PHP-and-MySQL/C4/User-Login-Part-2/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:58, 1 January 2013 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
---|---|
0:00 | બીજા ભાગમાં તમારું સ્વાગત છે. અહીં હું તમને બતાવીશ કે કેવી રીતે તમારા "login dot php" પુષ્ઠને ડેટાબેઝ સાથે જોડવાબદ્દલ એડિટ (સુધારિત) કરવું અને એ પણ કે ડેટાબેઝમાં એના લીધે યુઝર (વપરાશકર્તા) નામ અને પાસવર્ડ કેવી રીતે ચેક (ચકાસવું) કરવું. |
0:14 | હવે આપણે પહેલાથીજ ડેટાબેઝ સાથે જોડાયેલા છીએ. |
0:18 | આને રીફ્રેશ કરીને અને મારા યુઝર (વપરાશકર્તા) નામ અને પાસવર્ડને ફરીથી મોકલીને આપણે સ્થાપિત કરી શકીએ છીએ કે અહીં કોઈ એરરો (ત્રુટીઓ) નથી. |
0:24 | મારો અર્થ અહીં આ એરર (ત્રુટી) થી છે. |
0:25 | અને આપણે જોયું છે કે જો આપણે ડેટા (માહિતી) ટાઈપ નથી કરતા તો અમને એક એરર (ત્રુટી) મળે છે. |
0:28 | હવે. સૌપ્રથમ હું એક ક્વેરીને સુયોજિત કરવા જઈ રહ્યો છું. |
0:36 | જો તમે આ પહેલા "mysql" કે બીજી કોઈ સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ (બંધારણીય ક્વેરી ભાષા) ને વાપરી છે, તમે જાણશો કે તમે એક ડેટાબેઝને ક્વેરી કરી શકો છો. |
0:43 | મને લાગે છે કે માયક્રોસોફટ એક્સેસ પાસે આ છે. |
0:46 | અહીં આપણે લખવા જઈ રહ્યા છીએ, "SELECT", હકીકતમાં "SELECT *" લખવા જઈ રહ્યા છીએ કારણ કે અમને જરૂર છે ID ની, યુઝર (વપરાશકર્તા) નામની અને પાસવર્ડની. |
0:54 | મને નથી લાગતું કે અમને id ની જરૂર છે પરંતુ તો પણ "SELECT *" જેથી આ સમગ્ર ડેટા (માહિતી) ને લેશે. |
0:59 | તો "SELECT * FROM" અને મને લાગે છે કે, આપણે આને users કહ્યું છે, ચાલો મને આ ખાતરી કરી લેવા દો. |
1:04 | હા, users. તો "SELECT * users" અને અહીં આપણે "WHERE username" લખીશું જે આનું નામ છે...... આ, અહીં. |
1:20 | અને આપણે લખીશું "WHERE username equals" the "username" જે ટાઈપ કરાયેલું છે. |
1:30 | હવે જો આ "username" અસ્તિત્વ નથી ધરાવતું, આપણે અમુક પ્રકારનો એક એરર મેસેજ (ત્રુટી સંદેશ) દર્શાવવાની જરૂર છે જે કહે કે "This user doesn’t exist". |
1:37 | તો આપણે શું કરીશું કે આપણે એક બીજું ફંક્શન વાપરીશું, "mysql num rows" કહેવાતું એક mysql ફંક્શન. |
1:46 | આ હરોળોની સંખ્યાની ગણતરી કરે છે, જે તમારા દ્વારા અપાયેલી ડેટાબેઝ ક્વેરી દ્વારા ફરી પ્રાપ્ત કરાયેલી છે. |
1:53 | તો આપણે લખીશું "numrows equals mysql_num_rows" અને કૌંસમાં આપણી પાસે આપણી ક્વેરીનું નામ, વેરીએબલ (ચલ) છે જેને મેં ક્વેરી ફંક્શનમાં સંગ્રહિત કર્યું છે. |
2.08 | અને જો આપણે હરોળોની સંખ્યાને એકો કરીએ છીએ, હું ફક્ત તમને સાબિતી આપીશ અને મારી માટે ચકાસણી કરીશ કે મને 1 મળવું જોઈએ કારણ કે આપણી પાસે ફક્ત 1 હરોળ છે. |
2.16 | ચાલો હું insert પર ક્લિક કરું અને બીજી એક ડેટા (માહિતી) હરોળને ઉમેરું, ઉદાહરણ તરીકે - બીજું યુઝર (વપરાશકર્તા) નામ અને બીજો પાસવર્ડ. |
2:26 | હું હમણાં ફક્ત આને પ્રયાસ કરીશ. હું આની પછીથી ચકાસણી કરીશ. ચાલો જોઈએ, ચાલો યુઝર (વપરાશકર્તા) નામ "Kyle" લખીએ અને આ સમયે પાસવર્ડ "123" છે. |
2:38 | ઠીક છે, ચાલો આ પ્રયાસ કરીએ. અને આ રહ્યું. એક સેકેંડ રોકાઈ જાવ. હું ક્યા છું? ઓહ આપણે આ રહ્યા. |
2:53 | તો અમને "Alex" અને "Kyle" મળ્યું છે. |
2:55 | આપણે જોઈ શકીએ છીએ કે id ઓ આપમેળે ઇન્ક્રીમેન્ટ (વધવું) થયા છે. |
2:58 | તમે આપણા બંને પાસવર્ડો અને 2 યુઝર (વપરાશકર્તા) નામોને અહીં જોઈ શકો છો. |
3:02 | હવે આપણે આને રીફ્રેશ કરીશું જોશું કે અમને શું મળ્યું. |
3.06 | ઓહ ઠીક છે. આ ચકાસણીનો સંપૂર્ણ ભાગ છે. |
3:10 | 1 પાછું આવવાનું કારણ એ છે કે જો હું દરેક વપરાશકર્તાને પસંદ કરી રહ્યો હતો અને પછી હરોળોની સંખ્યાની ગણતરી કરી રહ્યો હતો, તો મુલ્ય ઇન્ક્રીમેન્ટ (વધવું) થશે. |
3:18 | અહીં પાછા જાવ અને રીફ્રેશ કરો અને અમને 2 મુલ્ય મળશે કારણ કે અહીં 2 હરોળો છે. |
3:22 | પણ જો હું લખી રહ્યો છું "SELECT where the username equals my username", આપણે દેખીતી રીતે ફક્ત ત્યાં પસંદ કરી રહ્યા છીએ જ્યાં યુઝર (વપરાશકર્તા) નામ અસ્તિત્વમાં છે અને તે 1 લી હરોળમાં છે. |
3:34 | સામાન્ય રીતે એક વેબસાઇટ પર, તમારી પાસે વપરાશકર્તા નામની બીજી પ્રત નહી રહેશે. |
3:40 | ઠીક છે. તો હવે અમને આ મળ્યું છે, અહીં કેટલી હરોળો છે એ શોધવાનો હેતુ શું છે. |
3:47 | હવે હેતુ એ છે કે આપણે લખી શકીએ છીએ "if num_rows is equal to zero", પછી આનો અર્થ એ છે કે આપણે કરી શકીએ.. માફ કરજો, if "my num_rows doesn’t equal zero", પછી આપણે કોડને એક્ઝેક્યુટ કરી શકીએ છીએ આપણે શું કરવાની જરૂર છે કે, આપણે લોગીન કરવાની જરૂર છે. |
4.01 | નહી તો, માફ કરજો "else", આપણે એકો કરવાની જરૂર છે, માફ કરજો "else die". આપણે મેસેજ (સંદેશ) આપીશું "That user doesn’t exist". |
4:16 | તો આપણે શું કરી રહ્યા છીએ કે, આપણે ચકાસી રહ્યા છીએ કે હરોળ પાછી આવી ગયી છે, જ્યાં આપણે આ યુઝર (વપરાશકર્તા) નામ આપ્યું છે. |
4:25 | અને જો આ શૂન્ય બરાબર નથી, તો આપણે આપણા કોડને લોગીન માટે એક્ઝેક્યુટ કરી શકીએ છીએ. |
4:29 | નહી તો આપણે લખીશું die અને "That username doesn’t exist". |
4:33 | આ 1, 2, 3, 4 ની બરાબર રહેશે અને ક્રમશ. |
4:38 | માફ કરજો આ બરાબર રહેશે... |
4:40 | જો આ શૂન્ય બરાબર નથી, તો આ નિશ્ચિતપણે કોઈનાં બરાબર હોવું જોઈએ. |
4:44 | અને જો આ કોઈના બરાબર છે, તો અહીં આપેલ કોડ એક્ઝેક્યુટ થશે. |
4:47 | તેથી જો આ શૂન્યની બરાબર છે, તો સામાન્ય રીતે તેનો એ અર્થ છે કે કોઈ પણ પરિણામ પાછું આવી શકતું નથી. |
4:52 | હું આને ફરીથી મોકલીશ. ચાલો પાછા જઈએ. |
4:57 | અને......... આપણી "echo num_rows" થી છુટકારો મેળવીએ. |
5:05 | ઠીક છે. તો ચાલો આપણા મુખ્ય પુષ્ઠ પર પાછા જઈએ અને આપણે "Alex" અને "abc" સાથે લોગીન કરીશું; પાસવર્ડની આ સમયે કોઈ મહત્વતા નથી. |
5:13 | કઈ પણ થયું નથી કારણ કે કોઈ પણ એરરો (ત્રુટીઓ) પાછા આવ્યા નથી. |
5:15 | હવે ઉદાહરણ તરીકે, ચાલો હું Billy વાપરું, અને પાસવર્ડ ટાઈપ કરું અને login પર ક્લિક કરું. |
5:21 | "That user doesn’t exist!" કારણ કે કોઈ પણ હરોળો પાછી નથી આવી, જેનું યુઝર (વપરાશકર્તા) નામ Billy ની બરાબર છે. |
5:26 | તો આપણે જોઈ શકીએ છીએ કે આ કાર્ય કરી રહ્યું છે. |
5:28 | હું મારા વાસ્તવિક વસ્તુ પર પાછો જઈશ. |
5:31 | તેથી "Alex" અને મારો પાસવર્ડ "abc" છે. |
5:37 | હવે લોગીન કરવા માટે કોડ. |
5:39 | લોગીન કરવા માટે, આપણે પાસવર્ડની ચકાસણી કરવાની જરૂર છે. |
5:42 | તેથી પાસવર્ડ પડાવી લેવા માટે, હું એક ફંક્શનને ઉપયોગમાં લઈશ. |
5:46 | માફ કરજો ફંક્શન નહી, હું વાપરીશ...... એક લૂપને અને તે લૂપ "while" લૂપ રહેશે. |
5:52 | હું વેરીએબલ (ચલ) નામ અહીં ટાઈપ કરીશ. હું તેને "row" કહીશ અને તે "mysql" ની બરાબર હશે..... "mysql_ fetches a row as an array". ઠીક છે? |
6:11 | તેથી હું ટૂંકમાં "mysqul_fetch_assoc" લખીશ. |
6:22 | અને આ મારી ક્વેરી બનવા જઈ રહ્યું છે. તો મને ત્યાં મારી ક્વેરી મળી. |
6:28 | આનાથી, આપણે અહીં પ્રત્યેક કોલમ ડેટા (માહિતી) ને લઇ રહ્યા છીએ અને "row" કહેવાતા એક એરે માં રાખી રહ્યા છીએ. |
6:40 | તો દેખીતી રીતે વ્હાઈલ લૂપ સાથે, આપણી પાસે આપણા બ્રેકેટો (કૌંસો) રહેશે અને હવે આપણે અમુક વેરીએબલો સુયોજિત કરીશું. |
6:45 | હું "db username" લખીશ, જે યુઝર (વપરાશકર્તા) નામ છે જેને હું ડેટાબેઝમાંથી નીકાળીશ, આ "row" ની સમાન છે અને "username", આ હરોળ નામ છે. |
6:55 | તો જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે, અહીં આ હરોળ નામ છે. |
6:59 | જો આ ડેટા (માહિતી) ની એક એરે છે, તો આમાંનું પ્રત્યેક આઈડી, યુઝર નેમ (વપરાશકર્તા નામ) અને પાસવર્ડ બનવા જઈ રહ્યું છે. |
7:06 | આપણે 0,1,2 વાપરી નથી રહ્યા. પણ મને ખાતરી નથી કે આ કાર્ય કરે છે કે નહી. |
7:10 | હવે આપણે આને સાદું રાખીશું અને આપણે સીધું આપણા કોલમનાં નામને સંદર્ભિત કરીશું. |
7:20 | તો ડેટાબેઝ વપરાશકર્તા નામ "row" રહેશે અને જો કે આ એક એરે છે જે આપણી ક્વેરી પર આ ફંક્શનને ઉપયોગ કરી રહ્યી છે. |
7:26 | આગળ આપણે લખીશું "db password equals row" અને ત્યારબાદ આપણો પાસવર્ડ. |
7:38 | તો આના પછી આપણે એકો કરી શકત.... |
7:43 | ના, ખરેખરમાં આપણે આપણા db વપરાશકર્તા નામ અને પાસવર્ડની વિષયવસ્તુને એકો કરવાની જરૂર નથી જ્યાર સુધી આપણે એરરો (ત્રુટીઓ) માં ચલાવવા નથી માંગતા. |
7:49 | આપણે પહેલાથી જ જાણીએ છીએ કે તે શું છે. આપણે તેમને ડેટાબેઝમાં જોયું છે. |
7:51 | હવે આપણે શું કરીશું કે આપણે એક તપાસ શરૂ કરીશું. તેથી "check to see if they match". |
8:00 | એક "if" સ્ટેટમેંટનાં ઉપયોગ વડે આ કરવું અત્યંત સરળ છે. |
8:04 | "if" our username equals our db username and our password is equal to our db password , તો આપણે કહીશું આ બરાબર છે. |
8:19 | નહી તો, આપણે કહીશું આ બરાબર નથી. |
8:22 | હું કૌંસને રદ્દ કરીશ કારણ કે અહીં ફક્ત એક જ લીટી છે. તેથી "Incorrect password!" એકો કરો. આને એવી જ રીતે છોડી દો. |
8:34 | અને અહીં આપણે લખીશું એકો "You’re in!". |
8:41 | ઠીક છે હું વિડીયોનાં આ ભાગનો અંત કરું એ પહેલા આપણે આની ચકાસણી કરીશું. |
8:46 | હું પહેલા લખીશ "Alex" અને હું ખોટો પાસવર્ડ નાખીશ. આ દર્શાવશે "Incorrect password!". |
8:51 | અને હવે હું પાસવર્ડ તરીકે "abc" મુકીશ અને આ દર્શાવશે "You’re in!". |
8:55 | તો આપણે આપણા વપરાશકર્તા નામની ચકાસણી કરી અને તે અસ્તિત્વ ધરાવે છે. |
8:58 | આપણે તપાસ્યું કે આપણા ફીલ્ડો (ક્ષેત્રો) અસ્તિત્વ ધરાવે છે તો તમારું વપરાશકર્તા નામ અને પાસવર્ડ દાખલ કરો. |
9:04 | જો આપણે એક વપરાશકર્તા નામ અને ખોટો પાસવર્ડ દાખલ કરીએ છીએ તો અમને એક એરર મેસેજ (ત્રુટી સંદેશ) મળે છે - "Incorrect password". |
9:11 | જો આપણે સાચો પાસવર્ડ દાખલ કરીએ છીએ તો, અમને મળે છે - "You’re in". |
9:13 | અને જો આપણે એક વપરાશકર્તા નામ દાખલ કરીએ છીએ જે મળતું નથી, તો અમને user doesn’t exist નામનો એક એરર મેસેજ (ત્રુટી સંદેશ) મળે છે. |
9:24 | ઠીક છે તો મારાથી આવનારા ભાગમાં જોડાવો, અને હું તમને બતાવીશ કે કેવી રીતે તમારા સેશનો (સત્રો) અને લોગ આઉટ પુષ્ઠ બનાવવા. તો પછી તમને ફરી મળીશું! |
9:32 | મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું. |