Digital-Divide/D0/How-to-manage-the-train-ticket/Gujarati
From Script | Spoken-Tutorial
Visual Cue | Narration |
00.01 | IRCTC પર ખરીદી કરેલ ટ્રેઈન ટીકીટોની ગોઠવણ પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે |
00.09 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે irctc ની પહેલાના ટ્રાન્ઝેક્શનની ગોઠવણ કરવી. આપણે જોઈશું કે કેવી રીતે ટીકીટોની સ્થિતિની તપાસ કરવી. |
00.22 | કેવી રીતે ટીકીટ પ્રીંટ કરવી, કેવી રીતે ટીકીટ રદ્દ કરવી, કેવી રીતે રદ્દ થયેલાની હિસ્ટ્રી અને પરત કરેલી રકમનાં સ્વયંસંચાલિત ઈ-મેઈલને જોવું |
00.35 | ટ્રેઈન ટીકીટ બુકિંગ માટે અહીં ખાનગી વેબસાઈટ છે. આપણે કેટલીક લોકપ્રિય વેબસાઈટો જોઈશું. આપણે તેની સરખામણી IRCTC સાથે કરીશું. |
00.48 | આપણે હવે IRCTC પર પાસ બુકિંગ કરવાનું જોઈશું, ચાલો હું IRCTC વેબસાઈટમાં લોગીન કરું. |
01.13 | હું નીચે સ્ક્રોલ કરું. ચાલો હું ટ્રાન્ઝેક્શન લીંક અને તમારી બૂક કરેલ હિસ્ટ્રી પર ક્લિક કરું. |
01.20 | બૂક કરેલ હિસ્ટ્રી પર જઈએ, તે પાસવર્ડ દાખલ કરવા કહે છે. હું પાસવર્ડ દાખલ કરું. Go દબાવો. |
01.38 | તે દર્શાવે છે કે PNR ક્રમાંક શું છે. ટીકીટોની યાદી અહીં આપી છે. |
01.46 | હું આ ક્લિક કરું અને PNR સ્થિતિ મેળવું. આ દર્શાવે છે wait listed 162. |
01.57 | જો તમે આ બંધ કરો છો હું પ્રીંટઆઉટ લઇ શકું છું, આ દબાવો. |
02.09 | આમાં હવે જો હું પ્રીંટ કહીશ તો તે તેને પ્રીંટ કરશે. |
02.12 | હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. |
02.17 | આપણે હવે જોઈશું કે કેવી રીતે ટીકીટ રદ્દ કરવી. માનો કે હું આ ટીકીટને રદ્દ કરવા માંગું છું તો હું શું કરું છું. |
02.24 | તો ચાલો આ ટીકીટ રદ્દ કરીએ ઠીક છે. તો હું આ રદ્દ કરવા માંગું છું, હું આ પસંદ કરું. |
02.44 | મને આ ટીકીટ જોઈતી નથી. આ દર્શાવે છે, select for cancel, તમારે આ પસંદ કરવું પડે છે આનું કારણ એ છે કે અમુક વખતે મુસાફરી માટે તમે ૧ કરતા વધારે વ્યક્તિઓ માટે ટીકીટ બૂક કરાવી હોય છે. |
03.07 | તેને આંશિક રદ્દ કરવું શક્ય છે, ધારો કે ૨ માણસ મુસાફરી કરે છે અને તમે કોઈ એક વ્યક્તિની ટીકીટ રદ્દ કરવા માંગો છો. |
03.14 | તમે ફક્ત એ જ વ્યક્તિનાં બોક્સને ચેક કરો છો. તો ચાલો આ ક્લિક કરીએ અને ત્યારબાદ ટીકીટ રદ્દ કરીએ. |
03.22 | હવે આ દર્શાવે છે કે Are you sure you want to cancel the E-ticket હું Ok કહીશ. |
03.32 | ઠીક છે આ cancellation status details દર્શાવે છે. આ દર્શાવે છે cash deducted 20 rupees. .. |
03.39 | Cash paid Rs.89. વાસ્તવમાં ઓનલાઈન સેવા માટે મેં ૧૦ રૂપિયા ચૂકવ્યા હતા. રોકડ ૨૦ રૂપિયા કપાયા છે. |
03.46 | મને રોકડ ૬૯ રૂપિયા મળ્યા છે અને નોંધ લો કે તેને એ ખાતામાં ચુકવવામાં આવશે જેમાંથી વાસ્તવમાં પૈસા ગયા છે. |
03.57 | જો તમે ઈચ્છો છો તો હું પ્રીંટ આઉટ લઇ શકું છું. હું હિસ્ટ્રી પર પાછી જઈ શકું છું હું સ્લાઈડ પર પાછી આવી છું. |
04.07 | ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. હું હવે સમજાવીશ કે કેવી રીતે રદ્દ થયેલાની હિસ્ટ્રી જોવી. |
04.17 | તો ફરીથી હું રદ્દ થયેલ હિસ્ટ્રી જોઈ શકું છું. |
04.23 | તો ચાલો હું મારો પાસવર્ડ દાખલ કરું. Go દબાવું. આ દર્શાવે છે કે the history for the canceled PNR will be available following day of cancellation ,ઠીક છે. |
04.47 | પરંતુ તે તરત બતાવી રહ્યું છે. તો તમામ રદ્દ ટીકીટો અહીં યાદીબદ્ધ થશે. |
04.53 | હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈ |
04.59 | હું હવે પરત કરેલી રકમનું સ્વયંસંચાલિત ઈ-મેઈલ બતાવીશ મેં આ ઈ-મેઈલને પહેલાથી ખોલ્યો છે. |
05.09 | આ દર્શાવે છે કે, અહીં આપેલ PNR માટે રૂ. ૬૯ પાછા આપવામાં આવશે. |
05.20 | હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. |
05.26 | ટ્રેઈન બુકિંગ માટે અહીં અમુક ઉપયોગી ખાનગી વેબસાઈટ છે. |
05.30 | આપણે તેને હવે જોઈશું. મેં પહેલાથી જ Clear trip ખોલી છે. |
05.41 | હું તમને Make my trip નું પુષ્ઠ બતાવું. Yatra.com નાં વેબ પુષ્ઠને જોઈએ. |
05.52 | સ્લાઈડ પર પાછા જઈએ. ચાલો હું આગળની સ્લાઈડ પર જઉં. |
05.58 | આપણે હવે IRCTC ની સરખામણી ખાનગી વેબસાઈટથી કરીશું. |
06.03 | IRCTC નાં શું ફાયદાઓ છે? ખાનગી વેબસાઈટ પર તમામ ટ્રેઇનો યાદીબદ્ધ નથી. |
06.10 | ખાનગી વેબસાઈટ ઘણી મોંઘી છે લગભગ ૨૦ રૂપિયા જેટલી. |
06.15 | ખાનગી વેબસાઈટ સવારે મોડેથી ખુલે છે, irctc કરતા ખાનગી વેબ સાઈટ પર ટૂંકો સમય ગાળો મળે છે જ્યાં irctc સવારે ૮ વાગે ખુલે છે ત્યાં ખાનગી વેબસાઈટ સવારે ૧૦ વાગે ખુલે છે. |
06.29 | ઉદાહરણ માટે હવે આપણે ખાનગી વેબસાઈટનાં ફાયદાઓ જોઈશું. |
06.36 | અમુક વખતે ખાનગી વેબસાઈટ irctc કરતા ઝડપી હોય છે. ખાનગી વેબસાઈટ ફ્લાઈટ બુકિંગ અને સાથે જ બસો બુકિંગ કરવામાં પણ મદદ કરે છે. |
06.47 | પરિણામ સ્વરૂપે બધી જ મુસાફરીની માહિતીને એક જગ્યાએ જાળવી શકાય છે. |
06.52 | ખાનગી વેબસાઈટ પાછલી શોધની પણ યાદ રાખી શકે છે. |
06.58 | વ્યક્તિગત રીતે મારા કિસ્સામાં હું irctc અને ખાનગી વેબસાઈટ બંને વાપરું છું. |
07.05 | હું સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર અમુક શબ્દો કહેવા માંગું છું. |
07.09 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ: http://spoken- tutorial.org/what is spoken tutorial. |
07.17 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07.20 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
|
07.26 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
07.35 | વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
07.41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07.45 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07.51 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
08.00 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |