PHP-and-MySQL/C4/Display-Images-from-a-Directory/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:43, 30 January 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
0:00 ડાયરેક્ટ્રીમાં ઈમેજીસ કેવી રીતે સૂચીબદ્ધ કરવી તે પરનાં આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
0:07 આ ટ્યુટોરીયલ આપણે શીખીશું, ફાઈલો સૂચીબદ્ધ કરવી અને html કોડ જેવા કે ઈમેજ ટેગ, જે ડાયરેક્ટ્રીમાં સૂચીબદ્ધ થયેલ ઈમેજોને એકો કરે છે તેમને વાપરવા માટે ફાઈલો મેનીપ્યુલેટ કરવી.
0:23 અંતિમ પરીણામ આ પ્રમાણે દેખાશે.
0:26 મેં 8 ઈમેજો બનાવી છે અને તે પેજની નીચેની બાજુએ સૂચીબદ્ધ થશે. આ તમામ અહીં જુદી જુદી ઈમેજો છે.
0:33 હું તમને બતાવીશ કે મેં મારું ડાયરેક્ટ્રી સ્ટ્રક્ચર કેવી રીતે સુયોજિત કર્યું છે - તે આ પ્રમાણે છે.
0:37 મારી પાસે 'show dot php' ફાઈલ છે જેની સાથે આપણે અહીં કામ કરીશું.
0:42 અને ત્યારબાદ મારી પાસે images ફોલ્ડર છે જેમાં ઈમેજો છે જે અહીં સૂચીબદ્ધ કરવામાં આવી છે.
0:53 એનાંથી કોઈપણ ફરક પડતો નથી કે તે કયા ફોર્મેટમાં છે.
0:56 તે મિશ્ર ફોર્મેટ, કોઈ એક ફોર્મેટ હોઈ શકે છે અને html વાળી કોઈપણ ફોર્મેટની ડીસપ્લે અથવા ઈમેજ ફાઈલ કામ કરશે.
1:04 તો અહીં 'show dot php' છે.
1:06 અને આ સમયે આ અહીં અંદરથી ખાલી છે.
1:09 અને આપણને php ટેગોની જરૂર રહેશે.
1:13 અને આપણે એ રીતે કરીશું કે સૌપ્રથમ ઈમેજોની ડાયરેક્ટ્રી સાથે એક વેરીએબલ સુયોજિત કરીશું.
1:20 અને જેવું મેં બતાવ્યું છે, આ 'images' છે અને અહીં આગળ એક ફોરવર્ડ સ્લેશ છે.
1:24 આ ચિહ્નો પર વિશેષ ધ્યાન આપો જેમ કે બેક- સ્લેશ. php માં આ ખાસ અક્ષરો છે જે તેની બાદ આવનારા અક્ષરને રદ કરે છે.
1:35 તો ઉદાહરણ તરીકે જો તમારી પાસે 'images forward slash photos' છે તો આ php 'images-hotos' તરીકે લખશે કારણ કે આ અક્ષર 'p' ને રદ્દ કરશે.
1:51 તેથી ખાતરી કરો કે તમે ફોરવર્ડ સ્લેશ વાપરી રહ્યા છો અને અહીં આ 'photos' નથી.
1:57 આગળ 'open dir function' ને ઉપયોગમાં લઈશું.
2:01 મૂળભૂત રીતે આ આપણા માટે ડાયરેક્ટ્રી ખોલશે.
2:05 આ ડાયરેક્ટ્રીનાં કન્ટેનટ્સ ન ખોલશે.
2:08 આ ફક્ત ડાયરેક્ટ્રીને ખોલશે, અહીં આ ડાયરેક્ટ્રી.
2:14 તો આ આજ રીતે રાખવાં કરતા આપણે શું કરીશું, if open dir equals to 'open dir', open dir નવું વેરીએબલ છે અને dir. તો અહીં આને આ સાથે મેચ કરીશું.
2:27 અને મૂળભૂત રીતે આ શું કરે છે કે, આ કહે છે જો આ સફળતાપૂર્વક પુરું થયું છે અને ત્યારબાદ આ ઓપન ડાયરેક્ટ્રીને 'open dir' નામ આપે છે જેથી આપણે તેને પછીથી મેનીપ્યુંલેટ [ફેરફાર] કરી શકીએ.
2:40 આપણે આ કરીએ છીએ કારણ કે જો ડાયરેક્ટ્રી અસ્તિત્વમાં નથી, તો આપણને ઘણો કોડ અને એરરો મળશે.
2:47 આ કહે છે જો કોઈ એરરો નથી તો આપણે અંદરનાં કોડ અને બ્લોક સાથે ચાલુ રાખી શકીએ છીએ.
2:56 હવે આવનારું થોડું જટિલ છે.
2:59 ચાલો તેને એનોટેટ કરીએ.
3:00 આ ડાયરેક્ટ્રી ખોલવા માટે છે.
3:03 અને અંદર ડાયરેક્ટ્રીને વાંચીશું તેથી 'read dir'.
3:09 અને આ while લૂપ સાથે કરીશું કારણ કે while લૂપની ફરતેનાં પ્રત્યેક લૂપ માટે આપણે ફોલ્ડરમાં દરેક ઈમેજની ઈમેજ એકો અથવા દર્શાવવાં ઈચ્છીએ છીએ.
3:23 તો while લૂપ સાથે શરૂઆત કરીશું, આપણે એ બનાવીશું જે આ અંદર જશે, અને અહીં કોડનો બ્લોક છે જે એક્ઝેક્યુટ કરીશું, અહીં આની વચ્ચે, while લૂપ માટે.
3:32 આ માટે આપણે શું કરીશું, if file equals read directory, આ નવું ફંક્શન છે જેને મેં હમણાં પરિચિત કર્યું છે.
3:44 તમે અનુમાન લગાવી લીધું હશે કે અહીં 'open dir' વેરીએબલ ટાઈપ કરવું પડશે.
3:51 તો આ એ ડાયરેક્ટ્રી વાંચે છે જે આપણે પહેલાથી જ open dir ફંક્શનથી ખોલેલ છે.
3:57 તો આ બે ખરેખર ઉપયોગી ફંકશનો છે, તો હું આને એકબીજાં સાથે વાપરી શકું છું.
4:03 અને ફરીથી આપણે અહીં તેને વેલીડેટ કરીશું અને કહીશું જો આ 'false' બરાબર નથી અથવા સમાન નથી અથવા આ ખુલતું નથી કે આ વાંચી શકાતું નથી તો તેનો અર્થ એ છે કે આપણને પછીથી અમુક એરરો મળશે.
4:17 અને આ સાથે સ્ટ્રક્ચરની શરૂઆત કરવાની જરૂર છે.
4:20 આપણે આને પેરેન્થેસીઝમાં મુકવાની જરૂર છે.
4:23 તો આને પેરેન્થેસીઝમાં મુકીએ.
4:25 તો આ આપણું પૂર્ણ while સ્ટેટમેંટ હશે.
4:30 હવે આની અંદર આને કરવાનો એક અત્યંત સરળ માર્ગ છે કારણ કે આપણે આ ફાઈલ વેરીએબલ બનાવ્યું છે.
4:35 અને આપણે આ વ્હાઈલ લૂપમાં છીએ તેથી આ, આ ડાયરેક્ટ્રી અંદર સમાયેલ દરેક ફાઈલ માટે ગતિશીલ રીતે અપડેટ [સુધારીત] થવા જઈ રહ્યું છે.
4:40 તો આપણે ખરેખર હમણાં શું કરવાની જરૂર છે કે લખીએ 'echo file' અને આપણે શું કરવાં માંગીએ છીએ કે આના અંતમાં 'br' ઉમેરીશું.
4:50 તેથી જો આપણે આપણું બ્રાઉઝર ખોલીને રીફ્રેશ કરીએ છીએ, તમે જોઈ શકો છો કે આપણને આપણી તમામ ડાયરેક્ટ્રીઓ સૂચીબદ્ધ થયેલી મળી છે.
4:55 હમણાં ડાયરેક્ટ્રી સૂચીબદ્ધ કરવાં પર મારી પાસે બીજાં કેટલાક ટ્યુટોરીયલો છે, મને લાગે છે કે મેં પહેલા આનો ઉલ્લેખ કર્યો છે.
5:00 આપણી પાસે છે ડોટ [એક બિંદુ] અને ડબલ ડોટ [બે બિંદુ], મૂળભૂત રીતે ડાયરેક્ટ્રી સ્ટ્રક્ચરો માટે આ એક પ્રમાણભૂત સંકેતો છે.
5:05 ડોટ મારા હિસાબે વર્તમાન ડાયરેક્ટ્રી છે, બે ડોટ પાછળ જવાં હેતુ છે અથવા એમજ કઈ.
5:13 પણ હમણાં આપણે શું કરવાની જરૂર છે કે આને આપણા વ્હાઈલ લૂપમાં વેલીડેટ [માન્ય] કરવું છે એ ખાતરી કરવા માટે કે આપણે આ ડોટ અને આ પૂર્ણ વિરામને એકો ન કરીએ - માફ કરજો, આ બે ડોટ.
5:22 કારણ એ છે કે જો આપણે આને ઈમેજો તરીકે દર્શાવી રહ્યા છીએ તો આ એક વેલીડ [માન્ય] ઈમેજ નથી અને આ પણ એક માન્ય ઈમેજ નથી.
5:27 તેથી આપણે આનાંથી છુટકારો મેળવવાની જરૂર રહેશે.
5:28 તેથી હું શું કરીશ કે હું લખીશ if file [ફાઈલ] એ ડોટની બરાબર નથી - આપણને 'or' નાં બદલે અહીં એક 'and' જોઈએ છે - અને file [ફાઈલ] એ ડોટ ડોટની બરાબર નથી.
5:45 તો જેમ આપણે એ દ્વારા લૂપ કરીએ છીએ આ દર્શાવશે "Does this equal dot?" [શું આ ડોટની બરાબર છે?]
5:50 પ્રથમ કિસ્સામાં આ 'yes' રહેશે તેથી આપણે આપણા if અંતર્ગત આ સ્ટેટમેંટની સંપૂર્ણપણે અવગણના કરીશું - આપણા if સ્ટેટમેંટ અંદરની એક કમાંડ [આદેશ].
5:59 અને એજ રીતે આપણે આની માટે તપાસ કરી રહ્યા છીએ, તો દેખીતી રીતે બંને ટ્રુ [સાચું] રહેશે.
6:04 તેથી હવે આપણે શું કરીશું કે રીફ્રેશ કરીશું અને આપણે જોઈએ છીએ કે આ અદૃશ્ય થઇ ગયા છે.
6:07 ઠીક છે તો આગળ જે કરવું છે તે અહીં આ વેરીએબલ ફાઈલમાં ફેરફાર કરવું છે, વાસ્તવમાં એક ઈમેજને બનાવવા માટે.
6:16 તો આપણે શું કરીશું કે હું આ બધું નીકાળી દઈશ અને omni શબ્દ રૂપે હું ફક્ત અમુક html કોડ લખીશ.
6:23 તો અહીં ઈમેજ સ્ત્રોત કંઈક ની સમકક્ષ છે.
6:26 તમે ઊંચાઈ અને પહોળાઈ સ્પષ્ટ કરી શકો છો પરંતુ હમણાં હું આ નહી કરીશ કારણ કે મારી ઈમેજમાં ઊંચાઈ અને પહોળાઈ પ્રીસેટ [પહેલાથી સુયોજિત] છે.
6:33 દેખીતી રીતે જો તમારી પાસે તમામ જુદા જુદા માપની ઈમેજો હોય, તો તમે આ તમામને એક જ માપમાં રાખવા ઇચ્છશો અને પછી તેના પર એક હાયપર લીંક રાખી શકો છો જેથી એને ક્લિક કરીને તમે તેને વ્યક્તિગત રીતે જોઈ શકો.
6:43 પણ આ અત્યંત સરળ અને સીધે સીધું છે અને હું આ કરવા માટે તમને php કોડ બતાવીશ.
6:50 ઠીક છે અને ત્યારબાદ આપણી પાસે દરેક પછી એક બ્રેક [ભંગાણ] રહેશે.
6:52 તો અહીં અંદર, રમૂજપૂર્ણ, તમે વિચારશો કે આ 'file' ને મુકવાં જઈ રહ્યું છે પણ એને બદલે જયારે તમે આ રીફ્રેશ કરો છો, તમે જોઈ શકો છો કે આપણને ભંગાણ થયેલી ઈમેજો મળી છે.
7:00 કારણ એ છે કે જો હું properties ક્લિક કરું છું, તમે અહીં જોઈ શકો છો કે આપણે કહ્યું છે directory images અને image 1.
7:07 આપણને અહીં આપણી ઈમેજોની ડાયરેક્ટ્રીની આવશક્યતા છે.
7:10 તો આપણે images લખી શકત પરંતુ આપણી પાસે એની માટે એક વેરીએબલ પહેલાથી છે, જે છે 'dir'.
7:14 તો આપણે ફક્ત લખીએ છીએ 'dir forward slash file' તો આ images forward slash file રહેશે.
7:19 તો હવે જયારે આપણે રીફ્રેશ કરીએ છીએ તમે જોશો કે આપણે એજ પુષ્ઠ પર પાછા આવ્યાં છીએ જે મેં તમને આ ટ્યુટોરીયલની શરૂઆતમાં બતાવ્યું હતું.
7:27 તો હમણાં માટે આટલું જ. વસ્તુઓને કરવું, મુકવું વગેરે માટે બીજાં ઘણાં અદ્યતન માર્ગો છે.
7:35 પરંતુ જો તમને કોઈપણ સમસ્યા હોય તો કૃપા કરી મારાથી સંપર્ક કરો. મને મદદ કરવામાં ખુશી થશે.
7:44 ઠીક છે તો જોવાબદ્દલ ઘણો આભાર. સ્પોકન ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી બોમ્બે તરફથી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali