસવર્ડ એક POST મુલ્ય સમાન રહેશે અને તે "password" હશે. |
6:25 | સૌપ્રથમ, આપણે તપાસ કરીશું કે વપરાશકર્તા નામ અને પાસવર્ડ બંને દાખલ કરાયા છે કે નહી. |
6:30 | આપણે ફોર્મને પ્રમાણિત કરવાની શરૂઆત નહી કરીશું. આવું કરવું બિનજરૂરી છે કારણ કે આપણે જાણીએ છીએ કે વપરાશકર્તાએ આ બંને ફીલ્ડોને દાખલ કરી દીધા છે. |
6:38 | હવે, હું મારું "if" સ્ટેટમેંટ ટાઈપ કરીશ. |
6:40 | આ એક મોટું બ્લોક રહેશે કારણ કે તમામ કોડ જે મને આ ચેક કર્યા પછી જોઈએ છે, તે અહીં જતા રહેશે. |
6:45 | તો અહીં હું if "username" લખીશ જેનો અર્થ એ છે કે if "username" જો મુલ્ય ધરાવે છે, તો તે TRUE (સાચું) પાછું આવશે અને હું "password" લખીશ. |
6:56 | તેથી આને TRUE (સાચું) કરવા માટે અને અહીં આ કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરવા માટે આને "username" અને "password" ની જરૂર છે. |
7:04 | આપણે અહીં શું લખવું જોઈએ? આપણે આપણા ડેટાબેઝ સાથે જોડાવવાની જરૂર છે. |
7:08 | આવું કરવા માટે આપણે "connect" equal to "mysql_connect" નામનું એક વેરીએબલ (ચલ) બનાવીએ છીએ. |
7:20 | અને આની અંદર પહેલુ પેરામીટર (પારમિતિ) એક "host" રહેશે અને જે મારી માટે "localhost" છે. |
7:28 | બીજુંવાળું "username" રહેશે અને હું "root" ને ઉપયોગમાં લઈશ. |
7:31 | ત્રીજુવાળું "password" છે જે મને લાગે છે કે મારી પાસે નથી. આપણે તેના પર ચેક (ખુણ) કરીશું. |
7:37 | આ પછી આપણે "or die" લખી શકીએ છીએ અને એક એરર મેસેજ (ત્રુટી સંદેશ) અપાય છે. |
7:39 | તો, ઉદાહરણ તરીકે, આપણે "Couldn't connect" લખી શકીએ છીએ. |
7:44 | મારા પાસવર્ડ વિશે મને ખાતરી નથી. મને લાગે છે આ બીજું કઈ છે. |
7:48 | આપણે અમુક પ્રયત્ન કરીશું તો આ કહેશે "Couldn't connect". |
7:51 | હવે આપણે આપણા કોષ્ટકને પસંદ કરવાની જરૂર છે, માફ કરજો આપણા ડેટાબેઝને. |
7:58 | આપણે "mysql select db" લખીશું જે બીજું એક બિલ્ટ-ઇન (આંતરિક) ફંક્શન છે જયારે તમારી પાસે php મોડ્યુલ સંસ્થાપિત હોય છે. |
8:06 | તે XAMPP સાથે પણ આવે છે. |
8:11 | અહીં હું બમણું અવતરણ ચિન્હ મુકીશ અને લખીશ "phplogin" |
8:19 | તો બધું બરાબર છે એમ ધારીને, હું મારા એરર મેસેજ (ત્રુટી સંદેશ) "Couldn't find db" ને અહીં ઉમેરી શકું છું. ઠીક છે? |
8:30 | પુષ્ઠ રીફ્રેશ કરો. login ક્લિક કરો. કઈ જ થતું નથી. |
8:37 | ચાલો આપણા "if" સ્ટેટમેંટને એડીટ (સુધાર) કરીએ અને "else" લખીએ, એકો અથવા બેસ્ટ (શ્રેષ્ઠ) ફંક્શન "die" છે. |
8:47 | અહીં આ પોઈન્ટ પછીથી આ કંઈપણ એક્ઝેક્યુટ કરવાનું બંધ કરી દેશે, આ ફંક્શન પછી called છે. |
8:54 | અને આ તમારા પસંદના એક મેસેજને પણ પસાર કરે છે. |
8:58 | તો અહીં હું લખીશ "Please enter a user name and a password" |
9:08 | આને રીફ્રેશ કરો. ડેટા (માહિતી) ફરીથી મોકલો અને અમને આ એરર મેસેજ (ત્રુટી સંદેશ) મળે છે. |
9:13 | આગળ હું "Alex" અને "123" ટાઈપ કરીશ, માફ કરજો "abc" અને log in ક્લિક કરીશ. |
9:18 | એરર મેસેજ (ત્રુટી સંદેશ) નથી, જેનો અર્થ એ છે કે આપણે ડેટાબેઝ સાથે જોડાઈ ગયા છીએ. |
9:25 | આ ભાગનો અહીં અંત થાય છે. બીજા ભાગમાં હું બતાવીશ કે કેવી રીતે આપણા ડેટાબેઝ સાથે જોડાવવું અને વપરાશકર્તા નામ અને પાસવર્ડ બદ્દલ કેવી રીતે તપાસ કરવી. |
9:34 | અમને જોડાવાબદ્દલ આભાર. મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું. |