Health-and-Nutrition/C2/Calcium-rich-non-vegetarian-recipes/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:15, 11 June 2020 by Sakinashaikh (Talk | contribs)
|
| ||
00:00 | કેલ્શિયમથી ભરપુર માંસાહારી રેસીપી વિશેના ‘સ્પોકન ટ્યુટોરીઅલ’માં આપનું સ્વાગત છે. | ||
00:06 | આ ટ્યુટોરીઅલમાં આપણે કેલ્શિયમથી ભરપુર અમુક માંસાહારી રેસીપીઓ વિશે જાણીશું. | ||
00:12 | કેલ્શિયમ આપણા શરીરમાં સૌથી વધુ પ્રમાણ ધરાવતું ખનીજ તત્વ છે. | ||
00:17 | આપણા શરીરનું ૯૯% કેલ્શિયમ દાંત અને હાડકાંઓમાં મળી આવે છે. | ||
00:22 | બાકીનું ૧% લોહીમાં રહેલું હોય છે. | ||
00:27 | આપણા શરીરમાં ‘’’કેલ્શિયમ’’’ની ભૂમિકા વિશેની સમજણ બીજા ટ્યુટોરીઅલમાં આપેલ છે. | ||
00:32 | આએ ટ્યુટોરીઅલ માટે અમારી વેબસાઈટની મુલાકાત લો. | ||
00:35 | ખોરાક થકી, સારા પ્રમાણમાં ‘’’કેલ્શિયમ’’’ લેવું ખૂબ જ અગત્યનું છે. | ||
00:39 | અમુક માંસાહારી ખોરાકમાંથી કેલ્શિયમ મળે છે. | ||
00:43 | દાખલા તરીકે: ઝીંગા, કરચલા, બુંબલા, સુકા ઝીંગા અને સુકી મચ્છીઓ. | ||
00:52 | કેલ્શિયમના અન્ય સ્ત્રોત છે, દૂધ, દૂધના ઉત્પાદકો, નટ્સ/બદામ અને બીજ. | ||
00:59 |
લીલા પાંદડાવાળા શાકભાજી અને અમુક કઠોળમાંથી પણ કેલ્શિયમ મળે છે. | ||
01:05 | ચાલો આપણે કેલ્શિયમથી ભરપુર અમુક માંસાહારી રેસીપીઓ જોઈએ. | ||
01:09 | પહેલી રેસીપી છે, સુકા ઝીંગાનું શાક. | ||
01:13 | આ રેસીપી તૈયાર કરવા માટે તમને જોઈશે: | ||
01:16 | ૨૦ ગ્રામ અથવા ૩ મોટી ચમચી સુકા ઝીંગા | ||
01:20 | ½ ડુંગળી
½ ટામેટું | ||
01:23 | ૩-૪ લસણની કડી | ||
01:25 | ૧ લીંબુંના કદની આમલી | ||
01:27 | મીઠા લીંબડાની એક ડાળખી | ||
01:30 | આ રેસીપી માટે આવશ્યક મસાલા છે: | ||
01:33 | ¼ ચમચી હળદર પાવડર | ||
01:35 | ½ ચમચી લાલ મરચું પાવડર | ||
01:38 | ½ ચમચી ધાણાજીરૂ પાવડર | ||
01:41 | ½ ચમચી રાઈ | ||
01:44 | તમને જોઈશે, ૨ ચમચી તેલ અથવા ઘી | ||
01:48 | અને સ્વાદ અનુસાર મીઠું. | ||
01:51 | પદ્ધતિ: | ||
01:53 | સુકા ઝીંગાને ૧૫ મિનિટ પાણીમાં પલાડી દો. | ||
01:57 | ત્યાર સુધી, એક વાસણમાં તેલ ગરમ કરો | ||
02:00 | અને તેમાં રાઈ ઉમેરો. | ||
02:02 | રાઈ તતડી જાય એટલે | ||
02:04 | તેમાં મીઠો લીમડો અને કાપેલી લસણની કડીઓ ઉમેરો. | ||
02:07 | ત્યારબાદ તેમાં કાપેલી ડુંગળી ઉમેરો. | ||
02:10 | હલકું સોનેરી રંગનું થાય ત્યાર સુધી તેને સાંતળો | ||
02:14 | ત્યારબાદ તેમાં ટામેટા અને મસાલા ઉમેરો | ||
02:17 | બરાબર મિક્સ કરો. | ||
02:19 | અડધો કપ પાણી ઉમેરો. | ||
02:22 | ૨-૩ મિનિટ માટે તેને પાકવા દો. | ||
02:24 | પલાળેલા ઝીંગાને ચાળણીમાં નાખી પાણી કાઢી લો. | ||
02:29 | વાસણ માંના મિશ્રણમાં તેને ઉમેરો. | ||
02:32 | ધીમા તાપે, ઢાંકી અને ૫-૬ મિનિટ માટે તેને પકાવવી લો. . | ||
02:36 | સુકા ઝીંગાનું શાક તૈયાર છે. | ||
02:39 | આ રેસીપીની એક પ્લેટ આશરે ૮૭૬ મિલિગ્રામ ‘’’કેલ્શિયમ’’’ પુરૂ પાડે છે. | ||
02:45 | આપણી બીજી રેસીપી છે, બુંબલાનું શાક. | ||
02:50 | આ માટે તમને જોઈશે:
૧૫૦ ગ્રામ બુંબલા | ||
02:55 | 1/2 ડુંગળી
૨-૩ લસણની કડી | ||
02:59 | ૧-૨ લીલાં મરચાં | ||
03:01 | ૧ ચમચી જીરૂ | ||
03:03 | તમને નીચે મુજબની વસ્તુઓ પણ જોઈશે:
૨-૩ કોકમ અથવા સુકી કેરીના ટુકડા અથવા આમલી | ||
03:09 | ¼ તાજું નાળિયેર | ||
03:12 | એક મુઠ્ઠીભર કોથમીર | ||
03:14 | ½ ચમચી હળદર પાવડર | ||
03:16 | સ્વાદ અનુસાર મીઠું.
| ||
03:18 | ૨ ચમચી તેલ અથવા ઘી | ||
03:21 | ½ લીંબુ ચડાવવા માટે | ||
03:23 | પદ્ધતિ: | ||
03:25 | બુંબલાને ટુકડાને સાફ કરી અને બરાબર ધોઈ લો. | ||
03:28 | બુંબલાના ટુકડાને મીઠું અને લીંબુ ચડાવી રહેવા દો. | ||
03:31 | ૧૫-૩૦ મિનિટ માટે તેને બાજુ પર રાખો. | ||
03:35 | ચાલો હવે નાળિયેરનું દૂધ કેવી રીતે બનાવવું તે આપણે જોઈએ. | ||
03:39 | નાળિયેરના ટુકડાને ½ કપ ગરમ પાણીમાં પીસી લો. | ||
03:43 | મિશ્રણને ગરણીથી ગાળી લો. | ||
03:46 | એક વાટકામાં નાળિયેરના દૂધને કાઢી લો. | ||
03:50 | વધારે દૂધ કાઢવા માટે નાળિયેરને સાફ હાથેથી દબાવી લો. | ||
03:55 | ફરીથી તે નાળિયેરના છુંદાને મિક્સરમાં નાખો. | ||
03:58 | ½ કપ ગરમ પાણી નાખી અને ફરી પીસી લો. | ||
04:03 | પછી ગાળી લો.
નાળિયેરનું દૂધ બીજી વખત કાઢી લો. | ||
04:08 | ફરી એક વખત આ પદ્ધતિ કરવી. | ||
04:11 | નાળિયેરના દૂધને બાજુ પર રાખો. | ||
04:15 | નાળિયેરના છુંદાને ફેંકવું નહીં. | ||
04:17 | તેનું શું કરવું તે હું તમને પછીથી જણાવીશ. | ||
04:21 | હવે ડુંગળી, મરચા, જીરૂ, લસણ અને કોથમીરને પીસી લો. | ||
04:28 | જાડી પેસ્ટ બનાવવા થોડું પાણી ઉમેરો. | ||
04:31 | એક વાસણ માં ઘી અથવા તેલ ગરમ કરો. | ||
04:35 | તેમાં પેસ્ટ ઉમેરો. | ||
04:37 | ૨-૩ મિનિટ માટે તેને સાંતળો. | ||
04:40 | તેમાં મીઠા લીંબડાના પાન, કોકમ અને હળદર પાવડર ઉમેરો. | ||
04:44 | બરાબર મિક્સ કરો. | ||
04:46
અડધો કપ પાણી ઉમેરો. | |||
04:48
મીઠું અને લીંબું ચડાવેલા બુંબલાના ટુકડા કરીમાં ઉમેરો. | |||
04:52 | વાસણ ને ઢાંકી અને ધીમા તાપે તેને ૭-૧૦ મિનિટ માટે પકાવો. | ||
04:57 | તેમાં નાળીયેરનું દૂધ ઉમેરો અને હલાવો. | ||
05:01 | ૨ મિનિટ માટે પકાવી અને તાપ બંદ કરો. | ||
05:05 | બુંબલાનું શાક તૈયાર છે. | ||
05:08 | આ રેસીપીની એક પ્લેટ આશરે ૨૮૦ મિલિગ્રામ ‘’’કેલ્શિયમ’’’ પુરૂ પાડે છે. | ||
05:14 | જો બુંબલા ના મળે તો તમે નીચે પ્રમાણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો: | ||
05:19 | ટેંગરા ફીશ | ||
05:21 | સુરમાઈ મચ્છી
પાલવો | ||
05:24 | ઘોલ મચ્છી | ||
05:27 | ચાલો હવે હું તમને નાળિયેરના છુંદા વિશે કહું જે આપણે અગાઉ રાખ્યો હતો. | 05:32 | તમે તેને શેકી અને સાચવી શકો છો. |
05:35 | નાળિયેરના આ શેકેલા છુંદાને કોઈ પણ કરી/શાકમાં | ||
05:38 | અથવા ચીલાના મિશ્રણમાં ઉમેરી શકો છો. | ||
05:41 | તેને ઉપયોગ સીંગદાણા સાથે સુકી ચટણીનો પાવડર બનાવવા માટે પણ કરી શકાય છે. | ||
05:46 | તેને રોટલી અને પરાઠાના લોટમાં પણ ઉમેરી શકાય છે. | ||
05:51 | શેકેલું નાળિયેલ ઉમેરવાથી રેસામાં વધારો થાય છે તેમજ સ્વાદ પણ સારો થાય છે. | ||
05:57 | આપણી ત્રીજી રેસીપી છે ઝીંગા કરી. | ||
06:00 | આ રેસીપી માટે તમને નીચે મુજબની વસ્તુઓ જોઈશે: | ||
06:04 | 80 ગ્રામ ઝીંગા | ||
06:06 | ½ મધ્યમ કદની ડુંગળી | ||
06:09 | ½ મધ્યમ કદનું ટામેટું | ||
06:11 | 3 ચમચી તલ | ||
06:14 | થોડા મીઠા લીંબડાના પાન | ||
06:16 | આ રેસીપી માટે આવશ્યક મસાલા છે: | ||
06:20 | ½ ચમચી લાલ મરચું | ||
06:22 | ½ ચમચી હળદર | ||
06:25 | ½ ચમચી ધાણાજીરૂ પાવડર | ||
06:27 | ½ ચમચી ગરમ મસાલા પાવડર (થોડા મિક્સ મસાલાનો પાવડર) | ||
06:30 | તમને જોઈશે ½ લીંબુ, | ||
06:33 | સ્વાદ અનુસાર મીઠું
અને 2 ચમચી તેલ અથવા ઘી. | ||
06:37 | પદ્ધતિ: | ||
06:39 | ઝીંગાને બરાબર ધોઈ અને સાફ કરી લો. | ||
06:42 | ઝીંગાની પાછળની બાજુ ચીરો પાડો | ||
06:45 | હવે તેમાંથી કાળી નસ કાઢી લો | ||
06:48 | બીજી બાજુ પણ જો આ કાળી નસ હોય તો તેને કાઢી લો. | ||
06:54 | ઝીંગામાં મીઠું અને લીંબુ નાખી મેરીનેટ કરો. | ||
06:58 | ૧૫-૩૦ મિનિટ માટે તેને બાજુ પર રાખો. | ||
07:02 | હવે, એક વાસણમાં મધ્યમ તાપે તલના દાણા શેકી લો | ||
07:07 | તેને ઠંડા થવા દો. | ||
07:09 | શણગારવા માટે ૧ ચમચી તલ બાજુ પર રાખો. | ||
07:14 | એક મિક્સરમાં ડુંગળી, ટામેટા અને 2 ચમચી તલ પીસી લો. | ||
07:20 | જાડી પેસ્ટ બનાવવી. | ||
07:23 | એક વાસણ માં તેલ ગરમ કરો | ||
07:25 | મીઠા લીંબડાના પાન અને પેસ્ટ ઉમેરો. | ||
07:28 | 2-3 મિનિટ માટે આ મિશ્રણને બરાબર સાંતળો | ||
07:32 | પછી મસાલા ઉમેરી અને બરાબર મિક્સ કરો. | ||
07:35 | અડધો કપ પાણી ઉમેરી અને પાંચ મિનિટ માટે પકાવો | ||
07:40 | હવે તેમાં ઝીંગા ઉમેરો અને બરાબર હલાવો. | ||
07:43 | વાસણ ને ઢાંકી અને ધીમા તાપે 10 મિનિટ સુધી પકાવો. | ||
07:48 | 1 ચમચી શેકેલા તલ સાથે ગાર્નિંશ કરો | ||
07:52 | ઝીંગાનું શાક તૈયાર છે. | ||
07:54 | આ રેસીપીની એક પ્લેટ આશરે ૨૫૦ મિલિગ્રામ ‘’’કેલ્શિયમ’’’ પુરૂ પાડે છે. . | ||
08:01 | અગર ઝીંગા ઉપલબ્દ્ધ ના હોય, | ||
08:03 | તો તમે આ રેસીપી માટે કરચલાનો ઉપયોગ પણ કરી શકો છો. | ||
08:07 | બીજી રેસીપી છે સુકી મચ્છીનો પાવડર. | ||
08:11 | તમને જોઈશે, 15 ગ્રામ અથવા ¼ કપ સુકી મચ્છી. | ||
08:17 | કેલ્શિયમથી ભરપુર સુકી મચ્છીઓના અમુક ઉદાહરણ છે: | ||
08:22 | રીબન ફીશ
સુરમાઈ | ||
08:24 | ટેંગરા ફીશ વગેરે. | ||
08:28 | આ રેસીપી માટે અમે, સુકા બુંબલાનો ઉપયોગ કર્યો છે. | ||
08:32 | પાવડર બનાવવા માટે આવશ્યક અન્ય વસ્તુઓ છે: | ||
08:36 | ૧-૨ લાલ મરચા | ||
08:38 | ૩-૪ લસણની કડી | ||
08:40 | ૧ લીંબુની કદની આમલી | ||
08:43 | ૧ ચમચી જીરૂ | ||
08:45 | અને સ્વાદ અનુસાર મીઠું | ||
08:48 | મચ્છીના ટુકડાને ધીમા તાપે ૨ મિનિટ માટે સુકા શેકી લો. | ||
08:53 | તેને ઠંડા થવા માટે બાજુ પર રાખો. |
08:55 |
સુકી મચ્છી અને બીજી વસ્તુઓને એક ગ્રાઈન્ડરમાં પીસી લો. |
09:01 | સુકી મચ્છીનો પાવડર તૈયાર છે. | ||
09:03 | તમે આ પાવડરને તમારા ખોરાકની સાથે દિવસમાં ૨ થી ૩ વખત લઈ શકો છો. | ||
09:08 | સુકી મચ્છીના પાવડરનો એક ચતુર્થાંશ બાઉલ ૨૦૮ મિલિગ્રામ કેલ્શિયમ ધરાવે છે. | ||
09:14 | આ બધી જ રેસીપીઓ નીચે મુજબના પોષક તત્વો ધરાવે છે: | ||
09:20 | પ્રોટીન | ||
09:22 | ઝિંક
ફોલેટ | ||
09:25 | ફોસ્ફરસ | ||
09:27 | આયર્ન
ઓમેગા 3 ફેટી એસિડ | ||
09:30 | સારી તંદુરસ્તી માટે આપણા રોજીંદા ખોરાકમાં આ બધા પોષક તત્વો લેવા જરૂરી છે. | ||
09:36 | આ સાથે આપણે ટ્યુટોરીયલને સમાપ્ત કરીએ છીએ.
અમારી સાથે જોડાવવા બદલ આભાર. |