GIMP/C2/Questions-And-Answers/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:02, 27 March 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
---|---|
00:23 | Meet the GIMP માં સ્વાગત છે. |
00:25 | આ ટ્યુટોરીયલ નોર્થન જર્મની, બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે. |
00:31 | આજનાં ટ્યુટોરીયલ માટે મેં તમને પ્રશ્ન અને જવાબ આવૃત્તિ હેતુ વચન આપ્યું હતું તો ચાલો અમુક સમાચારથી શરૂઆત કરીએ. |
00:40 | મેં તમને gimpusers.com વિશે પહેલા જ જણાવ્યું હતું અને તેમની પાસે GIMP નાં વિડીઓ પોડકાસ્ટ વિશે એક વિખ્યાત સમાચાર છે પરંતુ મને લાગે છે કે તમને તે પોડકાસ્ટ વિશે પહેલાથી જ જાણ છે. |
00:55 | તો ચાલો ડાઉનલોડ પુષ્ઠ પર જઈએ અને અહીં તમેં તે gimp 2.4.0 release candidate જુઓ છો અને તે ઉપલબ્ધ છે વિન્ડોવ્ઝ માટે અને મને લાગે છે કે એપલ મેકીન્ટોઝ માટે અને મારી સીસ્ટમ છોડીને મોટા ભાગની લીનક્સ સીસ્ટમોમાં તે આંતરસ્ત્રોત છે. |
01:19 | કારણ કે ઉબુન્ટુ એ કેટલીક જરૂરી એવી લાઇબ્રેરીઓ સાથે બાથ ભીડવા માટે સમર્થ નથી. |
01:27 | તો gimp 2.4.0 માર્ગ પર છે અને તમે gimpusers.com પર છો, સ્ક્રીન પર આવેલ આ વિસ્તાર તરફે જુઓ. |
01:42 | તે બે સંદેશ યાદીનું એક દર્પણ છે જે કે ગીમ્પ વિશે ઘણી બધી માહિતી પ્રદાન કરે છે. |
01:49 | પ્રથમ છે ગીમ્પ યુઝર સંદેશ યાદી અને હું તમને તે વાંચવા માટે આગ્રહ કરું છું. |
02:02 | ગીમ્પ ડેવેલોપર યાદી મારા માથા ઉપર આવેલ છે અને કદાચિત તમારા ઉપર પણ આવેલ છે. |
02:12 | અને અહીં ચર્ચા છે જે પ્રશ્નનાં જવાબો આપે છે અને મને તે વિશે ખબર ન હતી. |
02:20 | ચાલો તે અહીં જોઈએ. |
02:22 | અહીં પહેલો પ્રશ્ન એલેક્સ બર્સ દ્વારા પૂછવામાં આવ્યો છે અને તેણે પૂછ્યું છે કે સેમ્પલ પોઈન્ટ ટેબે શું કર્યું હતું? |
02:34 | અને હું પ્રશ્ન સમજ્યો ન હતો. |
02:38 | પરંતુ હું એલેક્સને ઓળખું છું એણે તમારી માટે ફાઈલો આપીને અને મારી માટે ગૂગલ સાઈટ સુયોજિત કરીને મને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. |
02:51 | અહીં જવાબ ટીમ જેડલિકા પાસેથી અપાયો છે અને હું ટીમને પણ ઓળખું છું કારણ કે ટીમની પાસે ઇન્ટરનેટ પર મોટું સર્વર છે અને ઈન્ટરનેટ મારફતે મોટી એવી પાઈપ છે અને અત્યારે અમે તમારા માટે એવી શક્યતાઓ સુયોજિત કરવાનાં પ્રક્રિયામાં છીએ જેથી કરીને તમે જે ફાઈલો હું અહીં વાપરું છું તેને ડાઉનલોડ કરી શકો. |
03:14 | હું તમને તે વિશે જાણકારી આપતી રહીશ અને ફક્ત meetthegimp.org પરનાં બ્લોકમાં જુઓ અને જુઓ કે તમે ત્યાં ડાઉનલોડ આઈકોન શોધી શકો છો કે. |
03:29 | અહીં ટીમ એલેક્સનાં પ્રશ્નનો જવાબ આપે છે. |
03:33 | અને અહીં હું આ પ્રશ્ન અને જવાબ વાર્તાલાપ માટે તમારા બંનેનો આભાર માનું છું. |
03:40 | ટીમ લખે છે કે સેમ્પલ પોઈન્ટને એક માર્ગદર્શિકાની જેમ બનાવવામાં આવે છે શિવાય કે તમને ctrl કીને પકડી રાખવાની જરૂર પડે છે અને તમે મેઝરમેંટ બારમાં કર્સર મુકીને તમને સેમ્પલ કરવા માટે જોઈતું પોઈન્ટ ખસેડતી વેળાએ ctrl કી દબાવી રાખીને એક સેમ્પલ પોઈન્ટ બનાવી શકો છો. |
04:03 | અને અહીં અમુક આગળનાં પ્રશ્ન છે પરંતુ હું તેનાં મારફતે પછીથી જઈશ. |
04:08 | મેં તે વિશે કદીપણ સાંભળ્યું ન હતું અને મને તે પ્રયાસ કરવું પડશે. |
04:13 | તે કરવા માટે મેં ગીમ્પ ચાલુ કર્યું છે અને તેમાં ઈમેજ લોડ કરી છે જેને My Ship in the Fog તરીકે જાણ થવા માટે તૈયાર કરેલ છે. |
04:25 | હવે હું ડાબી બાજુએ આવેલ માપપટ્ટી પર જઈશ, ctrl કી દાબો અને માપપટ્ટી આગળ ખેંચો અને અહીં તમે જોઈ શકો છો કે માઉસ કર્સર આંખનાં ડ્રૉપરમાં પરિવર્તિત થાય છે અને મને એકના બદલે બે લાઈનો મળે છે |
04:45 | ફક્ત માઉસ બટન અને ctrl કીને છોડી દો અને તમને એક પોઈન્ટ મળે છે જેના પર ક્રમ એક લખેલ છે. |
04:54 | અને જ્યારે હું માઉસ બટન દબાવી રાખીને અને ctrl કી દબાવ્યા વિના માપપટ્ટી આગળ ખેંચું છું ત્યારે, મને અહીં ફક્ત એક લાઈન મળે છે અને જેનો ઉપયોગ તેના પર વસ્તુઓ ગોઠવવા થાય છે. |
05:09 | ચાલો ટોંચે આવેલ માપપટ્ટી દ્વારા સમાન પ્રક્રિયા પ્રયાસ કરીએ. |
05:13 | હું ctrl કી અને માઉસનું બટન દબાવું છું અને માપપટ્ટી નીચે ખેંચીને તેને અહીં છોડું છું. |
05:20 | તો અહીં મારી પાસે ક્રમ બે છે અને ક્રમ એક પહેલાથી જ ત્યાં છે પરંતુ હું અહીં કોઈપણ ડાયલોગ જોઈ શકતી નથી. |
05:28 | તો ટૂલ વિકલ્પ પર ક્લિક કરો અને ટૂલ બોક્સમાંથી કલર પીકર પસંદ કરો પણ મને અહીં કંઈપણ દેખાતું નથી. |
05:39 | પરંતુ યાદ રાખો ત્યાં ફાઈલોમાં ડાયલોગ ઉલ્લેખ કરાયેલ હતો, તો હું file પર ક્લિક કરું છું, dialogs પર જાવ છું અને sample points કહેવાતું ડાયલોગ અહીં આ રહ્યું. |
05:53 | જ્યારે તમે એના પર ક્લિક કરો છો ત્યારે, તમને 1 અને 2 માટે અહીં સેમ્પલ પોઈન્ટો મળ્યા છે. |
06:01 | અને ઈમેજમાં વિભિન્ન પોઈન્ટો વિશે રંગ માહિતી મેળવવાની આ એક પદ્ધતિ છે. |
06:10 | અને હવે હું રંગ માહિતી મેળવવાનો એક વધુ સારો માર્ગ જાણું છું. |
06:17 | હું અહીં પીક્સલથી RGB બદલી કરી શકું છું અને મને red, green, blue અને alpha ની વેલ્યુઓ ટકાવારીમાં પ્રદર્શિત થયેલ મળે છે. |
06:32 | અહીં પીક્સલ વડે તમે રંગોની વાસ્તવિક સંખ્યાત્મક વેલ્યુ જોઈ શકો છો અને જ્યારે RGB પસંદ કરવામાં આવે તો તમે અહીં HTML માટે હેક્સ કોડ જુઓ છો અને હું RGB ને HSV રંગ નમુનામાં અથવા CMYK રંગ નમુનામાં બદલી કરી શકું છું અને તે હું પછીથી આવરી લઈશ. |
07:03 | આગળનો પ્રશ્ન પણ રંગ અને કલર પીકર સાથે સંકળાયેલો છે. |
07:10 | મેં મારા ‘Ship in the Fog’ નાં પોડકાસ્ટમાં ઉલ્લેખ્યું હતું કે તમે કલર પીકર લઈ શકો છો અને ઈમેજની રંગ માહિતી મેળવી શકો છો અને ગ્લુલીઓ અહીં પૂછે છે કે ન કે ફક્ત એક લેયરની માહિતી મેળવવી તદ્દઉપરાંત પરિણામી રંગની રંગ માહિતી કેવી રીતે મેળવવી. |
07:36 | તેમાનો એક માર્ગ તમે હાલમાં જોયો છે પરંતુ અહીં જુદો માર્ગ પણ છે. |
07:42 | મારી પાસે કલર પીકર પસંદ કરેલ છે અને જેમ હું shift દાબીને ઈમેજમાં ક્લિક કરું છું, મને વર્તમાન રંગ માહિતી મળે છે, અને તમે જુઓ છો કે અહીં જહાજ, વૃક્ષો સફેદ છે અને સાથે જ આકાશ પણ, જે કે અત્યંત સંતોષજનક પરિણામ નથી. |
08:02 | અને આ એટલા માટે કારણ કે મેં સફેદ બેકગ્રાઉન્ડ પસંદ કર્યું છે. |
08:06 | તો હું layers ડાયલોગમાં જાવ છું અને ડાયલોગમાં તેને મૂળ બેકગ્રાઉન્ડ લેયરમાં બદલું છું અને તમે જોયું કે તમને સ્ક્રીન પર દેખાતા રંગ કરતા આ સંપૂર્ણ રીતે જુદો જ રંગ છે. |
08:18 | layers ડાયલોગમાં sample merged કહેવાતો અહીં એક વિકલ્પ છે અને જ્યારે તમે તે સક્રિય કરો છો ત્યારે તમને તમામ થપ્પીબદ્ધ લેયરોનું પરિણામ મળે છે અને sample merged વડે તમે color picker information માં જુઓ છો કે, ફોરગ્રાઉન્ડ રંગ દરેક વખતે બદલતો રહે છે. |
08:42 | sample merged સક્રિય હોવાથી તમને તમામ લેયરોનું પરિણામ મળે છે. |
08:54 | જ્યારે તમે sample merge વિકલ્પ નિષ્ક્રિય કરો છો ત્યારે તમને સક્રિય લેયરોમાંથી ફક્ત રંગ માહિતી જ મળે છે અને હું પાછલા પ્રદર્શનમાં આ બતાવવાનું ભૂલી ગયી હતી અને જ્યારે તમે blue લેયર પસંદ કરો છો ત્યારે તમને ભૂરા રંગની માહિતી મળે છે. |
09:13 | તો પાછા જાવ, sample merged પસંદ કરો અને તમને તમામ લેયરોનું પરિણામ મળે છે. |
09:20 | sample average કહેવાતો અહીં અન્ય એક વિકલ્પ છે અને જ્યારે તમે તેને પસંદ કરો છો ત્યારે તમને મોટો કલર પીકર મળે છે અને તે વિસ્તારમાનાં તમામ પીક્સલોની સરાસરી મળે છે. |
09:37 | તદ્દન ઘોંઘાટી ઈમેજ માટે રંગ માહિતી મેળવવા આ એક સારો વિકલ્પ છે જ્યાં તમારી પાસે એકલ પીક્સલો વચ્ચે મોટો તફાવત હોય છે. |
09:54 | ગ્લુલીઓ પાસે ગીમ્પ માટે વધુ એક મદદ છે. |
09:58 | જો તમે ફક્ત .xcf ને જ ફાઈલ તરીકે ઉપયોગમાં ન લેતા xcf.pz2 અથવા xcf.bz2 નો પણ ઉપયોગ કરો છો તો ગીમ્પ ઈમેજને સંકુચિત કરે છે અને તમને નાના માપની ફાઈલ મળે છે. |
10:17 | હું નથી જાણતી કે આ વિન્ડોવ્ઝ મશીન પર પણ કામ કરશે કે નહી અને તમને તે પ્રયાસ કરવું પડશે. |
10:24 | કદાચિત વિન્ડોવ્ઝ પર આ કામ કરશે જો તમે ફાઈલનું નામ xcf.zip બદલી કરી દો છો પણ હું નથી જાણતી કે તે સાચું છે કે નથી. |
10:35 | કદાચ કોઈકે આ પ્રયાસ કરવું જોઈએ અને બ્લોગ પર લખવું જોઈએ. |
10:43 | બીજો એક પ્રશ્ન ડીમીત્રી પાસેથી આવ્યો છે. |
10:47 | તે પૂછે છે કે હું વિડીઓની ગુણવત્તાને જુદા જુદા કોડક પ્રયાસ કરીને વધારી શકું છું કે. |
10:55 | પરંતુ મને આ H 264 કોડકની મફત આવૃત્તિ લીનક્સ માટે મળી નથી. |
11:03 | અહીં વ્યવસાયિક આવૃત્તિ છે પણ તે મારી માટે વધુ ખર્ચાળ છે. |
11:08 | આ ફક્ત એક અભિરુચિ છે અને મને વસ્તુ અપલોડ કરવા માટે ચૂકવણી કરવામાં આવે છે અને તે વધારે નથી પરંતુ હું અહીં આના પર પૈસા ખર્ચવા માંગતી નથી. |
11:23 | પણ તમારી માટે મારી પાસે ગુણવત્તા પ્રશ્ન છે. |
11:26 | હું આ 800/600 પીક્સલમાં રેકોર્ડ કરું છું અને તેને 640/480 પીક્સલમાં ઘટાડું છું ફક્ત એટલા માટે કારણ કે દરેક લોકો તે કરે છે અને આ રીતે આ એપલ ટીવી અને બીજા અન્ય ઉપકરણ પર કામ કરે છે. |
11:44 | તમારાથી મારો એ પ્રશ્ન છે કે શું તમે મૂળ ફાઈલ માપ 800/600 પસંદ કરો છો? |
11:52 | ઈમેજ એ વધુ સાફ છે અને તમે તે વધુ સારી રીતે જોઈ શકત. |
11:56 | ફાઈલો સેજ મોટી થાય છે અને અહીં કેટલાક એવા લોકો છે જે વાસ્તવમાં આવી મોટી ફાઈલો જોઈ શકતા નથી. |
12:09 | હું એક ટેસ્ટ ફાઈલ 800/600 માં બનાવીશ અને તે અપલોડ કરીશ, કદાચિત તમે તે પ્રયાસ કરીને મને અમુક પ્રતિસાદ આપી શકો છો. |
12:21 | રોડ્રીગો પાસેથી આવેલ આગળની ટીપ્પણી વિશે હું અત્યંત ખુશ છું જે એ બોલે છે કે, એના ગ્રાફિક કાર્ય માટે એ વિચારી રહ્યો છે કે ફોટોશોપ ન ખરીદે પણ ગીમ્પ લે. |
12:37 | મને ઈમેઈલ મારફતે વાઈટલી પાસેથી એક પ્રશ્ન મળ્યો છે જે કહે છે કે કર્વ ટૂલને બિન વિનાશક રીતે વાપરવાનો કોઈ માર્ગ છે કે?? |
12:48 | આ પ્રશ્નનો જવાબ છે ના, GIMP માં નથી. |
12:51 | ફોટોશોપ તે આ adjustment લેયર વડે કરી શકે છે અને અહીં ઘણા બધા GIMP પ્રોગ્રામરો છે જે કે આના પર કામ કરી રહ્યા છે અને તેને ઉન્નત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. |
13:03 | પણ અત્યાર સુધી જો તમે તમારા રંગોને levels ટૂલ વડે બદલી કરો છો તો, તે એ પ્રકારે છે કે ત્યાંસુધી તમે તમારા કામને અનડુ નથી કરી શકતા જ્યાંસુધી તમે તે પછીથી કરેલ તમારા તમામ પગલાંઓને અનડુ કરી દેતા નથી. |
13:20 | અન્ય એક પ્રશ્ન ડુડ્લી પાસેથી છે અને તે અહીં મારા પોડકાસ્ટ પર tips from the top floor પાસેથી આવ્યો છે અને તેના કમપ્યુટર પર GIMP 2.2.17 સંસ્થાપિત કર્યું છે પરંતુ હું તમને 2.3 અથવા 2.4 સંસ્કરણ કેન્ડીડેટ આગ્રહ કરીશ કારણ કે તે 2.2 શ્રેણી કરતા ઘણા સારા છે. |
13:55 | અને તે અક્કન પીક દ્વારા લિખિત એક પુસ્તક Beginning GIMP from Novice to Professional માટે પૂછી રહ્યો છે અને મારી પાસે આ પુસ્તક છે. |
14:07 | તે ખરેખર સારી છે જો તમે ગીમ્પ સાથે શરૂઆત કરી રહ્યા છો અથવા તો તમને સેજ વધુ જાણકારી હોય તો તે અત્યંત સારી પુસ્તક છે અને તે હાથે મળી આવનાર પુસ્તક છે. |
14:19 | અને હું તે પુસ્તકનો આગ્રહ ખરેખર કરી શકું છું. |
14:25 | અને જો તમને તે ખરીદવી હોય અને તમે યુનાઈટેડ સ્ટેટ્સમાં રહેતા હોવ તો, હું બ્લોકમાં એક લીંક મુકીશ જ્યાંથી તમે પ્રસ્તાવ મારફતે આ પુસ્તક ખરીદી શકો છો અને દુકાન માલિકને તે દ્વારા અમુક પૈસા મળે છે. |
14:43 | ગઈ કાલે મને અત્યંત આઘાત લાગ્યો જ્યારે મેં ઉનાળાનાં વિરામગાળા બાદ ફરીથી મારું કામ ચાલુ કર્યું અને તે પર્યાપ્ત પ્રમાણમાં આઘાતજનક હોવું જોઈએ પણ મેં 1લી વખત meet the gimp બ્લોક વિન્ડોવ્ઝ કમપ્યુટર સાથે અને ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં જોયું હતું. |
15:04 | અને હું ખરેખર આઘાતમાં હતો કારણ કે તમામ ઈમેજો ઉડી ગઈ હતી અને કંઈપણ ફ્રેમમાં બેસતું ન હતું અને એજ પ્રમાણે બધુજ. |
15:17 | શોની છેલ્લી એવી વસ્તુ તરીકે મારી પાસે તમારી માટે લીંક મદદ છે. |
15:23 | ફોટોકાસ્ટ નેટવર્ક એ ફોટો પોડકાસ્ટ માટે મહત્તમ સ્ત્રોત છે અને હું એની પહેલાથી જ સભ્ય છું પરંતુ હું વેબસાઈટ પર નથી. |
15:37 | વેબસાઈટ જુઓ, ફોટોકાસ્ટ નેટવર્કનાં સભ્યો દ્વારા પોડકાસ્ટ બનાવાયુ છે અને તેને Focus ring કહેવાય છે અને આજે જ episode 8 બહાર પડ્યો છે. |
15:52 | અને છેલ્લે Meet The Gimp અહીં ડાબી બાજુએ પોપ આઉટ થાય છે. |
15:59 | હું તમારાથી એક અનુગ્રહ ઈચ્છું છું કે meet he gimp વિશે પ્રચાર કરો, અને જો તમને ટીપ્પણી મોકલવી હોય તો, કૃપા કરી info@meetthegimp.org પર લખો અને વધુ માહિતી http://meetthegimp.org પર ઉપલબ્ધ છે. |
16:22 | IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |