LibreOffice-Suite-Base/C2/Tables-and-Relationships/Gujarati
From Script | Spoken-Tutorial
Visual Cues | Narration |
---|---|
00:00 | લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:04 | આ ટ્યુટોરીયલમાં, આપણે લીબરઓફીસ બેઝમાંTables and Relationships વિષે શીખીશું. |
00:10 | અહીં, આપણે કોષ્ટકમાં ડેટા ઉમેરવા વિશે જાણીશું. |
00:16 | સંબંધો ને વ્યાખ્યાયિત કરવું અને બનાવવું. |
00:19 | પહેલાંના લીબરઓફીસ બેઝ ટ્યુટોરીયલમાં, આપણે બેઝનો પરિચય , ડેટાબેઝ બેઝિક્સ અને ડેટાબેઝ અને કોષ્ટક કેવી રીતે બનાવવા તે શીખ્યા. |
00:31 | તે ટ્યુટોરીયલના કોર્સ દરમિયાન આપણે ઉદાહરણ માટે Library નામનો ડેટાબેઝ પણ બનાવેલ હતો અને Books નામનું કોષ્ટક પણ બનાવેલ હતું. |
00:42 | આ ટ્યુટોરીયલમાં, આપણે Library ડેટાબેઝ સાથે ફરી શરુ કરીશું અને કોષ્ટકમાં ડેટા કેવી રીતે ઉમેરવું તે શીખીશું. |
00:51 | આ માટે, ચાલો લીબરઓફીસ બેઝ પ્રોગ્રામ શરુ કરીએ. |
00:57 | આ માટે, આપણે સ્ક્રીન ના ડાબી તરફના તળિયે Start બટન પર ક્લિક કરીશું, |
01:03 | All programs પર ક્લિક કરો, પછી LibreOffice Suit અને LibreOffice Base પર ક્લિક કરો. |
01:12 | જો કે આપણે પહેલેથી છેલ્લા ટ્યુટોરીયલમાં લાઇબ્રેરી ડેટાબેઝ બનાવ્યો હતો, તેથી આ સમયે આપણે તેને ફક્ત ખોલવા ની જરૂર છે. |
01:20 | આવું કરવા માટે, ચાલો 'open an existing database file' વિકલ્પ પર ક્લિક કરીએ. |
01:28 | 'Recently Used' ડ્રોપ ડાઉન બોક્સમાં, આપણું Library ડેટાબેઝ દૃશ્યમાન હોવું જોઈએ, |
01:35 | તો હવે, Finish બટન પર ક્લિક કરો. |
01:38 | જો તમે તે ન જુઓ, તો Windows directory જ્યાં લાયબ્રેરી ડેટાબેઝ સંગ્રહાયેલ છે તેને બ્રાઉઝ કરવા માટે આપણે Open બટન પર ક્લિક કરી શકીએ છીએ. |
01:50 | એકવાર મળી જાય ત્યાર બાદ, filename પર ક્લિક કરો અને Open બટન પર ક્લિક કરો. |
01:57 | હવે, જો લીબરઓફીસ બેઝ પ્રોગ્રામ પહેલેથી જ ખુલ્લો હોય, તો આપણે અહીં થી લાઈબ્રેરી ડેટાબેઝ ખોલી શકીએ છીએ, |
02:07 | ટોચ પર File મેનૂ પર ક્લિક કરી અને પછી Open પર ક્લિક કરીને. |
02:14 | આપણે Windows directory કે જ્યાં લાઈબ્રેરી ડેટાબેઝ ફાઈલ સંગ્રહાયેલ છે તે બ્રાઉઝ કરીશું. |
02:21 | ચાલો ફાઈલ Library.odb પર ક્લિક કરીએ અને તળિયે Open બટન પર ક્લિક કરીએ. |
02:31 | હવે આપણે લાઈબ્રેરી ડેટાબેઝ અંદર છીએ. |
02:35 | ચાલો હવે ડાબી પેનલમાં Database list માં Tables ચિહ્ન પર ક્લિક કરો. |
02:42 | નોંધ લો કે જમણી પેનલ પર Tables list માં Books કોષ્ટક દેખાય છે. |
02:48 | ચાલો હવે Books કોષ્ટક ઉપર જમણું માઉસ બટન ક્લિક કરીએ. |
02:53 | નોંધ લો તમે અહીં વિવિધ વિકલ્પો પસંદ કરી શકો છો. |
02:58 | આ કોષ્ટક માં ડેટા ઉમેરવા માટે ચાલો હવે 'open' પર ક્લિક કરીએ. |
03:04 | વૈકલ્પિક રીતે, આપણે પણ કોષ્ટક નામ પર બે વખત ક્લિક કરીને પણ તે ખોલી શકીએ છીએ. |
03:10 | નવી વિન્ડો 'Books – Library – LibreOffice Base: Table Data View' શીર્ષક સાથે ખુલે છે. |
03:20 | હવે આપણે Values માં દરેક સેલમાં સીધું લખીને Books કોષ્ટક માં ડેટા દાખલ કરી શકીએ છીએ. |
03:32 | Bookid સ્તંભ 'AutoField' છે તેની નોંધ લો, |
03:37 | આનો અર્થ છે કે બેઝ દરેક પંક્તિ જે આપણે ઉમેરીશું તેમાં ચડતા ક્રમમાં નંબરો આપોઆપ સોંપશે. |
03:48 | હવે, ચાલો સેલોમાં ડેટા દાખલ કરીએ, પંક્તિ દ્વારા પંક્તિ, જેમ સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યું છે. |
04:23 | તેથી, અહીં આપણા Books કોષ્ટક માં 5 પંક્તિઓ નમૂના તરીકે છે. |
04:29 | ચાલો હવે ટોચ પર File મેનૂ ક્લિક કરી અને પછી Close પસંદ કરીને આ વિન્ડો બંધ કરીએ. |
04:39 | અહીં તમારા માટે અસાઈનમેન્ટ છે. |
04:42 | Member કોષ્ટક બનાવો જે દરેક સભ્ય વિશે જાણકારી સંગ્રહ કરશે, ઉદાહરણ તરીકે, સભ્યનું નામ અને ફોન નંબર. |
04:53 | નીચેના ત્રણ ફીલ્ડોનો સમાવેશ કરો. |
04:57 | Member Id Field type Integer સાથે, અને આને પ્રાઈમરી કી બનાવો. |
05:06 | Name Fieldtype Text સાથે |
05:10 | Phone Fieldtype Text સાથે |
05:15 | ઠીક છે, જ્યારે તમે તે કરી નાખશો, તો Members કોષ્ટક આ રીતે દેખાશે. |
05:22 | ચાલો આ વિન્ડો બંધ કરીએ. |
05:25 | હવે સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે ચાલો આપણે 4 નમૂના સભ્યો Members કોષ્ટકમાં ઉમેરીએ , |
05:35 | જે પ્રમાણે આપણે Books કોષ્ટક માટે કર્યું હતું. |
05:46 | તે થઇ જાય પછી, ચાલો આ વિન્ડો બંધ કરીએ. |
05:50 | હવે, ચાલો મુખ્ય વિન્ડો પર પાછા જઈએ અને Tables ચિહ્ન પર ફરીથી ક્લિક કરીએ. |
05:57 | અને ચાલો ત્રીજું કોષ્ટક બનાવીએ: Books Issued. |
06:03 | જ્યારે પૂર્ણ થશે, Books Issued કોષ્ટક માં નીચેના ફીલ્ડો હશે: |
06:10 | Issue Id, Field type Integer. જે પ્રાઈમરી કી હશે. |
06:16 | Book Id,Field type,Integer |
06:20 | Member Id ,Field type,Integer |
06:24 | Issue Date,Field type,Date |
06:28 | Return Date,Field type,Date |
06:32 | Actual Return Date,Field type,Date |
06:36 | અને Checked In,Field type Yes/No Boolean |
06:42 | ઠીક છે, આપણે Books Issued કોષ્ટક બનાવેલ છે, |
06:47 | અને હવે સ્ક્રીન પર દેખાય છે તે પ્રમાણે ચાલો નીચેની નમૂના માહિતીને તે અંદર ઉમેરીએ. |
06:56 | આ હમણાં આનો કોઈ ચોક્કસ અર્થ નથી, આપણે તરત સમજીશું કે શું થઇ રહ્યું છે. |
07:17 | હવે, આપણી પાસે આપણા લાઈબ્રેરી ડેટાબેઝમાં ત્રણ કોષ્ટકો છે, નમૂના ડેટા સાથે. |
07:25 | ચાલો હવે ડેટાબેઝમાં સંબંધો કેવી રીતે વ્યાખ્યાયિત કરવા તે વિશે શીખીએ. |
07:31 | તેથી ત્રણ અલગ સમૂહોની માહિતી સંગ્રહ કરવા માટે આપણે ત્રણ કોષ્ટકો બનાવેલ છે. |
07:38 | Books, Members અને સભ્યો માટે Issue of Books. |
07:44 | હવે આપણે પણ દરેક પુસ્તકને વિશિષ્ટ રીતે ઓળખવા માટે કૉલમ સુયોજિત કરીશું, દરેક સભ્ય અને દરેક પુસ્તક જે issue થઇ હતી તે આ ત્રણ કોષ્ટકો માં છે. |
07:57 | તેઓ પ્રાઈમરી કીઓ છે. |
08:00 | પ્રાઈમરી કી ના વિવિધ લાભ માંથી એક લાભ એ છે કે તે કોષ્ટકો વચ્ચે સંબંધ સ્થાપિત કરે છે. |
08:10 | પરંતુ આપણને સંબંધની શું જરૂર છે? |
08:13 | ચાલો Books Issued કોષ્ટક ને જુઓ. અહીં, આપણે Book Id અને Member Id ફિલ્ડ જોઈએ છીએ. |
08:23 | તેઓ પાસે Books Issued કોષ્ટકમાં કોઈપણ કિંમત હોય શકે છે. |
08:28 | પરંતુ, તેઓ એ જે કિંમતો Books કોષ્ટકમાં છે તેને અનુલક્ષતી કિંમત Members કોષ્ટકમાં પણ રાખવાની જરૂર પડશે. |
08:38 | તેથી જો પુસ્તક, Macbeth છે, તો તેની Book Id 3 તરીકે Books કોષ્ટકમાં છે, |
08:45 | પછી Books Issued કોષ્ટકમાં Book Id 3 નો ઉપયોગ કરીને, આપણે હજુ પણ આ જ પુસ્તકનો ઉલ્લેખ કરીશું. |
08:56 | તો સ્પષ્ટપણે આ બે કોષ્ટકો સાથે જોડાવા માટે, આપણે હજી પણ તેમને કોઈ રીતે લિંક કરવાની જરૂર રહેશે. |
09:05 | ઉપરાંત, ઉદાહરણ તરીકે, 'Macbeth' 2 જૂન 2011 ના રોજ રવિ કુમાર માટે ઇસ્યુ કરવામાં આવી હતી તે તમે કઈ રીતે સ્થાપિત કરશો? |
09:16 | અથવા તમે કેવી રીતે ખાતરી કરશો કે પુસ્તક માત્ર પુસ્તકાલયના સભ્યોને જ અને બીજા કોઈને પણ ઇસ્યુ નથી થઇ? |
09:25 | આ બધું સંબંધોને સુયોજિત કરવાથી પ્રાપ્ત થાય છે, જે ડેટા ને એકબીજા સાથે જોડવામાં મદદ કરે છે. |
09:34 | યોગ્ય ફીલ્ડોને જોડીને, આપણે બેઝ ને દબાણ કરવાની જરૂર છે કે તે માત્ર Books અને Members કોષ્ટક માંથી જ મૂલ્યો જો ઉપયોગ કરે. |
09:46 | ચાલો જોઈએ કેવી રીતે કરવું. |
09:48 | લીબરઓફિસ બેઝની મુખ્યવિન્ડોમાં, ચાલો Tools અને પછી Relationships ઉપર ક્લિક કરીએ. |
09:58 | આ એક નવી નાની પોપ અપ વિન્ડો ખોલે છે, |
10:03 | અહીં આપણે સૌથી ટોચના કોષ્ટકને પસંદ કરીશું અને Add બટન પર ક્લિક કરો, અને અન્ય બે કોષ્ટકો માટે પણ પુનરાવર્તન કરો. |
10:15 | પોપ અપ વિન્ડો બંધ કરો. |
10:18 | હવે આપણે એક લીટી માં ત્રણ કોષ્ટકો મળે છે Books, Books Issued અને Members. |
10:26 | ક્લિક કરી, ખેચો અને છોડો, ચાલો કોષ્ટકો વચ્ચે વધુ જગ્યા મુકીએ. |
10:35 | હવે, ચાલો Books કોષ્ટકમાં Book Id પર ક્લિક કરીએ અને તેને Books Issued કોષ્ટકમાં Book Id ઉપર છોડીયે. |
10:48 | આ બે ફિલ્ડ નામો સાથે જોડાતી લાઈન ની નોંધ લો. તેથી આપણે ત્યાં સંબંધ સુયોજિત કર્યું છે! |
10:57 | ચાલો MemberId માટે સમાન જ પુનરાવર્તન કરીએ. |
11:02 | Members કોષ્ટકમાં Member Id ઉપર ક્લિક કરો અને તેને ખેંચી Books Issued કોષ્ટક ઉપર છોડો. |
11:11 | તમે જોઈ શકો છો કે આપણે બે સંબંધો બનાવ્યા છે. |
11:16 | અને, આ રીતે આપણે સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ. |
11:20 | અને તેથી એકબીજાથી જોડાયેલા અર્થપૂર્ણ ડેટા રીલેશનલ ડેટાબેઝના વિવિધ કોષ્ટકો માં સંગ્રહિત છે. |
11:30 | અહીં લીબરઓફીસમાં કોષ્ટકો અને સંબંધો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
11:36 | સારાંશ માટે, આપણે શીખ્યા: કોષ્ટકમાં ડેટા કેવી રીતે ઉમેરવું, સંબંધો ને વ્યાખ્યાયિત કરવું અને બનાવવું. |
11:45 | મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે,જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
11:57 | આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. |
12:03 | આ ઉપર વધુ માહિતી માટે "http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે. |
12:08 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
12:17 | જોડવા બદલ આભાર. |