LibreOffice-Suite-Writer/C4/Headers-Footers-and-notes/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:01, 27 March 2017 by Jyotisolanki (Talk | contribs)
TIME | NARRATION |
00:00 | લીબર ઓફીસ રાઈટર - હેડરો, ફૂટરો અને એન્ડનોટો પર બનેલ મૌખિક ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું: |
00:09 | ડોક્યુંમેન્ટોમાં હેડરો કેવી રીતે દાખલ કરવા. |
00:12 | ડોક્યુંમેન્ટોમાં ફૂટરો કેવી રીતે દાખલ કરવા. |
00:15 | પહેલા પુષ્ઠ પરથી કેવી રીતે હેડરો રદ્દ કરવા. |
00:19 | ડોક્યુંમેન્ટોમાં ફૂટનોટ અને એન્ડનોટ કેવી રીતે દાખલ કરવી. |
00:24 | અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે ઉબુન્ટૂ લીનક્સ ૧૦.૦૪ અને લીબર ઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪ વાપરી રહ્યા છીએ. |
00:33 | લીબર ઓફીસ રાઈટર તમને ડોક્યુંમેન્ટમાં પુષ્ઠ ક્રમાંકો ઉમેરવા માટેની પરવાનગી આપે છે. |
00:38 | આપણે આપણી resume.odt ફાઈલ ખોલીશું. |
00:42 | ફૂટરમાં પુષ્ઠ ક્રમાંકો દાખલ કરવા માટે, આપણે સૌપ્રથમ એ પુષ્ઠ પર ક્લિક કરીશું જ્યાં આપણે ફૂટર દાખલ કરવા ઈચ્છીએ છીએ. |
00:49 | તો ચાલો ડોક્યુંમેન્ટ પુષ્ઠ પર ક્લિક કરીએ. |
00:51 | હવે મેનૂ બારમાં “Insert” વિકલ્પ પર ક્લિક કરો અને પછી “Footer” વિકલ્પ પર ક્લિક કરો. |
00:58 | આગળ, “Default” વિકલ્પ પર ક્લિક કરો. |
01:01 | આપણે જોશું કે ફૂટર પુષ્ઠના તળીએ ઉમેરાયેલ છે. |
01:06 | ફૂટરમાં પુષ્ઠ ક્રમાંક પ્રદર્શિત કરવા માટે, આપણે પહેલા “Insert” વિકલ્પ ઉપર ક્લિક કરીશું. |
01:12 | ત્યારબાદ “Fields” વિકલ્પ પર ક્લિક કરીશું. |
01:15 | અહીં પ્રદર્શિત થયેલ અનેક ફૂટર વિકલ્પો તમે જોઈ શકો છો. |
01:19 | ડોક્યુંમેન્ટમાં પુષ્ઠ ક્રમાંક દાખલ કરવા માટે “Page Number” ઉપર ક્લિક કરો. |
01:24 | તરત જ, આપણે જોઈએ છીએ કે ક્રમાંક “1” ફૂટરમાં પ્રદર્શિત થાય છે. |
01:29 | પુષ્ઠ ક્રમાંકને વિવિધ સ્ટાઈલો (શૈલીઓ) આપવા માટે, પુષ્ઠ ક્રમાંક પર બે વાર ક્લિક કરો. |
01:35 | આપણે જોઈએ છીએ કે “Edit Fields: Document” ડાયલોગ બોક્સ સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે. |
01:41 | “Format” વિકલ્પ હેઠળ, તમને ઘણા ફોર્મેટો દેખાય છે જેમ કે “મોટા અક્ષરોમાં A B C”, “નાના અક્ષરોમાં a b c”, “Arabic 1 2 3” અને બીજા ઘણા. |
01:53 | અહીં તમે પુષ્ઠ ક્રમાંકિત સ્ટાઈલ જેને તમે ઉત્તમ માનો તે પસંદ કરી શકો છો. |
01:58 | આપણે “Roman i,ii,iii” વિકલ્પ પસંદ કરીશું અને પછી “OK” બટન પર ક્લિક કરીશું. |
02:05 | તમે જુઓ છો કે ક્રમાંકિત ફોર્મેટ પુષ્ઠ માટે બદલાઈ જાય છે. |
02:09 | એજ રીતે, આપણે ડોક્યુંમેન્ટમાં હેડર દાખલ કરી શકીએ છીએ. |
02:13 | સૌ પ્રથમ એ પુષ્ઠ પર ક્લિક કરો જ્યાં હેડરને દાખલ કરવું છે. |
02:17 | હવે “Insert” મેનૂ પર ક્લિક કરો અને ત્યારબાદ “Header” વિકલ્પ પર ક્લિક કરો. |
02:23 | “Default” વિકલ્પ પર ક્લિક કરો. |
02:26 | તમે જુઓ છો કે હેડર પુષ્ઠની ઉપરની બાજુએ દાખલ થાય છે. |
02:30 | હેડરમાં તારીખ દાખલ કરવા માટે, “Insert” ઉપર ક્લિક કરો અને પછી “Fields” વિકલ્પ પર ક્લિક કરો. |
02:37 | બાજુના મેનૂમાં જે દ્રશ્યમાન થાય છે, એમાં “Date” વિકલ્પ પર ક્લિક કરો. |
02:42 | તારીખ હેડરમાં પ્રદર્શિત થાય છે. |
02:45 | તારીખ ઉપર ડબલ-ક્લિક કરવાથી તમામ શક્ય ફોર્મેટો દેખાય છે જેમાં તારીખ પ્રદર્શિત થઇ શકે છે. |
02:51 | અહીંયા આપણે પસંદ કરીશું 31 Dec, 1999 અને OK પર ક્લિક કરીશું. |
02:58 | હવે મેનૂ બારમાં “File” મેનૂ પર ક્લિક કરો અને પછી “Page preview” વિકલ્પ પર ક્લિક કરો. |
03:05 | ચાલો ડોક્યુંમેન્ટને “50%” સુધી ઝૂમ કરીએ. |
03:09 | જેથી કરીને આપણે પુષ્ઠની ઉપરની બાજુએ “Date” જોઈ શકીએ અને નીચેની બાજુએ પુષ્ઠ ક્રમાંક. |
03:15 | આ ડોક્યુંમેન્ટના બધા જ પુષ્ઠો પર રેપ્લીકેટ (નકલ) કરવામાં આવશે. |
03:19 | મૂળ ડોક્યુંમેન્ટ પર પાછું આવવા માટે, “Close Preview” બટન ઉપર ક્લિક કરો. |
03:25 | તમે હેડર અને ફૂટર ફ્રેમ ને સંબંધિત ટેક્સ્ટની સ્પેસીંગ એટલે કે અંતર ને પણ ગોઠવી શકો છો. |
03:30 | અથવા બોર્ડરને હેડર કે ફૂટર પર લાગુ પાડી શકો છો. |
03:34 | મેનૂ બારમાં “Format” વિકલ્પ પર ક્લિક કરો અને પછી “Page” પર ક્લિક કરો. |
03:40 | ડાયલોગ બોક્સમાં “Footer” ટેબ પસંદ કરો. |
03:43 | “Left margin” ની વેલ્યુ ને "1.00cm” પર સુયોજિત કરીને સ્પેસીંગ વિકલ્પોને સુયોજિત કરો જેનો તમે ઉપયોગ કરવા ઈચ્છો છો. |
03:52 | ફૂટર પર બોર્ડર કે શેડો ઉમેરવા માટે, પહેલા “More” વિકલ્પ પર ક્લિક કરો અને પછી તમે ફૂટરમાં મુકવા ઈચ્છો છો તે વિકલ્પોની વેલ્યુ ને સુયોજિત કરો. |
04:03 | ઉદાહરણ તરીકે, ફૂટર પર શેડો સ્ટાઈલ મુકવા માટે, આપણે “Cast Shadow to Top Right” આઇકોન પર ક્લિક કરીશું. |
04;10 | આ અહીં દૃશ્યમાન છે - “Shadow style” વિકલ્પના “Position” ટેબ હેઠળ ઉપલબ્ધ વિવિધ આઈકોનો વચ્ચે. |
04:18 | તમે બોર્ડર અને શેડોના રંગ પણ પસંદ કરી શકો છો. |
04:23 | દરેક ઉપલબ્ધ વિકલ્પો વિશે વધુ જાણવા માટે આ ડાયલોગ બોક્સનું સંશોધન કરો. |
04:28 | હવે “OK” પર ક્લિક કરો. |
04:30 | ફરીથી OK પર ક્લિક કરો અને આપણે જોઈએ છીએ કે ઈફેક્ટ (અસર) ફૂટરમાં ઉમેરાયેલ છે. |
04:36 | આગળ વધીએ એ પહેલા ચાલો બીજું એક પુષ્ઠ આપણા ડોક્યુંમેન્ટમાં ઉમેરીએ. |
04:41 | આ Insert >> Manual Break ક્લિક કરીને Page break વિકલ્પ પસંદ કરી કરી શકાય છે. |
04:47 | ત્યારબાદ “OK” પર ક્લિક કરો. |
04:50 | નોંધ લો કે પુષ્ઠ ક્રમાંક “2” તરીકે પ્રદર્શિત થાય છે. |
04:54 | જો તમને ડોક્યુંમેન્ટના પહેલા પુષ્ઠ પર ફૂટર ન જોઈતું હોય, તો પહેલા પ્રથમ પુષ્ઠ પર કર્સર મુકો. |
05:01 | આગળ મેનૂ બારમાં “Format” પર ક્લિક કરો અને “Styles and Formatting” વિકલ્પ પર ક્લિક કરો. |
05:08 | હવે ડાયલોગ બોક્સ જે દ્રશ્યમાન થાય છે, તેમાં ઉપર આવેલ ૪ થા આઇકોન પર ક્લિક કરો, જે છે “Page Styles”. |
05:16 | ત્યારબાદ “First Page” વિકલ્પ પર જમણું-ક્લિક કરો. |
05:20 | “New” વિકલ્પ પર ક્લિક કરો અને પછી “Organiser” ટેબ પર ક્લિક કરો. |
05:25 | “Name” ફીલ્ડ (ક્ષેત્ર)માં આપણે નવી સ્ટાઈલનું નામ જે આપણે દાખલ કરવા ઈચ્છીએ છીએ તે ટાઈપ કરી શકીએ છીએ . |
05:30 | તો અહીં, આપણે નામ “new first page” ટાઈપ કરીશું. |
05:35 | “Next Style” ને “Default” તરીકે સુયોજિત કરો. |
05:38 | હવે ડાયલોગ બોક્સમાં “Footer” ટેબ પર ક્લિક કરો. |
05:42 | “Footer on” ચેકબોક્સને અનચેક કરો જો તે મૂળભૂત રીતે અનચેક ન હોય. |
05:48 | અંતે, “OK” બટન પર ક્લિક કરો. |
05:51 | આપણે Styles and Formatting ડાયલોગ બોક્સ પર પાછા આવ્યા છીએ. |
05:55 | નોંધ લો કે “new first page” સ્ટાઈલ “Page Styles” વિકલ્પો હેઠળ દ્રશ્યમાન થાય છે. |
06:01 | હવે “new first page” પર ડબલ ક્લિક કરો. |
06:04 | તમે જોઈ શકો છો કે પહેલા પુષ્ઠ સિવાય ડોક્યુંમેન્ટના તમામ પુષ્ઠો પર ફૂટર છે. |
06:11 | તેવી જ રીતે તમે તમામ ઉપલબ્ધ મૂળભૂત સ્ટાઈલો પર ફેરફારો કરી શકો છો અને તેને ડોક્યુંમેન્ટના દરેક પુષ્ઠો પર એપ્લાય (લાગુ કરવું) કરી શકો છો. |
06:19 | ચાલો આ ડાયલોગ બોક્સને બંધ કરીએ. |
06:22 | હવે, ચાલો લીબર ઓફીસ રાઈટરમાં ફૂટનોટો અને એન્ડનોટો વિશે શીખીએ. |
06:27 | ફૂટનોટો પુષ્ઠના નીચેના ભાગ પર દ્રશ્યમાન થાય છે જેના પર તે સંદર્ભિત થયા છે. |
06:31 | જયારે કે એન્ડનોટો એક ડોક્યુંમેન્ટના અંતમાં એકત્રિત થાય છે. |
06:35 | નોટ માટે એન્કર (લંગર) વર્તમાન કર્સર સ્થિતિ પર દાખલ કરવામાં આવે છે. |
06:40 | તમે આપોઆપ ક્રમાંકીય રીત અથવા એક વૈવિધ્યપૂર્ણ પ્રતીક વચ્ચે પસંદગી કરી શકો છો. |
06:45 | આ વિકલ્પને એક્સેસ કરવા માટે, પહેલા મેનૂબારમાં “Insert” વિકલ્પ પર ક્લિક કરો. |
06:51 | પછી “Footnote/Endnote” વિકલ્પ પર ક્લિક કરો. |
06:55 | તમે જુઓ છો કે “Numbering” અને “Type” નામવાળા શીર્ષક સાથે એક ડાયલોગ બોક્સ સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે. |
07:02 | અહીં ચેકબોક્સો છે જેના નામ છે, ”Automatic”, “Character”, “Footnote” અને “Endnote”. |
07:08 | “Numbering” તમને ક્રમાંકીત કરવાના પ્રકારને પસંદ કરવા માટેની પરવાનગી આપે છે જે તમે ફૂટનોટો અને એન્ડનોટો માટે ઉપયોગમાં લેવા ઈચ્છો છો. |
07:15 | “Automatic” વિકલ્પ ફૂટનોટો અથવા એન્ડનોટોને જે તમે દાખલ કરવા ઈચ્છો છો તેને આપમેળે અનુક્રમિક ક્રમાંકો અસાઇન (સોપવું) કરે છે. |
07:24 | ચાલો આ ડાયલોગ બોક્સ બંધ કરીએ. |
07:26 | આપમેળે થતી નંબરીંગ ના સુયોજનોને બદલવા માટે, મેનૂ બારમાં આવેલ “Tools” વિકલ્પ પર ક્લિક કરો. |
07:33 | અને પછી “Footnotes/Endnotes” પર ક્લિક કરો. |
07:37 | ઓટો નંબરીંગ અને સ્ટાઈલો માટે તમારી પાસે ઓટોમેટિક સેટીંગો નો એક વિકલ્પ છે. |
07:42 | તમારી જરૂરિયાત મુજબ આ વિકલ્પોમાંથી પસંદ કરો અને પછી “OK” બટન પર ક્લિક કરો. |
07:49 | ચાલો Insert અને Footnote/Endnote વિકલ્પ પર પાછા જઈએ. |
07:54 | “Character” વિકલ્પ એ ચાલી રહેલ ફૂટનોટ માટે એક અક્ષર અથવા પ્રતીકને વ્યાખ્યાયિત કરવા માટે વપરાય છે. |
08:00 | આ અક્ષર અથવા ક્રમાંક હોઈ શકે છે. |
08:03 | વિશેષ કેરેક્ટર (અક્ષર) અસાઇન કરવા માટે, character ફીલ્ડ નીચે આવેલ બટન ઉપર ક્લિક કરો. |
08:09 | હવે કોઈ પણ એક વિશેષ કેરેક્ટરો પર ક્લિક કરો જે તમે દાખલ કરવા ઈચ્છો છો અને ત્યારબાદ “OK” બટન પર ક્લિક કરો. |
08:17 | આપણી પસંદને વ્યક્ત કરવા માટે “Type” શીર્ષક હેઠળ “Footnote” અથવા “Endnote” વિકલ્પ બંનેમાંથી કોઈ એક પર ક્લિક કરો. |
08:24 | તો આપણે “Numbering” હેઠળ “Automatic” અને “Type” હેઠળ “Footnote” ને પસંદ કરીશું. |
08:29 | હવે “OK” બટન ઉપર ક્લિક કરો. |
08:32 | તમે જુઓ છો કે ફૂટનોટ ફીલ્ડ પુષ્ઠની નીચેની બાજુએ મૂળભૂત આંકડાકીય કિંમત સાથે દ્રશ્યમાન થાય છે. |
08:39 | તમે ફૂટનોટ ફીલ્ડમાં “This is the end of first page” ટેક્સ્ટ લખી શકો છો. |
08:45 | અને ત્યારબાદ કીબોર્ડ પર “Enter” બટન દબાવો. |
08:48 | તમે પુષ્ઠની નીચેની બાજુએ ટેક્સ્ટની સાથે જોઈતી ફૂટનોટને જોઈ શકો છો. |
08:55 | એજ રીતે, તમે ડોક્યુંમેન્ટની નીચેની બાજુએ એક એન્ડનોટને દાખલ કરી શકો છો. |
09:00 | અહીં લીબર ઓફીસ રાઈટર પરના આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:04 | સારાંશમાં, આપણે શીખ્યા. |
09:06 | ડોક્યુંમેન્ટોમાં હેડરો કેવી રીતે દાખલ કરવા. |
09:09 | ડોક્યુંમેન્ટોમાં ફૂટરો કેવી રીતે દાખલ કરવા. |
09:12 | પહેલા પુષ્ઠ પરથી કેવી રીતે હેડરો રદ્દ કરવા. |
09:15 | કેવી રીતે ડોક્યુંમેન્ટોમાં ફૂટનોટ અને એન્ડનોટ દાખલ કરવી. |
09:19 | કોમ્પ્રેહેન્સિવ અસાઇનમેંટ (વ્યાપક સોંપણી) |
09:22 | “practice.odt” ફાઈલને ખોલો. |
09:25 | ડોક્યુંમેન્ટમાં એક હેડર અને ફૂટર ઉમેરો. |
09:28 | હેડરમાં “author” (લેખક) નામ દાખલ કરો. |
09:31 | ફૂટરમાં “Page Count” (પુષ્ઠ ગણતરી) દાખલ કરો. |
09:35 | પુષ્ઠનો જ્યાં અંત થાય છે ત્યાં એક એન્ડનોટ ઉમેરો. |
09:39 | ડોક્યુંમેન્ટનાં પહેલા પુષ્ઠથી હેડરને રદ્દ કરો. |
09:43 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ |
09:46 | તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
09:49 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. |
09:54 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ |
09:56 | સ્પોકન ટ્યુટોરિયલોના મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
10:00 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
10:04 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" પર સંપર્ક કરો. |
10:10 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10;15 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
10:22 | આ પર વધુ માહિતી નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ છે. |
10:25 | સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો |
10:33 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર છે ભરત સોલંકી
અને રેકોર્ડીંગ કરનાર હું ---- વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |