Linux/C3/The-sed-command/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:00, 27 May 2015 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 sed - એક stream editor પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં, આપણે sed કમાંડનો ઉપયોગ શીખીશું.
00:11 આપણે આ બધું કેટલાક ઉદાહરણોનાં મદદથી કરીશું.
00:14 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે,
00:16 હું વાપરી રહ્યો છું ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને GNU BASH આવૃત્તિ 4.2.24
00:26 કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
00:34 પૂર્વજરૂરીયાતો તરીકે:
00:36 તમને Linux terminal નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે.
00:39 સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, દર્શાવેલ અમારી વેબસાઈટની મુલાકાત લો: http://spoken-tutorial.org
00:45 ચાલોsed નાં પરિચયથી શરૂઆત કરીએ:
00:48 sed આ એક સ્ટ્રીમ એડીટર છે.
00:51 sed, ફાઈલમાં એક ચોક્કસ સ્થાને ટેક્સ્ટની અમુક પેટર્નો શોધે છે.
00:58 આ કમાંડ ટેક્સ્ટ દર્શાવવાનું અથવા એડીટીંગ કરવાનું કાર્ય કરે છે-
01:02 જેમ કે મેળ ખાતી ટેક્સ્ટની જગ્યાએ ટેક્સ્ટ ઉમેરવી, બાદ કરવી તથા રદ્દ કરવી વગેરે જેવા એડીટીંગ ફંક્શનો.
01:10 ચાલો અમુક ઉદાહરણો દ્વારા શરૂઆત કરીએ.
01:13 આપણે જોશું કે sed કમાંડ વાપરીને કેવી રીતે પ્રીંટ કરવું.
01:19 મારી પાસે હોમ ડિરેક્ટરીમાં seddemo.txt નામની ફાઈલ છે.
01:24 ચાલો તેના ઘટકો જોઈએ.
01:26 આ ફાઈલમાં આપણી પાસે roll no, name, stream, marks, pass કે fail તેમજ stipend amount જેવી નોંધણીઓ છે.
01:39 હવે, માનો કે ફાઈલમાંની બીજી લાઈનને પ્રીંટ કરવી છે.
01:44 આ માટે, આપણે કીબોર્ડ પર Ctrl + Alt અને T કી એકસાથે દાબીને ટર્મિનલ ખોલવું પડશે.
01:53 હવે ટાઈપ કરો:
01:55 sed સ્પેસ એકલ અવતરણમાં '2p' એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
02:03 Enter દબાવો.
02:06 અહીં, 2 આ સ્થાન દર્શાવે છે જે કે બીજી લાઈન છે.
02:11 p ક્રિયા દર્શાવે છે, જે કે પ્રીંટ કરવાની ક્રિયા (p) છે.
02:16 હવે આઉટપુટ જુઓ.
02:18 આ સંપુર્ણ ફાઈલ દર્શાવે છે પરંતુ જુઓ કે બીજી લાઈન બે વાર પ્રીંટ થઈ છે.
02:25 p ક્રિયાનું મૂળ વર્તન છે.
02:29 ફક્ત બીજી લાઈનને જ પ્રીંટ કરવા માટે,
02:31 ટાઈપ કરો:
02:33 sed સ્પેસ -n સ્પેસ (એકલ અવતરણમાં) 2p એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
02:44 Enter દબાવો.
02:46 આપણને ફક્ત બીજી લાઈન પ્રીંટ થયેલી દેખાય છે.
02:51 -n આ ‘silent mode’ માટે છે જે તમામ બિનજરૂરી આઉટપુટને કાઢી નાખશે.
02:58 ત્યારબાદ આપણે stream માં એ સ્થાન આપીએ છીએ જે કે આપણે એડિટ કરવાં કે દર્શાવવા ઈચ્છીએ છીએ.
03:03 આપણને બીજી લાઈન પસંદ કરવી છે.
03:07 p આ આપણે જે ક્રિયા કરવા ઈચ્છીએ છીએ તે દર્શાવે છે એટલે કે બીજી લાઈન પ્રીંટ કરવી.
03:12 અને seddemo.txt આ ફાઈલનું નામ છે.
03:18 sed કમાંડનું સર્વસાધારણ સિન્ટેક્સ છે.
03:21 હવે ચાલો ફાઈલની છેલ્લી લાઈન પ્રીંટ કરીએ.
03:26 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
03:29 હવે ટાઈપ કરો:
03:32 sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં (dollar) $p એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
03:42 Enter દબાવો.
03:43 આપણે જોઈએ છીએ કે છેલ્લી લાઈન પ્રીંટ થઈ છે.
03:49 હવે આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ.
03:51 ધારો કે આપણને 3થી 6 સુધીની નોંધણીઓ પ્રીંટ કરવી છે.
03:57 આ માટે, આપણને ટર્મિનલ પર ટાઈપ કરવું પડશે:
04:00 sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં 3 (comma), 6p એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
04:14 Enter દબાવો.
04:16 ત્રીજી લાઈનથી છઠ્ઠી લાઈન સુધીનું આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
04:21 ક્રિયા પહેલા ઉદ્દગાર ચિન્હ આપવાથી કોઈપણ ક્રિયાઓનું ઉલટ કરી શકાય છે.
04:28 માનો કે, 3થી 6 સુધીની લાઈનો બાદ કરી બાકી તમામ લાઈનોને પ્રીંટ કરવી હોય તો આપણે ટાઈપ કરીશું:

sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં '3 (comma), 6 (exclamation mark) !p

04:44 એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
04:51 Enter દબાવો.
04:53 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
04:56 ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
04:58 Line addressing અને context addressing.
05:03 હજુ સુધી, આપણે જેના પર ક્રિયા કરવી છે તે ફાઈલમાં લાઈનોનાં ક્રમાંક દર્શાવતા હતા.
05:09 આને line addressing તરીકે ઓળખાવાય છે-
05:12 એડ્રેસ લાઈન ક્રમાંકો દ્વારા દર્શાવવામાં આવે છે.
05:15 એડ્રેસ કરવાની આ એક પદ્ધતિ છે.
05:18 એડ્રેસ કરવા માટેની બીજી પદ્ધતિ Context addressing છે-
05:22 એવી લાઈનો કે જેમાં વિશિષ્ટ કોનટેક્સ્ટ રહેશે જેમ કે એક વિશિષ્ટ શબ્દ.
05:28 આપણે જો વિશિષ્ટ શબ્દ ધરાવતી લાઈનો પર ક્રિયા કરવી છે, તો આપણે context addressing નો ઉપયોગ કરીએ છીએ.
05:36 આપણે નિયમિત પદાવલી વાપરી શકીએ છીએ.
05:39 ચાલો હવે ઉદાહરણ જોઈએ.
05:42 આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ.
05:44 માનો કે, આપણે એ લાઈનો પ્રીંટ કરવી છે જેમાં computers શબ્દ આવેલ છે.
05:50 આપણા ટર્મિનલ પર પાછા આવીએ.
05:53 હવે ટાઈપ કરો:
05:54 sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં front slash (ચોરસ કૌંસ શરુ) [cC] (ચોરસ કૌંસ બંધ) omputers/p front slash એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
06:20 Enter દબાવો.
06:23 આપણે "computers" આ શબ્દ ધરાવતી લાઈનો જોઈએ છીએ.
06:28 આપણે પેટર્નને ચોરસ કૌંસમાં લખીએ છીએ.
06:31 આનાથી ચોરસ કૌંસમાં આવેલ કોઈ એક અથવા તો બંને અક્ષરો મળાવીને જોવાશે.
06:36 આપણે જ્યારે પેટર્ન મળાવવી હોય, ત્યારે તેને ફ્રન્ટ સ્લેશ વચ્ચે ટાઈપ કરવી પડે છે.
06:43 w વિકલ્પ વાપરીને, આપણે તેને ફાઈલમાં પણ પ્રીંટ કરી શકીએ છીએ.
06:50 આ માટે ટાઈપ કરો:
06:52 sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં front-slash (ચોરસ કૌંસ શરુ) [cC] (ચોરસ કૌંસ બંધ) omputers/w સ્પેસ computer_student.txt એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
07:18 Enter દબાવો.
07:21 હવે મેળ થયેલ તમામ લાઈનો computer_student.txt ફાઈલને મોકલવામાં આવશે.
07:27 ચાલો computer_student નાં ઘટક જોઈએ.
07:31 ટાઈપ કરો: cat સ્પેસ computer_student.txt
07:38 Enter દબાવો.
07:42 આપણને નોંધણીઓ દેખાય છે.
07:43 આપણે પેટર્ન જુદી જુદી ફાઈલોમાં પણ લખી શકીએ છીએ.
07:50 ચાલો પ્રોમ્પ્ટ સાફ કરીએ.
07:52 ટાઈપ કરો: sed સ્પેસ -n સ્પેસ -e સ્પેસ (એકલ અવતરણમાં) (front slash) ‘/electronics/w સ્પેસ electro.txt’ એકલ અવતરણ પછી સ્પેસ -e સ્પેસ (એકલ અવતરણમાં) (front slash) ‘/civil/w સ્પેસ civil.txt’ એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
08:24 Enter દબાવો.
08:28 અહીં -e નો ઉપયોગ બહુવિધ મેથડોને એકત્ર કરવા માટે થયો છે.
08:34 આનાથી electro.txt અને civil.txt આ બે ફાઈલો બનશે.
08:41 તે શું ધરાવે છે તે જોવા માટે, ટાઈપ કરો:
08:43 cat સ્પેસ electro.txt
08:49 "electronics" શબ્દ ધરાવતી નોંધણીઓ દેખાડશે.
08:54 ચાલો civil ફાઈલનાં ઘટકો જોઈએ.
08:58 ટાઈપ કરો: cat સ્પેસ civil.txt
09:01 Enter દબાવો.
09:03 "civil" શબ્દ ધરાવતી નોંધણીઓ દેખાડશે.
09:08 આવનારા ટ્યુટોરીયલમાં આપણે બીજા કેટલાક કમાંડોનો સેટ જોશું.
09:12 હું આજ પ્રોગ્રામનો ઉપયોગ કરીશ.
09:14 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
09:18 ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
09:20 ચાલો સારાંશ લઈએ,
09:22 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, sed:
09:25 * sed દ્વારા પ્રીંટ કરવું.
09:26 * લાઈન એડ્રેસિંગ.
09:27 * કોનટેક્સ્ટ એડ્રેસિંગ.
09:30 એસાઈનમેંટ તરીકે,
09:32 seddemo.txt આ ટેક્સ્ટ ફાઈલ વાપરીને,
09:35 6થી 12 લાઈન સુધીનાં રેકોર્ડોને પ્રીંટ કરવાનો પ્રયાસ કરો.
09:40 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
09:42 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:46 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:51 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
09:53 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે
09:55 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:00 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
10:07 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:11 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
10:18 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro
10:25 IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya