PHP-and-MySQL/C4/File-Upload-Part-2/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:45, 4 January 2013 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 તમારું ફરીથી સ્વાગત છે. આ ટ્યુટોરીયલનાં પહેલા ભાગમાં, મેં તમને બતાવ્યું કે અહીં આ ફોર્મનાં ઉપયોગ વડે આપણી અપલોડ કરેલ ફાઈલની અમુક વિશિષ્ટ પ્રોપર્ટીઓને કેવી રીતે લેવી.
0:10 હવે હું તમને બતાવીશ કે આ ફાઈલને કેવી રીતે અપલોડ કરવી અને અહીં uploaded ફોલ્ડરમાં આને કેવી રીતે ખસેડવી જે કે હમણાં ખાલી છે.
0:18 જો તમને સ્મરણ છે, આપણે એક કામચલાઉ વિસ્તારને સંદર્ભ કરી રહ્યા છે જે કે આપણા વેબ સર્વર પર સંગ્રહીત થશે.
0:25 આનો હમણાં વધારે ઉપયોગ નથી.
0:29 આપણી પાસે અહીં આપણી તમામ પ્રોપર્ટીઓ છે, તેથી હું લખીશ properties of the uploaded file તો આપણે જાણીએ છીએ કે આપણે શું કરી રહ્યાં છીએ.
0:34 આપણી પાસે આપણી તમામ વિશિષ્ટ પ્રોપર્ટીઓ અહીં છે.
0:38 મેં એ બધાને યાદ રખાય એવાં સરળ વેરીએબલ (ચલ) નામો આપ્યાં છે તેથી આપણે આ દરેકને વ્યક્તિગત રીતે ટીપ્પણી કરવાની જરૂર નથી.
0:46 પહેલી વસ્તુ જે આપણે કરીશું કે એક 'if' સ્ટેટમેંટ બનાવીશું એ તપાસવા માટે જો અહીં કોઈ એરર (ત્રુટી) છે.
0:53 અહીં જો એરર કોડ શૂન્ય કરતાં મોટો છે તો એનો અર્થ એ છે કે આ એક એરર કોડ દ્વારા જારી કરાયેલ છે ત્યારબાદ હું 'die' લખીશ.
1:03 અને હું એક એરર મેસેજ (સંદેશ) આપીશ "File couldn't..."
1:11 અથવા 'Error uploading file, code error'.
1:20 આ યુઝર [વપરાશકર્તા] ને એક એરર કોડ આપશે.
1:23 હવે 'else' ભાગ.
1:25 હું આને સરળ અને એક એકલ લાઈનમાં રાખવા હેતુ આ છગડીયા કૌંસને ઉમેરીશ.
1:29 તેથી 'else' હું 'move_uploaded_file' કહેવાતા એક ફંક્શનને ઉપયોગમાં લેવાં માંગું છું.
1:39 ત્યારબાદ આપણે એક કામચલાઉ નામ 'temp' લેશું, જે આ ફંક્શનનું પહેલું માપદંડ છે અને બીજું માપદંડ ડેસ્ટીનેશન [ગંતવ્ય] છે જે 'uploaded folder' છે
1:51 તો હું ટાઈપ કરીશ 'uploaded' અને એક ફોરવર્ડ સ્લેશ.
1:59 અને એનાં અંતમાં આપણે ફાઈલનું નામ જોડીશું જે આપણે અપલોડ કરી છે.
2:07 તો અહીં આ ફક્ત 'name' રહેશે.
2:10 આ દર્શાવે છે કે યુઝર અહીં ફક્ત ઇન્ટર વેરીએબલોને (આંતર ચલો) ઉમેરી રહ્યો છે.
2:15 નહી તો આપણને આ ટાઈપ કરવું પડશે, ઉદાહરણ તરીકે - temp name.
2:19 ત્યારબાદ અહીં જાઓ અને આને આ રીતે મુકો.
2:22 આ તદ્દન અવ્યવસ્થિત અને વાંચવા માટે મુશ્કેલભર્યું બને છે.
2:25 તેથી આ વેરીએબલોને અહીં રાખવું એ અત્યંત સરળ છે.
2:33 ઠીક છે તો હમણાં હું આનાંથી છુટકારો મેળવીશ અથવા નહી તો હું આને રાખીશ.
2:37 અને છેલ્લે 'Upload complete' દર્શાવતો એક મેસેજ [સંદેશ] એકો કરીશ.
2:41 ચાલો આ પ્રયાસ કરીએ.
2:47 હું આપણા પુષ્ઠ પર લોગીન કરું છું અને આપણી - 'intro to avi' ફાઈલને ઉપાડું છું.
2:51 હું upload પર ક્લિક કરીશ અને આપણે જોઈ શકીએ છીએ કે અપલોડ પૂર્ણ થાય છે.
2:55 ચાલો મારી ફાઈલને તપાસીએ.
2:57 અપલોડ ફોલ્ડર અને ક્લિક કરો મારી અપલોડેડ સબ ડીરેક્ટરી [અપલોડ ફોલ્ડરમાંની ઉપ ડીરેક્ટરી કે ફોલ્ડર] પર, તમે જોઈ શકો છો કે ફાઈલ અહીં છે જયારે કે પહેલા - તે મારા વેબ સર્વર પર કામચલાઉ ડીરેક્ટરીમાં સંગ્રહીત થઈ હતી.
3:08 તો આપણે અહીં સફળતાપૂર્વક આપણી ફાઈલને અપલોડ કરી છે.
3:13 અહીં બીજી કેટલીક વસ્તુઓ છે જે આપણને કરવાની જરૂર છે.
3:15 બીજાં 'if' સ્ટેટમેંટને અનડૂ કરો અથવા આ 'if' સ્ટેટમેંટને અનડૂ કરો.
3:20 આપણે વિશિષ્ટ ફાઈલ પ્રકારો માટે તપાસ કરવાં જઈ રહ્યાં છીએ જે આપણે અપલોડ કરવાં ઈચ્છતા નથી.
3:24 તો ઉદાહરણ તરીકે માનો કે હું avi ફાઈલોને અપલોડ કરવા નથી ઈચ્છતી.
3:30 હું અહીં શું કરી શકત માનો કે - જો એરર શૂન્ય કરતાં મોટો છે, તો ફાઈલો અપલોડ ન કરો.
3:37 નહી તો હું else ની અંદર એક નવું 'if' સ્ટેટમેંટ ચાલુ કરીશ
3:41 અને હું અહીં એક બ્લોક બનાવીશ.
3:47 અને આ છે conditions for the file.
3:51 હું લખીશ - જો ફાઈલનો પ્રકાર - જે આપણું ટાઈપ વેરીએબલ છે, t-y-p-e, 2 બરાબર ચિન્હો, બરાબર video dot avi.
4:09 જેવું કે તમે આનાં પહેલા ભાગમાં જોયું, જેમ હું એકો કરું છું, તે video dot avi બરાબર હતું.
4:19 અને ત્યારબાદ આપણે કહી રહ્યાં છીએ કે જો તે video dot avi ની બરાબર છે તો ફાઈલને અપલોડ કરો.
4:28 હું આને અહીં નીચે ખસેડીશ અને હું આને 'else' બ્લોકમાં મુકીશ.
4:32 તો હવે મારી પાસે છે - જો વિડીયો avi સમાન છે તો die અને મેસેજ છે 'That format is not allowed'.
4:44 ઠીક છે હવે હું આને આપણી uploaded ડીરેક્ટરીથી રદ્દ કરીશ અને હું મારી પ્રારંભિક અપલોડ કરેલી ફાઈલ પર પાછી આવીશ.
4:54 હું intro dot avi [ઇન્ટ્રો ડોટ એવીઆઈ] પસંદ કરીશ અને જયારે હું upload ક્લિક કરું છું આ દર્શાવે છે 'format is not allowed'
5:01 અને જો તમે મારી uploaded ડીરેક્ટરી પર જાઓ છો, તમે જોઈ શકો છો કે ફોલ્ડર ખાલી છે.
5:06 કંઈપણ અપલોડ થયું નથી.
5:08 હવે avi નાં બદલે ચાલો આપણે લખીએ કે હું 'images with png' એક્સટેનશન પ્રતિબંધ કરવાં માંગું છું.
5:15 હું આને અહીં બદલીશ અને મારી ફાઈલને ફરીથી અપલોડ કરીશ.
5:23 તમે જોઈ શકો છો કે કારણ કે આ એક સ્વીકૃત ફાઈલ ફોર્મેટ [પ્રકાર] છે, આપણને 'Upload complete' મેસેજ મળે છે અને આ મારા uploaded ફોલ્ડરમાં સ્થાનાંતર કરી દેવાયું છે.
5:33 ચાલો આને ફરીથી રદ્દ કરીએ. ઓહ! મેં આને કેન્સલ (રદ કરવું) કરી દીધું છે. ચાલો આને ફરીથી રદ્દ કરીએ.
5:42 ઠીક છે. આપણે અહીં શું જોયું કે વિશિષ્ટ પ્રકારને કેવી રીતે સ્પષ્ટ કરવું.
5:47 આપણે બીજું શું કરી શકીએ છીએ કે વિશિષ્ટ ફાઈલ માપને સ્પષ્ટ કરી શકીએ છીએ.
5:51 મેં આ 'or' ઓપરેટર વાપરીને 'or' લખીશ અને હું લખીશ કે 'or' માપ અર્ધા મેગાબાઈટથી વધારે છે.
6:04 આ અર્ધી મેગાબાઈટ છે, જે પાંચસો હજાર બીટો માફ કરજો બાયટો છે. મને લાગે છે કે મેં ભૂલ કરી છે અને બાયટોને બદલે બીટો કહી છે.
6:14 આમ આ પાંચસો હજાર બાયટો છે જે કે 0 પોઈન્ટ 4 મેગાબાઈટોની સમાન છે. હમણાં માટે હું ફક્ત અર્ધી મેગાબાઈટ લખીશ.
6:29 આ માપનું મૂલ્યાંકન કરશે અને બતાવે છે કે આ અર્ધી મેગાબાઈટ કરતાં વધારે છે.
6:38 ત્યારબાદ આ દર્શાવશે this format is not allowed.
6:43 તેથી 'Format not allowed or file size too big' ને ગોઠવવા માટે હું આ મેસેજને બદલીશ.
6:56 તો તમે આ દરેક માટે એક if સ્ટેટમેંટ બનાવી શકો છો જે તમારા પ્રકારને મૂલ્યાંકન કરવાં હેતું અને તમારા માપને મૂલ્યાંકન કરવાં હેતું છે.
7:03 તમને આ શરતને લઈને બીજાં 'if' સ્ટેટમેંટમાં મુકવાની જરૂર છે.
7:09 તો હું અહીં પાછી જઈશ અને હું મારી ફાઈલને ફરીથી પસંદ કરીશ.
7:12 ફક્ત એ ખાતરી કરવા કે આ અહીં છે.
7:14 upload ક્લિક કરો અને આ દર્શાવશે 'Format not allowed'.
7:19 હવે જો તમે આપણા કોડ પર પાછા જાવ છો આ png ફોર્મેટમાં નથી પરંતુ આ માપ મર્યાદાને ઓળંગી રહ્યું છે.
7:25 ચાલો આને 2 મિલિયનમાં બદલી કરીએ જે કે 2 મેગાબાઈટો છે.
7:31 રીફ્રેશ કરીને આને સેંડ (મોકલવું) કરો.
7:33 આપણે જોઈ શકીએ છીએ કે આપણું અપલોડ પુરું થઇ ગયું છે કારણ કે આ ફક્ત એક મેગાબાઈટ માપનું છે.
7:39 ફાઈલ અપલોડ પર હમણાં માટે આટલું જ.
7:44 આ બધું તમને જાણવાની જરૂર છે વિશિષ્ટ ફાઈલ પ્રકારો અને ફાઈલ માપોને રાખવાં હેતું આને ઉપયોગમાં લેવા હેતું જે તમારા વેબ સર્વર માટે ઘણી મોટી છે.
7:54 જો તમને મોટી ફાઈલો તમારા વેબ સર્વર પર જોઈતી નથી તો આને નિયંત્રણ કરવા હેતુ આ એક સારો માર્ગ છે.
7:58 જેવું કે તમે જોયું આ બનાવવાં માટે ઘણી સરળ છે.
8:01 આનો અભ્યાસ કરો અને આ કેટલી ઉપયોગી નીવડી શકે છે એનાંથી તમે ખુબ પ્રભાવિત થશો.
8:05 જો તમારી પાસે કોઈ પ્રશ્નો છે તો કૃપા કરી પૂછવામાં સંકોચ ન કરો.
8:08 એ સાથે સબસ્ક્રાઇબ (ઉમેદવારી નોંધાવવી) કરો જો તમે કોઈપણ સુધારિત વિડીયો માટે કે નવા વિડીયો માટે સુચના પામવા ઈચ્છો છો.
8:15 જોવાબદ્દલ આભાર. સ્પોકન ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું. આવજો.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali