Blender/C2/Moving-in-3D-Space/Gujarati
From Script | Spoken-Tutorial
'Time | Narration |
00.04 | બ્લેન્ડર ટ્યુટોરીયલ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D Space માં નેવિગેશન કરવા ઉપર છે. |
00.26 | આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે શીખીશું કે, 3D Space જેવી કે બ્લેન્ડર વ્યૂપોર્ટમાં પેન, રોટેટ અને ઝૂમ કેવી રીતે કરવું. |
00.38 | હું ધારીશ કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું, તે તમે પહેલેથી જાણો છો. |
00.43 | જો નહી તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાં ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. |
00.50 | બ્લેન્ડર માં નેવિગેશન તમારી પાસેના માઉસના પ્રકાર પર આધાર રાખે છે - |
00.56 | 3 બટન વાળું માઉસ |
00.58 | અથવા વ્હીલ સાથે |
01.00 | 2 બટન વાળું માઉસ. |
01.05 | બ્લેન્ડર ટ્યુટોરીયલની આ શ્રેણીમાં હું વ્હીલ સાથે 2 બટન વાળા માઉસ નો ઉપયોગ કરું છું. |
01.13 | પ્રથમ ક્રિયા આપણે જોશું, વ્યુ નું ફરવું. |
01.17 | માઉસ અને કીબોર્ડનો ઉપયોગ કરીને આ કરવા માટેના ત્રણ માર્ગો છે. |
01.22 | પ્રથમ આપણે માઉસ વ્હીલ અથવા સ્ક્રોલ સાથે Shift કી નો ઉપયોગ કરીશું. |
01.27 | Shift દબાવી રાખો, માઉસ વ્હીલ નીચેની તરફ દબાવો અને માઉસ ખસેડો. |
01.41 | દ્રશ્ય માઉસની દિશામાં ડાબું થી જમણું અને ઉપર થી નીચે બંને તરફ ફરે છે. |
01.48 | હવે, શિફ્ટ દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. |
02.00 | દ્રશ્ય ઉપર અને નીચે ફરે છે. વ્યુ ફરાવવાની આ બીજી પદ્ધતિ છે. |
02.06 | SHIFT દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચે તરફ સ્ક્રોલ કરો. વ્યુ ઉપરની તરફ ફરે છે. |
02.19 | SHIFT દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચે તરફ સ્ક્રોલ કરો. વ્યુ નીચેની તરફ ફરે છે. |
02.33 | વ્યુ ફરાવવા માટેની ત્રીજી અને છેલ્લી પદ્ધતિ, માઉસ વ્હીલ સાથે Ctrl કી વાપરવા સાથે છે. |
02.40 | CTRL દબાવી રાખો અને માઉસ વ્હીલ સ્ક્રોલ કરો. વ્યુ ડાબેથી જમણે અને ઊલટા ક્રમમાં ફરે છે. |
02.55 | Ctrl દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ જમણી તરફ ફરે છે. |
03.09 | Ctrl દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ ડાબી તરફ ફરે છે. |
03.22 | વ્યુ ફરાવવા માટે તમે નમપૅડ કીઓનો ઉપયોગ પણ કરી શકો છો. |
03.29 | Ctrl અને numpad 2 દબાવી રાખો, વ્યુ ઉપરની તરફ ફરે છે. |
03.37 | Ctrl અને numpad 8 દબાવી રાખો, વ્યુ નીચેની તરફ ફરે છે. |
03.46 | Hold Ctrl & numpad 4 the view pans to the Left. Ctrl અને numpad 4 દબાવી રાખો, વ્યુ ડાબી તરફ ફરે છે. |
03.55 | Ctrl અને numpad 6 દબાવી રાખો, વ્યુ જમણી તરફ ફરે છે. |
04.03 | જો તમે લેપટોપ વાપરી રહ્યા હોય, તો તમારે નમપૅડ તરીકે તમારી નંબર કીઓને અનુકરણ કરવાની જરૂર છે. નમપૅડ અનુકરણ કેવી રીતે કરવું એ શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ. |
04.19 | બરાબર. આગામી ક્રિયા આપણે જોશું, વ્યુ ને રોટેટ કરવું. |
04.24 | તમારું માઉસ વ્હીલ નીચે દબાવો અને માઉસને ચોરસ પેટર્નમાં ખસેડો. |
04.33 | તે ટર્નટેબલ રોટેશન આપે છે. |
04.39 | તમે રોટેશનની ક્રિયા ઉપર થોડી વધુ સુગમતા માટે બ્લેન્ડર માં ટ્રેકબોલ પ્રકારની રોટેશન પણ વાપરી શકો છો. |
04.49 | આ માટે, તમારે User Preferences વિન્ડોમાં ‘turn table’ વિકલ્પને ‘trackball’ માં બદલવાની જરૂર છે. |
04.57 | આ કેવી રીતે કરવું તે શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ. |
05.05 | વ્યુને ડાબે થી જમણે, |
05.08 | અથવા ઉપરથી નીચે, |
05.09 | રોટેટ કરી શકાય છે. |
05.13 | હવે ચાલો વ્યુ ડાબે થી જમણી તરફ રોટેટ કરીએ. |
05.19 | Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. વ્યુ ડાબેથી જમણે અને ઉલટા ક્રમમાં રોટેટ થાય છે. |
05.35 | Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર સ્ક્રોલ કરો. વ્યુ ડાબી તરફ રોટેટ થાય છે. |
05.47 | Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ જમણી તરફ રોટેટ થાય છે. |
06.00 | તમે નમપેડ ઉપર શોર્ટ કટ કીઓ 4 અને 6 નો પણ ઉપયોગ કરી શકો છો. |
06.07 | નમપેડ 4 ડબાઓ, તે વ્યુને ડાબી તરફ રોટેટ કરે છે. |
06.16 | નમપેડ 4 ડબાઓ, તે વ્યુને જમણી તરફ રોટેટ કરે છે. |
06.26 | હવે આપણે વ્યુને ઉપર અને નીચેની તરફ રોટેટ કરીશું. |
06.30 | Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. વ્યુ ઉપર અને નીચે રોટેટ થાય છે. |
06.45 | Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ નીચેની તરફ રોટેટ થાય છે. |
06.58 | Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ ઉપરની તરફ રોટેટ થાય છે. |
07.10 | તમે નમપૅડ પર શોર્ટકટ કીઓ 2 અને 8 નો પણ ઉપયોગ કરી શકો છો. |
07.16 | નમપૅડ 2 ડબાઓ, તે વ્યુંને ઉપરની તરફ રોટેટ કરે છે. |
07.23 | નમપૅડ 8 ડબાઓ, તે વ્યુંને નીચેની તરફ રોટેટ કરે છે. |
07.32 | છેલ્લી ક્રિયા છે વ્યુને ઝૂમ કરવું. |
07.36 | ઝૂમ-ઇન કરવા માટે માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. |
07.43 | ઝૂમ-આઉટ કરવા માટે માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. તે સરળ છે. |
07.51 | શૉર્ટકટ માટે, નમપૅડ પર પ્લસ અને માઈનસ કીઓનો ઉપયોગ કરો. |
07.58 | ઝૂમ-ઇન કરવા માટે નમપેડ + નો ઉપયોગ કરો. |
08.04 | ઝૂમ-આઉટ કરવા માટે નમપેડ - નો ઉપયોગ કરો.
|
08.10 | અહીં બ્લેન્ડર વ્યુપોર્ટ અંદર 3D સ્પેસ નેવિગેટ કરવા માટેનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08.18 | હવે, 3D વ્યુને ફરાવવાનો, રોટેટ કરવાનો અને ઝૂમ કરવાનો પ્રયાસ કરો. |
08.27 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
08.37 | આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
08.57 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ |
08.59 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
09.03 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
09.07 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
09.15 | જોડાવા બદ્દલ આભાર. |
09.17 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |