BOSS-Linux/C2/The-Linux-Environment/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:55, 12 January 2015 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
---|---|
00:01 | લિનક્સ એન્વાર્નમેન્ટ અને તેના કુશળતાપૂર્વક ઉપયોગના માર્ગો દર્શાવતા આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુ્ટોરીઅલમાં રહેલ ઉદાહરણોને પ્રદર્શિત કરવા એક લિનક્સ સિસ્ટમ,ની જરૂર પડશે. |
00:12 | અમે ધારીએ છીએ કે તમને લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમ ઉપર કાર્ય કરવાનો અનુભવ હશે અને આદેશો,ફાઈલ સિસ્ટમ અને શેલ વિશે થોડું જ્ઞાન ધરાવતા હશો. |
00:20 | જો તમને રસ હોય અથવા આ વિભાવનાઓને વધારે સમજવા માંગતા હોવ તો આ તમે અમારી વેબસાઈટ પરના અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપરથી મેળવી શકો છો. |
00:30 | વળી લિનક્સ અક્ષર-પ્રકાર(સાદા કે કેપિટલ)ને સંવેદનશીલ છે.જ્યાં સુધી કઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો સાદા અક્ષરમાં જ લેવાય છે . |
00:40 | ઓપરેટીંગ સિસ્ટમનો તમારા સાથેનો વર્તાવ,તમારા આદેશોનો જવાબ,તમારી ક્રિયાઓનું અર્થ-ઘટન વગેરેનું નિરાકરણ લિનક્સ એન્વાર્નમેન્ટ લાવે છે. |
00:48 | શેલની સેટિંગમાં પરિવર્તન કરી લિનક્સને હજી વધુ વૈવિધ્યપૂર્ણ બનાવી શકીએ. |
00:51 | ચાલો આ બધું કેવી રીતે થાય છે તે સમજીએ. |
00:54 | શેલની વર્તણુક શેલ વેરીએબલ દ્વારા મેળવી શકાય છે. |
00:58 | શેલ વેરીએબલો મુખ્ય બે પ્રકારના છે:
અંદ એન્વાર્નમેન્ટ વેરીએબલ અને લોકલ વેરીએબલ |
01:06 | તેઓ ઉપયોગકર્તાના સંપૂર્ણ એન્વાર્નમેન્ટમાં ઉપલબ્ધ હોવાથી તેને એન્વાર્નમેન્ટ વેરીએબલ કહેવાય છે. |
01:12 | તેઓ શેલ,દાખલા તરીકે શેલ સ્ક્રિપ્ટો પ્રદર્શિત કરનાર શેલ દ્વારા બનાવેલ નિમ્ન-શેલોમાં પણ ઉપલબ્ધ હોય છે. |
01:18 | લોકલ વેરીએબલ,જેમ તેમનું નામ સૂચવે છે તેઓ
વધુ પ્રતિબંધિત અથવા મર્યાદિત ઉપલબ્ધતા ધરાવે છે |
01:24 | તેઓ શેલ દ્વારા સર્જેલા નિમ્ન-શેલોમાં ઉપલબ્ધ નથી હોતા. |
01:28 | આ ટ્યુ્ટોરીઅલમાં આપણે મુખ્ય રીતે એન્વાર્નમેન્ટ વેરીએબલોની વાત કરીશું,તો ચાલો પહેલા જોઈએ કે આ શેલ વેરીએબલોની કિંમત કેવી રીતે જોઈ શકાય. |
01:41 | વર્તમાન શેલમાં ઉપલબ્ધ બધા વેરીએબલો જોવા,આપણે આદેશ 'set' આપીશું. |
01:46 | ટર્મિનલ ઉપર "set ખાલી જગ્યા 'ઉભી લીટી' more" લખી એન્ટર દબાવીએ. |
01:53 | આપણે વર્તમાનના બધા શેલ વેરીએબલો જોઈ શકીએ છીએ. |
01:58 | ઉદાહરણ તરીકે,હોમ એન્વાર્નમેન્ટ વેરીએબલ જુઓ અને તેને સોંપાયેલ કિંમત જુઓ. |
02:07 | યાદીમાં જોવા એન્ટર દબાવીએ અને બહાર આવવા q દબાવીએ. |
02:14 | વેરીએબલોની યાદીને વિવિધ પૃષ્ઠોમાં વ્યવસ્થિત રીતે પ્રદર્શિત કરવા અહીં સેટના આઉટપુટને ક્રમમાં લીધેલ છે. |
02:31 | માત્ર એન્વાર્નમેન્ટ વેરીએબલો જોવા આદેશ env આપીએ. |
02:38 | ટર્મિનલ ઉપર "env ખાલી જગ્યા 'ઉભી લીટી' more" લખીએ અને એન્ટર દબાવીએ. |
02:46 | ઉદાહરણ તરીકે,શેલ વેરીએબલને જુઓ જેની કિંમત /bin /bash છે. |
02:53 | ફરી,યાદીમાંથી બહાર આવવા તમારે q દબાવવું પડશે. |
03:00 | હવે ચાલો લિનક્સના થોડા મહત્વના એન્વાર્નમેન્ટ વેરીએબલ વિશે ચર્ચા કરીએ. |
03:05 | આપણે આપણા બધા પ્રદર્શન માટે બેશ શેલનો ઉપયોગ કરીશું. |
03:09 | વિવિધ શેલો સહેજ અલગ રીતે વૈવિધ્યપૂર્ણ છે. |
03:12 | વેરીએબલ હકીકતમાં શેનો સંગ્રહ કરે છે તે જોવા આપણને તે વેરીએબલના નામની આગળ '$' ચિહ્ન રાખી તેની સાથે echo આદેશનો ઉપયોગ કરવો પડશે. |
03:24 | પ્રથમ એન્વાર્નમેન્ટ વેરીએબલ આપણે જોઈશું તે શેલ વેરીએબલ છે. |
03:28 | તે વર્તમાન શેલનું નામ સંગ્રહ કરે છે. |
03:31 | શેલ વેરીએબલની કિંમત જાણવા,ટર્મિનલ ઉપર "echo ખાલી જગ્યા $(કેપિટલમાં)S-H-E-L-L" લખી એન્ટર દબાવીએ. |
03:48 | અહીં /bin /bash શેલ છે જ્યાં આપણે હમણાં કાર્ય કરી રહ્યા છીએ. |
03:56 | બીજો વેરીએબલ હવે હોમ છે. |
03:58 | જયારે આપણે લિનક્સમાં લોગઇન થઈએ,ત્યારે તે આપણને સામાન્ય રીતે આપણા ઉપયોગકર્તા નામ પછી આવતી ડિરેક્ટરીમાં સ્થાપિત કરે છે. |
04:04 | આ ડિરેક્ટરી હોમ ડિરેક્ટરી કહેવાય છે અને આ એ છે જે હોમ વેરીએબલમાં ઉપલબ્ધ છે. |
04:10 | કિંમત જોવા,ટર્મિનલ ઉપર "echo ખાલી જગ્યા $કેપિટલ માં H-O-M-E" લખી એન્ટર દબાવીએ. |
04:22 | બીજો એન્વાર્નમેન્ટ વેરીએબલ "પાથ" છે. |
04:26 | પાથ વેરીએબલ ડિરેક્ટરીઓના એબ્સોલ્યુટ પાથ ધરાવે છે જેને શેલ પ્રદર્શિત થતા આદેશને સ્થાનીત કરવા શોધે છે. |
04:33 | ચાલો પાથ વેરીએબલની કિંમત જોઈએ. |
04:36 | ફરી ટર્મિનલ ઉપર "echo ખાલી જગ્યા $ P-A-T-H"(કેપિટલમાં) લખી એન્ટર દબાવીએ. |
04:45 | મારા કમ્પ્યુટર ઉપર તે ડિરેક્ટરીઓ /user /local /sbin /user /bin વગેરે બતાવે છે. |
05:57 | આ એક સિસ્ટમથી બીજામાં સહેજ બદલાય શકે છે. |
05:00 | તે હકીકતમાં ડિરેક્ટરીઓની યાદી છે જે વિરામચિહ્ન(:) દ્વારા અલગ કરેલ છે,જેમાંથી શેલ આ ક્રમમાં પ્રદર્શિત થતા આદેશને શોધે છે. |
05:11 | આપણે આપણી ડિરેક્ટરી પણ આ યાદીમાં ઉમેરી શકીએ જેથી આપણી ડિરેક્ટરી પણ શેલ દ્વારા શોધાય છે. |
05:18 | આપણી પોતાની ડિરેક્ટરી ઉમેરવા ટર્મિનલ ઉપર લખો. |
5:22 | 'કેપિટલમાં'P-A-T-H '=' $'ફરી કેપિટલ માં'P-A-T-H : /home/મારા હોમ ડિરેક્ટરીનું નામ" એન્ટર દબાવીએ. |
05:47 | હવે જો આપણે પાથની કિંમતને echo કરીએ તો |
05:57 | આપણી ઉમેરેલી ડિરેક્ટરી પણ પાથ વેરીએબલનો એક ભાગ થઇ જશે. |
06:03 | જુઓ હવે ડિરેક્ટરી અહીં હાજર છે. |
06:09 | અન્ય રસપ્રદ વેરીએબલ લોગનેમ છે. |
06:12 | તે હાલમાં સક્રિય રહેલા ઉપયોગકર્તાનું ઉપયોગકર્તા નામ સંગ્રહ કરે છે. |
06:16 | આની કિંમત જાણવા "echo ખાલી જગ્યા $LOGNAME" લખી એન્ટર દબાવીએ. |
06:28 | જયારે આપણે ટર્મિનલ ખોલીએ છીએ આપણે ડોલર ચિહ્ન જોઈએ છીએ,જે પ્રોમ્પ્ટ છે જ્યાં આપણે આપણા બધા આદેશો આપીશું. |
06:35 | આ પ્રાથમિક પ્રોમ્પ્ટ શબ્દમાળા છે જે એન્વાર્નમેન્ટ વેરીએબલ PS1 દ્વારા રજુ થયેલ છે. |
06:40 | વળી માધ્યમિક પ્રોમ્પ્ટ શબ્દમાળા પણ છે. |
06:43 | જો આપણો આદેશ લાંબો છે અને તે એકથી વધુ લીટી લે છે તો બીજી લીટીથી આપણે ">" ચિહ્નને પ્રોમ્પ્ટ રૂપે જોઈશું. |
06:53 | આ માધ્યમિક પ્રોમ્પ્ટ શબ્દમાળા છે જે એન્વાર્નમેન્ટ વેરીએબલ PS2 દ્વારા રજુ થયેલ છે. |
06:58 | માધ્યમિક કમાંડ પ્રોમ્પ્ટની કિંમત જોવા ટર્મિનલ ઉપર "echo ખાલી જગ્યા $PS2" લખી એન્ટર દબાવીએ. |
07:13 | આપણે આપણી પ્રાથમિક પ્રોમ્પ્ટ શબ્દમાળા બદલી શકીએ છીએ જેમકે "એટ ધી રેટ"<@> પ્રોમ્પ્ટ રીતે લઈએ. |
07:20 | આ કરવા "PS1 '=' હવે અવતરણની અંદર જ 'at the rate'" લખી એન્ટર દબાવીએ. |
07:34 | હવે ડોલર ચિહ્નની જગ્યાએ આપણે 'એટ ધી રેટ' ચિહ્ન પ્રોમ્પ્ટ સ્વરૂપે જોઈ શકીએ છીએ. |
07:43 | આપણે કઈ રસપ્રદ કરી શકીએ.જેમકે આપણે આપણું ઉપયોગકર્તા નામ પ્રોમ્પ્ટ ઉપર પ્રદર્શિત કરી શકીએ. |
07:49 | have "PS1 કેપિટલમાં '=' અવતરણની અંદર જ $LOGNAME " લખી એન્ટર દબાવીએ. |
08:05 | હવે મારુ ઉપયોગકર્તા નામ મારુ પ્રોમ્પ્ટ છે. |
08:09 | "આગલી સ્થિતિમાં પાછા ફરવા "PS1 '=' અવતરણોમાં $" લખી એન્ટર દબાવીએ. |
08:21 | આપણે ઘણા એન્વાર્નમેન્ટ વેરીએબલોને કિંમતો સોપી. |
08:25 | પણ યાદ રાખો કે આ ફેરફાર માત્ર વર્તમાન સત્ર માટે જ લાગુ પડે છે. |
08:30 | જેમકે આપણે હમણાં જ આપણી ડિરેક્ટરીને પાથ વેરીએબલમાં ઉમેરી. |
08:34 | જો આપણે ટર્મિનલ બંધ કરી અને તેને ફરી ખોલીએ અથવા તેની સાથે એક નવું ટર્મિનલ ખોલીએ અને echo દ્વારા પાથ વેરીએબલની કિંમત ચકાસીએ |
08:53 | તો આપણે જોઈશું કે આપણે કરેલા ફેરફારો હવે અસ્તિત્વ ધરાવતા નથી. |
08:59 | આપણા ફેરફારોને સ્થાયી રાખવાના તરીકાઓનો બીજા અદ્યતન ટ્યુટોરીયલમાં સમાવેશ થયેલ છે. |
09:06 | ઘણીવાર આપણને,આપણે ભૂતકાળમાં અમલમાં મુકેલા આદેશોને ફરી અમલમાં મુકવાની જરૂર પડતી હોય છે.તો શું કરવું?શું આપણે આખો આદેશ ફરી લખીશું? |
9:15 | ના,તેના માટે ઘણા ઉકેલો છે. |
09:19 | પ્રથમ રીત,જો તમે કીબોર્ડની 'અપ કળ' દબાવો તો તમે ભૂતકાળમાં આપેલો છેલ્લો આદેશ જોઈ શકો છો. |
09:26 | અપ કળ દબાવતા રહો તો તમને ભૂતકાળના આદેશો મળતા રહેશે. |
09:30 | પાછા ફરવા 'ડાઉન કળ' દબાવીએ. |
09:36 | પણ જયારે તમને ઘણા આદેશો મારફતે સ્ક્રોલ કરવું પડે તો આ ઘણું કંટાળા જનક અને જટિલ થઇ જતું હોય છે.આનાથી સારો વિકલ્પ છે હિસ્ટરી આદેશનો ઉપયોગ કરવો. |
09:45 | પ્રોમ્પ્ટ ઉપર "history" લખો. |
09:51 | અને એન્ટર દબાવીએ,જુઓ પહેલા અમલમાં મુકેલા આદેશોની યાદી પ્રદર્શિત થાય છે. |
09:57 | જો વિશાળ યાદીને બદલે તમે છેલ્લા દસ આદેશો જોવા માંગતા હોવ તો |
10:02 | "history ખાલી જગ્યા 10" લખી એન્ટર દબાવીએ. |
10:13 | નોંધલો,આ યાદીમાં,ભૂતકાળમાં અમલમાં મુકાયેલ દરેક આદેશોને એક આંક સોંપાયેલ છે. |
10:20 | કોઈ ચોક્કસ આદેશને ફરી અમલમાં મુકવા |
10:24 | આશ્ચર્યચિહ્ન સાથે આદેશનો આંક લખો જેમકે હું 442 લઉં તો તે "echo ખાલી જગ્યા $path" આદેશ અમલમાં મુકે છે. |
10:44 | જો તમારે છેલ્લો આદેશ અમલમાં મુકવો હોય તો માત્ર બે વાર આશ્ચર્યચિહ્ન લખી એન્ટર દબાવો. |
10:56 | હવે આપણે જોઈશું તેને ટીલ્ડ સબસ્ટીટ્યુશન કહેવાય છે. ટીલ્ડ અક્ષર હોમ ડિરેક્ટરી માટે શોર્ટહેન્ડ છે. |
11:05 | તો તમારી પાસે હોમ ડિરેક્ટરીમાં ટેસ્ટટ્રી નામની ડિરેક્ટરી છે.તે ઉપર પહોંચવા "cd ખાલી જગ્યા 'ટીલ્ડ' /testtree" લખીએ. |
11:18 | વર્તમાનમાં વપરાય રહેલી ડિરેક્ટરી અને છેલ્લી વાપરેલી ડિરેક્ટરી વચ્ચે ટોગલ કરવા આદેશ "cd 'ટીલ્ડ' હાઈફન અથવા માત્ર cd હાઈફન" |
11:28 | હવે આપણે ટેસ્ટટ્રી ડિરેક્ટરીમાં છીએ,છેલ્લી ડિરેક્ટરી જે આપણે જોઈ એ હોમ ડિરેક્ટરી હતી. |
11:34 | જો આપણે "cd ખાલી જગ્યા બાદબાકીનું ચિહ્ન" આપીએ અને એન્ટર દબાવીએ તો તે હોમ ડિરેક્ટરીમાં જશે. |
11:40 | ફરી તે આદેશ આપવાથી તે પાછું ટેસ્ટટ્રી ડિરેક્ટરી ઉપર લઇ જશે. |
11:47 | છેલ્લો પણ ઘણો મહત્વનો આદેશ આપણે જોઈશું તે છે "એલીયાસ આદેશ". |
11:51 | એવું થઇ શકે છે તમારી પાસે લાંબો આદેશ છે જેને વારંવાર ઉપયોગમાં લેવાય છે. |
11:57 | આ સ્થિતિમાં આપણે તે આદેશને એક નાનું ઉપનામ એટલે કે એલીયાસ આપી શકીએ અને તેને અમલમાં મુકવા આ ઉપનામ નો ઉપયોગ કરી શકીએ. |
12:03 | ધારોકે તમારી પાસે એક લાંબુ ડિરેક્ટરીઓનું સ્તરીકરણ છે જેનો તમે સંગીત માટે વારંવાર ઉપયોગ કરો છો,તો તેના માટે તમે આ પ્રમાણે ઉપનામ બનાવી શકો. |
12:13 | "alias ખાલી જગ્યા cdMusic '=' બે અવતરણ ચિહ્નોમાં cd ખાલી જગ્યા સ્લેશ home સ્લેશ મારા હોમ ડિરેક્ટરીનું નામ" સ્લેશ music" લખી અને એન્ટર દબાવીએ. |
12:39 | હવે દર વખતે જયારે તમારે આ ડિરેક્ટરી ઉપર જવું હોય માત્ર cdMusic લખી એન્ટર દબાવવાનું રહેશે. |
12:47 | જુઓ, હવે આપણે મ્યુઝીક ડિરેક્ટરીમાં છીએ. |
12:52 | આગલી વપરાય રહેલી ડિરેક્ટરીમાં પાછા ફરવા પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા minus" લખીએ. |
13:01 | આપેલા ઉપનામને રદ કરવા માત્ર "unalias ખાલી જગ્યા cdMusic" લખી એન્ટર દબાવીએ. |
13:13 | હવે જો તમે ટર્મિનલ ઉપર cdMusic આપો તો તમને "આદેશ અસ્તિત્વમાં નથી" એવો એરર સંદેશ મળે છે. |
13:22 | ધારોકે આપણી હમણાં વપરાતી ડિરેક્ટરીમાં બે ફાઈલો,test1 અને test2 છે. |
13:31 | અને જો આપણે "rm test1" આપીએ તો test1 રદ થઇ જાય છે. |
13:38 | આપણે જાણીએ છીએ કે rm આદેશનો "-i" વિકલ્પ રદ પ્રક્રિયાને ક્રિયાપ્રતિક્રિયા કરનાર બનાવે છે. |
13:45 | તો આપણે આ રીતે ઉપનામ સેટ કરી શકીએ,"alias rm="rm ખાલી જગ્યા -i" |
13:56 | હવે જયારે આપણે "rm" આપીશું,તે હકીકતમાં "rm -i" અમલમાં મુકશે. |
14:05 | તો આપણે જોયું કે જયારે test1 રદ થાય છે,સિસ્ટમ test2 રદ કરતા પહેલા પૂછે છે. |
14:13 | તો તમે આ ટ્યુ્ટોરીઅલમાં એન્વાર્નમેન્ટ વેરીએબલ,હિસ્ટરી અને એલીયાઝીંગ વિશે શીખ્યા. |
14:18 | અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે. |
14:21 | મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે. |
14:29 | મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. |
14:32 | આ ટ્યુ્ટોરીઅલની સ્ક્રીપ્ટ અનીરબન દ્વારા બનાવેલ છે. |
14:36 | IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા આભાર. |