LibreOffice-Suite-Impress/C3/Custom-Animation/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:33, 27 March 2017 by Jyotisolanki (Talk | contribs)
Resources for recording
Time | Narration |
00:00 | લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં Custom Animation પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે ઈમ્પ્રેસમાં કસ્ટમ એનિમેશન વિશે શીખીશું. |
00:12 | અહીં આપણે ઉબુંટૂ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ. |
00:21 | પહેલાં, Sample-Impress.odp પ્રેઝેંટેશનને ખોલો. |
00:26 | Slides પેનમાંથી Potential Alternatives થંબનેલ પર ક્લિક કરો. |
00:32 | સ્લાઇડ હવે Main પેન પર દેખાય છે. |
00:36 | આપણા પ્રેઝેંટેશનને વધું આકર્ષક બનાવવાં માટે કસ્ટમ એનિમેશનને કેવી રીતે વાપરવું તે શીખીએ. |
00:43 | સ્લાઇડમાં ડાબી બાજું આવેલ પ્રથમ ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. |
00:47 | આ કરવાં માટે, ટેક્સ્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ પ્રદર્શિત થયેલ કિનારી પર ક્લિક કરો. |
00:54 | Impress વિન્ડોની જમણી બાજુએથી, Tasks પેનમાં, Custom Animation પર ક્લિક કરો. |
01:01 | Add પર ક્લિક કરો. |
01:03 | કસ્ટમ એનિમેશન સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
01:07 | નોંધ લો કે Entrance ટેબ ખૂલેલું છે. |
01:10 | એન્ટ્રન્સ ટેબ સ્ક્રીન પર વસ્તુઓને કેવી રીતે દેખાડવી તે નિયંત્રિત કરે છે. |
01:15 | આ શ્રેણીનાં આવનારા ટ્યુટોરીયલોમાં આપણે બીજાં અન્ય ટેબો વિશે શીખીશું. |
01:21 | Basic અંદર Diagonal Squares પસંદ કરો. |
01:25 | તમારું એનિમેશન કઈ ગતિએ દેખાવું જોઈએ એ માટે ગતિનું નિયંત્રણ પણ કરી શકો છો. |
01:30 | Speed ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો, Slow પસંદ કરી OK પર ક્લિક કરો. |
01:37 | ઈફેક્ટ ફીલ્ડ એનિમેશનોનાં વિકલ્પોને સુયોજિત કરવાં માટે પરવાનગી આપે છે. |
01:43 | ઈફેક્ટ ફીલ્ડની નીચેની તરફ આવેલું બોક્સ પ્રેઝેંટેશનમાં ઉમેરાયેલાં એનીમેશનોને દર્શાવે છે. |
01:51 | નોંધ લો, કે પહેલું એનીમેશન એનીમેશનની યાદીમાં ઉમેરાઈ ગયું છે. |
01:56 | નીચે સ્ક્રોલ કરી Play પર ક્લિક કરો. |
02:00 | તમે પસંદ કરેલાં તમામ એનીમેશનનું પ્રીવ્યું [પૂર્વદર્શન] હવે મુખ્ય પેન પર પ્લે થશે. |
02:08 | હવે, સ્લાઇડમાં, બીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. કસ્ટમ એનીમેશન અંદર, Add ક્લિક કરો. |
02:18 | પ્રદર્શિત થયેલ Custom Animation સંવાદ બોક્સમાં, Basic એનીમેશન અંદર, Wedge પસંદ કરો. |
02:25 | speed Medium પર સુયોજિત કરો. OK પર ક્લિક કરો. |
02:31 | નોંધ લો, કે આ એનીમેશન બોક્સમાં ઉમેરાઈ ગયું છે. |
02:36 | ધ્યાનથી જુઓ કે યાદીમાંના એનીમેશન તમે બનાવેલ ક્રમમાં હોય. |
02:42 | બીજું એનીમેશન પસંદ કરો. Play બટન દબાવો. |
02:47 | તમે પ્રીવ્યું માટે એક કરતા વધારે એનીમેશનને પણ પસંદ કરી શકો છો. |
02:51 | આ કરવાં માટે, એનીમેશન પસંદ કરતી વખતે, Shift કી દબાવી રાખો. |
02:57 | Play પર ક્લિક કરવાથી તમામ એનીમેશનોનાં પ્રીવ્યું જે તમે પસંદ કર્યા છે તે પ્લે થશે. |
03:05 | હવે, ત્રીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. Layouts માં, Add ક્લિક કરો. |
03:10 | Entrance ટેબમાં, Basic અંદર, Diamond પસંદ કરો. |
03:17 | speed ને Slow સુયોજિત કરી OK પર ક્લિક કરો. |
03:22 | દરેક એનીમેશન અમુક ચોક્કસ મૂળભૂત પ્રોપર્ટીઓ સાથે આવે છે. |
03:26 | Change Order બટનો વાપરીને તમે એનીમેશનોનાં ક્રમને પણ બદલી શકો છો. |
03:32 | ચાલો દરેક એનીમેશન માટે મૂળભૂત પ્રોપર્ટીઓ જોઈએ અને તેને કેવી રીતે મોડીફાય કરવું એ શીખીએ. |
03:40 | યાદીમાંની પહેલા એનીમેશન પર ડબલ-ક્લિક કરો. આ Diagonal Squares વિકલ્પ છે. |
03:46 | Effects Options સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
03:50 | મૂળભૂત રીતે એક Effects ટેબ દેખાય છે. |
03:54 | Settings અંદર, Direction ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને From right to top પસંદ કરો. |
04:01 | આ એનીમેશનને જમણી બાજુએથી શરૂ કરીને ઉપરની તરફ વધવાની ઈફેક્ટ આપે છે. |
04:08 | સંવાદ બોક્સ બંધ કરવાં માટે OK પર ક્લિક કરો. |
04:12 | તમે ઉમેરેલ એનીમેશનોનું અવલોકન કરવા માટે Play બટન દબાવો. |
04:17 | આ એનીમેશન પર ફરીથી ડબલ-ક્લિક કરો. Effect Options સંવાદ બોક્સ ખુલે છે. |
04:24 | Timing ટેબ પર ક્લિક કરો. |
04:26 | Delay ફીલ્ડમાં, ડીલે 1.0 સેકન્ડ થી વધારો. આ એનીમેશનનાં શરૂઆત માટે એક સેકન્ડનાં વિલંબની ઈફેક્ટ આપે છે. OK પર ક્લિક કરો |
04:39 | હવે ચાલો પહેલાં એનીમેશનને પસંદ કરીએ. |
04:43 | Play બટન પર ક્લિક કરો. |
04:45 | એનીમેશન પર કરેલા ફેરફારની ઈફેક્ટ તમે જોઈ શકો છો. |
04:50 | યાદીમાંનાં બીજાં એનીમેશન પર ડબલ ક્લિક કરો. આ Wedges વિકલ્પ છે જે આપણે સુયોજિત કર્યા છે. |
04:54 | Effects Options સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
05:02 | Text Animation ટેબ પર ક્લિક કરો. |
05:05 | Text Animation ટેબ, લખાણને એનીમેટ કરવાં માટે વિવિધ વિકલ્પોની તક આપે છે. |
05:12 | Group text ફીલ્ડમાં, By 1st level paragraphs પસંદ કરો. |
05:16 | આ વિકલ્પ દરેક બુલેટ પોઈન્ટ [મુદ્દા] ને અલગ અલગ દર્શાવે છે. |
05:20 | તમે આગળનાં પોઈન્ટ પર વધો એ પહેલા જો એક પોઈન્ટ પર ચર્ચા કરવા ઈચ્છો છો, ત્યારે તમે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. |
05:28 | OK પર ક્લિક કરો. |
05:29 | Play પર ક્લિક કરો. |
05:32 | ટ્યુટોરીયલને અટકાવો અને આ એસાઇનમેંટ કરો. |
05:36 | વિભિન્ન એનીમેશનો બનાવો અને દરેક એનીમેશન માટે Effect options તપાસો. |
05:43 | ચાલો હવે આપણે બનાવેલાં એનીમેશન ઇફેક્ટોને જોતા શીખીએ. |
05:48 | Slide Show બટન પર ક્લિક કરો. ત્યારબાદ એનીમેશન જોવાં માટે સ્ક્રીન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો. |
05:59 | એનીમેશન એ પ્રેઝેંટેશનની એકવિધતાને તોડવાનો સારો માર્ગ છે અને અમુક એવાં ચોક્કસ મુદ્દાઓ જેને અન્યથા સમજાવવું મુશ્કેલ હોય એને સમજાવવા માટે મદદ કરે છે. |
06:09 | તેમ છતાં, કાળજી લો કે તેને વધુપડતું ન કરવું! |
06:13 | વધારે પડતું એનીમેશન પ્રેક્ષકોનાં ધ્યાનને ચર્ચાધીન વિષયથી દુર કરશે. |
06:20 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:23 | આ ટ્યુટોરીયલમાં આપણે કસ્ટમ એનીમેશન, ઈફેક્ટ ઓપ્શનો વિશે શીખ્યાં |
06:30 | અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે. |
06:33 | ત્રણ બુલેટ પોઈન્ટો સાથે એક ટેક્સ્ટ બોક્સ બનાવો. |
06:36 | ટેક્સ્ટને એનીમેટ કરો જેથી ટેક્સ્ટ એક પછી એક દ્રશ્યમાન થાય. |
06:41 | એનીમેશનને પ્લે કરો. |
06:44 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
06:51 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો |
06:55 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
07:04 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો. |
07:11 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
07:22 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો" |
07:33 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
07:38 | જોડાવા બદ્દલ આભાર. |