Scilab/C2/Plotting-2D-graphs/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:00, 18 November 2013 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration | |
00.00 | સાયલેબમાં Plotting 2D graphs પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. | |
00.05 | એ માનીને કે સાય્લેબ તમારા કોમ્પ્યુટર પર સંસ્થાપિત છે, અમે સાય્લેબમાં આલેખની ચર્ચા કરીશું | |
00.10 | સાયલેબ વિવિધ પ્રકારના 2ડી અને 3ડી આલેખો બનાવવાની તક આપે છે | |
00.16 | કેટલાક સામાન્ય ચાર્ટો જે કે સાય્લેબ બનાવી શકે છે તે છે : X-Y આલેખ, કોન્તોર આલેખ, 3ડી આલેખ, હિસ્તોગ્રામ, બાર ચાર્ટ વગેરે ... | |
00.25 | હવે તમારો સાયલેન કન્સોલ વિન્ડો ખોલો | |
00.28 | આદેશો કટ અને પેસ્ટ કરવા માટે હું Plotting.sce ફાઈલ વાપરીશ | |
00.34 | આલેખ બનાવવા માટે, આપણને બિંદુઓનાં ગણની જરૂર છે. ચાલો સમાન અંતર પોઈન્ટનો અનુક્રમ બનાવીએ | |
00.40 | આ linspace આદેશ દ્વારા થાય છે જે સમ્રેખીય સમાન અંતરનો વેક્ટર બનાવે છે. | |
00.46 | ઉદાહરણ તરીકે | |
00.49 | x એ 5 પોઈન્ટ સમ્રેખીય સમાન અંતરે 1 થી 10 વચ્ચે સાથે એક વેક્ટર છે | |
00.57 | એજ રીતે y એ 5 પોઈન્ટ સમ્રેખીય સમાન અંતરે 1 થી 20 વચ્ચે સાથે એક વેક્ટર છે | |
01.08 | linspace આદેશ પર વધુ માહિતી હેલ્પ ડોક્યુંમેન્ટેશનમાંથી મેળવી શકાવાય છે | |
01.14 | આપણે હવે પ્લોટ ફંક્શન વાપરીને x અને y આર્ગ્યુંમેંટ સાથે એક ગ્રાફ આલેખીશું | |
01.19 | આ મેટલેબ ની સમાન છે. Plot x,y | |
01.26 | જે x વિરુદ્ધ y નો એક ગ્રાફ બનાવે છે જેવું કે તમે જોઈ શકો છો | |
01.32 | નોંધ લો કે ગ્રાફિક વિન્ડો '0' તરીકે લેબલ કરાયેલ છે આપણે બીજો એક ગ્રફિક વિન્ડોને xset ફંક્શન, | |
01.39 | વાપરીને ખોલીશું. હું આ બંધ કરીશ xset ફંક્શન કટ કરો સાય્લેબમાં પેસ્ટ કરો enter દબાવો. | |
01.51 | તમને જોશો ગ્રફિક વિન્ડો ક્રમાંક 1. નોંધ લો કે બે આર્ગ્યુંમેંટ આ ફંક્શનમાં પસાર કરવામાં આવી છે નામ છે window અને 1. | |
02.03 | આગળનો ગ્રાફ આ વિન્ડો પર આલેખવામાં આવશે | |
02.07 | સાય્લેબ માટે plot 2d એ 2d ગ્રાફો બનાવવા માટે વાપરતું નેટીવ ફંક્શન છે | |
02.14 | જેવું કે તમે જુઓ છો plot2d આદેશ x વિરુદ્ધ y નો ગ્રાફ બનાવે છે | |
02.27 | નોંધ લો કે અહીં style કહેવાતી એક ત્રીજી આર્ગ્યુંમેંટ છે | |
02.32 | style આર્ગ્યુંમેંટ વેઇકલ્પિક છે. તે આલેખનાં દેખાવને કસ્ત્માઇઝ કરવા માટે વપરાય છે | |
02.36 | style નાં પોસીતીવ વેલ્યુઓ માટે વળાંક એ જુદા જુદા રંગો સાથે સમતલ છે જેમ કે અમારા કિસ્સામાં 3 લીલા માટે | |
02.44 | style ની મૂળભૂત વેલ્યુ 1 છે | |
02.46 | નીગેતીવ વેલ્યુઓ સાથે ગ્રાફ આલેખવાનો પ્રયાસ કરો અને દેખાવમાં પોતેથી ફેરફાર જુઓ | |
02.52 | સાથેજ આપણે x અને y ધરી માટે ચોથી આર્ગ્યુંમેંટ પસાર કરીને શરૂઆત પોઈન્ટ અને અંત પોઈન્ટ સુયોજિત કરી શકીએ છીએ. જેવું કે તમે જુઓ છો, | |
03.08 | આપણી પાસે 1 થી 10 શરુ થતી x ધરી અને 1 થી 20 ની y ધરી છે | |
03.15 | rect આદેશમાં આર્ગ્યુંમેંટનો અનુક્રમ આ પ્રમાણે છે xmin,ymin,xmax અને ymax | |
03.25 | ચાલો હવે Title,Axis અને Legends વિષે શીખીએ | |
03.28 | ધરીને લેબલો અને આલેખને ટાઈટલ કોન્ફીગર કરવા માટે આપણે title, x label અને ylabel આદેશ વાપરી શકીએ છીએ. | |
03.38 | હું આ આદેશોને કટ કરીને કન્સોલમાં પેસ્ટ કરીશ. enter દબાવો. | |
03.45 | તમે જોશો કે ગ્રાફ x ધરી પર x લેબલ, y ધરી પર y અને ધરાવે છે અને ગ્રાફની શીર્ષક my title છે. | |
03.59 | તમે આલેખનું શીર્ષક અને ધરીને 3 શિવાય ફક્ત એકલ આદેશમાં કોન્ફીગર કરવા ઈચ્છીતા હોવ આ માટે આપણે વાપરીશું xtitle, | |
04.09 | આદેશ તમામ 3 આર્ગ્યુંમેંટ સાથે. | |
04.12 | હું આ આદેશ કટ કરીને સાય્લેબ માં પેસ્ટ કરીશ enter | |
04.19 | હવે તમે જુઓ છો કે x ધરીનું લેબલ X axis, Y axis અને શીર્ષક My title છે. | |
04.27 | clf() ફંક્શન જે હું હમણાં ટાઈપ કરી રહ્યી છું તે ગ્રાફિક વિન્ડોને સાફ કરશે જેમ કે તમે જુઓ છો. | |
04.37 | તે ત્યારે ઉપયોગી છે જયારે સમાન ગ્રાફિક વિન્ડો પર જુદો ગ્રાફ આલેક્વામાં આવે. | |
04.42 | હું આ વિન્ડો બંધ કરીશ
| |
04.44 | કેટલીક વાર આપણને સમાન આલેખમાં બે ડેટા સરખામણીની જરૂર પડે છે, જે કે છે, x data નો એક સેટ અને y data નાં બે સેટ. | |
04.52 | ચાલો આ માટેનું ઉદાહરણ જોઈએ હું નીચે સ્ક્રોલ કરીશ | |
04.57 | linspace આદેશ વાપરીને આપણે x axis પોઈન્ટ row vector x માં વ્યાખ્યિત કરીશું | |
05.03 | ચાલો ફંક્શન વ્યાખ્યિત કરીએ | |
05.05 | y1 = x^2 | |
05.08 | x વિરુદ્ધ y1 આલેખો | |
05.10 | બીજું એક ફંક્શન વ્યાખ્યિત કરો | |
05.12 | y2 = 2*x^2 | |
05.15 | x વિરુદ્ધ y2' આલેખો | |
05.19 | આપણે આપણા ગ્રાફને લેબલ અને શીર્ષક પણ આપીશું | |
05.23 | વળાંકનાં દેખાવને બદલવા માટે, પ્લોટ ફંક્શનમાં અમે વધારાના "o-" અને "+-" આદેશો પસાર કર્યા છે | |
05.33 | આ આર્ગ્યુંમેંટ plot2d ફંક્શનનો ભાગ નથી
| |
05.37 | તે ફક્ત પ્લોટ ફંક્શન સાથે જ વાપરી શકાવાય છે | |
05.41 | હું આ આદેશોને કોપી કરીશ અને સાય્લેબ કન્સોલમાં પેસ્ટ કરીશ.
| |
05.49 | તમે ગ્રાફ જુઓ છો | |
05.52 | કયો વળાંક ક્યાં ફંક્શન સાથે સંબંધ ધરાવે છે તે જાણવું શું વધારે મદદગર નહિ રહે ? | |
05.57 | આ મેળવી શકાવાય છે legend આદેશ દ્વારા જેવું કે તમે જુઓ છો | |
06.09 | "o-" વળાંક ફંક્શન y1=x^2 ફંક્શન રજુ કરે છે અને "+-" વળાંક ફંક્શન y2=2*x^2 રજુ કરે છે | |
06.20 | હું આ ગ્રાફિક વિન્ડોને બંધ કરીશ | |
06.23 | હું હવે plot2d ડેમો અને subplot ફંક્શન વિષે ચર્ચા કરીશ | |
06.28 | સાય્લેબ તેના તમામ મુખ્ય ફંકશનો માટે ડેમો પ્રદાન કરે છે plot2d નો ડેમો ડેમોનસ્ત્રેશન ટેબ દ્વારા જોઈ શકાવાય છે. | |
06.40 | Graphics પર ક્લિક કરો, plot2d_3d plots ક્લિક કરો અને આપાયેલ વિવિધમાંથી એક demo પસંદ કરો. હું plot2d પર ક્લિક કરીશ. | |
06.54 | તમે એક ડેમો ગ્રાફ જોશો | |
06.56 | અહીં view code બટન પર ક્લિક કરીને આ ગ્રાફ માટે કોડ પણ જોઈ શકાવાય છે. | |
07.02 | આ લીંક Mac OS માં ખુલતું નથી પણ વિન્ડોવ્ઝ અને લીનક્સમાં કાર્ય કરે છે | |
07.08 | એમ હોવા છતાં મેકમાં કોડ ડાયરેકત્રી મારફતે જોઈ શકાવાય છે | |
07.12 | ચાલો ટર્મિનલ પર જઈએ. | |
07.16 | અત્યારે બતાવ્યા પ્રમાણે હું scilab 5.2 ની ડેમો ડાયરેકત્રીમાં છું | |
07.22 | આ ડાયરેકત્રીનો સંપૂર્ણ માર્ગ અહીં દર્શાવાયો છે. | |
07.28 | ઉપલબ્ધ ડેમોની યાદી જોવા માટે આપણે ls ટાઈપ કરીશું જેવું કે તમે અહીં જુઓ છો | |
07.37 | ત્યારબાદ આપણે 2d_3d_plots ડાયરેકત્રી પસંદ કરીશું અને enter દબાવીશું sce ફાઈલમાં ઉપલબ્ધ વિવિધ ડેમો કોડ જોવા માટે ફરીથી ls ટાઈપ કરો | |
07.55 | આપણે ડેમો માટે કોડ જોઈશું જે આપણે પહેલા જોયું હતું. | |
08.00 | વધુ plot2d.dem.sce ટાઈપ કરો અને enter દબાવો | |
08.12 | plot2d ફંક્શનનાં ડેમો ગ્રાફ માટેનો કોડ તમે અહીં જોશો | |
08.18 | હું ટર્મિનલ બંધ કરીશ હું ડેમો ગ્રાફ અને ડેમો વિન્ડો બંધ કરીશ | |
08.26 | સમાન રીતે તમે બીજા ડેમો દરમ્યાન જઈ શકો છો અને સાયલેબનું અન્વેષણ કરી શકો છો | |
08.30 | ચાલો હવે Subplot ફંક્શન વિષે ચર્ચા કરીએ | |
08.33 | subplot() ફંક્શન ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોનાં એક મેટ્રીક્સમાં વિભાગે છે | |
08.38 | આ ફંક્શનને સમજાવવા માટે આપણે સાય્લેબમાં 2D ગ્રાફ આલેખવા માટેનો ડેમો વપરાશમાં લેશું | |
08.43 | ઉદાહરણ તરીકે, તમારા કન્સોલમાં plot 2d ટાઈપ કરો અને આ ફંક્શન માટે ડેમો પ્લોટ જુઓ | |
08.59 | હું આ વિન્ડો બંધ કરીશ | |
09.01 | subplot આદેશ ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોનાં 2 બાય 2 મેત્રિક્ષમાં ભંગાણ કરે છે જેને subplot આદેશમાં પ્રથમ બે આર્ગ્યુંમેંટ દ્વારા રજુ કરાવાય છે. | |
09.11 | ત્રીજી આર્ગ્યુમેન્ટ વર્તમાન વિન્ડો સૂચવે છે જેમાં આલેખ બનાવવામાં આવશે | |
09.16 | હું આ આદેશોનાં સેટને તેને સાય્લેબ કન્સોલમાં કોપી કરી એક્ઝેક્યુટ કરીશ | |
09.25 | સિંગલ પ્લોટ વિન્ડોમાં તમે 4 પ્લોટો જોઈ શકો છો | |
09.29 | મેળવેલ પ્લોટ તમારા કમ્પ્યુટર પર એક ઈમેજ તરીકે સંગ્રહિત કરી શકાવાય છે | |
09.33 | ગ્રાફિક વિન્ડો પર ક્લિક કરો, File menu પર જાવ export to પસંદ કરો | |
09.40 | તમારા આલેખને યોગ્ય શીર્ષક આપો, તમારી ફાઈલને સંગ્રહિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો તમારી ઈમેજ તમે ક્યાં ફોરમેટમાં જોવા ઈચ્છો છો તે બદ્દલ ફાઈલ ફોરમેટ પસંદ કરો | |
10.59 | હું JPEG ફોરમેટ પસંદ કરીશ અને Save ક્લિક કરીશ | |
10.05 | ઈમેજ ખોલવા માટે ડાયરેક્ત્રીને બ્રાઉઝ કરો અને પોતે તપાસ કરી જુઓ કે તે સંગ્રહિત થઇ છે કે નહિ | |
10.12 | સાયલેબમાં Plotting પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલનો અહીં અંત થાય છે | |
10.16 | સાયલેબમાં બીજા ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં આવરી લેવાશે | |
10.20 | સાય્લેબ લીંક જોતા રહો | |
10.23 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઈસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | |
10.29 | આનાં પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. | |
10.33 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |