Gedit-Text-Editor/C2/Common-Edit-Functions/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:53, 1 May 2017 by PoojaMoolya (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 gedit Text editor માં Common Edit Functions પરનાં Spoken Tutorial માં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, આપણે gedit માં વારંવાર વપરાતા એડીટીંગ ફંક્શનો વિશે શીખીશું.
00:15 આપણે શીખીશું: Cut, Copy અને Paste કન્ટેન્ટ Undo અને Redo ક્રિયાઓ Search અને Replace ટેક્સ્ટ.
00:25 સાથે જ આપણે આપણું ડોક્યુમેન્ટ Print કરતા શીખીશું.
00:29 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું: Ubuntu Linux 14.04 ઓપરેટીંગ સિસ્ટમ gedit 3.10
00:39 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને કોઈપણ ઓપરેટીંગ સિસ્ટમ પર કામ કરવાનું જ્ઞાન હોવું જરૂરી છે.
00:44 ચાલો gedit Text editor ખોલીએ.
00:48 હવે ચાલો પહેલા બનાવેલી Students.txt ફાઈલને ખોલીએ.
00:55 ટૂલબારમાં આવેલ open લેબલ ધરાવતા આઇકોન પર ક્લીક કરીને ચાલો એવું કરીએ.
01:01 હયાત ફાઈલને ખોલવા માટે આ એક શોર્ટકટ આઇકોન છે.
01:06 Open Files ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
01:09 જમણા હાથે આવેલ Desktop ફોલ્ડરને પસંદ કરો.
01:12 Students.txt ફાઈલ પસંદ કરો અને Open ક્લીક કરો.
01:17 હવે, ચાલો ટેક્સ્ટને cut, copy અને paste કરવાનું શીખીએ.
01:22 પહેલા, આપણે જોઈતી ટેક્સ્ટને cut અથવા copy કરવાની જરૂરીયાત છે.
01:27 હું આ ફાઈલમાંથી પહેલા ત્રણ વિદ્યાર્થીની વિગતો કટ કરવા ઈચ્છું છું.
01:32 પહેલા ત્રણ વિદ્યાર્થીની વિગતો પસંદ કરવા માટે, એક લાઈન પર કર્સર ક્લીક કરીને તેને ત્રણ લાઈન સુધી ડ્રેગ કરો.
01:39 હવે, ટેક્સ્ટની પસંદગી થઇ ગયી છે.
01:42 આપણે Toolbar માંથી Cut આઇકોન વાપરી શકીએ છીએ. અથવા Main મેનુમાંથી, પસંદ કરો Edit અને Cut .
01:51 એજ પ્રમાણે, ટેક્સ્ટને કટ કરવા માટે આપણે Ctrl + X કીને એકસાથે દબાવી શકીએ છીએ.
01:58 નોંધ લો પસંદ કરેલ ટેક્સ્ટ ફાઈલમાં હવે દેખાતી નથી.
02:03 કૃપા કરી નોંધ લેશો જો કે આ ટેક્સ્ટ રદ્દ થઇ નથી.
02:08 તે કમ્પ્યુટરની મેમરીનાં ભાગમાં સંગ્રહાય છે જેને clipboard તરીકે ઓળખાય છે.
02:13 Clipboard એ કન્ટેન્ટને સંગ્રહે છે જે કટ થયેલ કે કોપી થયેલ હોય છે.
02:18 કન્ટેન્ટને ત્યાંસુધી કામચલાઉ સંગ્રહવામાં આવે છે જ્યાંસુધી તે પેસ્ટ થતું નથી અથવા બીજું કોઈ કન્ટેન્ટ કોપી થતું નથી.
02:25 gedit થી બહાર નીકળતાની સાથે મેમરીમાંથી Clipboard કન્ટેન્ટ રદ્દ થાય છે.
02:31 gedit પર પાછા ફરીએ.
02:34 હવે ચાલો નવા ડોક્યુમેન્ટમાં આ ટેક્સ્ટ paste કરીએ.
02:38 Main મેનુમાંથી, ક્લીક કરો File અને New .
02:42 gedit વિન્ડોમાં Untitled Document 1 નામનું એક નવું ડોક્યુમેન્ટ ખુલે છે.
02:47 હવે, Main મેનુમાંથી, પસંદ કરો Edit અને Paste .
02:53 એજ પ્રમાણે, આપણે ટેક્સ્ટને પેસ્ટ કરવા માટે Ctrl + V કી એકસાથે દબાવી શકીએ છીએ.
03:00 અથવા વાપરી શકીએ છીએ Toolbar માનું Paste આઇકોન.
03:04 Students dot txt માંથી ટેક્સ્ટ આ ડોક્યુમેન્ટમાં પેસ્ટ થાય છે.
03:11 Students.txt ટેબ પસંદ કરો.
03:14 હવે, ચાલો બચેલી વિદ્યાર્થીની વિગતો પસંદ કરીએ અને આની એક કોપી બનાવીએ.
03:20 Main મેનુમાંથી, પસંદ કરો Edit અને Copy .
03:24 કન્ટેન્ટ કોપી કરવા માટે આપણે કીબોર્ડ શોર્ટકટ Ctrl + C પણ વાપરી શકીએ છીએ.
03:30 નોંધ લો કોપી કરેલ ટેક્સ્ટ હજુ સુધી દેખાય છે.
03:34 આ ટેક્સ્ટ clipboard માં પણ સંગ્રહીત થાય છે.
03:38 Untitled Document 1 ટેબ પસંદ કરો.
03:42 કર્સરને ત્રીજી લાઈન પછી મુકો અને Enter દબાવો.
03:46 હવે, કોનટેક્સ્ટ મેનુ માટે જમણું-ક્લીક કરો અને Paste પસંદ કરો.
03:52 કન્ટેન્ટ બતાવેલ સ્થાને પેસ્ટ થાય છે.
03:56 gedit માં કન્ટેન્ટને કટ, કોપી તથા પેસ્ટ કરવાની આ એક સરળ અને અસરકારક રીત છે.
04:04 આગળ આપણે Undo અને Redo વિકલ્પો જોશું.
04:07 gedit Text editor ફાઈલમાં કરેલ કોઈપણ ફેરફારને Undo કરવાની પરવાનગી આપે છે.
04:13 સામાન્ય રીતે, તે ડોક્યુમેન્ટમાં કરેલ છેલ્લા ફેરફારને મટાડે છે.
04:18 તમે જો કોઈ ભૂલ કરી હોય અને તેને Undo કરવા ઇચ્છતા હોવ તો આ ત્યારે બહુ ઉપયોગી છે.
04:23 અનડૂ માટે કીબોર્ડ શોર્ટકટ Ctrl + Z છે.
04:27 Undo નું વિરોધી Redo છે.
04:31 Redo કમાન્ડ અનડૂ ક્રિયાને ઉલટ કરે છે.
04:35 Redo માટે કીબોર્ડ શોર્ટકટ Shift + Ctrl + Z છે.
04:41 હવે ચાલો gedit Text editor પર પાછા ફરીએ.
04:44 જમણું-ક્લીક કરો અને પસંદ કરો Undo .
04:47 આપણે કોપી અને પેસ્ટ કરેલ ટેક્સ્ટ, હવે દેખાતી નથી.
04:52 copy-paste ક્રિયા અનડન (પૂર્વવત્) થઇ છે.
04:56 ચાલો ફરી એકવાર અનડૂ કરીએ. આ વખતે, Ctrl + Z કીને એકસાથે દબાવીએ.
05:04 આપણે જોઈ શકીએ છીએ કે કર્સર પાછું ત્રીજી લાઈનનાં અંતમાં કુદે છે.
05:09 પહેલાની ક્રિયા હવે અનડન થઇ ગયી છે.
05:13 જમણું-ક્લીક કરો અને ફરીથી Undo પસંદ કરો.
05:17 આપણે પેસ્ટ કરેલી પહેલાની ત્રણ લાઈનો પણ હવે દેખાતી નથી.
05:23 આપણે Toolbar માં આવેલ Undo આઇકોન પણ વાપરી શકીએ છીએ.
05:28 આ પ્રમાણે આપણે હજી સુધી કરેલી તમામ ક્રિયાઓને undo કરી શકીએ છીએ.
05:34 હવે, ટેક્સ્ટને આપણે પાછી કેવી રીતે મેળવી શકીએ છીએ?
05:38 સરળ છે! જમણું-ક્લીક અને પસંદ કરો Redo .
05:42 ચાલો આપણી ક્રિયાને વધુ એકવાર રીડૂ કરીએ.
05:45 આ વખતે ચાલો Shift + Ctrl + Z કી દબાવીએ.
05:50 આપણે Toolbar માં આવેલ Undo આઇકોન પણ વાપરી શકીએ છીએ.
05:55 ટેક્સ્ટ આપણને પાછી મળી ગયી છે.
05:57 અને હવે, આપણે જોઈ શકીએ છીએ કે આપણા gedit વિન્ડોમાં Students.txt માંથી ફક્ત વિદ્યાર્થીની વિગતો જ કોપી થઇ છે.
06:06 આગળ, આપણે Search અને Replace વિકલ્પો જોશું.
06:10 ફાઈલમાં એક ચોક્કસ શબ્દને શોધવું મુશ્કેલ છે, જેમાં અસંખ્ય ટેક્સ્ટ હોય છે.
06:17 સર્ચ ફંક્શન આપણને સમગ્ર ડોક્યુમેન્ટમાં, શબ્દનાં એક બનાવને અથવા તમામ બનાવોને શોધવાની પરવાનગી આપે છે.
06:24 ચાલો gedit Text editor પર પાછા ફરીએ.
06:28 ચાલો મેં એક ડોક્યુમેન્ટ school.txt ખોલું જે મેં પહેલા બનાવ્યું હતું.
06:34 school.txt ફાઈલ એ આ ટ્યુટોરીયલ સાથે Codefile લીંકમાં ઉપલબ્ધ છે.
06:40 તે ટેક્સ્ટ ડોક્યુમેન્ટને ડાઉનલોડ કરો અને વાપરો.
06:44 આ ડોક્યુંમેન્ટમાં, હું એક ચોક્કસ શબ્દને શોધવા ઈચ્છું છું.
06:48 આવું કરવા માટે, Main મેનુમાંથી ક્લીક કરો Search ત્યારબાદ Find .
06:53 એજ પ્રમાણે, તમે Ctrl + F કીને એકસાથે દબાવી શકો છો.
06:58 અથવા Toolbar માં આવેલ Search for text આઇકોનને વાપરી શકો છો.
07:02 Find બોક્સ વિન્ડોની ટોંચે જમણા ખૂણે ખુલે છે.
07:07 Find બોક્સમાં, School શબ્દ ટાઈપ કરો.
07:11 school શબ્દનાં તમામ દાખલાઓ ડોક્યુમેન્ટમાં પીળા રંગે હાઈલાઈટ થાય છે તેનું અવલોકન કરો.
07:18 school શબ્દનો પ્રથમ બનાવ કથ્થાઈ રંગે હાઈલાઈટ થાય છે.
07:24 હવે કર્સર Find બોક્સ પર મુકો અને માઉસનું જમણું બટન ક્લીક કરો.
07:29 દ્રશ્યમાન થયેલ વિકલ્પોની યાદીમાંથી, Match Case પર ક્લીક કરો.
07:34 Only one word matches the case option . જે છે, School શબ્દમાં આવેલ કેપીટલ 'S'.
07:41 ફરીથી, કર્સર Find બોક્સ પર મુકો અને mouse ને જમણું ક્લીક કરો.

Match Case વિકલ્પ અનચેક કરો.

07:50 હવે, Main મેનુમાંથી, ક્લીક કરો Search અને ત્યારબાદ Replace .
07:56 એજ પ્રમાણે, આપણે Ctrl + H કીને એકસાથે દબાવી શકીએ છીએ. અથવા Toolbar માં આવેલ Search for and replace text આઇકોન વાપરી શકીએ છીએ.
08:08 Replace ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
08:11 Search for ફીલ્ડમાં, ટાઈપ કરો schools અને Enter દબાવો.
08:17 Replace with બોક્સમાં, ટાઈપ કરો colleges . Match entire word only ચેકબોક્સને ચેક કરો.
08:26 આપણે જોઈ શકીએ છીએ કે, તમામ schools શબ્દો પીળા રંગમાં હાઈલાઈટ થયેલ છે.
08:31 Replace બટન પર ક્લીક કરો.
08:34 આનાથી schools નો પ્રથમ બનાવ colleges દ્વારા બદલાઈ જશે.
08:39 schools ના તમામ બનાવોને colleges થી બદલવા માટે Replace All બટન પર ક્લીક કરો.
08:46 વિન્ડોને બંધ કરવા માટે Close બટન પર ક્લીક કરો.
08:50 આપણે જેમ ટાઈપ કરીએ તેમ શોધવા માટે પણ gedit Text editor આપણને પરવાનગી આપે છે.
08:56 Find બોક્સને ખોલવા માટે Ctrl અને F કીને એકસાથે દબાવો.
09:01 હવે, Find બોક્સમાં, Students ટાઈપ કરવાનું શરુ કરો.
09:06 નોંધ લો આપણે જેમ શરુનો અક્ષર S ટાઈપ કરીએ છીએ તો કર્સર ડોક્યુમેન્ટમાં તમામ S અક્ષરને હાઈલાઈટ કરે છે.
09:14 છેલ્લે, ટાઈપ કરવાનું સમાપ્ત થાય ત્યારે સમગ્ર શબ્દ Students હાઈલાઈટ થાય છે.
09:20 આગળ આપણે school.txt ફાઈલને પ્રિંટ કેવી રીતે કરવી તે જોશું.
09:25 Menu bar માંથી પસંદ કરો File અને ત્યારબાદ Print
09:30 આપણે Toolbar માં આવેલ Print આઇકોન પણ ક્લીક કરી શકીએ છીએ.
09:35 Print ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
09:38 પ્રિંટર જો આપણી મશીન જોડે જોડાયેલું હશે તો, તે અહીં Printer details અંતર્ગત દેખાશે.
09:44 આ વિન્ડોમાં ટેબો અને પસંદગીઓ મૂળભૂત કોન્ફિગરેશન સેટિંગ અનુસાર રહેશે.
09:50 આપણા ડોક્યુમેન્ટને પ્રિંટ કરવા માટે, નીચે જમણી બાજુએ આવેલ Print બટન પર ક્લીક કરો.
09:55 પ્રિંટરનું કોન્ફિગરેશન જો બરાબર હશે તો, આપણું ડોક્યુમેન્ટ પ્રિંટ થશે.
10:00 આ સાથે અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ.
10:05 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા: Cut, Copy અને Paste, Undo અને Redo, Search અને Replace ટેક્સ્ટ અને Print વિકલ્પ
10:16 અહીં તમારી માટે એક એસાઇનમેન્ટ છે-
10:19 gedit માં School.txt ફાઈલ ખોલો.
10:23 પહેલા ફકરાને કોપી કરો અને તેને એક નવા ડોક્યુમેન્ટમાં પેસ્ટ કરો.
10:27 નવા ડોક્યુમેન્ટને SchoolNew.txt તરીકે સંગ્રહો.
10:32 પહેલી લાઈનમાં મથાળું About School તરીકે ટાઈપ કરો. ફેરફાર અનડૂ કરો.
10:38 ફાઈલનાં કન્ટેન્ટમાં થયેલ ફેરફારની નોંધ લો.
10:42 આપેલ લીંક પર આવેલ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
10:49 Spoken Tutorial Project ટીમ: વર્કશોપોનું આયોજન કરે છે અને પ્રમાણપત્રો આપે છે.
10:54 વધુ જાણકારી માટે, અમને લખો.
10:58 શું તમારી પાસે આ સ્પોકન ટ્યુટોરીયલમાં કોઈ પ્રશ્નો છે? કૃપા કરી આ વેબસાઈટનો સંદર્ભ લો.
11:03 તમને જે પ્રશ્ન હોય ત્યાંની મિનિટ અને સેકંડ પસંદ કરો.
11:07 તમારા પ્રશ્નને વિસ્તારપૂર્વક સમજાવો. અમારા ટીમમાંથી કોઈપણ એ પ્રશ્નનો જવાબ આપશે.
11:13 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
11:20 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
11:25 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya