Digital-Divide/C2/How-to-use-FOSSEE-Netbook/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:21, 23 February 2017 by PoojaMoolya (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે IIT Bombay દ્વારા શરુ કરેલ How to use the low cost FOSSEE Netbook, પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું.
00:12 FOSSEE Netbook નું ડેસ્કટોપ
00:14 તે સાથે આવનારા અમુક પ્રોગ્રામો
00:17 તથા નવા પ્રકાશન સાથે ઓપરેટીંગ સીસ્ટમ કેવી રીતે અપડેટ કરવું.
00:22 આપણે તેને FOSSEE Netbook તરીકે સંબોધીએ છીએ, કારણ કે
00:26 FOSSEE ટીમ તે માટે યોગ્ય સ્પષ્ટીકરણો સાથે આવી છે.
00:30 ઓપરેટીંગ સીસ્ટમને સુધારિત કરે છે.
00:32 સોફ્ટવેરના વિતરણ સાથે આવી છે.
00:35 તેમ જ અપડેટ અને ટ્રેનીંગ પ્રદાન કરે છે.
00:38 ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ લીનક્સનાં નવીનતમ પ્રકાશનમાંથી તારવવામાં આવી છે.
00:43 FOSSEE Netbook આ એક ઓછી કિંમતનું લેપટોપ છે જે કે આઇઆઇટી બોમ્બે ખાતે પાયલટ કરાયું છે.
00:49 Basics Comtech Pvt. Ltd.' દ્વારા તેની વિશેષતાઓનું ઉત્પાદન કરાયું છે.
00:55 જેને શિક્ષણ તથા સંશોધન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
00:58 અને કિંમત છે આશરે રૂ. 5,000 વત્તા સીમાશુલ્ક, કર વગરે.
01:03 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહી છું

FOSSEE નેટબૂક

01:08 GNU/લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમનું FOSSEE વિતરણ
01:12 અને Kazam સ્ક્રીન રેકોર્ડર આવૃત્તિ 1.4.5
01:17 હવે ચાલો FOSSEE Netbook પર એક નજર ફેરવીએ.
01:20 FOSSEE Netbook આવી દેખાય છે.
01:24 જેનું વજન લગભગ 700 ગ્રામ છે.
01:28 જે 10 ઇંચની ડિસપ્લે અને એક ટચ-પેડ ધરાવે છે.
01:31 આમાં સામેનો કેમેરો અને બે બિલ્ટ-ઈન સ્પીકર છે.
01:35 આમાં 2 નિયમિત USB પોર્ટો, 1 નાનું HDMI પોર્ટ, 1 Lan પોર્ટ છે.
01:43 ઓડીઓ આધાર માટે આ જુદા જુદા હેડફોન અને માઈક જેકો ધરાવે છે.
01:49 આ એક SD card સ્લોટ પણ ધરાવે છે જે 32GB સુધી આધાર આપે છે.
01:56 આમાં 5000 mAH ની બેટરી છે.
01:59 જે 4 થી 8 કલાકનું બેકઅપ આપે છે, જે કે આપણે કેવા પ્રોગ્રામ વાપરીએ છીએ તેના પર આધારિત છે.
02:04 આમાં 1GB RAM અને 8GB ROM છે.
02:07 આ વાઈ-ફાય અને બ્લુટુથ પણ આધાર આપે છે.
02:11 હાર્ડવેરની વધુ વિશિષ્ટતાઓ જાણવા માટે આપેલ લીંકનો સંદર્ભ લો. http://netbook.fossee.in
02:19 FOSSEE ઓએસની રીકવરી/અપડેટ/રી-ઈંસ્ટોલેશન માટે, યુઝરે આપેલ પ્રમાણે કરવું જોઈએ.
02:25 netbook.fossee.in/recovery માં આપેલ સૂચનાઓ પ્રમાણે એસડી કાર્ડ તૈયાર કરો.
02:33 FOSSEE Netbook ને પાવર ઓફ કરો.
02:35 એસડી કાર્ડને સ્લોટમાં નાખીને પાવર કીને લાંબા સમય સુધી દબાવો.
02:41 સ્ક્રીન પર આ ટેક્સ્ટ મેસેજ દેખાવો જોઈએ "Entering recovery mode..."
02:46 આગળની સ્ક્રીન પર દર્શાવેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
02:51 જે કઈ પણ અહીં તમને દેખાય છે, તે FOSSEE ઓએસ સાથે FOSSEE Netbook નું ડેસ્કટોપ છે.
02:57 મૂળભૂત રીતે, તમને ડેસ્કટોપ પર કેટલાક આઇકોનો દેખાશે.
03:01 કોઈપણ કમપ્યુટર પર, કોઈપણ આઇકોન પર બમણું-ક્લિક કરવાથી, તે સંદર્ભિત એપ્લીકેશન ખુલે છે.
03:09 અહીં, નીચે જમણી બાજુએ, નેટવર્ક જોડાણનું આઇકોન છે.
