C-and-C++/C2/Increment-And-Decrement-Operators/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:29, 27 March 2014 by Jyotisolanki (Talk | contribs)
Time' | Narration
|
00.01 | C અને C++ માં ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
00.10 | ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર |
00.12 | ++ દા.ત. a++ જે પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે. |
00.18 | ++a જે પ્રીફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે. |
00.22 | - - દા.ત. a-- જે પોસ્ટફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે. |
00.27 | - -a જે પ્રીફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે. |
00.31 | આપણે ટાઇપ કાસ્ટિંગ વિશે પણ જાણીશું. |
00.35 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 11.10 , |
00.40 | gcc અને ઉબુન્ટુમાં g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું. |
00.48 | ++ ઓપરેટર, ઓપરેન્ડની હાલની વેલ્યુને એક દ્વારા વધારે છે. |
00.54 | a++ અને ++a એ a = a + 1 સમાન છે. |
01.00 | -- ઓપરેટર, ઓપરેન્ડની હાલની વેલ્યુને એક દ્વારા ઘટાડે છે. |
01.06 | a-- અને --a એ a = a - 1 સમાન છે. |
01.13 | હવે હું C પ્રોગ્રામ ની મદદથી સાથે ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટરનો ઉપયોગનું નિદર્શન કરીશ. |
01.19 | મેં પહેલેથી જ પ્રોગ્રામ બનાવ્યો છે, તો હું કોડ સમજાવીશ. |
01.25 | અહીં આપણી પાસે C માં ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર માટેનો કોડ છે. |
01.30 | અહીં, મેં એક ઈન્ટીજર વેરિયેબલ લીધો છે જે 1 વેલ્યુ ધરાવે છે. |
01.35 | આ રીતે આપણે a ની વેલ્યુમાં થતા ફેરફારોનું અવલોકન કરવા માટે સમર્થ થતું. |
01.39 | આમ આ આપણને ઓપરેટર્સના કામ વિશે વધુ સારી રીતે વિચાર આપશે. |
01.47 | ચાલો પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કેવી રીતે કામ કરે છે તે જોઈએ. |
01.51 | આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 1 છે. |
01.55 | વેલ્યુ બદલાશે. |
01.57 | કારણ કે ઓપરેન્ડના મૂલ્યાંકન થાય પછી પોસ્ટફિક્સ ઓપરેશન થાય છે. |
02.04 | જો ઓપરેશન a++ પર થાય છે તો તે a ની વર્તમાન વેલ્યુ પર થાય છે. |
02.10 | ત્યાર પછી a ની વેલ્યુ વધે છે. |
02.17 | હવે જો આપણે અહીં a ની વેલ્યુ જોઈએ, તો તે અહીં 1 દ્વારા વધેલ છે. |
02.27 | આપણે a ને ફરીથી 1 થી ઈનીશ્યલાઈઝ કરીશું તેથી ફેરફારો પર અસર થાય. |
02.35 | હવે આપણે પ્રિફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટરો વિષે શીખીશું. |
02.38 | આ printf સ્ટેટમેન્ટ સ્ક્રીન ઉપર 2 પ્રિન્ટ કરે છે. |
02.42 | કારણ કે ઓપરેન્ડના મૂલ્યાંકન થાય પછી પ્રીફિક્સ ઓપરેશન થાય છે. |
02.49 | તેથી a ની વેલ્યુ પ્રથમ 1 દ્વારા વધે છે અને પછી તે પ્રિન્ટ થયેલ છે. |
02.58 | આપણે કોઈ ફેરફારો છે કે નહીં તે જોવા માટે a ની વેલ્યુ ફરી પ્રિન્ટ કરી છે. |
03.03 | હવે આ કોડ એકઝીક્યુટ કરી તપાસીએ. |
03.07 | હું નીચેની લીટીઓ કમેન્ટ કરીશ. ટાઇપ કરો / *, * / |
03.19 | Save ઉપર ક્લિક કરો. |
03.22 | મેં મારી ફાઈલ incrdecr.c તરીકે સંગ્રહ કરી છે. |
03.29 | Ctrl, Alt અને T કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
03.35 | કમ્પાઈલ કરવા માટે, ટર્મિનલ ઉપર નીચે આપેલ ટાઇપ કરો, gcc incrdecr.c -o incr. એન્ટર ડબાઓ. |
03.51 | કોડ એક્ઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, ./incr'. એન્ટર ડબાઓ. |
03.59 | આઉટપુટ સ્ક્રીન ઉપર દ્રશ્યમાન થાય છે. |
04.01 | તમે a++ પ્રિન્ટ કરો છો ત્યારે આઉટપુટ આ આવે છે. |
04.06 | તમે ++a પ્રિન્ટ કરો છો ત્યારે આઉટપુટ આ આવે છે. |
04.09 | આપણે જોઈ શકીએ છીએ કે પરિણામ પહેલા ચર્ચા કર્યું હતું તે પ્રમાણે છે.
|
04.13 | હવે બાકીના કોડ ઉપર પાછા આવીએ. |
04.16 | હું હવે પોસ્ટફિક્સ અને પ્રિફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટરો સમજાવીશ. |
04.21 | અહીં અને અહીં થી મલ્ટી લાઇન કમેન્ટ રદ કરો.
|
04.29 | આપણે હવે ફરીથી 1 વેલ્યુ ને a માં અસાઇન કરીએ. |
04.35 | printf સ્ટેટમેન્ટ પહેલાં સમજાવ્યા મુજબ 1 ની વેલ્યુ આઉટપુટમાં આપે છે. |
04.40 | a ની વેલ્યુ a-- ના મૂલ્યાંકન પછી ધટશે કારણ કે તે પોસ્ટફિક્સ એક્સપ્રેશન છે.
|
04.47 | આગામી સ્ટેટમેન્ટ o તરીકે a ની વેલ્યુ પ્રિન્ટ કરે છે. |
04.51 | a ની વેલ્યુ હવે 1 થી ઘટે છે. |
04.54 | હવે આપણી પાસે પ્રિફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે. |
04.58 | આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 0 હશે. |
05.00 | કારણ કે તે પ્રીફિક્સ ઓપરેશન છે. |
05.05 | ઓપરેન્ડનું મૂલ્યાંકન થાય તે પહેલાં પ્રિફિક્સ ઓપરેશન થાય છે. |
05.09 | આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 0 છે. |
05.11 | a ની વેલ્યુમાં આગળ કોઈ ફેરફારો કરવામાં આવ્યા નથી. |
05.15 | ટાઇપ કરો, return 0; અને અંતનું કર્લી કૌસ બંધ કરો. |
05.21 | Save ઉપર ક્લિક કરો. |
05.24 | ફરીથી ટર્મિનલ ઉપર જાઓ. |
05.27 | કમ્પાઈલ કરવા માટે ટર્મિનલ ઉપર નીચે આપેલ ટાઇપ કરો ; gcc incrdecr.c -o incr. એન્ટર ડબાઓ. |
05.42 | એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./incr. એન્ટર ડબાઓ. |
05.52 | a-- પ્રિન્ટ કરો ત્યારે આઉટપુટ આ આવશે. |
05.56 | --a પ્રિન્ટ કરો ત્યારે આઉટપુટ આ આવશે. |
05.59 | તેથી, હવે આપણે ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર કેવી રીતે કામ કરે તે જોઈશું. |
06.05 | જો આપણે સમાન પ્રોગ્રામ C++ માં લખવા ઇચ્છીએ છીએ તો, |
06.07 | હું ઉપરના C કોડમાં થોડા ફેરફારો કરી શકું છું. |
06.10 | ચાલો હું એડિટર ઉપર પાછી જાઉં. |
06.13 | અહીં જરૂરી કોડ સાથે C ++ ફાઈલ છે.
|
06.16 | નોંધ લો કે હેડર c ફાઈલ હેડર કરતા અલગ છે. |
06.20 | આપણી પાસે અહીં using namespace ' સ્ટેટમેન્ટ છે. |
06.24 | એ પણ નોંધ લો કે C++ માં આઉટપુટ સ્ટેટમેન્ટ cout છે. |
06.28 | તેથી, આ તફાવત સિવાય, બે કોડ ખૂબ જ સમાન છે. |
06.33 | ફાઈલ સંગ્રહ કરો. ફાઈલ .cpp એક્સટેન્શન સાથે સંગ્રહ થઇ છે. |
06.40 | ચાલો કોડ કમ્પાઈલ કરીએ. |
06.42 | ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો, g++ incrdecr.cpp -o incr. એન્ટર ડબાઓ. |
07.00 | એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./ incr. એન્ટર ડબાઓ. |
07.07 | આઉટપુટ સ્ક્રીન ઉપર દર્શાવાયું છે. |
07.10 | તો, આપણે જોશું કે આઉટપુટ C પ્રોગ્રામ સમાન જ છે. |
07.15 | હવે આપણી પાસે ટાઇપકાસ્ટિંગ વિભાવના છે. |
07.17 | તે C અને C++ બંનેમાં સમાન રીતે અમલમાં મુકાયેલ છે. |
07.22 | ટાઇપકાસ્ટિંગ એક ટાઇપનું વેરિયેબલ બનાવવા માટે વપરાય છે, જે બીજી ટાઇપ તરીકે કાર્ય કરે છે. |
07.27 | ટાઇપકાસ્ટિંગ તમે ઈચ્છતા ડેટા ટાઇપને કૌસમાં બંધ કરી કરવામાં આવે છે. |
07.33 | આ કાસ્ટ તમે કરવા ઈચ્છતા હોવ તે વેરિયેબલ સામે મૂકવામાં આવે છે. |
07.38 | આટાઇપકાસ્ટ્સ એક જ ઓપરેશન માટે માન્ય છે. |
07.42 | હવે a એક ઓપરેશન માટે ફ્લોટ વેરિયેબલ તરીકે વર્તશે. |
07.47 | અહીં પહેલેથી જ બનાવેલ છે એક ઉદાહરણ છે. |
07.50 | હું હવે કોડ સમજાવીશ. |
07.54 | આપણે પ્રથમ ઈન્ટીજર તરીકે a અને b અને ફ્લોટ તરીકે cવેરિયેબલ જાહેર કરીશું. |
08.00 | a ને વેલ્યુ 5 અસાઇન થયેલ છે. b ને 2 વેલ્યુ અસાઇન થયેલ છે. |
08.06 | આપણે a અને b ઉપર ઓપરેશન કરીશું. |
08.10 | આપણે a ને b વડે ભાગીશું. ભાગાકારનું પરિણામ c માં સંગ્રહ થશે. |
08.14 | આપણે 2 દશાંશ સ્થળોની ચોકસાઇ સૂચવવા માટે '%.2f નો ઉપયોગ કર્યો છે. |
08.20 | પ્રદર્શિત પરિણામ 2.50 ના ઈચ્છિત પરિણામ સામે 2.00 હશે.... |
08.25 | ફ્રેક્શનલ ભાગ કપાઈ ગયું છે કારણ કે બંને ઓપરેન્ડ a અને b ઈન્ટીજર છે. |
08.31 | રિયલ ભાગાકાર કરવા માટે કોઈ એક ઓપરેન્ડ ફ્લોટમાં ટાઇપ કાસ્ટ કરવું પડશે. |
08.35 | અહીં આપણે a ને ફ્લોટમાં ટાઇપ કાસ્ટ કરીએ છીએ. c હવે રિયલ ભાગાકાર ની વેલ્યુ ધરાવે છે. |
08.41 | હવે રિયલ ભાગાકારનું પરિણામ પ્રદર્શિત થયું છે. અપેક્ષા પ્રમાણે જવાબ 2.50 છે |
08.47 | ટાઇપ કરો, return 0; અને અંતિમ કર્લી કૌસ બંધ કરો. |
08.51 | Save ઉપર ક્લિક કરો. .c એક્સટેન્શન સાથે ફાઈલ સંગ્રહ કરો. |
08.55 | મેં મારી ફાઈલ typecast.c તરીકે સંગ્રહ કરી છે. |
08.59 | ટર્મિનલ ખોલો. |
09.01 | કમ્પાઈલ કરવા માટે, ટાઇપ કરો, gcc typecast.c -o type. એન્ટર ડબાઓ. |
09.17 | એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, ./type. એન્ટર ડબાઓ. |
09.25 | આઉટપુટ સ્ક્રીન ઉપર પ્રદર્શિત થાય છે.
|
09.27 | બે વેલ્યુ જોઈ આપણે ટાઇપકાસ્ટિંગની અસરો જોઈએ છીએ. |
09.32 | હવે આપણે આ ટ્યુટોરીયલ સંક્ષિપ્ત કરીશું. |
09.34 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
09.36 | ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટરોનો ઉપયોગ કેવી રીતે કરવો. |
09.40 | આપણે પોસ્ટફિક્સ અને પ્રીફિક્સ સ્વરૂપ વિશે શીખ્યા.
|
09.44 | આપણે ટાઇપકાસ્ટિંગ વિશે અને તે કેવી રીતે ઉપયોગમાં લેવું તે વિષે શીખ્યા. |
09.47 | એસાઈનમેન્ટ માટે, |
09.49 | આપેલ એક્સપ્રેશન ઉકેલવા માટે પ્રોગ્રામ લખો, (a\b) + (c\d) |
09.56 | a, b, c અને d ની વેલ્યુ યુઝર દ્વારા ઇનપુટ તરીકે લેવામાં આવે છે. |
10.01 | રીયલ ભાગાકાર કરવા માટે ટાઇપ કાસ્ટિંગ નો ઉપયોગ કરો. |
10.05 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
10.08 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
10.10 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
10.15 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
10.17 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
10.20 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
10.24 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
10.33 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10.37 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
10.44 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
10.55 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |