Firefox/C4/Add-ons/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:50, 26 April 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Visual Cue Narration
00.01 મોઝીલા ફાયરફોક્સની અદ્યતન સુવિધાઓ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
00.08 આ ટ્યુટોરીયલ માં, આપણે અદ્યતન ફાયરફોક્સની સુવિધાઓ વિશે જાણીશું.
            *Quick find link
            *Firefox Sync
            *Plug-ins
00.19 અહીં આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ 7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00.26 ચાલો ફાયરફોક્સ બ્રાઉઝર ખોલીએ.
00.29 મૂળભૂત રીતે 'yahoo' હોમ પેજ ખુલે છે.
00.33 હવે ફાયરફોક્સમાં લિંક્સ શોધવા વિશે જાણીશું.
00.37 ફાયરફોક્સ તમને બાર શોધવા અને વેબ પેજમાં લિંક્સ શોધવા માટેની પરવાનગી આપે છે
00.43 અડ્રેસ બારમાં WWW. Google.co.in ટાઇપ કરી Enter કી દબાવો.
00.51 નોંધ લો કે કર્સર હવે Google સર્ચ બારની અંદર મૂકવામાં આવેલ છે.
00.58 આગળ, સર્ચ બાર બહાર પેજ ઉપર કોઇપણ જગ્યા એ કર્સર ક્લિક કરો.
01.04 હવે કીબોર્ડ ઉપર apostrophe કી દબાવો.
01.09 સર્ચ બોક્સ પર ક્વિક ફાઇન્ડ લિંક્સ વિન્ડોના તળિયે ડાબે ખૂણે દેખાય છે.
01.16 આ બોક્સમાં ચાલો Bengali ટાઇપ કરીએ. નોંધ લો કે Bengali પ્રકાશિત થયેલ છે.
01.25 હવે તમે વેબ પેજમાં લિંક માટે ઝડપથી અને સરળતાથી શોધી શકો છો
01.31 ધારો કે તમે બીજા કમ્પ્યુટર અથવા કોઈપણ ઉપકરણ જેવા કે મોબાઇલ ફોન દ્વારા setting and preferences સાથે ફાયરફોકસ બ્રાઉઝર ઍક્સેસ કરવા માંગો છો!
01.43 ફાયરફોકસ સિંક સુવિધાઓ, બધા બ્રાઉઝર ડેટા જેવા કે 'બુકમાર્ક્સ, હિસ્ટ્રી અને ઇન્સ્ટોલ કરેલા એક્સટેન્શન્સ' સુરક્ષિત રીતે મોઝીલા સર્વર પર સંગ્રહ કરે છે.
01.55 તમે કમ્પ્યુટર્સને આ સર્વર સાથે સિંક (સમન્વિત) કરી શકો છો અને તેથી તમે તમારા બ્રાઉઝરમાં ડેટા ઍક્સેસ કરી શકો છો
02.02 હવે ચાલો સિંક સુવિધાઓ સક્રિય કરીએ.
02.06 મેનુ બારમાંથી tools પર ક્લિક કરો અને sync સુયોજિત કરો. ફાયરફોક્સ સિંક સેટ અપ સંવાદ બોક્સ દેખાય છે
02.15 આપણે પ્રથમ વખત સિંક વાપરી રહ્યા હોવાથી. create a new account પર ક્લિક કરો.
02.21 એકાઉન્ટ ડીટેઈલ્સ સંવાદ બોક્સ દેખાય છે.
02.24 આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે પહેલેથી જ જીમેલ એકાઉન્ટ બનાવ્યું છે.
02.30 ST.USERFF@gmail.com. ઇમેઇલ અડ્રેસ ફિલ્ડમાં ST.USERFF @ gmail.com દાખલ કરો.
02.42 choose a password ફિલ્ડમાં, પાસવર્ડ દાખલ કરીશું
02.47 confirm password ફિલ્ડમાં, પાસવર્ડ ફરીથી દાખલ કરો,
02.52 મૂળભૂત રીતે સર્વર, Firefox sync સર્વર પસંદ થયેલ છે.
02.58 આપણે સુયોજનો બદલીશું નહી. “terms of service” અને “privacy policy” બૉક્સ ચેક કરો.
03.08 “next” પર ક્લિક કરો. ફાયરફોક્સ સિંક કી દર્શાવે છે.
03.11 મશીન માંથી સિંક એક્સેસ કરવા માટે તમારા સિસ્ટમમાં આ કી દાખલ કરવી જરૂરી છે.
03.18 “save” બટન પર ક્લિક કરો. સેવ સિંક કી સંવાદ બૉક્સમાં જે દેખાય છે,
03.24 ડેસ્કટોપ બ્રાઉઝ કરો. “save” ઉપર ક્લિક કરો.
03.28 firefox sync key.html ફાઈલ ડેસ્કટોપ ઉપર HTML ફાઇલ તરીકે સેવ કરવામાં આવેલ છે.
03.35 આ કી ની એક નોટ બનાઓ અને નંબરને તમે સરળતાથી ઍક્સેસ કરી શકો છો તે પ્રમાણે સંગ્રહો.
03.41 તમે આ કી દાખલ કર્યા વિના અન્ય કમ્પ્યુટરથી તમારું સિંક એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે સમર્થ ન હશો.
03.48 Next પર ક્લિક કરો. confirm you are not a Robot સંવાદ બોક્સમાં,
03.53 બોક્સમાં પ્રદર્શિત શબ્દો દાખલ કરો. સેટ અપ સમાપ્ત થયું.
03.59 “firefox sync” સેટઅપ સંવાદ બોક્સની ડાબી બાજુ પર “sync” વિકલ્પ બટન પર ક્લિક કરો.
04.06 તમે અહીં સિંક વિકલ્પ સુયોજિત કરી શકો છો.
04.09 આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે મૂળભૂત વિકલ્પ ન બદલીશું. “done” ઉપર ક્લિક કરો.
04.17 Next પર ક્લિક કરો, ફાયરફોકસ કન્ટેન્ટ ખાતરી કરે છે. પછી Finish બટન દર્શાવવામાં આવે છે, "Finish" પર ક્લિક કરો.
04.25 તમે તમારા કમ્પ્યુટર પર ફાયરફોકસ સિંક સુયોજિત કર્યું છે
04.29 અને હવે તમે બીજા કમ્પ્યુટર પરથી તમારા બ્રાઉઝરની માહિતી કેવી રીતે ઍક્સેસ કરશો.
04.35 તમને અન્ય કમ્પ્યુટર અથવા ઉપકરણ ટૂલ માટે સિંકની જરૂર છે.
04.40 આ ટ્યુટોરીયલના હેતુ માટે. આપણે સ્લાઇડ્સમાં આ સૂચનો યાદી મુકીશું.
04.46 તમે તમારા અન્ય કમ્પ્યુટર અથવા ઉપકરણ સિંક કરવા માટે આ સૂચનો અનુસરી શકો છો.
04.52 અન્ય કમ્પ્યુટર અથવા ઉપકરણ માં ફાયરફોક્સ બ્રાઉઝર ખોલો.
04.57 મેનુ બારમાંથી tools અને setup firefox sync ઉપર ક્લિક કરો.
05.03 I have a firefox sync account પર ક્લિક કરો. તમારા ઇમેઇલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો.
05.10 તમારી sync કી દાખલ કરો. finish પર ક્લિક કરો.
05.15 અન્ય કમ્પ્યુટર પણ હવે સિંક છે. તમે અન્ય કમ્પ્યુટર ટુલ્સમાંથી તમારા બ્રાઉઝરના ડેટા ઍક્સેસ કરી શકો છો.
05.23 તમે નવી બુકમાર્ક પણ સંગ્રહી શકો છો અને તમારી પસંદગીઓ અહીં બદલી શકો છો.
05.28 આ ફેરફારો આપમેળે સિંક મેનેજરમાં અપડેટ કરવામાં આવશે.
05.34 અંતે, સિંક મેનેજરમાં સુધારેલ ડેટા સાથે મૂળ કમ્પ્યુટરને કેવી રીતે સિંક કરવું તે શીખીએ.
05.42 હવે મેનુબારમાંથી, tools પર ક્લિક કરો.
05.46 નોંધ લો કે સિંક વિકલ્પ હવે સિંક તરીકે પ્રદર્શિત થયેલ છે.
05.51 સિંક મેનેજર સાથે તમારા ડેટાને સિંક કરવા માટે તેના પર ક્લિક કરી શકો છો.
05.55 તમે તમારા ફાયરફોકસ એકાઉન્ટને રદ અથવા તમારા સિંક ડેટાને સાફ કરવા ઈચ્છી શકો છો.
06.02 તમે આ કેવી રીતે કરશો? આ ખૂબ સરળ છે.
06.06 નવું બ્રાઉઝર ખોલો. અડ્રેસબારમાં ટાઇપ કરો; https://account.services.mozilla.com. એન્ટર દબાવો.
06.21 username માં ST.USERFF@gmail.com દાખલ કરો.
06.28 હવે પાસવર્ડ દાખલ કરો. login પર ક્લિક કરો.
06.33 ફાયરફોકસ સિંક વેબપેજ ખોલે છે.
06.36 હવે તમે Firefox સેટિંગ્સ અને ડેટા બદલી શકો છો.
06.40 હવે આ પેજમાંથી લૉગ આઉટ થઈએ.
06.43 હવે ચાલો પ્લગઇન્સ વિશે જાણીએ. પ્લગઇન્સ શું છે?
06.49 પ્લગ ઈન સોફ્ટવેર પ્રોગ્રામ છે, જે ફાયરફોકસ બ્રાઉઝરમાં વિશિષ્ટ વિધેય ઉમેરે છે.
06.57 જોકે, એક્સ્ટેંશન્સ પ્લગઇન્સથી અલગ છે.
07.00 પ્લગઇન્સ અન્ય કંપનીઓ દ્વારા બનાવેલ પ્રોગ્રામ છે.
07.04 પ્લગઇન્સ ફાયરફોકસ બ્રાઉઝર માં તૃતીય પક્ષ પ્રોગ્રામને સંકલન કરે છે.
07.10 પ્લગઇન્સ તમને વિડિઓ ચલાવવા, 'મલ્ટી મીડિયા કન્ટેન્ટ જોવા', ' વાયરસ સ્કેન કરવા' 'અને ' ફાયરફોક્સ માં પાવર એનિમેશન' કરવા માટેની પરવાનગી આપે છે.
07.21 દા.ત.: ફ્લેશ તમે ફાયરફોક્સ બ્રાઉઝરમાં વિડિઓઝ જોવા માટે સ્થાપિત થયેલ પ્લગઇન છે
07.28 ચાલો ફાયરફોકસ માં સ્થાપિત થયેલ પ્લગઈનસ જોઈએ
07.33 મેનુ બારમાંથી ,tools અને addons પસંદ કરો.
07.38 addon manager ટેબ ખુલે છે. ડાબી પેનલમાંથી plug-ins ઉપર ક્લિક કરો.
07.45 જમણી પેનલ હવે તમારા કમ્પ્યુટર પર સ્થાપિત થયેલ પ્લગઈન્સ દર્શાવે છે
07.50 અને પ્લગઈન્સ કેવી રીતે સ્થાપિત કરવું?
07.53 દરેક પ્લગઇન સંબંધિત વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે અને તે પછી તમારા કમ્પ્યુટર પર સંસ્થાપિત કરો.
08.01 સંસ્થાપન પ્રક્રિયા દરેક પ્લગઈનો માટે અલગ અલગ હોઈ શકે છે.
8.05 મોઝીલા ફાયરફોક્સમાં ઉપલબ્ધ પ્લગઈનો વિશે વધુ જાણવા માટે અને તેમને કેવી રીતે સંસ્થાપિત કરવા તે પાના સૂચનો માટે mozilla website જુઓ.
08.16 બ્રાઉઝર બંધ કરો.
08.19 પ્લગઈન્સ નિષ્ક્રિય કરવા માટે માત્ર disable બટન પર ક્લિક કરો.
08.24 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08.27 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા:
            *  Quick find link
            *  Firefox Sync અને Plug-ins
08.36 અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે;
08.38 ફાયરફોકસ માટે 3 પ્લગઇન્સ ડાઉનલોડ અને સંસ્થાપિત કરો.
08.43 ફાયરફોકસ સિંક એકાઉન્ટ બનાવો. અન્ય કમ્પ્યુટરથી તમારા ફાયરફોકસ બ્રાઉઝરને ઍક્સેસ કરો.
08.50 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08.56 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરીને તે જોઈ શકો છો
09.01 સ્પોકન ટ્યુટોરીયલો પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
09.06 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે
09.10 * વધુ વિગતો માટે, spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો
09.16 *સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
09.21 * જે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09.28 *આ મિશન વિશે વધુ જાણકારી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
09.31 * spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
09.36 *આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છુ. જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble, Ranjana