GIMP/C2/Colours-And-Dialogs/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:35, 30 December 2013 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00.23 | Meet the GIMP ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ નોર્થન જર્મની, બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે. |
00.32 | ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ રંગ ડાયલોગ અહીં છે, તમે રંગોને ૬ જુદા જુદા પ્રકારે પસંદ કરી શકો છો. |
00.47 | આ 1લી રીતે, તમે અમુક સ્લાઈડરો H, S, V, R, G, B તરીકે જોઈ શકો છો અને તે અનુક્રમે hue, saturation, value, red, green, blue માટે છે. |
01.04 | અહીં હું કાળાને મારા ફોરગ્રાઉન્ડ રંગ તરીકે પસંદ કરું છું અને તમે જોઈ શકો છો કે Hue, Saturation, Value, red, green, blue તમામની વેલ્યુ શૂન્ય છે. |
01.20 | અને જયારે હું Hue ની વેલ્યુ વધારું છું કંઈપણ બદલાતું નથી. |
01.28 | કાળું એ કાળું જ રહે છે કારણ કે વેલ્યુ શૂન્ય છે અને જયારે હું વેલ્યુ વધારું છું, મને જુદા પ્રકારની ગ્રે ટોન મળે છે. |
01.41 | જયારે વેલ્યુ શૂન્ય હોય છે ત્યારે હું saturation ને વધારી શકું છું અને કંઈપણ બદલાતું નથી. |
01.50 | પરંતુ તમે અહીં જોઈ શકો છો કે જયારે હું saturation વધારું છું, બીજા સ્લાઈડરોમાનાં રંગ સેજ બદલાય છે. |
01.59 | જો હું Hue ને ખેંચું છું કંઈપણ થતું નથી, પરંતુ જયારે હું saturation ને ખેંચું છું ત્યારે value નો રંગ સેજ ભૂરામાં બદલાય છે. |
02.12 | જો તમે HSV સીસ્ટમ દ્વારા રંગ પસંદ કરવા ઈચ્છો છો, તો Saturation અને Value સ્લાઈડરને આગળ ખેંચો અને તમને Hue સ્લાઈડરમાં મેઘધનુષનાં વિભિન્ન રંગો મળે છે અને તમે આ રંગોમાંથી પસંદ કરી શકો છો. |
02.48 | અહીં તમે જોઈ શકો છો કે red, green અને blue સ્લાઈડરોમાનાં રંગો HSV સ્લાઈડરનાં અનુરૂપ બદલાય છે અને તેથી રંગ પસંદ કરવું સરળ થાય છે. |
03.03 | જો તમને ઝાંખા રંગ જોઈએ છે તો saturation સ્લાઈડરને સંતુલિત કરો અને જો તમને પાક્કા રંગનું સારું મિશ્રણ જોઈએ છે તો તે અનુરૂપે value સ્લાઈડરને ખસકાવો અને red, green અથવા blue સ્લાઈડરમાં એક માત્રા પસંદ કરો. |
03.23 | આમ Hue, Saturation અને Value ને સમજવું વધુ આસાન નથી પરંતુ રંગોને પસંદ કરવાનો સારો માર્ગ છે. |
03.44 | હું આ ડાયલોગ ફક્ત ત્યારે પસંદ કરું છું જયારે મને એક ચોક્કસ રંગને સુયોજિત કરવું પડે છે. |
03.51 | ઉદાહરણ તરીકે જો મને ચોક્કસ મધ્યમ ગ્રે જોઈએ છે તો હું Value સ્લાઈડરને 50 સુધી ખેંચું છું, જેથી વેલ્યુ 0% અને 100% વચ્ચે વિભાજીત થાય છે અને RGB સ્લાઈડરમાં હું સંખ્યા 127 પર સુયોજિત કરું છું અને તમને ચોક્કસ મધ્યમ ગ્રે મળે છે. |
04.28 | હવે ચાલો બીજા ડાયલોગો પર નજર ફેરવીએ. |
04.33 | આ ડાયલોગ HSV રંગ મોડેલ પર આધારિત છે અને 1લા તમે વર્તુળમાં રંગ પસંદ કરો જેની તમને જરૂર છે. |
04.50 | અને પછી Value અને Saturation ને ત્રિકોણમાં પસંદ કરો. |
05.02 | આમ જયારે Hue પસંદ કરાવાય છે, તો તમને સમાન Hue માટે અહીં ત્રિકોણમાં value અને Saturation ની જુદી વેલ્યુઓ મળે છે. |
05.22 | આગળનું ડાયલોગ અહીં આ વાળાની જેમ જ છે. |
05.27 | આ ડાયલોગમાં તમારી પાસે Hue ને પસંદ કરવા માટે એક પટ્ટી છે, અને તમને ત્રિકોણમાના રંગ જેવો રંગ આ ચોરસમાં મળે છે અને હવે તમે અહીં આ વિસ્તારમાંથી તમારો રંગ પસંદ કરી શકો છો, અથવા તો અહીં hue ને બદલી કરીને તમારો નવો રંગ પસંદ કરી શકો છો. |
05.58 | સાથે જ તમે અહીં saturation પર સ્વીચ કરી શકો છો. |
06.02 | અને Value ને આ રીતે સ્લાઈડ કરી અને Hue ને આ રીતે સ્લાઈડ કરીને તમે તેનું સંયોજન પસંદ કરી શકો છો. |
06.12 | પાક્કો રંગ મેળવવા માટે અહીં તમે value ને સુયોજિત કરી શકો છો અને એ અનુસાર saturation અને Hue ને બદલી કરી શકો છો. |
06.33 | એજ રીતે તે red, green અને blue માટે કામ કરે છે. |
06.40 | હું blue ની માત્રા મને જોઈતા રંગોમાં બદલી કરી શકું છું અને ત્યારબાદ એજ પ્રકારે red અને green ની માત્રા. |
06.55 | આ ડાયલોગ પહેલા વાળા કરતા વધુ નવીન નથી. |
07.01 | આગળનો ડાયલોગ છે water colour mixup. |
07.10 | અહીં આ સ્લાઈડર ટીપીંગની તેજસ્વીતાને રંગ પોટ્સમાં સંતુલિત કરે છે. |
07.18 | અને તમે આ બોક્સમાંથી એક રંગ પસંદ કરી શકો છો. |
07.32 | અને અહીં આ પરિણામી રંગ રહેશે. |
07.37 | તમે એક રંગ પસંદ કરી શકો છો ચાલો માની લો કે આ પીળો અને હવે હું આમાં સેજ ભૂરો ઉમેરી શકું છું અને સેજ લાલ અને પરિણામી રંગ જે તમને મળે છે તે અત્યંત ઝાંખો છે. |
07.56 | આ ડાયલોગ હું ઘણી વાર વાપરતી નથી. |
08.02 | આ ડાયલોગ સક્રિય પેલેટ દર્શાવે છે, અને તમે પેલેટને બીજે ક્યાંય સુયોજિત કરી શકો છો. |
08.10 | તે ફક્ત ગ્રાફિક ડીઝાઇનીંગ અને વેબ ડીઝાઇનીંગ માટે ઉપયોગી છે. મેં આ ડાયલોગ વડે ખરેખર વધુ કઈ પણ કર્યું નથી. |
08.20 | વધુ એક વસ્તુ જેને આવરવાની બાકી છે તે અહીં પ્રિન્ટર રંગો છે. |
08.31 | મને લાગે છે કે આ ડાયલોગ ફક્ત વ્યવસાયિક પ્રિન્ટરો માટે છે અને પ્રિન્ટર red, green અને blue નાં બદલે Cyan, Meganta અને Yellow વાપરે છે અને તે એટલા માટે કે તે રંગોને વિભાજીત કરે છે. |
08.54 | red, green અને blue નું મિશ્રણ થઇને white માં ઉમેરાય છે અને પ્રિન્ટીંગ સાથે જો હું Cyan, Meganta અને Yellow શૂન્ય સુયોજિત કરું છું તો, સામાન્ય રીતે સફેદ કાગળ પ્રિન્ટ થાય છે. |
09.11 | જો હું કાળા રંગને પ્રિન્ટ કરવા ઈચ્છું છું તો Cyan, Meganta અને Yellow ને 100 પર સુયોજિત કરું છું અને મને સંપૂર્ણપણે કાળો કાગળ મળે છે. |
09.37 | આ રંગો, આ ડાઈ પ્રકાશમાંથી બાદ થાય છે, અને ફક્ત cyan પરાવર્તિત કરે છે. |
09.46 | અને તેમને મિશ્રિત કરીને, તમે પ્રકાશમાંથી વધુમાં વધુ બાદ કરી શકો છો અને તમે પ્રિન્ટ કરી શકો એવા તમને તમામ રંગો મળે છે. |
09.58 | અહીં કેટલાક દૃશ્યમાન રંગો છે જેને પ્રિન્ટ કરી શકાતા નથી અને તેથી તમારું પરિણામ જુદું પડે છે. |
10.35 | ચોથી સ્લાઈડર k છે જે કાળાને રજુ કરે છે. |
10.41 | blue સાથે ગુંચવણ ટાળવા માટે તેને કાળા માટે K તરીકે સુયોજિત કરાયું છે. |
10.51 | જયારે હું સફેદ રંગ પર ક્લિક કરું છું જે મારું બેક ગ્રાઉન્ડ રંગ છે, તમે જોઈ શકો છે કે કંઈપણ બદલાયું નથી. |
11.08 | રંગો એવા જ છે પણ Cyan સ્લાઈડર નીચે જતું રહ્યું છે અને K સ્લાઈડર ઉપર થયું છે. |
11.18 | ચાલો તેને દોહરાવીએ. |
11.20 | Y સ્લાઈડર 40 પર સ્લાઈડ કરો, M ને 80 અને C ને 20 પર. |
11.29 | હવે જયારે હું રંગ પસંદ કરું છું ત્યારે તમને M સ્લાઈડર 75 તરીકે, Y 26 તરીકે અને K 20 તરીકે મળે છે. |
11.41 | તો તમે જોઈ શકો છો કે રંગ બદલાયો નથી પરંતુ cyan, magenta અને yellow નું મિશ્રણ જે ઈમેજમાં પહેલા હતું તે magenta, yellow અને black માં બદલાઈ ગયું છે. |
11.59 | કાળી શાહી થોડી સસ્તી છે તેથી સ્થિર મુદ્દે અહીં cyan, magenta અને yellow નું મેકી મિશ્રણ વાપરવા કરતા Magenta, Yellow અને Black નું મિશ્રણ ઉપયોગમાં લેવાય છે. |
12.22 | તો હવે આપણે રંગ પસંદગીનાં તમામ છ ડાયલોગોને આવરી લીધા છે. |
12.28 | પણ આ બે રંગ અદલબદલ બાકી છે. |
12.32 | આગળનો રંગ મારો ફોરગ્રાઉન્ડ રંગ છે અને બીજો વાળો મારો બેકગ્રાઉન્ડ રંગ છે અને જેમ હું તેના પર ક્લિક કરું છું, તમે અહીં રંગ સુયોજિત કરી શકો છો. |
12.46 | અને જો તમને આ રંગ તમારી ઈમેજમાં અથવા તમારી પસંદગીમાં જોઈએ છે તો આ રંગોને તે વિસ્તાર પર ફક્ત ખેંચો અને તે આ રંગોથી ભરાઈ જાય છે. |
13.02 | તમે આ રંગ અદલબદલ ટૂલ બોક્સમાં ધરાવી શકો છો. |
13.14 | ફક્ત File, Preferences અને ત્યારબાદ tool box પર જાવ અને અહીં તમને ફોરગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ રંગ દેખાય છે અને સાથે જ બ્રશ અને સક્રિય ઈમેજ પણ. |
13.37 | મેં આને પછીથી બંધ કરી દઈશ કારણ કે તે મારા ટૂલ બોક્સમાં વધારે જગ્યા રોકે છે. |
13.46 | રંગ અદલબદલની જમણી ટોંચનાં ખૂણે આવેલ આ નાનું આઈકોન ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ રંગને પરસ્પર બદલી કરવા માટે છે. |
13.56 | આવું 'X' કી દબાવવાથી પણ કરી શકાવાય છે. |
14.03 | ડાબી બાજુએ નીચે ખૂણે આવેલ આ આઈકોન ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ રંગને કાળું અને સફેદ સુયોજિત કરવા માટે છે. |
14.14 | આ એક સરસ નવી વિશેષતા છે. આ એક રંગ ચિપિયો છે અને તમે તમને જોઈતા કોઈપણ રંગને તમારી સ્ક્રીનમાંથી અથવા વેબ સાઈટમાંથી પણ પસંદ કરી શકો છો. |
14.31 | અને છેલ્લે અહીં એક ફિલ્ડ છે જ્યાં તમે રંગોને વ્યાખ્યિત કરનારા હેક્સ કોડ જોઈ શકો છો |
14.45 | અને જયારે હું રંગ બદલું છું તમે જોઈ શકો છો કે કોડ કેવી રીતે બદલાય છે અને સાથે જ હું હેક્સ કોડ ટાઈપ કરીને રંગ પણ મેળવી શકું છું અથવા તમે રંગ નામ પણ ટાઈપ કરી શકો છો. |
15.06 | ઉદાહરણ તરીકે હું 'L' ટાઈપ કરું છું અને તમને તમામ રંગો lawn green મળે છે, આ છે lawn green. તો આ હતું વિગતવાર colour dialog. |
15.19 | મને લાગે છે કે મેં ઘણું બધું બોલ્યું છે. |
15.23 | IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |