Drupal/C3/Styling-a-Page-using-Themes/Gujarati
Time | Narration |
00:01 | Styling a Page using Themes. પરનાં Spoken tutorial માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું:
themes નો પરિચય themes શોધવી અને એક સાદી theme સંસ્થાપિત કરવી. |
00:16 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
Ubuntu Linux ઓપરેટીંગ સિસ્ટમ Drupal 8 અને Firefox વેબ બ્રાઉઝર. તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:30 | પહેલા ઉલ્લેખ્યા પ્રમાણે, Drupal website ને આપણે આપણા અનુસાર કેવી પણ બનાવી શકીએ છીએ. |
00:36 | વાસ્તવમાં, અહીં ડ્રૂપલ સાઈટમાંથી અમુક વિભિન્ન દેખાવો તથા અસરો છે. |
00:42 | નોંધ લો તે બિલકુલ અલગ છે. |
00:45 | આ Theme પર આધારિત છે. |
00:48 | Themes તમારી ડ્રૂપલ સાઈટને તમને જોઈએ એવી બનાવી શકે છે. |
00:51 | Themes વિશે યાદ રાખવા જેવી અહીં અમુક વસ્તુઓ છે. |
00:55 | આપણે કેટલીક વિભિન્ન જગ્યાઓથી Themes મેળવી શકીએ છીએ.
આપણી પાસે drupal.org પર મફત Themes છે જેને Contributed Themes કહેવાય છે.અથવા, આપણે જુદા જુદા વિક્રેતાઓ પાસેથી પણ Theme ખરીદી શકીએ છીએ. |
01:11 | અથવા તો આપણે આપણી પોતાની Theme બનાવી શકીએ છીએ જેમ કે Artisteer.com માંથી Artisteer એટલે કે આને સ્ક્રેચથી બનાવો. |
01:19 | Contributed Themes એ drupal.org/project/themes પર મળી શકે છે. |
01:26 | Block Regions એ Theme દ્વારા નિર્ધારિત છે. |
01:29 | તો, જ્યાં આપણે આપણી વેબસાઈટ પર Blocks મૂકી શકીએ છીએ, આ થીમિંગ પ્રક્રિયાનો એક ભાગ છે. |
01:36 | આપણી પાસે જો યોગ્ય region નથી તો, આ એક Theme ની સમસ્યા છે Block ની સમસ્યા નહીં. |
01:42 | ચાલો Themes ને સેજ વધુ સમજીએ. |
01:46 | drupal.org પર આપણને કેટલીક ઉત્તમ મફત Themes મળી શકે છે. |
01:51 | drupal.org/projects/themes પર જાવ. |
01:56 | ચાલો ડ્રૂપલ માટે ઉપલબ્ધ કેટલીક Themes તરફે જોઈએ. |
02:01 | આપણા Modules ટ્યુટોરીયલમાંથી યાદ કરો. ડ્રૂપલની જે આવૃત્તિ આપણે વાપરી રહયા છીએ તેને Core compatibility દ્વારા ફિલ્ટર કરવું પડશે. |
02:10 | અહીં 2205 Themes છે. આપણે જયારે Drupal 8 પર ક્લીક કરીએ છીએ ત્યારે, તે ઓછી સંખ્યા દર્શાવે છે. |
02:18 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ થયા પછીથી નવી theme ઉમેરાઈ છે, તમે હવે ઉચ્ચ સંખ્યા જોઈ શકશો. |
02:25 | કેવી રીતે Themes શોધવી અને તેનું મૂલ્યાંકન કરવું ચાલો એ વિશે ચર્ચા કરીએ. |
02:30 | આ બિલકુલ Modules નાં સમાન છે. |
02:33 | આપણે અહીં drupal.org થી શરૂ કરીશું. |
02:36 | હવે, જયારે આપણે Core compatibility દ્વારા ફિલ્ટર કરીએ છીએ ત્યારે, તે આપમેળે Most Installed દ્વારા સૉર્ટ થાય છે. |
02:43 | Adaptive Theme એ આ પોઇન્ટ પર ક્રમાંક એક છે. |
02:46 | અને Bootstrap એ ક્રમાંક બે છે. |
02:50 | ચાલો Bootstrap પર ક્લીક કરીએ. |
02:53 | Module ટ્યુટોરીયલમાંથી આપણું DMV ઉદાહરણ યાદ આવ્યું? અહીં તે સમાન વસ્તુ જ છે. |
02:59 | તમને પહેલા documentation વાંચવું પડશે. |
03:02 | ત્યારબાદ Maintainers તપાસો. |
03:05 | અને versions તથા project informations તરફે જુઓ. |
03:08 | રેકોર્ડિંગનાં સમયે, આ વિશેષ Theme એ Drupal 8 x 3.0 alpha 1 version માં છે. |
03:16 | અને, ત્યાં development version પણ છે. |
03:20 | પછીથી, આ Theme ની Drupal 8 આવૃત્તિ બને છે, અહીં લીલા રંગમાં. |
03:27 | Contributed Theme નાં કેટલાક પ્રકારો હોઈ શકે છે. અહીં 3 વિભિન્ન પ્રકારની Themes છે. |
03:34 | આપણી પાસે અત્યંત simple Contributed Theme હોઈ શકે છે જે તમે કોઈ પણ પોઇન્ટ માટે કોન્ફીગર કરી શકો છો. |
03:40 | આપણી પાસે Starter Themes હોઈ શકે છે જેમ કે Bootstrap અથવા Zen. |
03:46 | તમારું પોતાનું CSS રાખવા માટે, તે તમને ખાલી સ્ક્રીન અને નાનું framework આપશે. |
03:52 | અથવા, આપણી પાસે Base Theme હોઈ શકે છે. જે કે અહીં બીજી અન્ય Sub-Themes તેની ઉપર રહે એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે Adaptive Theme. |
04:02 | પણ અહીં તમામ નિયમો સમાન છે. |
04:05 | documentation તરફે જુઓ. Maintainers તરફે જુઓ અને versions જુઓ. |
04:11 | આપણે હવે, Contributed Theme સંસ્થાપિત કરીશું. |
04:13 | ચાલો drupal.org/projects/zircon પર જાવ. |
04:20 | નીચે સ્ક્રોલ કરો. આ એક સરસ Theme છે, જે ખાસ કરીને Drupal 7 અને 8 માટે વિકસિત કરાયું છે. |
04:28 | આ ઘણી સાઈટો પર ઉપયોગમાં લેવાયું નથી. |
04:31 | આપણે આ થીમને વાપરીશું કારણ એ આજની તારીખમાં, તે Drupal 8 માટે તૈયાર છે. |
04:37 | ચાલો tar.gz પર જમણું-ક્લીક કરો અને તે લીંકને કોપી કરો. આ Modules સંસ્થાપિત કરવા જેવું જ છે. ચાલો આપણી site પર પાછા જઈએ. |
04:47 | આ વખતે Appearance અને Install new theme પર ક્લીક કરો. |
04:52 | ફરીથી, આગળની પ્રક્રિયા Modules જેવી જ છે. |
04:56 | ચાલો આ URL પેસ્ટ કરીએ અને ત્યારબાદ Install ક્લીક કરો. |
05:00 | Theme આપણા web server પર ડાઉનલોડ થઇ ગયી છે અને આપણે તેને હવે ON કરવામાં સમર્થ છીએ. |
05:06 | Install newly added themes ક્લીક કરો. |
05:09 | નીચેની તરફ સ્ક્રોલ કરો. |
05:12 | અને તમે જોશો Zircon.
"A flexible, recolorable theme with many regions and a responsive mobile first layout". |
05:21 | Install and set as default પર ક્લીક કરો. |
05:25 | હવે, જેવું કે આપણે પરિચય વિડિઓમાં શીખ્યું -
ક્રમાંક એક : નવી Themes સંસ્થાપિત કરવાથી કન્ટેન્ટ બદલાશે નહીં, અને ક્રમાંક બે: આપણે આપણા Blocks નાં સ્થાનને બદલવું પડી શકે છે. |
05:38 | હવે, ચાલો settings તરફે પણ એક નજર ફેરવી લઈએ. |
05:42 | Settings પર ક્લીક કરો. |
05:45 | આપણી પાસે Zircon માં TOGGLE DISPLAY છે. |
05:49 | અને shortcut આઇકોન. |
05:51 | ફરી એકવાર, જો તમે લોગો અપડેટ કરવા ઈચ્છો છો જે Global settings અંતર્ગત છે. |
05:56 | અને LOGO IMAGE SETTINGS. |
05:59 | Save ક્લીક કરો. |
06:02 | અને ત્યારબાદ આપણી site પર જાવ. |
06:04 | આ Zircon છે - ડ્રૂપલ માટે એક સંપૂર્ણ નમ્ય, સૃદ્ઢ, અને વૈશ્વિક મૈત્રીપૂર્ણ Theme. |
06:11 | ચાલો Structure અને Blocks પર જઈએ. |
06:15 | અને Demonstrate block regions for Zircon પર ક્લીક કરો. |
06:19 | આપણને અહીં ઘણા Block regions દેખાશે. |
06:22 | એક Header region. Main menu ને Main menu Block Region માં રાખવાની જરૂર છે કારણ કે પછી આ બરાબર ફોર્મેટમાં થઇ જાય છે. |
06:32 | અહીં એક Slideshow region છે, જો તમે View Slideshow ઉપયોગ કરી રહયા છો. |
06:37 | એક Featured block region, |
06:39 | Help,
Sidebar First, Sidebar Second, Content, |
06:44 | Panel First,
Panel Second જે કે 1, 2, 3 અને 4. અને ત્યારબાદ એક Footer વિસ્તાર. |
06:53 | નોંધ લો આપણી મૂળભૂત Theme નાં કેટલાક વિસ્તારો હવે ઉપલબ્ધ નથી. |
07:00 | ચાલો આના પર એક નજર ફેરવીએ અને જોઈએ કે આપણે અહીં શું કરવું જોઈએ. |
07:03 | Header વિસ્તારમાં ઘણી બધી વસ્તુઓ છે. Footer વિસ્તાર જેમાં આપણે "Powered by Drupal" બ્લોક એસાઇન કર્યું હતું, તે હવે મોજુદ નથી. |
07:14 | આપણે આને પાછું Footer માં મુકીશું. |
07:17 | Header માંથી તે તરત જ અદૃશ્ય થાય છે. |
07:20 | ચાલો Status message ને Header માંથી કાઢીને તેને મેસેજમાં મુકો. |
07:26 | ચાલો Footer menu ને ફરીથી, નીચે Footer માં મુકો. |
07:30 | આપણે Search, Site branding અને User account menu ને એવું જ રહેવા દઈશું જ્યા તે અત્યારે છે. |
07:36 | Primary menu ખોટી જગ્યાએ છે પરંતુ ચાલો એના પર એક નજર ફેરવીએ. |
07:42 | Save blocks પર ક્લીક કરો. |
07:44 | આપણી site પર પાછા જઈએ. |
07:47 | અને આપણે જોશું કે Main menu ક્યાંપણ નથી. આ એટલા માટે કારણ કે Primary menu એ આ Theme માં ઉપલબ્ધ નથી. |
07:55 | તો, આપણે આપણું Main navigation લેશું અને તેને Main menu માં બદલીશું. |
08:01 | નીચે સ્ક્રોલ કરો. ચાલો એનાપર એક નજર ફેરવીએ. |
08:05 | આપણા Content ક્ષેત્રમાં, આપણી પાસે Help block છે. |
08:09 | ચાલો તેને Help માં રાખીએ. |
08:12 | Page title, Primary admin actions અને Page Tabs આ બધું ઠીક છે. |
08:18 | Sidebar first, Welcome to Drupalville, Book navigation, Recent Events Added અને Tools. |
08:26 | ચાલો Tools menu લઈએ અને તેને Sidebar second ની અંદર નાખીએ.
આપણે આ પહેલા કર્યું નથી. |
08:34 | અહીં ચાર Panel regions છે જેમાં આપણે જોઈતું કંઈપણ મૂકી શકીએ છીએ. |
08:39 | હવે, Save ક્લીક કરો. |
08:41 | અને ચાલો આપણે શું કર્યું હતું તેના પર નજર ફેરવીએ. |
08:44 | આ હવે પહેલા કરતા ખુબ સારું છે. |
08:47 | આપણું menu બરાબરથી Main menu block region માં મુકાયું છે.
અમુક શેડીંગ અને કલરીંગ સાથે, in-line menu ને સારું બનાવવા માટે, CSS ને લેવામાં આવ્યું છે. |
08:58 | BOOK NAVIGATION, RECENTLY ADDED EVENTS ડાબી બાજુએ છે. |
09:03 | અને TOOLS જમણી બાજુએ છે, ફરીથી Sidebar first અને Sidebar second. |
09:10 | અને તમામ કન્ટેન્ટ મધ્યમાં છે. |
09:12 | અહીં કેટલીક વસ્તુઓ ધ્યાન રાખવા યોગ્ય છે. |
09:15 | આપણે આપણી themes બદલી છે. કન્ટેન્ટને છોડીને, બાકી બધું બદલાઈ ગયું છે. |
09:20 | આપણને નવા fonts, નવી font styles, નવા H3 tags, નવા Block regions, layouts અને નવું Footer area મળ્યું છે. |
09:31 | પણ જે બદલાયું નથી તે છે આપણું કન્ટેન્ટ અને આપણા કન્ટેન્ટનું વાસ્તવિક layout. |
09:37 | આને બદલવા માટે, આપણને Panels અને Display fields નો ઉપયોગ કરવો પડશે.
આ add-on Modules છે જે આપણે drupal.org માંથી મેળવી શકીએ છીએ. |
09:48 | Themes લાજવાબ છે. હવે આ વાસ્તવમાં સાધારણ theme છે.
અહીં કેટલીક અત્યંત જટિલ themes પણ છે જે આપણે Drupal માંથી મેળવી શકીએ છીએ. |
09:58 | તમે drupal.org/projects/themes પર પાછા આવી શકો છો. ઉપલબ્ધ કેટલીક Drupal 8 themes તરફે નજર ફેરવો. |
10:08 | તમારા પસંદની અમુક themes શોધો, તેને સંસ્થાપિત કરીને તેના પર કામ કરો. |
10:13 | themes કેવી રીતે તમારી સાઈટ પર પ્રભાવ નાખે છે તે વિશે શીખવાનો આ એક ઉત્તમ માર્ગ છે. તમને કદાચિત તમારા પસંદની ડિઝાઇન પણ મળી શકે છે. |
10:21 | આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
10:24 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:
themes નો પરિચય themes શોધવી અને એક સાદી theme સંસ્થાપિત કરવી. |
10:45 | આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે. |
10:54 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
11:00 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. |
11:08 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
11:19 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |