PHP-and-MySQL/C3/MySQL-Part-4/English-timed

From Script | Spoken-Tutorial
Revision as of 11:42, 6 December 2012 by Krupali (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 My SQL અને php ટ્યુટોરીયલોનાં ચોથા ભાગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
0:10 છેલ્લા ટ્યુટોરીયલમાં, મેં કેટલીક વેલ્યુઓને આપણા કોષ્ટકમાં દાખલ કરવા માટે "mysql_query" ફંક્શનનો ઉપયોગ કર્યો હતો.
0:20 મેં અહીં એક ભૂલ કરી છે, ડેટ ને વર્તમાન તારીખ તરીકે મુકી છે, જે મારી જન્મ તારીખ નથી.
0:26 હું અહીં અપડેટ કરવામાં સક્ષમ હતો. હું એ પણ સ્પષ્ટ કરવામાં સક્ષમ હતો કે હું ક્યાં સુધારા કરવા માટે ઈચ્છું છું.
0:31 યૂનિક ID કી નો ઉપયોગ કરીને, હું સ્પષ્ટપણે સ્પષ્ટ કરવા માટે સક્ષમ હતો કે હું ક્યાં સુધારા કરવા માટે ઈચ્છું છું.
0:35 તો આપણે પહેલાથીજ mysql કોડમાં "update" જોઈ ચુક્યા છીએ.
0:40 આ ખુબ જ ઉપયોગી છે.
0:41 આ ક્વેરી અને કોડને વધારે વાપરવામાં આવે છે જયારે સામાન્ય રીતે તમે કોષ્ટકો અથવા mysql સાથે કામ કરો છો.
0:52 આગળ હું તમને બતાવીશ કે કેવી રીતે તમારા કોષ્ટકમાંથી ડેટા મેળવવા અને કેવી રીતે તેને સારી રીતે પ્રદર્શિત કરવા.
1:04 તો હું આ "update data" ને દર્શાવીશ જેથી આપણને ખબર પડે કે આ શું છે.
1:14 અહીં, આપણે "extract data" લખીશું.
1:17 આ ઉપયોગ કરવા માટે સારો શબ્દ છે.
1:18 હવે, આપણે ફરીથી "extract" લખીશું અને આપણે એક વેરીએબલ બનાવીશું.
1:24 આ ફરીથી "mysql query" છે અને અહીં કેટલાક કોડ છે.
1:28 આ આ એકલ લાઈનની ક્વેરીઓનો ઉપયોગ કરવા કરતા થોડી વધારે જટિલ છે.
1:37 આપણે અહીં એકલ લાઈન ની ક્વેરીઓનો ઉપયોગ કરીએ છીએ, પણ આને બરાબર પ્રદર્શિત કરવા માટે આ પછી આપણી પાસે અમુક કોડ હોઈ શકે છે.
1:44 પ્રથમ હું કોષ્ટકમાં બીજો એક રેકોર્ડ બનાવીશ.
1:50 તો આપણને હવે આ "current date" ફંક્શનની જરૂર નથી.
1:52 હું આ "write" ને દર્શાવવા માંગું છું. ચાલો કેટલીક નવી વેલ્યુઓ બનાવીએ.
1:59 હું "Kyle Headen" લખીશ અને અહીં જન્મ તારીખ સુયોજિત કરીશ. આ મહિનો છે. તો આ ૭ છે અને ચાલો અહીં, ૨૪ લખીએ.
2:16 તો હવે આપણને જન્મ તારીખ મળી ગયી.
2:18 હવે આપણને male મળ્યું છે અને ત્યારબાદ "Kyle Headen" મળ્યું છે અને આપણે ફરીથી આને આપણા ડેટાબેઝમાં દાખલ કરી રહ્યા છીએ.
2:26 ચાલો રીફ્રેશ કરીએ.
2:28 અહીં હું બીજી એક નવી વેલ્યુ બનાવીશ.
2:32 હું "Emily Headen" લખીશ અને હમણાં પુરતું હું જન્મ તારીખને જેમ છે તેમ જ છોડી દઈશ.
2:44 "Female" રહેશે કારણ કે હું આ રેકોર્ડોનું એક સ્થાને નિષ્કર્ષણ કરીશ.
2:48 આ ફરીથી રીફ્રેશ કરીએ.
2:50 તો આપણે અહીં ૩ રેકોર્ડો બનાવ્યા છે.
2:53 હું "write" ને કમેન્ટ કરીશ. મારા ડેટાબેઝનું બેકઅપ લઈએ.
2:56 હું આ ચોક્કસ કોષ્ટકમાં બ્રાઉઝ પર ક્લિક કરીશ અને તમે જોઈ શકો છો કે મને ૩ રેકોર્ડો મળ્યા છે.
3:02 આમાનું દરેક એક "record of data" કહેવાય છે.
3:05 આપણે જોઈ શકીએ છીએ કે આ id પણ આપમેળે વધી છે.
3:07 આપણે સ્પષ્ટ કર્યા હતા તે ડેટા આપણને મળી ગયા છે અને તમામ જેની આપણને જરૂર છે.
3:12 ઠીક છે, તો અમે આ ડેટાનું અહીં નિષ્કર્ષણ કરી રહ્યા છીએ અને હું આને અનકમેન્ટ કરીશ.
3:19 આપણી mysql ક્વેરી "select" સાથે શરૂ થવા જઈ રહ્યી છે.
3:23 આ ક્યાં તો ચોક્કસ રેકોર્ડો રહેશે અથવા આપણને જોઈતા બધા ડેટા ને મેળવવા માટે આપણે એસ્ટેરીસ્ક (*) વાપરી શકીએ છીએ.
3:32 હવે હું એસ્ટેરીસ્ક (*) વાપરીશ.
3:35 તમે શું કરી શકો, "select firstname" ટાઈપ કરો.
3:40 પરંતુ સામાન્ય રીતે, જયારે તમારી પાસે કોષ્ટક છે, તમને મોટા ભાગના ડેટાની જરૂર રહેશે અને આ કરવા માટે તે વધારે સમય લેશે.
3:46 કોષ્ટકનાં સ્ત્રોત પર આધાર રાખી, આ વધુ સમય નહી લેશે.
3:52 તો તમારી પાસે પહેલાથી જ કેટલાક રેકોર્ડો અથવા ફીલ્ડો છે.
3:55 પણ હમણાં માટે હું SELECT એસ્ટેરીસ્ક (*) લખીશ, જે એક સ્ટાર છે.
4:00 આપણે લખી શકીએ છીએ SELECT સ્ટાર અને પછી લખી શકીએ છીએ FROM.
4:04 ફરીથી આપણે લખીએ, ચોક્કસ કોષ્ટક જે છે "people".
4:08 અહીં, આપણે લખી શકીએ છીએ WHERE અને કેવી રીતે તમે ઉમમમ...... તમને જોઈતા ડેટા માટે ફીલ્ટર કરી શકો છો.
4:18 તો હું લખી શકું છું "SELECT star (*) FROM people WHERE firstname= "Alex'".
4:22 આ ક્વેરી ફક્ત એક વેલ્યુ પાછી આપશે કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે, જો આપણે અહીં ખોલીએ છીએ, તો અહીં "Alex" સાથે ફક્ત એક જ રેકોર્ડ છે.
4:33 આપણે આ "mysql numrows" નામનાં બીજા એક ખરેખર ઉપયોગી ફંક્શનનો ઉપયોગ કરીને કરી શકીએ છીએ અને હું શું કરી શકું છું કે આને એકો કરું છું.
4:44 હું "echo mysql_num_rows" લખીશ. આ જ કારણ છે કે આપણે આ વેરીએબલોને અહીં સંગ્રહીત કરવા માટે આપ્યા છે.
4:54 અહીં આપણે ફક્ત "extract" ટાઈપ કરી શકીએ છીએ.
4:56 આપણું "extract" વેરીએબલ આપણી ક્વેરીને પકડી રાખે છે અને આપણું ફંક્શન અહીં આપણને બતાવે છે કે ક્વેરીમાં કેટલી પંક્તિઓ છે.
5:09 માની લઈએ કે આપણે ફર્સ્ટનેમ "Alex" આપ્યું, જયારે આપણે રીફ્રેશ કરીશું ત્યારે તે બતાવશે.
5:14 જોકે તમને ૧ મળે છે.
5:15 ચાલો આ બદલીએ. ચાલો એવું કઈક મુકીએ જે આ ડેટાબેઝમાં બે લોકો વચ્ચે સામાન્ય હોય.
5:21 તે "gender" હશે.
5:23 તેથી આ "Male" અથવા "Female" રહેશે. અહીં આપણે લખી શકીએ છીએ "WHERE gender = M" અને જયારે આપણે રીફ્રેશ કરીએ છીએ, ત્યારે આપણને બે રેકોર્ડો મળે છે.
5:35 તો આપણે કહી શકીએ છીએ કે આપણને કેટલા રેકોર્ડો મળી રહ્યા છે.
5:38 તો ઉદાહરણ તરીકે, મારા ડેટાબેઝમાં કેટલા લોકો પુરુષ છે એ બતાવવા માટે આ ખરેખર લાભદાયક છે.
5:44 અને આપણે જોઈ શકીએ છીએ કે કેટલા પુરુષો અથવા સ્ત્રીઓ આપણી વેબસાઈટમાં નોંધાયેલ છે.
5:49 તો તમે નોંધણી થયેલ માહિતીને અંદર સંગ્રહીત કરી શકો છો.
5:55 આપણે રેકોર્ડોને ક્રમાનુસાર પણ કરી શકીએ છીએ.
5:59 તો હું "ORDER BY id" લખીશ અને આપણે ઉતરતો ક્રમ પસંદ કરી શકીએ છીએ જે છે "DESC" અથવા ચઢતો ક્રમ પસંદ કરી શકીએ છીએ , જે છે "ASC".
6:08 પરંતુ હમણા માટે હું આ પાછુ લઈશ કારણ કે આપણે હજુ સુધી આપણા ડેટાને વાસ્તવમાં એકો કર્યા નથી.
6:13 આપણે પસંદ થયેલ આપણા ડેટાને વપરાશકર્તા સમક્ષ રજુ કર્યા નથી.
6:16 તેથી આ સમયે આને વાપરવાનો કોઈ જ અર્થ નથી.
6:19 હવે, અહીં હું લખીશ select star (*) from "people" કારણ કે હું આ કોષ્ટકમાંથી તમામ માહિતીને પસંદ કરવા ઈચ્છું છું.
6:29 તેથી હું હેરફેર કરી શકું છું અને મારી ઈચ્છા પ્રમાણે તેને વપરાશકર્તા સમક્ષ દર્શાવી શકું છું.
6:31 હું અહીં "numrows" નામનું કઈક બનાવીશ; "numrows =" આ.
6:42 હું એક "while" લૂપ ને ઉપયોગમાં લઈશ. આ એક ચોક્કસ ફંક્શનને ઉપયોગમાં લેશે જે છે "mysql_fetch_assoc".
6:58 તે આને એક એસોસીએટીવ એરેમાં મુકે છે.
7:02 જો તમે નથી જાણતા કે એસોસીએટીવ એરે શું છે, તો "Arrays" ઉપરના ટ્યુટોરીયલને જુઓ.
7:06 પાછા આવીએ, "WHILE the row= mysql_fetch_aasoc" અથવા એસોસીએટીવ જે હું કહીશ અને આ "extract" ક્વેરી અંતર્ગત છે.
7:21 આપણે "row" ને એરે નામ તરીકે પસંદ કરી રહ્યા છીએ અને આપણે આને તમામ પસંદ કરેલા ડેટા માટે એરે તરીકે પસંદ કરી રહ્યા છીએ.
7:31 હું અહીં રોકાઈ જઈશ. આવનાર ટ્યુટોરીયલમાં હું તમને સમજાવીશ કે આ ડેટા ને કેવી રીતે એકો કરવું.
7:37 હું આને હજુ વધારે વિગતવાર સમજાવીશ.
7:40 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે IIT-Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Krupali, Pratik kamble, Sandhya.np14, Sneha