03:15 અત્યારે આ “No network connection" આવું દર્શાવે છે.
03:18 નેટવર્કનું જોડાણ કેવી રીતે કરવું ચાલો તે શીખીએ.
03:21 વાઈ-ફાય જોડાણ માટે, બસ આઇકોન પર ક્લિક કરો.
03:25 પહેલાથી ઉપલબ્ધ એવા જોડાણની એક સૂચી દ્રશ્યમાન થાય છે.
03:30 તમે આમાંનાં કોઈપણ સાથે જોડાણ કરી શકો છો, તમારી પાસે વાઈ-ફાય જોડાણનાં પાસવર્ડની જાણકારી હોવી જોઈએ.
03:35 મારી મશીન પર હું આમાંનું ઉપલબ્ધ એક જોડાણ પસંદ કરીશ.
03:40 અને પછી પાસવર્ડ ટાઈપ કરીશ અને Connect બટન પર ક્લિક કરીશ.
03:46 સીસ્ટમ ટ્રેમાં આવેલ નેટવર્ક આઇકોનની નોંધ લો.
03:50 આઇકોન હવે બદલાઈ ગયું છે.
03:52 હું જે નેટવર્કથી અત્યારે જોડાયેલી છું તેનું તે નામ દર્શાવે છે.
03:57 હવે ચાલો ડેસ્કટોપ પર નીચેની બાજુએ ડાબે ખૂણે ધ્યાન આપીએ.
04:03 અહીં અમને સ્ટાર્ટ મેનુ મળે છે, જે કે મુખ્ય મેનુ છે.
04:07 સ્ટાર્ટ મેનુ તમામ ઉપલબ્ધ સોફ્ટવેર અને એપ્લીકેશનો, શ્રેણીબદ્ધ રીતે દર્શાવે છે.
04:14 કયું સોફ્ટવેર અથવા એપ્લીકેશનો સૂચીબદ્ધ છે આ જાણવા માટે દરેક શ્રેણી પર ક્લિક કરો.
04:21 ચાલો આમાંના કેટલાકને જોઈએ.
04:24 Education શ્રેણીમાં આ તમામ એપ્લીકેશનો સૂચીબદ્ધ છે.
04:28 અહીં આપણી પાસે Geogebra છે.
04:31 બીજગણિત અને ભૂમિતિની પરિકલ્પનાઓ શીખવા માટે આ એક ઉત્કૃષ્ટ મફત સોફ્ટવેર છે.
04:37 ખાસ કરીને આ 6ઠ્ઠા ધોરણ પછીના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.
04:41 Geogebra શીખવા માટે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટે ઉત્તમ ટ્યુટોરીયલો બનાવ્યા છે.
04:47 આ બધા http://spoken-tutorial.org મારફતે વિનાશુલ્કે ઉપલબ્ધ છે.
04:53 આ લીંક કેવું દેખાય છે તે તમે બ્રાઉઝર વિન્ડોમાં જોઈ શકો છો.
04:57 અને સાથે જ તમે જોઈ શકો છો કે આ ટ્યુટોરીયલો મોટાભાગની ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.
05:03 netbook પર, આ પુષ્ઠ પર સ્પોકન ટ્યુટોરીયલો સાથે આવા ઘણા બધા મફત સોફ્ટવેર છે.
05:10 ટૂંકમાં હું આ બધાને દેખાડીશ.
05:13 ચાલો સ્ટાર્ટ મેનુ પર પાછા આવીએ.
05:15 ચાલો બીજું એક સોફ્ટવેર જોઈએ - Jmol.
05:19 રાસાયણિક બંધારણો જેમ કે પરમાણુંઓ, બોન્ડો, વગેરેને 3D માં જોવા માટે આ ઉપયોગી છે.
05:26 સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ જેમોલ પર, ઘણી ભાષાઓમાં ટ્યુટોરીયલો ધરાવે છે.
05:33 સ્ટાર્ટ મેનુમાં, ચાલો બીજી એક શ્રેણી તરફે જોઈએ, માનો કે - Graphics
05:40 અહીં તમે જોઈ શકો છો GIMP, Inkscape અને XFig.
05:46 સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર GIMP, Inkscape અને XFig પર ઘણા બધા સ્પોકન ટ્યુટોરીયલો છે.
05:54 આ ગ્રાફિક સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવા માટે તમે આ ટ્યુટોરીયલોનો ઉપયોગ કરી શકો છો.
06:01 હવે ચાલો Internet શ્રેણી તરફે જોઈએ અને અહીં આ ઉપલબ્ધ વિકલ્પો છે.
06:07 અહીં આપણી પાસે ફાયરફોક્સ વેબ બ્રાઉઝર છે.
06:10 અને અહીં ફાયરફોક્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવાડતા સ્પોકન ટ્યુટોરીયલો છે.
06:15 ફરી એક વાર, આ ઘણી ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.
06:20 Office શ્રેણી અંતર્ગત, આપણી પાસે સમગ્ર LibreOffice Suite છે- Writer, Calc, Impress, Base, Draw and Math.
06:31 આપણી પાસે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સમગ્ર લીબરઓફીસ સ્યુટ શીખવાડવા માટે ટ્યુટોરીયલો છે.
06:37 ચાલો Programming શ્રેણી પર જઈએ.
06:40 અહીં આપણે જોઈ શકીએ છીએ iPython
06:43 સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર પાયથન શ્રેણી આવેલ છે.
06:47 આપણી પાસે અહીં Scilab પણ છે.
06:50 ફરી એક વાર, સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સાયલેબ કેવી રીતે શીખવું તેનાં પર ટ્યુટોરીયલો છે.
06:56 આપણી પાસે અમુક IDEs પણ છે, જેમ કે Code Blocks' અને Geany.
07:01 આ માટે સ્પોકન ટ્યુટોરીયલો હજી સુધી ઉપલબ્ધ નથી.
07:05 પરંતુ જો તમે ઈન્ટરનેટ પર શોધશો, તો તમને આ માટે ઉપયોગી શીખવાની સામગ્રી પણ મળી જ જશે.
07:12 ચાલો Sound & Video અંતર્ગત ઉપલબ્ધ એપ્લીકેશનો તરફે જોઈએ.
07:17 તો, આપણી પાસે Audacity છે, જેનો ઉપયોગ ઓડીયો ટ્રેકોને રેકોર્ડ કરવા માટે થાય છે.
07:22 અને ઓડેસીટીનો ઉપયોગ કરવાનું શીખવાડતા ટ્યુટોરીયલો અહીં છે.
07:26 Preferences માં ડેસ્કટોપ, કીબોર્ડ, મોનીટર, નેટવર્ક વગેરેને કસ્ટમાઈઝ કરવાનાં વિકલ્પો છે.
07:33 ચાલો Customise look and feel વિકલ્પ પર ક્લિક કરો.
07:37 મૂળભૂત રીતે, આપણે Widget ટેબમાં છીએ.
07:40 અહીં આપણે દેખાતા વિન્ડોની મૂળભૂત થીમ બદલી કરી શકીએ છીએ.
07:45 તમને જોઈતી થીમ આપેલ સૂચીમાંથી પસંદ કરો.
07:51 બીજા અન્ય તમામ ટેબો તથા તેમના વિકલ્પો વિશે વિગતમાં, આપણે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું.
07:57 Logout વિકલ્પનો ઉપયોગ shutdown કરવા, સ્ક્રીનને લોક કરવા અથવા logout કરવા માટે થાય છે.
08:03 ચાલો હું Cancel બટન પર ક્લિક કરું.
08:05 સ્ટાર્ટ મેનુ આગળ આવેલ આઈકન ડેસ્કટોપ પર જવાનું શોર્ટકટ છે.
08:10 ચાલો તેના પર ક્લિક કરીએ.
08:12 આ તમામ ખૂલેલ વિન્ડોને આઇકનમાં પરિવર્તિત કરીને ફક્ત ડેસ્કટોપ દેખાડે છે.
08:18 હવે, ડેસ્કટોપ પર, ચાલો કેટલાક આઈકનો તરફે જોઈએ.
08:23 અહી આપણી પાસે ટર્મિનલ છે.
08:25 આ એક કમાંડ લાઈન ઇન્ટરફેસ છે.
08:28 ટર્મિનલનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવા માટે,BOSS Linux સ્પોકન ટ્યુટોરીયલ શ્રેણીનો સંદર્ભ લો.
08:34 File Manager ફંક્શન વિન્ડોઝ ઓએસમાંના My Computer વિકલ્પની જેમજ કાર્ય કરે છે.
08:39 આ વિન્ડોમાંથી, તમે કોઈપણ ફોલ્ડર કે ફાઈલ પર નેવિગેટ કરી શકો છો.
08:47 Software Center આપણને જોઈતા તમામ સોફ્ટવેર સંસ્થાપિત કરવામાં મદદ કરે છે.
08:58 Language SupportFOSSEE OS દ્વારા આધાર અપાતી તમામ ભાષાઓને સૂચીબ્દ્ધ કરે છે.
09:05 ડેસ્કટોપ પર Readme નામની એક પીડીએફ ફાઈલની નોંધ લો.
09:10 તેને ખોલો અને વાંચો.
09:17 તે તમને નેટબૂકની ટૂંકમાં સમીક્ષા આપે છે.
09:27 આ સાથે, FOSSEE Netbook નો ઉપયોગ કેવી રીતે કરવો તે પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલનો અંત થાય છે..
09:33 નીચે દર્શાવેલ લીંક પર આવેલ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તે નિહાળો.
09:40 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ -

વર્કશોપોનું આયોજન કરે છે. અને ઓનલાઈન પરીક્ષા પાસ કરવા પર પ્રમાણપત્રો આપે છે.

09:48 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
09:51 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે મળ્યો છે.
09:57 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
10.04 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya