PHP-and-MySQL/C3/MySQL-Part-1/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
00:00 | નમસ્કાર મિત્રો! |
00:01 | આ એક શુદ્ધ My SQL php ટ્યુટોરીયલ છે. |
00:07 | હું તમને જોડાણ, માહિતીની પુન:પ્રાપ્તિ માટે, એરરોને સંભાળવા માટે અને માહિતીનાં સુધારણા માટેનું બેસિક શીખવીશ. |
00:15 | તેથી તે કેટલાક SQL કોડ અને કેટલીક SQL ક્વેરીઓનો સમાવેશ કરશે. |
00:21 | ઠીક છે! ચાલો શરૂ કરીએ. |
00:24 | અહીં હું "mysql" ની ડાયરેક્ટરી સંરચના દર્શાવવા જઈ રહ્યો છું |
00:27 | અને આપણે અહીં અમુક ફાઈલો બનાવીશું. |
00:29 | હું પહેલી ફાઈલ બનાવીશ અને તેને "connect.php" સંબોધીશ. |
00:34 | હું અહીં આવીશ, "mysql" નામના ફોલ્ડર પર ક્લિક કરીશ અને આને "connect.php" તરીકે સંગ્રહીત કરીશ. |
00:40 | હવે અહીં આપણે એક જુદી ફાઈલ બનાવીશું અને દરેક પુષ્ઠ જે આપણે વાપરીશું, તે સાથે સમાવેશ કરીશું. |
00:46 | આ તમારા ડેટાબેઝ સાથે જોડવા માટે અત્યંત સરળ છે |
00:50 | આપણે શું કરીશું, આપણા "include" ફંક્શનને ટાઈપ કરીશું અને આ ફાઈલને દર્શાવીશું. |
00:55 | હું બીજી એક ફાઈલ બનાવીશ જે મારી મુખ્ય "mysql" ફાઈલ છે |
01:02 | એક કોડ સાથે જે હું તમને બતાવીશ. |
01:03 | ઠીક છે તો મને મારું mysql dot php ખૂલેલું મળ્યું. |
01:07 | આ php કોડ છે અને આપણને php ટેગોની જરૂર છે અને આ જ બધું php ને જોડાશે |
01:13 | હું આ "include" ફંક્શનને એક મિનીટમાં સમજાવીશ. |
01:18 | સૌપ્રથમ, હું તમને બતાવીશ કે ડેટાબેઝ સાથે કેવી રીતે જોડાવવું. |
01:23 | જો તમને જાણ નથી કે તમે તેને તમારા વેબસર્વર પર ક્યાં સંગ્રહીત કર્યું છે, તો હું તમને phpmyadmin નામની એક એપ્લીકેશનને ચકાસવા માટે સુચવીશ. |
01:38 | તે એક ડેટાબેઝ ઈન્ટરફેસ,php માં લખાયેલ પ્રોગ્રામ છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો એક સ્ક્રીપ્ટ. |
01:44 | અહીં આપણે મારી સર્વિસ, મારા ડેટાબેઝની અંદર જોશું. |
01:51 | જયારે મારા સર્વરમાં, My SQL સર્વર માં. આ આપણા કોષ્ટક ની માહિતી, આપણા ડેટાબેઝની માહિતી અને મારા સર્વર વિશેની માહિતી વગેરે વગેરે આપે છે. |
02:03 | જયારે કે, આપણને તેના વિશે જાણવાની જરૂર નથી, આ એક પ્રોગ્રામ માટે સારી શરૂઆત છે, જો તમે હાલમાં php mysqlઅથવા ફક્ત mysql ને સામાન્ય રીતે વાપરવાની શરૂઆત કરી રહ્યા છો. |
02:10 | આ કાર્યો ને કમાંડ લાઈન દ્વારા કરવા કરતા, આ તમારા ડેટાબેઝ સાથે ઈન્ટરફેસ કરવાની શરૂઆત કરવા માટેનો એક સારો માર્ગ છે. |
02:17 | કમાંડ લાઈન વાપરવું એ પહેલી વાર વાળાઓ માટે મુશ્કેલભર્યું નીવડી શકે છે |
02:21 | ઠીક છે, તો આપણે અહીં આપણા ડેટાબેઝોને જોઈ રહ્યા છીએ. |
02:25 | મને એક "phpacademy" નામનું મળ્યું છે અને એક "phplogin" નામનું એક મળ્યું છે જેનો મેં બીજા ટ્યુટોરીયલમાં ઉલ્લેખ કર્યો છે જે મેં બનાવ્યું છે. |
02:30 | અન્ય ફક્ત એક સ્ટાનડર્ડ છે. |
02:32 | તે ફક્ત ડેટાને રાખવા માટે જ છે. |
02:33 | તેને રદ્દ ન કરો. |
02:36 | તમને ફકત નવા ડેટાબેઝોને બનાવવાના છે. |
02:39 | આ કરવા માટે, તમારી પાસે અહીં એક સામાન્ય બોક્સ છે. |
02:41 | આપણે હવે ડેટાબેઝોને બનાવવા જઈ રહ્યા છીએ. |
02:43 | હું હાલ માટે મારા php academy ડેટાબેઝમાં કામ કરીશ. |
02:51 | આ ખુબ સરળ છે. |
02:53 | તો આ હમણા એક ડેટાબેઝ બનાવી રહ્યું છે. |
02:55 | આ સરળ છે. |
02:56 | તમે નામ ટાઈપ કરો અને "Create" પર ક્લિક કરો. |
02:59 | મારી php પહેલાથી જ અહીં બની ગયી છે. |
03:00 | તો હું આને ઉપયોગમાં લઈશ. |
03:02 | આ ઉપર ક્લિક કરો અને તમે જોઈ શકો છો કે અંદર ઘણા કોષ્ટકો છે. |
03:06 | phpmyadmin વાપરતી વખતે આ અહીં ચિન્હ વડે દર્શાવવામાં આવ્યું છે. |
03:09 | આ મારા ગેસ્ટબુક ટ્યુટોરીયલમાંથી એક ગેસ્ટબુક છે. |
03:12 | હવે હું આ ટ્યુટોરીયલનાં વર્ણન માટે આ ડેટાબેઝ પર એક નવો કોષ્ટક બનાવીશ અને હું તેને "people" તરીકે સંબોધીશ. |
03:28 | ફિલ્ડ્સ ની સંખ્યા ખુબ જ મહત્વપૂર્ણ છે. |
03:31 | તમે આ ખાલી ન છોડી શકો. |
03:32 | તમારા કોષ્ટક પર ફિલ્ડ્સરોની સંખ્યા દરેક ડેટા ની કોલમના સંગ્રહ માટે છે. |
03:41 | ઉદાહરણ તરીકે, સામાન્ય રીતે પહેલું જયારે તમે રેકોર્ડોની સાથે કામ કરો છો, તમારી પાસે એક ID હોઈ શકે છે જે એક સંખ્યાત્મક વેલ્યુ છે. |
03:47 | તો આ એક સંખ્યા છે જે દરેક સમયે વધશે. |
03:50 | આ તમને તમારા રેકોર્ડોના સંદર્ભ લેવા માટે પરવાનગી આપશે જે વિશિષ્ટ સંખ્યા વડે વ્યક્તિગત રીતે સંગ્રહીત થઇ રહ્યું છે. |
03:59 | અને આને સામાન્ય રીતે પ્રાઈમરી કી સુયોજિત કરો. |
04:01 | જો તમે ડેટાબેઝથી પરિચિત નથી, તો તમને પ્રાયમરી કી જેવા શબ્દ માટે જોવા માટેની જરૂર છે. |
04:08 | હું સેકેન્ડરી કીઓ સાથે કામ ન કરીશ કારણ કે આ mysql ડેટાબેઝની સાથે કરવા માટે કોઈ પણ રીતે એક અત્યંત સરળ માર્ગ છે. |
04:16 | ફક્ત ડેટાબેઝોને સામાન્ય રૂપે વાંચો, જો તમારી પાસે Microsoft access અથવા બીજું કોઈ ડેટાબેઝ પ્રોગ્રામ છે. |
04:25 | હું તમને ડેટાબેઝનાં સમૂહ ને શીખવા માટે સુચવીશ. |
04:29 | ઠીક છે, તો ફિલ્ડ્સની સંખ્યા, તમે કેટલી માહિતીને સંગ્રહીત કરવા માટે ઈચ્છો છો અને શું માહિતી સંગ્રહીત કરવા ઈચ્છો છો તે પર આધાર રાખે છે. |
04:36 | સામાન્ય રીતે જયારે હું ફિલ્ડ્સ બનાવી રહ્યો છું, હું એક સામાન્ય ખાલી ડોક્યુંમેંટને લાવીશ. |
04:40 | અને હું જે ચાહું છું તે ફિલ્ડ્સ ટાઈપ કરવાની શરૂઆત કરીશ. |
04:43 | પહેલું હમેશા ID રહેશે. |
04:45 | આ એક સ્વ:વૃદ્ધિ વેલ્યુ છે દરેક વખતે હું એક નવો રેકોર્ડ બનાવું છું. |
04:50 | તેથી પહેલા રેકોર્ડ માટે તે ૧ હશે, ૨, ૩, ૪ અને આના પછી માહિતીને સંગ્રહીત કરવામાં આવશે. |
04:58 | આ એક ખુબ જ લાભદાયક ફિલ્ડ છે. |
05:01 | જો કે મારું કોષ્ટક "people"નામનું છે, હું લોકો વિશે કેટલાક ડેટા સંગ્રહીશ. |
05:07 | તેથી હું પહેલા firstname માં ટાઈપ કરીશ અને પછી lastname અને ત્યારબાદ age અને પછી gender . |
05:16 | આને સરળ રાખવા માટે, આપણે આને હાલ માટે અહીં છોડી શકીએ છીએ. |
05:20 | તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણને ૫ ફિલ્ડ્સ મળી છે. |
05:23 | હું અહીં પાછો જઈશ અને ૫ ટાઈપ કરીને "Go" ક્લિક કરીશ. |
05:28 | આ ખુબ જ સરસ થશે કે એક મિનીટમાં અહીંયા એક પોપ અપ જોવા મળશે. |
05:32 | નહી તમને નહી મળશે કારણ કે આપણે આપણા ફિલ્ડ નામોને હજુ સુધી બનાવ્યા નથી. |
05:35 | ઠીક છે! આપણી પાસે અહીં એક સ્ટેનડર્ડ છે. |
05:37 | આ માટે ઘણા બધા વિકલ્પો છે. |
05:40 | પણ, ફીલ્ડ એ એક ફીલ્ડનેમ છે. |
05:41 | તો પહેલું છે "ID". |
05:43 | ટાઈપ એ ડેટા ટાઈપ છે, જે તમે આ ક્ષેત્ર અંદર મુકવા ઈચ્છો છો. |
05:47 | કંઈપણ જે આમાં હશે તે આ ડેટા ટાઈપ માં ઉમેરવું અનિવાર્ય છે. |
05:50 | "varchar" જે variable characters માટે વપરાય છે તે તદ્દન સામાન્ય છે. આ ખુબ જ લાભદાયક છે અને આને લંબાઈની જરૂર છે. |
05:57 | આપણી પાસે અહીં ૨૫ અક્ષરોની લંબાઈ હોઈ શકે છે. |
06:00 | તમારી પાસે ૨૫૦ અક્ષરોની લંબાઈ હોઈ શકે છે. |
06:02 | અથવા કે ૧૦૦ અક્ષરોની લંબાઈ. |
06:04 | અથવા ૧ અક્ષરની લંબાઈ. |
06:06 | વાસ્તવમાં આપણે ફક્ત સંગ્રહીત થયેલ ડેટાનો પ્રકાર અને લંબાઈ સંગ્રહીત કરી રહ્યા છીએ. |
06:14 | તે સંગ્રહ કરવામાં મદદ કરે છે, ઉદાહરણ તરીકે તમારું firstname. |
06:19 | ચાલો જોઈએ આપણું ફિલ્ડ નામ અહીં "firstname" છે અને મારી પાસે "varchar" છે. |
06:24 | ૫૦૦ અક્ષરો ટાઈપ કરવાનો કોઈ અર્થ નથી કારણ કે આપણે ડેટાની બિનજરૂરી માત્રા વાપરીશું. |
06:33 | વિશિષ્ટ રૂપે firstname ૨૫ અક્ષરો કરતાં વધુ ન રહેશે. |
06:37 | પણ જો તે છે, તો તે ૩૦ કે ૩૫ અક્ષરો કરતાં વધુ ન રહેશે. |
06:42 | પણ હાલ માટે હું મારું "firstname" ૨૦ અથવા ૨૫ અક્ષરો જેમ સંગ્રહીત કરીશ, હું અહીં ૨૦ મુકીશ. |
06:48 | આપણી "ID" એ એક પૂર્ણાંક રહેશે કારણ કે તે એક સંખ્યા છે. |
06:54 | તે સ્વ:વૃદ્ધિ થનાર હશે. |
06:55 | આ હશે ૧, ૨, ૩, ૪ |
06:56 | રેકોર્ડની માત્રા જે આપણે વાપરી રહ્યા છીએ. |
06:57 | અને આપણી પાસે અહીં બીજા કેટલાક વિકલ્પો છે. |
07:02 | હવે આ અહીં પ્રાયમરી કી છે. |
07:04 | આપણે તેને પસંદ કરવા માટે જઈ રહ્યા છીએ અને વધારામાં, આપણે જોઈ શકીએ છીએ કે આપણને "auto underscore increment" મળ્યું છે. |
07:09 | આ એક સ્વ:વૃદ્ધિ છે. |
07:11 | તે આ ખાસ ફંક્શન આપશે. |
07:13 | જયારે પણ તમે એક નવો રેકોર્ડ દાખલ કરશો, આ પણ આપમેળે વધી જશે. |
07:19 | તો અહીં આપણી પાસે છે "firstname". |
07:21 | આપણી પાસે "lastname" છે અને ફરીથી હું આને ૩૦ પર સુયોજિત કરીશ. |
07:26 | અને આપણી પાસે બીજું શું છે??? |
07:28 | આપણી પાસે "age" છે અને આ એક પૂર્ણાંક છે અને આપણી પાસે "gender" છે. |
07:34 | ઠીક છે. |
07:36 | હવે અહીં "age" ને બદલે, હું "Date of birth" લખીશ. |
07:40 | તો આ છે જન્મની તારીખ. |
07:44 | હું આને Date તરીકે સુયોજિત કરીશ. |
07:46 | અહીં હું એક ડેટ ડેટાટાઈપ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું અને હું જોઇશ કે આ કેવી રીતે કાર્ય કરશે. |
07:52 | તો date માટે અહીં લંબાઈ સુયોજિત કરવાની જરૂર નથી. |
07:55 | આપણી પાસે આ માટે એક સ્ટેનડર્ડ ફોર્મેટ છે. તો આ વિશે આપણે ચિંતા કરવાની જરૂર નથી. |
08:00 | હવે હું "gender" ને કેરેક્ટર ૧ સાથે "varchar" તરીકે સુયોજિત કરીશ. |
08:07 | હવે આપણે પુરૂષ માટે "M" અને સ્ત્રી માટે "F" સંગ્રહીત કરી શકીએ છીએ. |
08:12 | ઠીક છે. જો આપણે અહીં જઈએ તો, આપણે જોઈ શકીએ છીએ કે અહીં ઘણા વિકલ્પો છે. |
08:18 | તમે આને જાતે કમેન્ટ કરી શકો છો. |
08:19 | તમે યાદ કરી શકો છો કે આ ફિલ્ડ શું કરે છે. |
08:22 | પરંતુ સામાન્ય રીતે તમારા ફીલ્ડનેમ ને યોગ્ય રીતે નામ આપો જેથી તમને જાણ પડે કે તમે શું માહિતી સંગ્રહીત કરી રહ્યા છો. |
08:26 | ઠીક છે. અહીં હું "Save" પર ક્લિક કરીશ અને તમે જોઈ શકશો કે "people" અહીં દ્રશ્યમાન થયું છે. |
08:35 | આ તમને અહીં એક ક્વેરી પૂછશે. |
08:38 | હવે જયારે હું પહેલા કમાંડ લાઈન વિશે કહી રહ્યો હતો, આ એ છે જે બનાવવા માટે તમને ટાઈપ કરવું પડત. |
08:41 | જો કે, આપણે આપણા સંગ્રહન માટે એક ગ્રાફિક યુઝર ઈન્ટરફેસ નો ઉપયોગ કર્યો છે. |
08:45 | આપણે અહીં નીચે જોઈ શકીએ છીએ, આપણી પાસે આપણા ફીલ્ડો છે, આપણા પ્રકારો અને આપણા કોલેશન એટ્રીબ્યુટો (સરખામણી લક્ષણો), ઉદાહરણ તરીકે નલ ડેટા છે. |
08:52 | મૂળભૂત વેલ્યુ જે કે આમ સંગ્રહીત થયી છે.... ઉદાહરણ તરીકે જો તમારી પાસે નિમ્ન કહેવાતો એક ફીલ્ડ (ક્ષેત્ર) હોત "Has the user registered?" [શું વપરાશકર્તાની નોંધણી થયેલ છે?] |
09:02 | અથવા કે તમારી પસંદનું કઈ પણ. તમે મૂળભૂત અહીં પણ વાપરી શકત. |
09:13 | ઉદાહરણ તરીકે જો હું બધાને સંગ્રહીત કરવા ઈચ્છતો હોત, તો હું અહીં મૂળભૂત પુરૂષની કે સ્ત્રીની નોંધણી કરત, હું અહીં "M" અથવા "F" ટાઈપ કરી શકત. |
09:21 | અને અહીં આપણી પાસે સ્વ:વૃદ્ધિ છે અને બીજા કેટલાક ડેટા પણ જે આપણે આ ટ્યુટોરીયલમાં જાણવાની જરૂર નથી. |
09:26 | ઠીક છે અહીં આપણે આપણું કોષ્ટક બનાવી લીધું છે અને જો તમે આના ભાગ ૨ માં જાવ છો, તો હું તમને બતાવીશ કે કેવી રીતે php નાં ઉપયોગ વડે અમુક ડેટાને દાખલ કરવા અને કેવી રીતે ડેટાબેઝમાંથી આ માહિતીને પુન:પ્રાપ્ત કરવી. |
09:39 | મારી સાથે ભાગ ૨ માં જોડાવો.IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |