Health-and-Nutrition/C2/Hand-expression-of-breastmilk/Gujarati
|
|
00:01 | છાતીનું દૂધ હાથેથી દબાવીને કાઢવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું છાતીનું દૂધ કાઢવાના ફાયદાઓ. |
00:11 | છાતીનું દૂધ હાથેથી કેવી રીતે કાઢવું. |
00:15 | માતાએ છાતીનું દૂધ કેટલી વખત કાઢવું જોઈએ. |
00:20 | છાતીના સખત પણાથી રાહત માટે છાતીના દૂધને દબાવીને કાઢવુ ઉપયોગી છે. |
00:25 | ડીંટડીના સોજાની સારવાર માટે અને ડીંટડીના ફરતે આવેલ ઘટ્ટ વિસ્તાર પરની સુખીચામડીની સમસ્યા માટે |
00:31 | ધવડાવતી વખતે માતાની સોજયેલી ડીંટડી જો ખૂબ દુખતી હોય તો બાળકને ધવડાવવા માટે |
00:38 | માતાના છાતીના દૂધ પુરવઠાને વધારવા માટે અથવા જાળવવા માટે |
00:42 | માતા જયારે બહાર કામે જાય છે ત્યારે બાળક માટે છાતીનું દૂધ ઉપલબ્ધ રાખવા માટે |
00:49 | બાળકને પૂર્ણ છાતી સાથે જોડાવા મદદ કરવા માટે જે કે ડીંટડી ફરતે આવેલ ઘટ્ટ વિસ્તારને પોચો બનાવવા માટે થાય છે. |
00:56 | બાળકને બીજી છાતીથી ધવડાવવા પહેલા પહેલી છાતી પૂર્ણપણે ખાલી થઈ છે કે નહીં તે તપાસ કરવા. |
01:05 | બાળક માટે પોષણ પૂરક આહાર આપવા માટે- પાણી અથવા ગાયના દૂધના બદલે છાતીનું દૂધ આપો. |
01:14 | અને દૂધ પીવડાવવામાં મદદ કરો - અવિકસિત શિશુને |
01:18 | બીમાર બાળકોને |
01:20 | એ બાળકોને જે નબળા હોય |
01:22 | એ બાળકો જેમનો હોઠ/ અથવા જડબું (તાળવું) ચિરાડ પડેલું હોય. |
01:27 | બાળકો જેમને ઊંડી રીતે જોડાવવામાં મુશ્કેલી થતી હોય |
01:32 | હવે ચાલો છાતીનું દૂધ કેવી રીતે કાઢવું એ શીખીએ. |
01:37 | માતા માટે સૌથી વધારે આગ્રહ કરવામાં આવેલ રીત એ છે જેમાં હાથનો ઉપયોગ કરીને છાતી દબાવીને દૂધ કાઢવું |
01:44 | કારણકે આ પદ્ધતિથી ડીંટડી ફરતે આવેલ ઘટ્ટ વિસ્તારને ઓછી તકલીફ થશે |
01:51 | સાથે જ, આ પદ્ધતિ માટે કોઈપણ સાધન જોઈતું નથી. તો માતા આ ક્યાં પણ અને ક્યારે પણ કરી શકે છે. |
02:00 | દાબીને છાતીનું દૂધ કાઢવું એક શીખવાનું કૌશલ્ય છે અને તે અભ્યાસથી સુધરતું રહેશે. |
02:08 | છાતી જો પોચી હોય તો હાથ વડે છાતીથી દૂધ કાઢવું સરળ રહે છે. |
02:13 | તેથી માતાએ પ્રસૂતિ પછીનાં પહેલા કે બીજા દિવસે આ કુશળતા શીખવી જોઈએ. |
02:21 | છાતીથી દૂધ કાઢવા પહેલા, માતાએ નીકળેલા દૂધને સંગ્રહ કરવા માટે સ્ટીલ કે કાંચનું વાસણ તૈયાર રાખવું જોઈએ. |
02:29 | તેણે પહોળા મોઢાવાળુ કપ, ગ્લાસ, જગ કે જાર પસંદ કરવું જોઈએ. |
02:36 | તેણે પસંદ કરેલા વાસણને સાબુ અને પાણીથી ધોવું જોઈએ |
02:41 | ત્યાર પછી તેણે ક્યાં તો વાસણને ઉકળતા પાણીમાં રાખવું જોઈએ અથવા ઉકળતું પાણી વાસણમાં રાખીને તેને અમુક મિનિટો માટે છોડી દેવું જોઈએ. |
02:52 | ત્યારબાદ તેણે વાસણને પૂર્ણપણે સુકવવું જોઈએ અથવા વણવાપરેલા ચોખ્ખા કપડા વડે લુછવું જોઈએ.. |
03:02 | બરતનને વાપરેલા કપડા જેવું કે રસોડાનું કપડું તેનાથી લૂછવું ના જોઈએ. |
03:10 | ચોખ્ખું વાસણ પૂર્ણપણે સુકાઈ જાય પછી આગળનું પગલું છે છાતીમાંથી દૂધ કાઢવું. |
03:17 | માતાએ તેના દૂધને પ્રવાહિત કરવામાં મદદ કરવા માટે, આરામદાયક સ્થિતિ અનુભવી જોઇએ અને તેના બાળકથી ભાવનાત્મક રીતે જોડાયેલી હોવી જોઈએ. |
03:26 | માતા આપેલનો પ્રયાસ કરી શકે છે:
તે શાંત અને ખાનગી રીતે અથવા સહાયક મિત્ર સાથે બેસી શકે છે. |
03:34 | કેટલીક માતાઓ એવી માતાઓના જૂથ સાથે સરળતાથી દૂધ કાઢી શકે છે જેઓ પણ દૂધ કાઢી રહી હોય . |
03:41 | તે તેના બાળકને ખોળામાં તેનો સ્પર્શ રાખીને પણ બેસી શકે છે. |
03:46 | અથવા તે તેના બાળક તરફ જોઈ શકે છે અથવા તેના બાળકનો અવાજ સાંભળી શકે છે. |
03:53 | કોઈક વખતે - તેના બાળકના ફોટા તરફ જોવું અથવા તેના બાળકના કપડાં સુંઘવું પણ મદદ કરી શકે છે. |
04:00 | તે ગરમ સૂથિંગ (હળવું સુખદાયી પીણું) લઇ શકે છે, પરંતુ પીણું કોફી, કડક ચા, દારૂ અથવા કોઈપણ ઉત્તેજીત પ્રકારનું ન હોવું જોઈએ. |
04:12 | સાથે જ તે તેની છાતીને ગરમી આપી શકે છે જેથી તેનાં દૂધ વહેવામાં મદદ મળે. |
04:17 | તેની છાતીને ગરમી આપવા માટે, તેણે ગરમ પાણીમાં ભીંજવેલું કપડું તેની છાતીઓ પર લગાડવું જોઈએ અથવા ગરમ પાણીથી નહાવું જોઇએ. |
04:28 | તે તેની ડીંટડીઓ અને તેની ફરતે આવેલા ઘટ્ટ વિસ્તારને ઉત્તેજિત કરી શકે છે તે માટે તેણે-
તેને હળવેથી ખેંચવી જોઈએ અથવા તેના પર પોતાની આંગળીઓ ફેરવવી જોઈએ.. |
04:38 | તે ગોળાકાર નો ઉપયોગ કરીને તેની છાતી ને માલીશ કરી શકે છે
તે ગોળાકારમાં તેની આંગળીનો ઉપયોગ કરીને તેની છાતિને માલિશ કરી શકે છે. |
04:44 | માતા તેની પીઠને ઘસવા માટે મદદ માટે પુછી શકે છે. |
04:47 | પીઠને ઘસવા માટે માતાએ આપેલ કરવું જોઈએ-
નીચે બેસવું, આગળની તરફ નમવું, |
04:53 | ટેબલ પર તેની સામે તેના હાથ વાળવા અને તેના હાથ પર માથાને મૂકવું.
|
05:01 | તેણે છાતી પરથી કપડું ઉતારેલું હોવું જોઈએ અને તે ઢીલું લટકતું હોવું જોઈએ. |
05:07 | મદદગારે માતાની કરોડની બંને બાજુએ ઘસવું જોઈએ. |
05:12 | તેણે આગળની બાજુએ ભિંસેલા અંગૂઠા સાથે તેની બંધ મુઠ્ઠીનો ઉપયોગ કરવો જોઈએ. |
05:17 | તેણે તેના અંગુઠા વડે મજબૂતીથી નાની ગોળાકાર હલચલમાં દબાવવું જોઈએ. |
05:25 | તેણે કરોડની બંને બાજુએ એક જ સમયે ગળાથી ખભા સુધી માલિશ કરવી જોઈએ. |
05:34 | તેણે આ બે કે ત્રણ મિનિટ માટે કરવું જોઈએ. |
05:38 | આ તમામ પગલા છાતીનું દુધ કાઢવામાં મદદરૂપ થાય છે. |
05:43 | છાતીનું દૂધ કાઢવાની આ પદ્ધતિને "ઓક્સીટોસિન રિફ્લેકસ" અથવા "લેટ ડાઉન રિફ્લેક્સ" કહેવાય છે. |
05:51 | "ઓક્સિટોસિન રિફ્લેક્સ" શરૂ થયા બાદ માતાએ તેના હાથ પૂર્ણ રીતે ધોઈને સૂકવવા જોઈએ.
|
05:59 | ત્યારબાદ માતાએ આરામદાયક સ્થિતિમાં બેસવું જોઈએ. |
06:04 | તેણે આગળની તરફ સેજ નમવું જોઈએ |
06:07 | તેણે બરતનને તેની છાતી નજીક પકડવુ જોઈએ. |
06:11 | હવે તેણે તેનો અંગુઠો અને આંગળીઓને તેની છાતી પર C આકારની પકડમાં બાજુએથી મૂકવી જોઈએ. |
06:20 | તે કોઈપણ છાતીને પકડવા તેનો કોઈપણ હાથ વાપરી શકે છે અને પહેલા હાથનાં થાકી જવા પર તે બીજા હાથનો ઉપયોગ કરી શકે છે. |
06:29 | છાતી પકડતી વખતે તેનો અંગૂઠો છાતીની ઉપરની બાજુએ હોવો જોઈએ |
06:35 | અને તેની આંગળીઓ છાતીના નીચેની બાજુએ અંગૂઠાથી વિરુદ્ધ હોવી જોઈએ. |
06:42 | તેનો અંગુઠો, ડીંટડી અને આંગળીઓ હંમેશા સીધી રેખામાં હોવી જોઈએ. |
06:48 | અને ડીંટડી અંગુઠા અને તર્જની વચ્ચે હોવી જોઈએ. |
06:54 | અહીં ૨ આંગળીઓનું અંતર હોવું જોઈએ-
ડીંટડી અને તેના અંગુઠા વચ્ચે અને ડીંટડી અને તેની આંગળીઓ વચ્ચે |
07:04 | આંગળીઓ જો ડીંટડીથી ખૂબ નજીક હોય તો દૂધ વધુ સમય સુધી વહેશે નહીં. |
07:10 | માતા ત્યારે વધુ દૂધ નીકાળે છે જ્યારે-
તે ડીંટડી ફરતે આવેલ ઘટ્ટ વિસ્તારની નીચે આવેલી દૂધની નસો દબાવે છે. |
07:19 | આ ચિત્રમાં, માતા તેની જમણી છાતી તેના જમણા હાથ વડે યોગ્ય રીતે પકડી રહી છે. |
07:27 | હવે, તેણે તેની છાતીને અંદરની બાજુએ છાતીની દિવાલ સુધી દબાવવી જોઈએ જે માટે સ્થિર દબાણ આપવું જોઈએ. |
07:36 | ત્યારબાદ હાથને હલાવ્યા વગર હળવેથી અંગૂઠા અને આંગળીઓ વચ્ચે છાતીને દબાવવું જોઈએ, |
07:44 | અને ત્યારબાદ છાતી પરથી દબાણ હટાવવુ. |
07:48 | માતાએ આ ૩ પગલાં ફરી વાર કરવા જોઈએ-
પાછળ તરફ દબાવવું, દબાવવું અને છોડવું |
07:56 | પાછળથી છાતીની દીવાલ તરફ દબાવવાનું પ્રથમ પગલું એક મહત્વપૂર્ણ પગલું છે. |
08:02 | ફક્ત ડીંટડીની તરફ દબાવવાથી ખૂબ ઓછા પ્રમાણમાં દૂધ નીકળશે. |
08:07 | પરંતુ જ્યારે છાતીને પાછળની તરફ દબાવવામાં આવે છે ત્યારે, ઘટ્ટ છાતીની પેશીઓથી દૂધ છૂટે છે. |
08:15 | પરંતુ ખૂબ ઉંડુ દબાવવાનું ટાળો કારણ કે તેનાથી દૂધની વાહિનીઓ જામ થઈ શકે છે. |
08:23 | જ્યારે માતા તેના હાથ વડે છાતીનું દૂધ કાઢવાનું શરૂ કરે છે ત્યારે પહેલી વખતે કદાચ અત્યંત ઓછા દૂધના ટીપાઓ બહાર આવી શકે છે. |
08:30 | જેમ "લેટ ડાઉન રીફલેક્સ" શરૂ થાય છે તેમ દૂધ ગળવાનું શરૂ થાય છે. |
08:36 | પ્રથમ કેટલાક પ્રયાસોમાં, દૂધનું ગળવું કે ધીમેથી આવવુ એ સામાન્ય છે. |
08:42 | પછીથી છાતીનું દૂધ વહેણમાં વહી શકે છે.
કારણકે ધવડાવવાં સાથે, છાતીનું દૂધ કાઢવું એક કૌશલ્ય છે જે અભ્યાસ વડે આવી શકે છે. |
08:53 | કોલોસ્ટ્રમ, જન્મ પછીનું પહેલું દૂધ, ફક્ત ટીપાઓમાં આવી શકે છે પરંતુ તે નવજાત શિશુઓ માટે પૂરતું છે. |
09:01 | જાડું, ઘણીવાર પીળાશ પડતું દૂધ, જેમાં બાળક માટે પુષ્કળ સુરક્ષાત્મક ફાયદાઓ આવેલા છે. |
09:08 | માતાએ આ ૩ પગલાંઓ ત્યાં સુધી ફરી કરવા જોઈએ જ્યાં સુધી દૂધનો પ્રવાહ ફરીથી ટીપા જેવો ના થાય. |
09:16 | ત્યારબાદ, છાતીના અન્ય ભાગોમાંથી દૂધ કાઢવા માટે તેણે તેની આંગળીઓને ફરીથી ગોઠવવી જોઈએ. |
09:23 | તે અનુભવી શકે છે કે છાતીનો કયો ભાગ ભરેલો લાગે છે, અને તે વિસ્તારને દબાવી શકે છે. |
09:30 | તેણે એક છાતીથી ઓછામાં ઓછું ૩ થી ૫ મિનિટ સુધી દૂધ ત્યાં સુધી નીકાળવું જોઈએ જ્યાં સુધી દૂધનો પ્રવાહ ઓછો ન થઈ જાય. |
09:38 | ત્યારબાદ તેણે બીજી છાતીથી તમામ વિસ્તારથી દૂધ સમાન રીતે કાઢવું જોઈએ. |
09:45 | અને ત્યારબાદ ફરીથી બંને છાતીથી બીજી વખત દૂધ કાઢવું જોઈએ. |
09:51 | બંને છાતીઓથી પર્યાપ્ત માત્રામાં દૂધ નીકાળવામાં 20થી 30 મિનિટ લાગે છે. |
09:57 | તેને વધુ સમય પણ લાગી શકે છે, ખાસ કરીને પહેલા કેટલાક દિવસોમાં. કારણકે તે દિવસોમાં, ખૂબ જ ઓછું દૂધ બની શકે છે. |
10:07 | ઓછા સમયાંતરે દૂધ નીકાળવાનો પ્રયાસ ન કરવો તે મહત્વપૂર્ણ છે |
10:12 | યાદ રાખો, હાથથી દૂધ નીકાળવાથી ઇજા અનુભવવી ન જોઈએ.
જો ઇજા અનુભવાય છે, તો તકનીક ખોટી છે. |
10:21 | છાતીની પેશીઓ નાજુક હોય છે. |
10:24 | ડીંટડીની તરફે, ચામડી પર, આંગળીઓ ઘસવાનું, ફેરવવાનું કે ખેંચવાનું ટાળો.
આનાથી છાતીની સોરનેસ (સોજો ) થઈ શકે છે. |
10:36 | ડીંટડી ફરતે આવેલ ઘટ્ટ વિસ્તાર પર ચામડીને કસવાનું કે તાણવાનું ટાળો. |
10:42 | સાથે જ ડીંટડીને સ્કવિઝ કરવાનું (નિચોડવું) અથવા ખેંચવાનું ટાળો. |
10:46 | ડીંટડીને દબાવવાથી અથવા ખેંચવાથી પૂરતું દૂધ નીકળી શકતું નથી. |
10:51 | બાળક ફક્ત ડીંટડીને ચૂસે આ તેના જેવું જ છે . |
10:57 | છાતીનું દૂધ નીકાળ્યા બાદ માતાએ બરતનને સાફ કપડા વડે અથવા પ્લેટથી આવરી લેવું જોઈએ. |
11:04 | ત્યારબાદ તેણે તેની છાતીનાં દૂધને સુરક્ષિત રીતે પછીના ઉપયોગ માટે સંગ્રહ કરવું જોઈએ. |
11:09 | છાતીના દૂધને સુરક્ષિત રીતે સંગ્રહ કરી અને સંગ્રહિત કરેલ છાતીના દુધને બાળકને પીવડાવવાનું બીજા અન્ય ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવ્યુ છે . |
11:19 | ચાલો હવે ચર્ચા કરીએ કે માતાએ કેટલીવાર દૂધ નીકાળવું જોઈએ. |
11:24 | ઉદ્દેશ્ય જો દૂધના પુરવઠાને શરૂ કરવાનું અને જાળવવાનું હોય અથવા જન્મ સમયે ઓછું વજન ધરાવતા બાળકોને અથવા બીમાર નવજાત શિશુઓને ધવડાવવાનો હોય ત્યારે - |
11:35 | તેણે પ્રસુતિ બાદ જેટલી જલ્દી હોઈ શકે એટલા જલ્દી દૂધ કાઢવાનું શરૂ કરવું જોઈએ. |
11:40 | તે પહેલી વખતે કોલોસ્ટ્રમના અમુક ટીપાઓ જ નીકાળી શકે છે. |
11:45 | આનાથી છાતીના દૂધનો પુરવઠો શરૂ થવામાં મદદ મળે છે. |
11:48 | આ જન્મ બાદ બાળકને તરત ધવડાવવુ એના જેમ જ કાર્ય કરે છે. |
11:54 | માતાએ તે પોતે જેટલું થઈ શકે એટલું નીકાળવું જોઈએ.
અને એટલી વાર જેટલું તેનું બાળક ધાવશે. |
12:02 | આ ઓછામાં ઓછું દર ૨ થી ૩ કલાકે હોવું જોઈએ, જેમાં રાત્રીનો પણ સમાવેશ થાય છે. |
12:08 | દૂધ નીકાળવા વચ્ચે જો લાંબો સમય અંતર હોય તો, તે પૂરતી માત્રામાં દૂધ ઉત્પન્ન કરવામાં સક્ષમ હોઈ શકતી નથી.. |
12:16 | આગળ, ઉદ્દેશ્ય જો માતાના દૂધનો પુરવઠો બને એ હોય તો -
અને જો લાગતું હોય કે તે અમુક અઠવાડિયા બાદ ઓછું થઈ રહ્યું છે તો: |
12:25 | તેણે બાળકને ધવડાવ્યા બાદ તુરત દર ૧ થી ૨ કલાકે છાતીનું દૂધ નીકાળવું જોઈએ અને |
12:33 | જો બાળકની ૩ કલાકથી વધારે સુવાની અપેક્ષા છે, તો તે ધાવણ વચ્ચે દુધ કાઢી શકે છે. |
12:43 | ઉદ્દેશ્ય જો છાતીનાં સખતપણા, અથવા કામ પર હોય ત્યારે છાતીથી દૂધ ગળવા જેવી સમસ્યાઓના લક્ષણોથી મુક્તિ પામવાનો હોય તો:
માતાએ જરૂર હોય એટલું જ દૂધ નીકાળવું જોઈએ. |
12:53 | ઉદ્દેશ્ય જો ડીંટડીની ચામડીને સ્વસ્થ રાખવાની હોય તો:
માતાએ છાતીના દૂધના અમુક ટીપા તેની ડીંટડી પર ઘસવા માટે નિકાળવા જોઈએ. |
13:02 | તેણે આ નાહ્યા પછીથી અને ધવડાવ્યા બાદ કરવુ જોઈએ. |
13:07 | ઉદ્દેશ્ય જો માતા કામ પર હોય ત્યારે તેના બાળક માટે દૂધ રાખી મૂકવાનું હોય તો: |
13:14 | માતાએ પુરવઠાને ચાલુ રાખવા માટે મદદ મળે એ માટે કામ પર હોય ત્યારે દૂધ કાઢવું જોઈએ. |
13:20 | અને માતાએ કામ પર જતાં પહેલા છાતીનું દૂધ કાઢવું જોઇએ અને સંભાળ રાખનાર માટે બાળકને આપવા હેતુ રાખવું જોઈએ. |
13:29 | આ કરવા માટે - માતા અમુક અઠવાડિયા પહેલા યોજના કરી શકે છે જો તેની પાસે ફ્રીજ હોય.. |
13:34 | તે વધારે દૂધ કાઢી શકે છે અને તેને પછીથી વાપરી શકાય એ માટે સંગ્રહી શકે છે. |
13:39 | બાળક ધાવી લીધા પછી પણ માતા દૂધ કાઢી શકે છે. |
13:44 | માતાએ દરેક ધાવણ માટે આશરે ૬૦ થી ૯૦ મીલીલિટર દૂધ રાખવુ જોઈએ. |
13:51 | માતા જો પહોંચ બહાર હોય ત્યારે વધુ છાતીનું દૂધ બાળકની જરૂર અનુસાર આપી શકાય છે. |
13:57 | યાદ રાખો, હાથથી દબાવીને જેટલું વધુ દૂધ કાઢવામાં આવશે -
દૂધ નીકળવું એટલું વધુ સરળ રહેશે, દૂધ નીકળવું વધુ ઝડપી રહેશે. |
14:07 | અને માતા વધુ દૂધ ઉત્પન્ન કરશે. |
14:11 | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. જોડાવાબદલ આભાર. |