Firefox/C2/Tabbed-Browsing-Blocking-Pop-ups/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:32, 27 February 2017 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 મોઝીલા ફાયરફોક્સ ના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીયલમાં, આપણે આ વિશે શીખીશું; ટેબ્ડ બ્રાઉઝિંગ, ઑફલાઇન સમાવિષ્ટો સંગ્રહવા, બ્લોકીંગ પૉપ-અપ્સ
00:13 આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 નો ઉપયોગ કરીશું.
00:21 મોઝીલા ફાયરફોક્સ તમને એક જ બ્રાઉઝર વિન્ડો અંદર અલગ અલગ ટેબોમાં ઘણાબધા વેબ પૃષ્ઠો લોડ કરવા માટેની પરવાનગી આપે છે.
00:29 ટેબ બ્રાઉઝિંગ નો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘણી બ્રાઉઝર વિન્ડો પ્રદર્શિત કરવાની જરૂર દૂર કરે છે.
00:36 અને તેથી તે તમારા ડેસ્કટોપને અસ્તવ્યસ્તતાથી મુક્ત રાખવામાં મદદ કરે છે.
00:40 દરેક ટેબ જ્યારે પ્રદર્શિત થાય છે, તે બ્રાઉઝરનો સમગ્ર જોવાનો વિસ્તાર વાપરે છે.
00:45 તે વારંવાર ખોલેલા બ્રાઉઝર વિન્ડો નું વારંવાર માપ અને સ્થાન બદલવા માટેની જરૂરિયાત દૂર કરે છે.
00:52 ટેબ્ડ બ્રાઉઝિંગ ટાઇલ્ડ-વિન્ડો બ્રાઉઝિંગ કરતા ઓછી મેમરી અને ઓપરેટિંગ સિસ્ટમ સ્રોતો વાપરે છે,
01:00 જે વપરાશકર્તાઓને એક સમયે ઘણા ટેબો ખોલવા માટેની પરવાનગી નથી આપતું.
01:05 ધારો કે, તમે કોઈ ચોક્કસ વેબપેજ પર છો.
01:08 અહીં એક લીંક છે - "Firefox for Desktop".
01:11 તમે આ લિંક નવી ટેબમાં ખોલી શકો છો.
01:14 આવું કરવા માટે, લીંક ઉપર જમણું ક્લિક કરો.
01:17 સંદર્ભ મેનુ માં, ‘Open link in new tab’ પર ક્લિક કરો.
01:21 નોંધ લો કે એક જ બ્રાઉઝર વિંડોમાં વર્તમાન ટેબની જમણી તરફ નવી ટેબ ખુલે છે.
01:28 તેથી, તમારી વિન્ડો બંધ અથવા ખસેડવા વિના, તમે એક જ વિન્ડોમાં અન્ય વેબપેજ ખોલી શકો છો.
01:34 તમે File અને New Tab પર ક્લિક કરીને પણ એક નવી ટેબ ખોલી શકો છો.
01:40 આ માટેની શોર્ટકટ કળો Ctrl + T છે.
01:43 નોંધ લો કે જ્યારે તમે નવી ટેબ ખોલો છો, તો નવી ટેબ તરત જ સક્રિય બને છે.
01:50 હવે URL bar પર જાઓ અને 'www.google.com' લખો.
01:56 હવે તમારી પાસે 3 ટેબો હશે, દરેક અલગ વેબ પૃષ્ઠો સાથે!
02:01 તમે સૌથી જમણા ટેબના, જમણી બાજુ પરના '+' બટન પર ક્લિક કરીને પણ એક નવી ટેબ ખોલી શકો છો.
02:08 આપણે આપણી જરૂરીયાતો મુજબ ટેબોને ગોઠવી પણ શકીએ છીએ.
02:11 ફક્ત ટેબ પર ક્લિક કરી, અને માઉસ બટન છોડ્યા વગર, તેને જરૂરી સ્થાન પર ખસેડો
02:17 હવે માઉસ બટન છોડો.
02:20 ટેબ હવે જરૂરી સ્થાન પર છે.
02:23 ચાલો કેટલીક મૂળભૂત ક્રિયાઓ જોઈએ કે જે મોઝીલા ફાયરફોક્સ આપણને કરવા માટે પરવાનગી આપે છે.
02:29 ચાલો સર્ચ એન્જિન "Google" થી બદલીએ.
02:32 Search Bar માં 'email Wikipedia' લખો અને Search Bar માં જમણી તરફ magnifying glass ઉપર ક્લિક કરો.
02:40 સંબંધિત વિકિપીડીયા પૃષ્ઠ પ્રથમ શોધ પરિણામ છે.
02:44 ચાલો લીંક પર ક્લિક કરીને આ પૃષ્ઠ ખોલીએ.
02:48 હવે, File અને પછી "Save Page As" પર ક્લિક કરો.
02:52 ચાલો 'search.html' નામ સાથે ફાઈલ ડેસ્કટોપ ઉપર સંગ્રહીયે.
02:59 હવે File અને New Tab પર ક્લિક કરીને ચાલો બ્રાઉઝર વિન્ડોમાં નવી ટેબ ખોલીએ.
03:05 હવે આપણે સંગ્રહેલું પૃષ્ઠ આ નવી ટેબ વિન્ડોમાં ખોલીએ.
03:10 File અને Open File પર ક્લિક કરો.
03:12 Browse કરો અને સંગ્રહિત ફાઈલ ખોલો.
03:17 આ URL bar માં, તમે જોઈ શકો છો કે અડ્રેસ ઈન્ટરનેટ અડ્રેસ નથી પરંતુ તમારા કમ્પ્યુટર પરનું એક સ્થાનિક સ્થાન છે.
03:25 હવે તમે જયારે ઑફલાઇન હોઉં તો પણ આ પૃષ્ઠ વાંચી શકો છો.
03:29 પોપ અપ્સ એક વિન્ડો છે જે તમારી પરવાનગી વગર આપોઆપ દેખાય છે.
03:34 ફાયરફોક્સ, Preferences વિન્ડો અંદર આવેલ Content ટેબ મારફતે પોપ-અપ્સ અને પોપ-અન્ડર્સ બન્ને નિયંત્રિત કરવા માટેની પરવાનગી આપે છે.
03:42 વિન્ડોઝ પર, આ Options વિન્ડો અંદર હશે.
03:46 મૂળભૂત રીતે, Pop-up blocking ચાલુ છે.
03:50 Edit અને Preferences પર ક્લિક કરો.
03:52 વિન્ડોઝ વપરાશકર્તાઓ Tools અને Options પર ક્લિક કરો.
03:56 'Content' ટેબ માં, પ્રથમ વિકલ્પ, ‘Block pop-up windows’ મૂળભૂત રીતે ચેક રાખવામાં આવેલ છે.
04:02 જો નહિં હોય, તો આ વિકલ્પ ચેક કરો.
04:05 આ સંવાદ બોક્સના વિવિધ વિકલ્પો અન્ય ટ્યુટોરીયલમાં ચર્ચા કરવામાં આવશે.
04:11 Close બટન પર ક્લિક કરો.
04:13 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
04:16 અહીં આપણે શું શીખ્યા તેનું સારાંશ છે:
04:19 ટેબ્ડ બ્રાઉઝિંગ, ઑફલાઇન સમાવિષ્ટો સંગ્રહવા, બ્લોકીંગ પૉપ-અપ્સ
04:25 આ ક્મ્પ્રેહેન્સીવ અસાઇનમેન્ટ નો પ્રયાસ કરો.
04:29 નવી ટેબ ખોલો.
04:30 સર્ચ એન્જિન 'Google' થી બદલો.
04:33 'The history of email' માટે શોધો.
04:36 પ્રથમ પરિણામ સંગ્રહ કરો અને ઑફલાઇન ડોક્યુમેન્ટ તરીકે જોવા માટે નવી ટેબમાં ખોલો.
04:43 સર્ચ એન્જિન 'bing' થી બદલો.
04:46 ફરીથી,'The history of email' માટે શોધો.
04:49 'History of Email & Ray Tomlinson' સંગ્રહો અને તેને ઑફલાઇન ડોક્યુમેન્ટ તરીકે જોવા માટે નવી ટેબમાં ખોલો.
04:58 નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ, http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
05:02 તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
05:04 જો તમારી બેન્ડવિડ્થ સારી નહિં હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
05:09 મૌખિક ટ્યુટોરિયલો પ્રોજેક્ટ નું જૂથ ,મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
05:14 જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ.
05:18 વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો,
05:25 મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે,
05:29 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
05:37 આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક http://spoken-tutorial.org/NMEICT-Intro ઉપર ઉપલબ્ધ છે.
05:48 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
05:53 જોડવા બદલ આભાર.

Contributors and Content Editors

Chandrika, Nancyvarkey, PoojaMoolya, Pratik kamble