Health-and-Nutrition/C2/Pre-pregnancy-Nutrition/Gujarati
00:01 | પૂર્વ ગર્ભાવસ્થા પોષણ આ Spoken Tutorial માં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું - પ્રજનન વય અને પૂર્વ ગર્ભાવસ્થા સમય દરમિયાન લાગતી પોષણ સંબંધિત જરૂરિયાતો . |
00:14 | ચાલો પહેલા પ્રોટીનથી પ્રારંભ કરીએ |
00:17 | પ્રોટીન માંસપેશીઓના વિકાસ અને જાળવણી માટે જરૂરી છે. |
00:22 | તે કોષોને ઠીક કરવા, હડ્ડીઓ તથા સાંધાઓના વિકાસમાં સહાય કરે છે, |
00:27 | તે રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો કરવામાં અને તંદુરસ્ત યકૃત માટે પણ મદદ કરે છે.
સાથે જ ઊર્જા પ્રદાન કરે છે. |
00: 34 | પ્રોટીન એવા રસાયણ બનાવવામાં મદદ કરે છે, કે જે પાચન માટે અને શરીરમાથી વિષયુક્ત પદાર્થનું વિઘટન કરવામાં મદદ કરે છે. |
00: 41 | લોહીમાં શુગરની માત્રા જાળવવામાં મદદ કરે છે અને તે મગજમાં થતી ક્રિયાઓ કરવામાં પણ મદદ કરે છે |
00:47 | ખોરાકમાં પ્રોટીનની ઉણપથી માતાના પેટમાં બાળકના તથા વિકાસ પર અસર પડે છે |
00: 52 | બાળકની ઓછી ઊંચાઈ તેની નબળી યાદશક્તિ તથા મોટર સ્કિલ પર અસર જેવી સમસ્યાઓ થાય છે, સાથે જ ચેપ થવાની સંભાવના પણ વધી જાય છે. |
01:00 | મોટા વયના લોકોમાં આ સમસ્યા થાય છે - ચામડીની ઝુર્રીઓ,
વાળ ખરવા |
01: 05 | થાક લાગવો અને નબળાઈ, |
01: 08 | વારંવાર ચેપ થાય છે અને સ્નાયુનું નુકસાન થાય છે |
01:11 | અન્ય એક પ્રોટીન જે કેરાટિન છે તે વાળ, નખ અને ચામડી માટે અત્યંત મહત્વપૂર્ણ અંશ છે |
01:18 | રસપ્રદ રીતે, કહીએ તો પ્રોટીન અલગ અલગ ઘટકોથી બનેલ છે જેને એમિનો એસિડ કહેવાય છે |
01: 24 | કુલ મળીને અહીં 22 એમિનો એસિડ છે, જેમાંથી 9 એમિનો એસિડ ભોજનમાં લેવાય છે |
01.33 | ચાલો અત્યારે બે પ્રકારના પ્રોટીનને જોઈએ જે છે - પૂર્ણ પ્રોટીન અને અપૂર્ણ પ્રોટીન |
01:41 | અગાઉ ઉલ્લેખિત તમામ 9 એમિનો એસિડ, પ્રાણીઓના પ્રોટીનમાં મળી આવે છે. |
01: 46 | તેથી પ્રાણી પ્રોટીનને પૂર્ણ પ્રોટીન કહેવામાં આવે છે |
01:51 | બીજી તરફ, વનસ્પતિ આશ્રિત પ્રોટીનમાં -
આ આવશ્યક 9 એમિનો એસિડ ઓછી માત્રામાં હોય છે. |
02: 00 | ઉદાહરણ તરીકે, અનાજમાં લાઇસિન અને દાળમાં મેથિઓનાઇન ઓછી માત્રામાં હોય છે. |
02:07 | એટલા માટે સંયુક્તમાં વિવિધ વનસ્પતિ પ્રોટીનો એક સાથે લેવું મહત્વપૂર્ણ છે. |
02: 13 | ઉદાહરણ તરીકે, અનાજ અને દાળ એક સાથે ભોજનમાં લેવાની જરૂર છે જેથી આવશ્યક એમિનો એસિડ પૂરતી માત્રામાં મળી રહે છે |
02:23 | હવે આપણે હજી એક મહત્વપૂર્ણ પોષક તત્વ - ચરબી વિશે શીખીશું |
02: 28 | સારા આરોગ્ય માટે ખોરાકમાની સારી ચરબી મહત્વપૂર્ણ છે |
02:32 | કેટલીક ચરબી માણસનું શરીર પોતેથી બનાવતું નથી - જેમ કે ઓમેગા-3 ફેટી એસિડ.
તેથી આહારમાં તેનો સમાવેશ કરવું જરૂરી છે. |
02:40 | આ ચરબી હૃદયનું આરોગ્ય જાળવી રાખવામાં મદદ છે. |
02: 42 | શારીરિક સોજો ટાળે છે અને ગર્ભધારણની સંભાવના વધારવામાં મદદ કરે છે. |
02:48 | તે અવિકસિત બાળક જન્મના જોખમને પણ ટાળે છે
અને બાળકમાં બુદ્ધિમતાનો વિકાસ કરે છે |
02:56 | પ્રોટીન અને ચરબી વિશે જાણ્યા બાદ આપણે હવે વિટામિન-A વિશે શીખીશું |
03:01 | વિટામિન A આંખોને તંદુરસ્તી આપે છે અને કોષ વિકાસનું નિયમન કરે છે |
03: 07 | સ્ત્રી ગર્ભાવસ્થા માટે મદદ કરે છે અને પૂર્વ ગર્ભાવસ્થા દરમિયાન તે રોગ પ્રતિરોધક શક્તિ પણ સુધારે છે |
03:14 | વિટામિન A ની જેમ, સંપૂર્ણ વિટામિન B કોમ્પ્લેક્સ પણ સ્ત્રીઓને શક્તિ આપવા અને તેમને જીવનભર તંદુરસ્તી આપવામાં ખૂબ જ વિશિષ્ટ ભૂમિકા ભજવે છે |
03:24 | તમામ B-વિટામિનોમાંથી આપણે પહેલા જોઈશું - વિટામિન-B6-પાઇરીડોક્સિન |
03:31 | વિટામિન-B6-પાઇરીડોક્સિન ચેતા પ્રણાલીના કાર્યમાં આવશ્યક છે.
તેથી મગજના વિકાસમાં સુધાર કરે છે. |
03:39 | અને ગર્ભાધાન સંબંધી ઉબકાથી રાહત આપી શકે છે. |
03:44 | હજી એક પોષક તત્વ છે, વિટામિન B12 જે ફોલેટ અને કોલાઈન સાથે - એનિમિયા અને ન્યુરલ ટ્યુબ (ચેતા નળી) ખામીને અટકાવવામાં મદદ કરે છે |
03: 54 | ન્યુરલ ટ્યુબ ખામી એ જન્મની ખામી છે જે - બાળકના કરોડરજ્જુ અને કેન્દ્રિય ચેતા તંત્ર પર અસર કરે છે, જે ગર્ભાવસ્થાના પ્રથમ મહિના દરમિયાન થાય છે. |
04:04 | નોંધ લો - ન્યુરલ ટ્યુબ એ બાળકનો એક ભાગ છે જે મગજ અને કરોડરજ્જુમાં વિકસે છે. |
04:11 | તેથી આ અત્યંત જરૂરી છે કે ગર્ભાવસ્થા પહેલા શરીરમાં પૂરતા પ્રમાણમાં
ફોલેટ, વિટામિન B12 અને કોલાઈન હોવું જોઈએ. |
04:20 | વિટામિન B12 ની ઉણપ લીધે પણ એનિમિયા, વાંઝિયાપણું અને ગર્ભપાતની સમસ્યા થાય છે |
04:27 | હવે, આપણે બીજા અગત્યના પોષક તત્વ - ફોલેટ વિશે શીખીશું |
04:31 | ફોલેટ કે જેને વિટામિન-B9 તરીકે પણ ઓળખાય છે, શરીરમાં તંદુરસ્ત નવા કોષો બનાવવામાં મદદ કરે છે. |
04: 38 | આ કોષો ફેફસાંમાંથી શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન વહન કરે છે. |
04:43 | સગર્ભા માતામાં ફોલેટની ઉણપ એનિમિયા તરફ દોરી જાય છે અને મગજ અને કરોડરજ્જુની ખામી થાય છે, જેને ન્યુરલ ટ્યુબ ખામી કહેવાય છે. |
04:52 | નોંધ લો કે: ન્યુરલ ટ્યુબ ખામી સમાન ટ્યુટોરીયલમાં પહેલાં જ સમજાવવામાં આવી છે. |
04: 58 | હવે આપણે આયર્ન (લોહ તત્વ) વિશે શીખીશું
જે લોહીમાં હિમોગ્લોબિન બનાવવા માટે અને બાળકના વિકાસ માટે જરૂરી છે |
05:07 | ગર્ભાવસ્થામાં હિમોગ્લોબિન ઓછું હોવાથી - ગર્ભાવસ્થા દરમ્યાન આપેલ સમસ્યા થાય છે - જેમ કે ઉચ્ચ રક્તદાબ |
05: 13 | સમય પહેલા પ્રસવ |
05: 15 | જન્મથી જ શિશુનું વજન ઓછું અથવા ગર્ભપાત |
05:18 | આના સિવાય
હિમોગ્લોબિન ઓક્સિજનને અન્ય પેશીઓ અને કોષોમાં પરિવહન કરવામાં મદદ કરે છે |
05: 25 | હિમોગ્લોબિન અને આયર્નની ઓછી માત્રા લીધે એનિમિયા થાય છે. |
05:30 | વધુમાં, આપેલ લીધે સ્ત્રીઓમાં આયર્નનો અભાવ હોઈ શકે છે, જેમકે માસિક સ્રાવ, |
05: 36 | પેટમાં કીડા થવા |
05: 38 | આહારમાં ઓછું આયર્ન હોવું અને ખોરાકમાં ફાયટિક એસિડ અથવા ઓક્સેલેટ્સ હોવાથી આયર્નનું શોષણ ન થવું |
05:45 | ફાયટિક એસિડ અને ઓક્સેલેટ્સ ઘટાડવા અને પોષક તત્ત્વોનું શોષણ વધારવા માટે - |
05: 52 | રાંધવા પૂર્વ પદ્ધતિઓનો ઉપયોગ કરો જેમ કે - પલાળીને રાખવું, અંકુરીત કરવું, શેકવું અને આથો લાવવો |
06:00 | આયર્નની ઉણપ લીધે થનાર Anemia ના સંકેતો છે-
થાક લાગવો અને ઊર્જાનો અભાવ |
06:06 | શ્વાસ ફુલાવો
હૃદયના ધબકારા વધવા |
06:10 | અને ફીકી ચામડી |
06:11 | યાદ રાખો, આયર્ન સાથે -
હંમેશા Vitamin-C થી પ્રચુર ખોરાક ખાવો જોઈએ કારણ કે તેનાથી આયર્નના શોષણમાં મદદ મળે છે |
06:19 | Vitamin-C રોગ પ્રતિરક્ષક શક્તિ પણ વધારે છે અને તેથી ચેપ લાગવાની સંભાવના ઘટે છે. |
06:25 | આગળ, આપણે Calcium અને Vitamin D ના મહત્વ બદ્દલ શીખીશું |
06:30 | Calcium ને ગ્રહણ કરવાનો આગ્રહ કરાય છે કારણ કે તેનાથી હાડકાના વિકાસમાં મદદ મળે છે |
06:35 | બાળકના હાડકા અને દાંતના વિકાસ માટે Calcium ની જરૂર રહે છે. |
06:39 | Calcium ની ઓછી માત્રા હોવી નબળા હાડકાનું કારણ બને છે |
06:43 | જ્યારે કે, યાદ રાખો કે- શરીરમાં calcium ના શોષણ માટે Vitamin-D ની જરૂર પડે છે. |
06:50 | Vitamin-D પ્રાપ્ત કરવાનો સૌથી ઉત્તમ માર્ગ છે 11.00 am થી 3.00 pm વચ્ચે 15 to 20 મિનિટ માટે સૂર્યપ્રકાશમાં ખુલ્લા રહેવું. |
06:59 | આગળ, આપણે Choline વિશે શીખીશું. |
07:02 | Choline એ બાળકના મગજ વિકાસ માટે મહત્વપૂર્ણ છે
કારણ કે તે યાદશક્તિ વધારે છે અને ધ્યાન લગાડવાની શક્તિ આપે છે |
07:09 | Choline ના ઉણપ લીધે - વયસ્કોમાં ચરબીયુક્ત યકૃત થાય છે |
07:13 | તેમજ ગર્ભપાત અને બાળકમાં Neural tube defects –
જે આ ટ્યુટોરીયલમાં અગાઉ ઉલ્લેખ કરાયું છે |
07:20 | ચાલો આગળ વધીએ અને Zinc ના મહત્વ બદ્દલ શીખીએ, |
07:24 | Zinc રોગપ્રતિરક્ષા માટે અને કોષ વિકાસ માટે મહત્વપૂર્ણ છે -
તે શરીરમાં જનીન ઘટક અને protein બનાવવામાં મદદ કરે છે |
07:31 | તે ઘા ભરવામાં મદદ કરે છે.
સાથે જ તે સ્ત્રીઓમાં ડિમ્બક્ષરણ અને પ્રજનન ક્ષમતામાં મદદ કરે છે |
07:37 | અને તે બાળકના વિકાસ માટે મહત્વપૂર્ણ છે |
07:40 | નોંધ લો કે - આહારમાં Zinc ના અભાવે સ્વાદ અને સુંઘવાની શક્તિ પ્રભાવિત થઇ શકે છે. |
07:46 | ગર્ભનાળના વિકાસમાં વિલંબ થાય છે: જે એક નળી હોય છે જેના મારફતે પોષકતત્વો માતાથી બાળકને મળે છે. |
07:53 | Zinc ની ઉણપ લીધે ગર્ભનો વિકાસ પણ પ્રભાવિત થાય છે
અને પરિણામ સ્વરૂપે ઓછા વજન ધરાવતું બાળક જન્મે છે |
08:00 | અન્ય મહત્વપૂર્ણ પોષકતત્વ જે આપણે જોઈશું તે છે, Iodine - |
08:05 | Iodine એ થાયરોઇડ હોર્મોનના સામાન્ય સ્તરને જાળવી રાખવા માટે શરીરને લાગતું આવશ્યક ઘટક છે
જે Thyroid gland દ્વારા ઉત્પન્ન થાય છે |
08:13 | માતામાં Iodine ની ઉણપથી ગર્ભપાત થવાનું જોખમ અને મૃત બાળક થવાની સંભાવના વધી જાય છે |
08:21 | સાથેજ તેનાથી બાળકમાં આપેલ સમસ્યાઓ થાય છે – જેવુ કે જન્મ વિકૃતિ
જન્મ સમયે ઓછું વજન, અવરોધિત વિકાસ તથા મંદબુદ્ધિ |
08:30 | Magnesium અન્ય એક પોષકતત્વ છે જે ચેતા તંત્રની શાંતતામાં મદદ કરે છે. |
08:35 | મગજમાં રક્ત વાહિનીઓને આરામ આપીને ખેંચાણ અને માથાના માઈગ્રેન દુખાવાથી બચાવે છે |
08:41 | સાથે જ તે તંદુરસ્ત રક્તચાપ અને હૃદય ધબકારા બનાવી રાખે છે |
08:45 | તે જનીન ઘટકો બનાવવામાં અને હાડકાના વિકાસને સુધારવામાં મદદરૂપ છે |
08:51 | સ્વસ્થ ગર્ભાવસ્થા માટે સ્વસ્થ પોષકતત્વો સિવાય -
તે પણ જરૂરી છે કે તમે દારૂનું સેવન ન કરો કારણ કે તેના લીધે ગર્ભપાત થઇ શકે છે અથવા ગર્ભ કમજોર થાય છે. |
09:00 | બીજી વસ્તુઓ જેને ટાળવી જરૂરી છે તે છે - તમાકુ |
09:03 | સિગારેટ
નશેદાર પદાર્થો |
09:06 | સ્વ દવા ઉપચાર, ખાંડ, ચા તથા કોફી, જંક ફૂડ અને મીઠા પીણાઓનું અધિક સેવન |
09:15 | કારણ કે આ પદાર્થો પ્રજનન આરોગ્યને પ્રભાવિત કરી શકે છે અને ગર્ભવસ્થા પર માઠી અસર કરે છે. |
09:20 | નોંધ લો,
ગર્ભ ધારણ કરતા પહેલા વજન જાળવવું પણ ખુબ મહત્વપૂર્ણ છે, |
09:25 | ઓછું વજન ધરાવતી (કમજોર) સ્ત્રીઓ નાના બાળક અથવા અવિકસિત બાળકને જન્મ આપે છે
જે ગર્ભાવસ્થાના 7 થી 8 મહિના દરમિયાન જન્મે છે |
09:34 | આવા બાળકોને અવિકસિત મરણનું જોખમ વધુ હોય છે. |
09:38 | જ્યારે કે, બીજી તરફ, વધુ વજન ધરાવતી સ્ત્રીઓને - સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ અને રક્તચાપનું ઉચ્ચ જોખમ હોય છે. |
09:45 | જેના કારણે ભવિષ્યમાં બાળકને સમસ્યા થઇ શકે છે. |
09:49 | તેથી, સ્ત્રીએ ગર્ભ ધારણ કરતા પહેલા તંદુરસ્ત વજન જાળવી રાખવા માટે આરોગ્યસંભાળ પ્રદાતા સાથે પરામર્શ કરવું જોઈએ. |
09:55 | આની સાથે, તે પણ મહત્વનું છે કે સ્વસ્થ, સંતુલિત આહાર લેવામાં આવે જેમાં સમાવિષ્ટ હોય -
શાકાહારી અને/અથવા માંસાહારી બંને ખોરાક |
10:05 | યાદ રાખો, તમામ માંસાહારી ખોરાકમાં પ્રચુર માત્રામાં હોય છે - protein, omega-3 fatty acids, vitamin B-12, vitamin B-9, zinc, આયર્ન, calcium, choline અને Vitamin-D |
10:18 | પ્રાણીથી મળનાર ખોરાક સાથે, વનસ્પતિથી મળનાર ખોરાક, જેમ કે દાળ, બાજરો, રાગી, નટ્સ અને દાણા આપેલ નિર્માણમાં મદદ કરશે - |
10:30 | રોગપ્રતિરક્ષા તંત્ર , સ્નાયુઓ, હાડકા, |
10:33 | યકૃત, વાળ, ચામડી, આંખો અને મગજ |
10:36 | આના સિવાય, દૂધ ઉત્પાદકો પણ બાળકના હાડકા અને દાંતના નિર્માણમાં સહાય કરશે |
10:43 | સાથે જ, પાંદડાવાળી શાકભાજીઓ અને બીજડાંઓ પણ ભરપૂર માત્રામાં Calcium ધરાવે છે અને બાળકના હાડકા અને દાંત નિર્માણ કરવામાં મદદ કરે છે. |
10:52 | પાંદડાવાળી શાકભાજીઓની જેમ, ફળો પણ Vitamin-C પ્રચુર માત્રામાં ધરાવે છે અને તેઓ મદદ કરે છે -
રોગપ્રતિરક્ષા સુધારવામાં, આયર્ન શોષવામાં અને ચેપથી રક્ષણ કરવામાં |
11:04 | સ્ત્રીની પ્રજનન ક્ષમતા અને બાળકના વિકાસ માટે - ફળીઓ, સૂકો મેવો અને બિયાં માંસાહારી ખોરાક સાથે લેવા જોઈએ. |
11:14 | વિવિધ માંસાહારી ખોરાક જેમ કે માંછલી, ઈંડા અને દુગ્ધ ઉત્પાદનો મદદ કરે છે - સામાન્ય થાયરોઇડ હોર્મોનને જાળવી રાખવામાં,
વિકાસમાં સુધાર કરવામાં અને શારીરિક ખામીથી બચાવવામાં |
11:27 | નટ્સ સૂકો મેવો અને બિયાંમાં magnesium પ્રચુર માત્રામાં હોય છે અને તે જરૂરી છે -
ચેતા તંત્રના કાર્ય માટે અને પગના ખેંચાણને અટકાવવા માટે |
11:35 | પૂર્વ ગર્ભાવસ્થા પોષણ - પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
જોડાવાબદ્દલ આભાર. |