KTouch/S1/Configuring-Settings/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
00.00 | KTouch માં સુયોજનો રૂપરેખાંકિત કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.04 | આ ટ્યુટોરીયલ માં, તમે: |
00.08 | તાલીમ સ્તર બદલવું
ટાઈપ ની ઝડપ સંતુલિત કરવું |
00.13 | શોર્ટ કટ કીઓ રૂપરેખાંકિત કરવું.
ટૂલબાર રૂપરેખાંકિત કરવું. ટાઈપીંગ મેટ્રિક્સ જોતા શીખીશું. |
00.20 | અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર KTouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00.27 | KTouch ખોલો. |
00.33 | આપણે સ્તર 2 ઉપર છીએ. ચાલો બીજા સ્તર પર જઈએ જે 2 છે. |
00.40 | તાલીમ સ્તર 2 થી વધારવા માટે, Level ફિલ્ડની બાજુમાં, ટોપ ત્રિકોણ ચિહ્ન પર ક્લિક કરો. |
00.48 | નોંધ લો કે શું થાય છે જયારે આપણે સ્તર 2 થી બદલીએ છીએ? |
00.52 | Teacher’s Line માં અક્ષરોમાં ફેરફાર થાય છે! |
00.56 | New Characters in this Level હેઠળ દર્શાવેલ અક્ષરો જુઓ. તે પણ બદલાયા છે! |
01.02 | પસંદ કરેલ સ્તર માટે પ્રેક્ટીસ કરવા માટે આ અક્ષરો છે. |
01.07 | હવે, ટાઈપ કરવાનું શરૂ કરીએ. |
01.09 | હવે Teacher’s Line માં પ્રદર્શિત ન થયેલ અક્ષરો ટાઇપ કરીએ. |
01.14 | Student Line લાલમાં બદલાય છે. |
01.17 | તમે બીજું શું જુઓ છો? |
01.19 | Correctness ફિલ્ડમાં પ્રદર્શિત થયેલ ટકા ઘટે છે. |
01.23 | બેકસ્પેસ દબાવો અને ભૂલ રદ કરો. |
01.27 | હવે તાલીમ વિકલ્પો સુયોજિત કરતા શીખીએ. |
01.31 | તાલીમ વિકલ્પો શું છે? |
01.33 | આપણે ટાઇપ કરવાની ઝડપ અને ચોકસાઈ (ટાઈપ કરવાની ચોકસાઈ માટેની ટકાવારી) પરિમાણો બદલવા માટે તાલીમ વિકલ્પોનો ઉપયોગ કરીએ છીએ. |
01.41 | આપણે ચોક્કસ સ્તરમાં લીટીઓની સંખ્યા જે ટાઇપ કરી શક્ય છે તે પણ બદલી શકીએ છીએ. |
01.47 | મુખ્ય મેનુ માંથી, Settings પસંદ કરો, અને Configure KTouch પર ક્લિક કરો. |
01.52 | Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે. |
01.56 | Configure – KTouch ની ડાબી પેનલ માંથી - KTouch સંવાદ બોક્સ, Training Options ઉપર ક્લિક કરો. |
02.02 | જમણી પેનલ હવે વિવિધ તાલીમ વિકલ્પો દર્શાવે છે. |
02.06 | Typing speed, Correctness, અને Workload માટે ઉપલી સીમા સુયોજિત કરો. |
02.13 | Limits હેઠળ સ્તર વધારવા માટે , ચાલો: |
02.15 | Typing Speed ને 120 characters per minute, Correctness ને 85% થી સુયોજિત કરો. |
02.24 | અંતે Workload માટે 1 સુયોજિત કરો. |
02.27 | આનો અર્થ છે આપણે દરેક સ્તર પર માત્ર એક જ વાક્ય પૂર્ણ કરવાની જરૂર છે. |
02.31 | આપણે પછી આપમેળે આગલા સ્તર પર સ્થળાંતર થશું. |
02.36 | જો તમે આગલા સ્તર પર આગળ વધો તે પહેલાં આ સ્તર માટે તાલીમ પૂર્ણ કરવા ઈચ્છો છો, તો "Complete whole training level before proceeding box" ચેક કરો. |
02.46 | Typing speed અને Correctness માટે નીચલી સીમા સુયોજિત કરો. |
02.50 | Limits to decrease a level હેઠળ: |
02.53 | Typing Speed ને 60 characters per minute and Correctness ને 60 થી સુયોજિત કરો. |
03.00 | Remember level for next program આ બોક્સ ચેક કરો. |
03.06 | Apply ઉપર ક્લિક કરો. OK ઉપર ક્લિક કરો. |
03.09 | આપણે કરેલા ફેરફારો ત્યારે જ લાગુ પડે છે જયારે ફરીથી નવું સેશન શરૂ કરીએ. |
03.14 | Start New Session પર ક્લિક કરો અને Keep Current Level પસંદ કરો. |
03.20 | ફરી લખવાનું શરૂ કરીએ. |
03.23 | નોંધ લો કે શરૂઆતમાં ઝડપ 0 છે. આપણે ટાઇપ કરીએ તે પ્રમાણે તે વધે અથવા ઘટે છે. |
03.30 | Pause Session ઉપર ક્લિક કરો. જયારે પોઝ કરીએ છીએ તો ટાઈપીંગ સ્પીડ એ જ ગણતરી ઉપર રહે છે. |
03.38 | ફરી ટાઈપીંગ શરૂ કરીએ. |
03.40 | નોંધ લો કે જેવી speed 60 નીચે જાય છે, સ્પીડ પાસે લાલ વર્તુળ ચમકે છે. |
03.47 | આ સૂચવે છે કે સ્પીડ નીચલી મર્યાદા નીચે ઘટી છે, જે 60 છે. |
03.54 | હવે, નંબર 4 લખો જેTeacher’s Line માં પ્રદર્શિત નથી. |
03.59 | Student’s Line લાલ થાય છે. |
04.02 | Correctness ની ટકાવારી પણ ધટી છે. |
04.05 | શું તમે Teacher’s Line માં આપવામાં આવેલ અક્ષરોના સમૂહ અથવા અક્ષર વચ્ચે સ્પેસીસ જોઈ શકો છો? |
04.11 | હવે, હું આ શબ્દ પછી સ્પેસ બાર ન દબાવીશ. |
04.15 | Student’s Line ફરીથી લાલ થઇ છે! |
04.18 | આનો અર્થ છે કે સ્પેસીસ પણ યોગ્ય રીતે ટાઇપ થયેલ હોવું જોઈએ. |
04.22 | Student’s line માં સમગ્ર વાક્ય લખીને પૂર્ણ લખો અને Enter દબાવો. |
04.31 | લેવેલ 3 માં બદલાઈ ગયેલ છે! |
04.33 | લેવલ 3 માં કેમ બદલાયું છે? કારણ કે આપણે વર્કલોડ 1 થી સુયોજિત કરેલ છે. |
04.39 | તેથી, જયારે આપણે સ્તર 2 માટે એક લીટી પૂર્ણ કરી અને Enter દબાવીએ છીએ, ત્યારે આગલા સ્તર પર જઈએ છીએ. |
04.47 | નોંધ લો કે નવા અક્ષરો Teacher’s Line માં દર્શાવેલ છે. |
04.52 | શું તમે તમારા ટાઈપીંગ સેશનના સ્કોર્સ જાણવા ઈચ્છો છો? |
04.55 | Lecture Statistics ઉપર ક્લિક કરો. Training statistics "સંવાદ બોક્સ" દેખાય છે. |
05.02 | "Tabs" પર ક્લિક કરો અને દરેક શું સૂચવે છે તે જુઓ. |
05.07 | Current Training Session પર ક્લિક કરો. |
05.12 | આ general statistics વિગતો, ટાઈપીંગ ની ગતી, ટાઈપીંગ ની ચોકસાઈ, અને ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તે અક્ષરો વિષે વિગતો દર્શાવે છે. |
05.22 | Current Level Statistics ટેબ Current Training Session ટેબમાં પ્રદર્શિત વિગતો સમાન જ વિગતો દર્શાવે છે. |
05.31 | Monitor Progress ટેબ તમારી ટાઈપીંગની પ્રગતિ ગ્રાફિક સાથે દર્શાવે છે. |
05.38 | સંવાદ બોક્સ બંધ કરો. |
05.41 | તમે તમારી પોતાની "short cut keys" બનાવી શકો છો. |
05.45 | "short cut keys" શું છે? |
05.47 | શોર્ટકટ કીઓ બે કે તેથી વધુ કીઓનું મિશ્રણ છે, જે મેનુ વિકલ્પોના ઉપયોગને બદલે કીબોર્ડ પરથી દબાવવામાં આવે છે. |
05.56 | Lecture Statistics જોવા માટે શોર્ટકટ કી રૂપરેખાંકિત કરો. |
06.01 | મુખ્ય મેનુ માંથી, Settings પર ક્લિક કરો, "Short cuts" રૂપરેખાંકિત કરો. |
06.06 | Configure Short cuts – KTouch સંવાદ બોક્સ દેખાય છે. |
06.10 | શોધ બોક્સમાં Lecture Statistics દાખલ કરો. |
06.16 | Lecture Statistics પર ક્લિક કરો.
Custom પસંદ કરો અને None ઉપર ક્લિક કરો. ઇનપુટ કરવા માટે આઇકોન બદલાય છે. |
06.24 | હવે, કીબોર્ડ પરથી, "Shift અને A" કી એકસાથે દબાવો. |
06.30 | નોંધ લો, આઇકોન હવે "Shift+A" અક્ષરો દર્શાવે છે, OK પર ક્લિક કરો. |
06.38 | હવે, "Shift અને A" કી એકસાથે દબાવો. Training Statistics સંવાદ બોક્સ દેખાય છે. |
06.45 | બહાર નીકળવા માટે Close પર ક્લિક કરો. |
06.49 | KTouch ટૂલબાર રૂપરેખાંકિત કરવા માટેની પણ પરવાનગી આપે છે. |
06.53 | ધારો કે આપણે Quit Ktouch આદેશ આઇકોન તરીકે પ્રદર્શિત કરવું છે. |
06.58 | મુખ્ય મેનુ માંથી, Settings પર ક્લિક કરો અને Configure Toolbars પર ક્લિક કરો. |
07.03 | Configure Toolbars – KTouch સંવાદ બોક્સ દેખાય છે. |
07.07 | ડાબી પેનલમાં, વિકલ્પની યાદીમાંથી, Quit આઇકોન પસંદ કરો. તે પર ડબલ ક્લિક કરો. |
07.15 | આઇકોન જમણી પેનલ પર ખસેડવામાં આવેલ છે. Apply પર ક્લિક કરો અને પછી OK પર ક્લિક કરો. |
07.22 | Quit આઇકોન હવે KTouch વિન્ડો પર પ્રદર્શિત થાય છે. |
07.26 | KTouch પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
07.30 | આ ટ્યુટોરીયલ માં આપણે તાલીમ સ્તર કેવી રીતે બદલવું, ટાઈપીંગ ની ઝડપ અને ચોકસાઈ કેવી રીતે મોનીટર કરવું તે શીખ્યા. |
07.38 | આપણે કીબોર્ડ શોર્ટકત અને ટૂલબાર રૂપરેખાંકિત કરતા પણ શીખ્યા. |
07.43 | અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
07.46 | Configure KTouch હેઠળ, વર્કલોડ 2 થી બદલો. |
07.50 | Complete whole training level before proceeding box ચેક કરો. |
07.56 | હવે એક નવું ટાઈપીંગ સેશન ખોલો અને ટાઈપીંગની પ્રેકટીશ કરો. |
08.00 | અંતે, lecture statistics તપાસો. |
08.04 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
08.07 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
08.10 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08.15 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
08.17 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
08.20 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
08.23 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08.29 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08.33 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08.41 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
08.52 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |