Spoken-Tutorial-Technology/C2/Editing-using-Audacity/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 21:12, 29 May 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો. Editing using Audacity પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ સમજાવશે કે એક ઓડિયો ફાઈલને કેવી રીતે એડીટ કરવી. આપણે શીખીશું કે કેવી રીતે
00:14 ઓડિયો ફાઈલને ઓડેસીટીમાં ખોલવી
00:16 સ્ટીરીઓને મોનોમાં રૂપાંતરણ કરવું. લેબલો જોડાણ કરવા. ઓડિયોને કટ, ડીલીટ, મુવ અને એમ્પલીફાય કરવું. બેકગ્રાઉન્ડ ઘોંઘાટ ફિલ્ટર કરવું. ઓડિયો ફાઈલને સંગ્રહ્વી અને એક્સપોર્ટ કરવી.
00:27 આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 10.04 આવૃત્તિ ઓપરેટીંગ સીસ્ટમ અને ઓડેસીટી આવૃત્તિ 1.3.
00:36 ઓડેસીટી ઘણા ઓડિયો ફોર્મેટને આધાર આપે છે જેમ કે:
00:39 WAV (Windows Wave format)
00:41 AIFF (Audio Interchange File Format)
00:43 Sun Au / NeXT
00:46 RCAM (Institut de Recherce et Coordination Acoustique / Musique)
00:49 MP3 (MPEG I, layer 3) (એક્સપોર્ટને જુદા એનકોડરની જરૂર પડે છે. લેમ સંસ્થાપન જુઓ) Ogg Vorbis
00:53 ચાલો મુખ્ય મેનુ વિષયમાંથી Applications >> Sound and Video >> Audacity મારફતે ઓડેસીટીને એક્સેસ કરીએ.
01:04 ઓડેસીટી મદદ બોક્સ ખુલે છે. ચાલો OK ક્લિક કરીએ.
01:09 ઓડિયો ફાઈલ એડિટ કરવા માટે, આપણને પહેલા તેને ઓડેસીટીમાં ઈમ્પોર્ટ કરવું પડશે. આ કરવા માટે, File >> Import >> Audio પર જાવ.
01:21 જ્યારે બ્રાઉઝર વિન્ડો ખુલે છે ત્યારે, એડિટ કરવા માટે જોઈતી ઓડિયો ફાઈલને બ્રાઉઝ કરો અને Open પર ક્લિક કરો.
01:31 ફાઈલ ઓડેસીટી વિન્ડોમાં ખુલે છે.
01:36 File >> Save Project As પર ક્લિક કરીને આ ફાઈલને a u p ફાઈલ (એટલે કે ઓડેસીટી પ્રોજેક્ટ ફાઈલ) તરીકે સંગ્રહો.
01:47 ખૂલેલ બોક્સમાં OK ક્લિક કરો.
01:51 તમારી ફાઈલને નામ આપો. અહીં આપણે ટાઈપ કરીશું 'Editing in Audacity'..
01:55 ફોલ્ડર ચેક કરો, અને Save પર ક્લિક કરો.
02:00 'Copy All Audio into Project (safer)' વિકલ્પ પસંદ કરો.
02:05 આ એક ફોલ્ડર બનાવે છે જે કે તમામ ઓડેસીટી પ્રોજેક્ટ ડેટા ફાઈલો ધરાવશે.
02:11 ટ્રેકોની તરફે જુઓ. જો અહીં એક ટ્રેક હોય, તો ઓડીયો MONO માં છે.
02:16 આને ડાબા પેનલ પર આવેલ લેબલમાં પણ ઉલ્લેખવામાં આવશે.
02:21 હવે, ચાલો બીજી ઓડીયો ફાઈલ ખોલીએ.
02:35 જો અહીં 2 ટ્રેકો હોય, તો ઓડીયો STEREO માં છે. ફરીથી, આને ડાબા પેનલ પર આવેલ લેબલમાં ઉલ્લેખવામાં આવશે.
02:45 ટ્રેકને સંપૂર્ણરીતે રદ્દ કરવા માટે, ટ્રેકને પસંદ કરો, Tracks ટેબ પર ક્લિક કરો અને Remove Tracks પસંદ કરો.
02:59 એકાંતરે, એકદમ ડાબે આવેલ X પર ક્લિક કરીને ટ્રેકોને રદ્દ કરો.
03:04 જો ઓડીયો ફાઈલ સ્ટીરીઓ મોડમાં છે અને સ્ટીરીઓ આઉટપુટની જરૂર નથી, તો આપણે મોડને મોનોમાં રૂપાંતરિત કરી શકીએ છીએ.
03:12 આવું કરવા માટે, Tracks ટેબ પર જાવ અને Mix and Render પસંદ કરો.
03:20 હવે ઓડીયો ફાઈલની ડાબી બાજુએ આવેલ પેનલ પરનાં ડ્રોપ-ડાઉન બાણ પર ક્લિક કરો અને Split stereo to mono પસંદ કરો.
03:30 એક ટ્રેક રદ્દ કરો.
03:35 ફાઈલનું ઝૂમ ઇન અથવા કે આઉટ કરવા માટે કર્સરને ફાઈલ પર ત્યાં ક્લિક કરો જ્યાં તમને ઝૂમ કરવું છે અને એડિટ પેનલ પર આવેલ zoom in અથવા zoom out બટન ક્લિક કરો.
03:52 એકાંતરે, ફાઈલનાં એ ભાગ ઉપર કર્સર મુકો જ્યાં તમને ઝૂમ ઇન અથવા આઉટ કરવું છે.
04:03 હવે Ctrl કી નીચે દાબી રાખો અને ઝૂમ ઇન અને આઉટ કરવા માટે તમારા માઉસ પરનાં સ્ક્રોલ ચક્રનો ઉપયોગ કરો.
04:19 એક ઓડીયો ફાઈલને વણજોઈતા ભાગો રદ્દ કરવા માટે કાપી, કોપી, પેસ્ટ, રદ્દ અને અમુક વિશેષ અસરો સહીત ઉપચાર આપી શકાવાય છે.
04:29 ફાઈલનાં માપમાં વધારો કે ઘટાડો પણ કરી શકાવાય છે.
04:35 એડિટ કરવા પહેલા, હમેશા પુરેપુરી ઓડીયો ફાઈલ સાંભળો. સરળ સંદર્ભ માટે, તમે સાંભળતી વખતે ભાગોને લેબલ કરવાનું ઈચ્છી શકો છો.
04:44 આવું કરવા માટે, Tracks >> add New અને Label Track પર ક્લિક કરીને એક લેબલ ટ્રેક ઉમેરો.
04:56 લેબલ એક પોઇન્ટે ઉમેરવા, કર્સર વડે પોઈન્ટ પસંદ કરો, tracks ટેબ પર જાવ,
04:54 અને Add label at selection પસંદ કરો.
05:08 તમે લેબલની અંદર ટાઈપ કરી શકો છો.
05:16 એકાંતરે, પોઈન્ટ પર ક્લિક કરો,
05:24 Ctrl +B દાબો.
05:28 પહેલી વખતે આનાથી એક નવી ટ્રેક ખુલે છે.
05:32 સતત Ctrl+B થી સમાન ટ્રેક પર નવા લેબલ ખુલશે.
05:47 લેબલ ટાઈમલાઈન પર એક પોઇન્ટે કર્સર સહીત ખુલશે જ્યાં કર્સર મુકાયું છે.
05:53 કોઈપણ જોઈતી જગ્યાએ કર્સર મુકો અને દરેક નવા લેબલ માટે Ctrl+B દાબો.
06:07 લેબલોને ખસેડી પણ શકાવાય છે.
06:15 લેબલો રદ્દ કરવા માટે, ટેક્સ્ટ બોક્સની અંદર ક્લિક કરો અને ત્યાં સુધી બેકસ્પેસ દબાવતા રહો જ્યાં સુધી લેબલ રદ્દ થતું નથી.
06:27 આ કરવાનો બીજો માર્ગ એ છે કે Tracks >> Edit Labels પર જાવ.
06:34 તમામ લેબલોની યાદી દર્શાવતો વિન્ડો દ્રશ્યમાન થશે અને તમામ એ લેબલો જેને રદ્દ કરવા છે તેને પસંદ કરી અને Remove બટન પર ક્લિક કરીને રદ્દ કરી શકાવાય છે.
06:46 Ok ક્લિક કરો.
06:55 સમગ્ર ઓડીયો ફાઈલને એક કે તેથી વધુ વાર સાંભળ્યા બાદ, એડિટની રચના નિર્ધારિત કરી શકાવાય છે; જોઈએ એ પ્રમાણે, ફાઈલનાં ભાગોને રદ્દ કરી શકાય અથવા ખસેડી શકાવાય છે.
07:07 પરિચય, બોડી અને નિષ્કર્ષ માટે શું યોગ્ય છે એના પર આધાર રાખી એડિટની રચના કરો.
07:15 ફરી આવેલ અને ખરાબ ધ્વનીને રદ્દ કરો. અસરોનો ઉપયોગ સંદેશની અસરને વધારવા હેતુ થઇ શકે છે.
07:21 વણજોઈતા અવાજો જેમ કે તોતડાવું અને ઉધરસ ખાવી જે કે સંવાદને ઓવરલેપ કરતી નથી, ફરી આવેલ અવાજો, અને લાંબી ચુપકીને રદ્દ કરી શકાવાય છે.
07:32 રદ્દ કરવા માટે, સિલેક્શન ટૂલ પસંદ કરો અને ડાબું-ક્લિક કરીને રદ્દ કરવા માટે જોઈતા ઓડીયોનાં ભાગને પસંદ કરો, ડ્રેગ કરો અને ત્યારબાદ મુક્ત કરો, અને ઓડીયોનાં તે ભાગને રદ્દ કરવા માટે delete દબાવો.
07:50 ઓડીયોનાં એક અંશને બીજા ભાગમાં ખસેડવા માટે, ડાબું-ક્લિક કરીને ખસેડવા માટે જોઈતા ઓડીયોનાં એ ભાગને પસંદ કરો, ડ્રેગ કરો અને ત્યારબાદ મુક્ત કરો, ત્યારબાદ કીબોર્ડ શોર્ટકટ Ctrl+X વાપરીને તે ભાગને કટ કરો.
08:07 આપણે એડિટ ટૂલ્સ પેનલમાં આવેલ Cut બટન પર પણ ક્લિક કરી શકીએ છીએ અથવા Edit >> Cut વિકલ્પ પર ક્લિક કરી શકીએ છીએ.
08:22 કર્સરને એ જગ્યાએ ખસેડો જ્યાં ઓડીયો અંશને ખસેડવું છે,
08:31 ત્યાં ક્લિક કરો અને ઓડીયો અંશને પેસ્ટ કરો.
08:33 આવું કા તો કીબોર્ડ શોર્ટકટ Ctrl+V વાપરીને અથવા તો પેસ્ટ બટન વાપરીને કરી શકાવાય છે
08:40 જે કે એડિટ ટુલ્સ પેનલમાં છે અથવા કે Edit >>
08:47 Paste વિકલ્પ દ્વારા.
08:52 મોટા શ્વાસને ઘટાડવા માટે, ઓડીયો સ્ટ્રીમમાં આવેલ બ્રેથ પોર્શનને આ પ્રમાણે પસંદ કરો
09:14 ડાબું-ક્લિક કરીને, ડ્રેગ કરો અને મુક્ત કરો.
09:17 Effect >> Amplify પર જાવ. એમ્પલીફીકેશન બોક્સમાં
09:26 -5 અથવા -7 કે તેથી વધુ દાખલ કરો, એ આધાર રાખીને કે તમને કેટલો અવાજ ઘટાડવો છે, અને Ok ક્લિક કરો.
09:43 એ ભાગ જેકે કોમળતાથી રેકોર્ડ થયો છે તેના અવાજને વધારવા માટે, ઓડીયો પસંદ કરી Effect >> Amplify પર જાવ.
09:56 તમને એક વેલ્યુ ત્યાં પહેલાથી જ દેખાશે. આ વેલ્યુ એ આ ફાઈલ માટે ઈષ્ટતમ એમ્પ્લીફિકેશન છે. તમે પોતાને જોઈતી સંખ્યા પણ દાખલ કરી શકો છો.
10:12 Ok ક્લિક કરો.
10:15 જો Ok બટન સક્રિય ન હોય તો, Allow Clipping વિકલ્પ ચેક કરો.
10:34 ખલેલ પહોંચાડનારા બેકગ્રાઉન્ડ ઘોંઘાટને ફિલ્ટર કરી કાઢવા માટે, સેમ્પલ અવાજ સહીત ટ્રેક પરનાં એક ભાગને પસંદ કરો.
10:47 અવાજ વગરનાં ભાગને પસંદ કરવાનું યાદ રાખો. હવે ક્લિક કરો Effect >>
10:55 Noise Removal.
10:59 Get Noise Profile પર ક્લિક કરો.
11:02 આ ફિલ્ટર કરવાનાં અવાજ સેમ્પલની ઓળખ પાડશે.
11:06 હવે સમગ્ર ઓડિયો ટ્રેકને પર તેના પર ક્યાં પણ ક્લિક કરીને પસંદ કરો.
11:11 ફરીથી, ક્લિક કરો Effect >>
11:16 Noise Removal. અવાજ ઘટાડાનું સ્તર પસંદ કરો.
11:26 નાનામાં નાની વેલ્યુને ઉપયોગમાં લો જે અવાજને સ્વીકૃત સ્તર સુધી ઘટાડે છે.
11:31 ઉચ્ચ વેલ્યુ સંપૂર્ણ રીતે અવાજને રદ્દ કરશે પરંતુ ઓડિયોની વિકૃતિમાં પરિણામ આપશે જે કે રહે છે.
11:37 ચાલો OK ક્લિક કરીએ.
11:44 આગ્રહ કરીએ છીએ કે બોક્સની ભલામણ કરેલ વેલ્યુ કરતા ઓડિયોને વધારે એમ્પલીફાય ન કરો કારણ કે એમ્પલીફાય કરવાથી પણ બેકગ્રાઉન્ડ ધ્વનીમાં વધારો થાય છે.
11:54 એ સાથે જ ફૂફાડાનો અવાજ અને ગણગણાટ વધુ પડતો અગ્રણી બને છે.
11:57 પ્રોજેક્ટ ફાઈલને એકંદરે સંગ્રહતા રહો.
12:00: છેલ્લે, અંતિમ પ્રોજેક્ટને જોઈતા ઓડિયો ફોર્મેટમાં એક્સપોર્ટ કરો એટલે કે wav, mp3 અને અન્ય.
12:09 અમે આ ભાગને પહેલાથી જ પહેલાનાં ટ્યુટોરીયલમાં આવરી લીધો છે. વિગતવાર જાણકારી માટે કૃપા કરી તેનો સંદર્ભ લો.
12:17 આ ટ્યુટોરીયલમાં બસ આટલું જ. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ઓડેસીટી વાપરીને, એડીટીંગનું બેસિક્સ
12;26 ઓડિયો ફાઈલને કેવી રીતે ખોલવાનું, સ્ટીરીઓને મોનોમાં રૂપાંતરિત કરવાનું, ઝૂમ ઇન અને આઉટ, લેબલો જોડાણ કરવું
12:35 રચના અને એડીટ. ઓડિયોને કટ, ડીલીટ, મુવ કરવાનું. ઓડિયો એમ્પલીફાય કરવું. બેકગ્રાઉન્ડ ઘોંઘાટને ફિલ્ટર કરવું
12:50 ઉપર આપેલ ટિપ્સ વાપરીને તમે પ્રથમ ટ્યુટોરીયલમાં રેકોર્ડ કરેલ ઓડિયોને એડીટ કરો.
12:55 જરૂર પડતી જગ્યાએ fade out અને fade in નો ઉપયોગ કરો.
13:01 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો (http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial)
13:06 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
13:10 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો
13:15 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપોનું આયોજન કરે છે
13:20 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ થાય છે તેઓને પ્રમાણપત્રો આપે છે
13:25 વધુ વિગતમાં જાણવા માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક સાધો
13:30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક-ટુ-અ-ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
13:35 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
13:42 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-intro
13:55 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
13:58 આભાર.
14:01 IIT Bombay તરફથી હું જ્યોતી સોલંકી, વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Pratik kamble