PHP-and-MySQL/C4/User-Registration-Part-2/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:46, 19 December 2012 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 યુઝર રજીસ્ટ્રેશન ટ્યુટોરીયલનાં બીજા ભાગમાં તમારું સ્વાગત છે.
0:05 આ ભાગમાં, આપણે આ ફોર્મોની હાજરી તપાસ કરીશું. આ ફીલ્ડ (ક્ષેત્ર) માં આપણે જે મુલ્યો ટાઈપ કર્યા છે તેનાથી ચાલો છુટકારો મેળવીએ.
0:12 અને આપણે પાસવર્ડની એન્ક્રિપ્ટીંગ (પાસવર્ડને સુરક્ષિત કરવા હેતુ એના પર પ્રક્રિયા કરવી) કરવા હેતુ જઈ રહ્યા છીએ.
0:16 આપણે html ટેગોને પણ ખસેડવા માટે જઈ રહ્યા છીએ.
0:23 માની લો કે હું મારા લોગીન ભાગ માટે એન્ક્રિપ્ટ કરી રહ્યી છું... ચાલો હું આ "login dot php" ફાઈલને ખોલું.... અને આપણે મારા પુષ્ઠમાં અહીં થોડા ફેરફારો કરવાનું રહેશે.
0:37 આપણે સીધું આપણા ડેટાબેઝ માટે પાસવર્ડ લઇ રહ્યા છીએ.
0:44 તેથી આપણે આ "dbusername" મુલ્ય અને આપણા "dbpassword" ને બદલવાની જરૂર છે.
0:50 જો તમે 1 લો વિડીયો જોયો નથી તો તમને આ જોવાની જરૂર છે, જેથી કે આ કોડ લખવામાં સમર્થ થાવ.
0:56 આપણા "register dot php" પર પાછા જાવ અને પહેલા આપણે "submit" બદ્દલ તપાસ કરીશું.
1:02 મારી પાસે "submit" વેરીએબલ (ચલ) આ સમયે નથી.
1:06 તો આ "dollar sign underscore POST" ની બરાબર રહેશે અને હવે "submit".
1:14 આ એટલા માટે કારણ કે જયારે યુઝર (વપરાશકર્તા) અહીં submit બટનને ક્લિક કરે છે, આ "Register" નાં મુલ્યને પકડી રાખશે.
1:23 અને આ દર્શાવશે "if the user has clicked this button", ત્યારે આપણે આપણા કોડ સાથે ચાલુ રહી શકીએ છીએ.
1:31 હવે, બીજા અન્ય મુલ્યો જે અમને મેળવવાની જરૂર છે તે વપરાશકર્તાના નામ છે. તો, વપરાશકર્તાનું પૂરું નામ. હું ફક્ત "fullname = $ underscore POST" અને "fullname" ટાઈપ કરીશ. તમે અહીં આનો પુરાવો જોઈ શકો છો.
1:51 તેથી, જેમ અમને fullname, username, password, repeat pasword મળે છે, તેમ અમે અહીં આપેલ નામની ફક્ત નકલ કરી રહ્યા છીએ, ઠીક છે?
1:59 તો, અમને "fullname" મળી ગયું છે અને હવે આપણી પાસે "username" છે.
2:09 હું શું કરીશ કે, જયારે પણ હું કોડને લખીશ, હું આને નીચે કોપી અને પેસ્ટ કરીશ.
2:12 તો "pasword" અને "repeat password". અહીં "password" અને "repeat password" છે. હું આ મુલ્યોને બદલી કરવા જઈ રહ્યી છું. આને ટાઈપ કરવાની જરૂર નથી.
2:26 જો તમે php માટે નવા છો તો હું સુચન કરીશ કે તમે આને અભ્યાસ માટે વારંવાર ટાઈપ કરો. જેથી તમે આને નહી ભૂલો.
2:34 તો અમને આપણા બધાજ મુલ્યો અહીં મળ્યા છે.
2:37 તો, જો "submit" છે. હું આને ફક્ત એકો કરીશ, તમને એ બતાવવા માટે કે આ બધું જ બરાબરથી જમા થઇ ગયું છે.
2:49 હું તમને આ કરવાની સલાહ ડીબગીંગ (સોફ્ટવેરમાં થયેલ ભૂલોને સુધારવી) માટે આપું છું. તમે કદાચિત કશુંક ખોટું શબ્દજોડાણ કર્યું છે અને આ સારું નથી જો તમે તમારા ડેટાબેઝ અંતર્ગત ડેટા (માહિતી) મુકવાનો પ્રયાસ કરો છો જે ખોટું શબ્દજોડાણ કરેલ હોય.
2:54 અહીં હું લખીશ echo the "username" અને ફોરવર્ડ સ્લેશ અને "password". ત્યારબાદ "repeat password" અને પછી વપરાશકર્તાનું "fullname" એનાં આગળ એક લાઈન ટર્મીનેટર.
3:16 તો અમને અહીં તમામ ડેટા (માહિતી) મળી ગયો છે જે આપણે આપણા ફોર્મમાંથી નીકાળ્યો છે.
3:21 તેથી હું આને "form data" તરીકે ફક્ત ટીપ્પણી કરીશ.
3:24 હવે તમને જાણકારી હોવી જોઈએ કે આને હવે કેવી રીતે કરવું.
3:27 જો ફોર્મ જમા થઇ ગયું છે, હું આને એકો કરવા માટે જઈ રહ્યી છું, એ ખાતરી કરવા કે તે ત્યાં છે.
3:32 અહીં જો હું "Register" ક્લિક કરું છું કઈ જ થતું નથી. હું ક્લિક કરી રહ્યી છું અને કઈ પણ નથી થઇ રહ્યું.
3:40 તો અહીં હું મારું પૂરું નામ ફક્ત ટાઈપ કરીશ અને હું મારું યુઝરનેમ (વપરાશકર્તા નામ) ટાઈપ કરી શકું છું અને એક પાસવર્ડ જે હમણાં માટે "abc" રહેશે.
3:49 "Register" પર ક્લિક કરો અને કઈ જ થતું નથી.
3:52 તેથી "if submit", "POST submit".
3:57 આના કારણે. આપણા "form action" ફોર્મમાં આપણે એક "method" ને સુયોજિત કરવાની જરૂર છે જે કે "POST" થવા માટે જઈ રહ્યું છે.
4:05 હું આને સમાવેશ કરવાનું ભૂલી ગયી.
4:07 અમને "POST" નાં એક method ની જરૂર છે નહી તો આ મૂળભૂત રૂપે "GET" સમાન છે. હા, તમે આ બધું અહીં ઉપર જોઈ શકો છો.
4:13 હું હમણાં શું કરીશ કે આ પુષ્ઠને રીફ્રેશ કરીશ અને મારા ડેટાને ફરીથી ટાઈપ કરીશ.
4:21 તો આ છે "Alex Garrett" અને યુઝરનેમ "alex" છે. આ "abc" અને "abc" રહેશે. "Register" પર ક્લિક કરો અને મારો ડેટા અહીં દેખાઈ રહ્યો છે.
4:30 આ બરાબર છે એની આપણે તપાસ કરી શકીએ છીએ. મારું પૂરું નામ "Alex Garrett" હતું. મારું પસંદ કરેલ યુઝરનેમ "alex" હતું અને અલબત્ત "abc" અહીં અને અહીં.
4:40 હવે હું આ પાસવર્ડોને એન્ક્રિપ્ટ કરવા માટે ઈચ્છું છું.
4:43 અને જો તમે ગૂગલ અથવા અન્ય કોઈ સર્ચ ઈન્જીન (શોધખોળ કરનારી વેબસાઈટ) પર "MD5 encryption" વિશે વાચ્યું છે તે "M D 5" છે. ચાલો હું આને અહીં નીચે તમારી માટે લખું. આ ડેટાને એન્ક્રિપ્ટ કરવાનો એક અત્યંત ઉપયોગી માર્ગ છે.
4:54 ચાલો હું આનાથી હમણાં છુટકારો મેળવું. હવે બધું જ બરાબર છે. Md5 નું ફંક્શન php માં, એક સ્ટ્રીંગ અથવા આંકડાકીય મુલ્ય, સ્ટ્રીંગ મુલ્ય અથવા ફક્ત એક ડેટા મુલ્ય લે છે.
5:09 અને આ MD5 એન્ક્રિપ્શનમાં એન્ક્રિપ્ટ થયું છે.
5:13 ચાલો માનીએ કે હું "alex" ને Md5 માં એન્ક્રિપ્ટ કરું છું. ચાલો આને એકો કરીને રીફ્રેશ કરીએ.
5:19 ડેટાને ફરીથી ન મોકલો. તો આને અહીંથી સીધું પાછું આવવું જોઈએ અને register પર ફરીથી ક્લિક કરો.
5:26 ચાલો અહીં જઈને જોઈએ કે જો "if submit" ઠીક છે. ચાલો આ શરતને હટાવીને રીફ્રેશ કરીએ.
5:34 તો આ મારું નામ Md5 માં એન્ક્રિપ્ટ થયેલું છે.
5:39 આ હંમેશાથી સમાન લંબાઈનું છે અને મને લાગે છે કે આને તોડવું અશક્ય છે જ્યાર સુધી તમે એક સ્ટ્રીંગને એન્ક્રિપ્ટ કરતા નથી અને ત્યારબાદ તેને તમારી બે એન્ક્રિપ્ટ થયેલ મૂલ્યોથી તુલના કરતા નથી.
5:53 જો તમને આ સમજાતું નથી તો મારી પાસે "MD5 encryption" પર એક ટ્યુટોરીયલ છે. તેથી ચિંતા ન કરો. ફક્ત આગળ વધો અને આને જુઓ.
6:01 હવે જો હું "if submit" અને ત્યારબાદ આપણો કોડ લખીશ.
6:08 મારું fullname, username અને password બરાબર છે.
6:10 હું આ "MD5 encryption" ને મારા જમા કરેલા પાસવર્ડ અને રીપીટ પાસવર્ડ [ફરી આવેલ પાસવર્ડ] ની ફરતે ઉમેરીશ.
6:21 આને ભૂલશો નહી.
6:23 પછી જો હું એકો કરું છું, ચાલો "password" લખીએ અને ફક્ત એક બ્રેક (ભંગાણ) ઉમેરીને "repeat password".
6:32 જયારે હું રીફ્રેશ કરવા માટે જઉં છું અથવા જો હું જયારે મારા ફોર્મને જમા કરવા માટે જઉં છું, હું લખીશ કે મારો પાસવર્ડ "abc" છે અને મારો રીપીટ પાસવર્ડ "abc" છે.
6:45 આની નોંધણી કરો.
6:46 તમે જોઈ શકો છો કે મારા 2 એન્ક્રિપ્ટ થયેલ પાસવર્ડો એક જેવા છે અને તે બંને ડેટાબેઝમાં મુકાવા બદ્દલ તૈયાર છે.
6:52 હવે જો તમે માનો છો કે કોઈ એકે તમારા ડેટાબેઝને હેક કર્યું છે અને લોકોનાં પાસવર્ડો શોધી લીધા છે જે કે abc તરીકે ટાઈપ કરાયા હતા, તેઓ આને સરળતાથી મેળવવા માટે સમર્થ હશે.
7:01 ચાલો હું આને અહીં ટાઈપ કરું. પણ હવે તે શું છે એ શોધવામાં તેઓ અસફળ રહેશે કારણ કે તે એન્ક્રિપ્ટ કરેલું છે.
7;06 ઠીક છે, આપણે આપણા પાસવર્ડો એન્ક્રિપ્ટ કરેલ મેળવ્યા છે. હવે આપણે આપણા ડેટાનાં કોઈપણ ટેગોને નીકાળવા હેતુ જઈ રહ્યા છીએ અને આ કરવા માટે આપણી પાસે સ્ટ્રીપ ટેગો છે.
7:21 "strip tags". આ HTML ટેગોને નીકાળશે.
7:25 જયારે હું મારો પાસવર્ડ વાપરું છું, હું "md5" ફંક્શનની પહેલા "strip tags" નહી લખીશ.
7:36 હું મારા પાસવર્ડની પહેલાથીજ સ્ટ્રીપ (નીકાળેલી) થયેલ આવૃત્તિને એન્ક્રિપ્ટ કરવા માટે "md5" ફંક્શનનો ઉપયોગ કરીશ.
7:41 તો આ ઠીક હોવું જોઈએ.
7:43 ચાલો હું આને કોપી કરીને ત્યાં નીચે પેસ્ટ કરું.
7:46 ઠીક છે, આ થઇ ગયું અને ચાલો પાછળ જઈને તે જોઈએ.
7:54 મેં અહીં "html" માં ટાઈપ કરું છું અને મારા યુઝરનેમ (વપરાશકર્તા નામ) માટે હું "body" લખું છું અને મારા પાસવર્ડને બસ "abc" તરીકે રાખું છું.
8:02 ચાલો જઈએ અને "username" ને એકો કરીએ અને ફક્ત એક બ્રેકને ઉમેરીએ.
8:12 Fullname [પૂરું નામ]. બધું એકો કરવાથી આ બધું અહીં ટાઈપ થઇ જશે.
8:19 હું આના પછી ફક્ત "test" ટાઈપ કરીશ અને આના પછી "test".
8:23 હવે આ "strip tag" ફંક્શને આ "html" અને આ "body" થી છુટકારો અપાવવું જોઈએ.
8:27 તમારી પાસે ફક્ત "test" હોવું જોઈએ અને અમને "test" અપાયું છે.
8:31 ઓહ! અમને એક એરર (ત્રુટી) મળી છે.
8:34 ચાલો પાછળ જઈને તપાસીએ. લાઈન ટર્મીનેટરને વાપર્યું નથી. ડેટાને રીફ્રેશ કરીને ફરીથી મોકલો.
8:38 જેવું કે તમે અહીં જોઈ શકો છો, અમને "test" અને "test" મળ્યું છે. તેથી તમે જે પણ અહીં ટેગ તરીકે અથવા html ટેગ તરીકે ટાઈપ કરો છો, તે બસ ખાલી રહે છે.
8:49 તો તમને ખબર છે કે અમુક લોકો રમૂજી હોઈ શકે છે અને કહી શકે છે કે મારું યુઝરનેમ એક "image" બનવાં જઈ રહ્યું છે. Register. તે કાર્ય નથી કરતુ!
8:59 તે અહીં ઉપર એકો થયું નથી.
9:01 પરંતુ જો આપણે "alex" લઈએ છીએ અને આપણે "Register" પર ક્લિક કરીએ છીએ, તેને ગણતરીમાં લેવાય છે.
9:05 તો હમણાં આટલું જ. આગળનાં ટ્યુટોરીયલમાં આપણે તપાસ કરીશું કે પ્રત્યેક ફીલ્ડ ટાઈપ કરાયેલી છે કારણ કે તે બધાંની નોંધણી માટે આવશક્યતા છે.
9:15 ઠીક છે હું તમને આગળના ભાગમાં મળીશ. આવજો. આ મૌખિક ટ્યુટોરીયલ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali