LibreOffice-Suite-Calc/C3/Images-and-Graphics/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:08, 3 September 2014 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00:00 | લીબરઓફીસ કેલ્કમાં ઈમેજો (ચિત્રો) દાખલ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે નીચેનું શીખીશું : |
00:09 | ડોક્યુંમેંટમાં ઈમેજ ફાઈલ દાખલ કરવું. |
00:13 | ઉદાહરણ તરીકે - jpeg, png અથવા bmp. |
00:19 | અહીં આપણે, ઉબન્ટુ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ઉપયોગમાં લઇ રહ્યા છીએ |
00:28 | સ્પેડશીટમાં ઈમેજો નીચે દ્વારા દાખલ કરી શકાય છે,
|
00:39 | આપણે આ દરેક વિશે વિગતમાં ચર્ચા કરીશું. |
00:43 | “Personal-Finance-Tracker.ods” સ્પ્રેડશીટ ખોલીએ. |
00:48 | પહેલા, sheet 2 પસંદ કરીએ. |
00:51 | આ શીટ્સમાં ઈમેજીશ દાખલ કરીશું. |
00:54 | સેલ પસંદ કરી પિક્ચરો દાખલ કરવું, એ સારી આદત છે. |
00:59 | જો ઈમેજ પહેલાથીજ તમારા કોમપ્યુંટર પર સંગ્રહીત હોય, તો તમે પહેલા “Insert” પર ક્લિક કરી તેને દાખલ કરી શકો છો. |
01:06 | અને ત્યારબાદ “Picture” અને “From File” પસંદ કરીને. |
01:10 | હવે તમે જે ઈમેજને દાખલ કરવા માંગો છો તેને લોકેટ (સ્થાન નિર્ધારિત કરવું) કરો. |
01:14 | મેં પહેલાથી જ કેટલીક ઈમેજીશ ડેસ્કટોપ પર “Images” નામના ફોલ્ડરમાં સંગ્રહીત કરી છે. |
01:20 | હું “Image1” પસંદ કરીશ. |
01:24 | આપણે ઈમેજનું નામ “Location” ફીલ્ડમાં જોશું. |
01:28 | “Open” બટન પર ક્લિક કરો. |
01:31 | અવલોકન કરો કે ઈમેજ સ્પ્રેડશીટમાં દ્રશ્યમાન થાય છે |
01:38 | તેને લીંક કરી બીજું એક પિક્ચર દાખલ કરીએ. |
01:42 | પહેલા એક નવો સેલ પસંદ કરીએ. |
01:45 | હવે, “Insert” અને “Picture” પર ક્લિક કરી “From File” પસંદ કરીશું. બીજી ઈમેજ પસંદ કરીશું. |
01:55 | હવે “Image 2” પર ક્લિક કરો. |
01:58 | ઈમેજને ડોક્યુંમેંટ સાથે લીંક કરવા માટે, “Link” વિકલ્પ ચેક કરી “Open” પર ક્લિક કરો. |
02:05 | પ્રદર્શિત થયેલ ડાયલોગ બોક્સમાં, “Keep Link” બટન પર ક્લિક કરો. |
02:11 | પિક્ચર હવે ફાઈલને લીંક થયેલ છે. |
02:15 | લીંકીંગ (જોડાણ કરવું) |
02:17 | જયારે આપણે ફાઈલને લીંક કરીએ છીએ :
પહેલા, તે સ્પ્રેડશીટનાં માપને ઓછું કરે છે જયારે તે સંગ્રહીત થાય છે. |
02:23 | કારણ કે સ્પ્રેડશીટ ઈમેજ ધરાવતી નથી. |
02:27 | બીજું, તે યુઝરને બંને ફાઈલો જુદી જુદી રીતે સુધારીત કરવા માટે સક્રીય કરે છે. |
02:32 | ઈમેજ ફાઈલમાં થયેલ કોઈપણ ફેરફારો,
સ્પ્રેડશીટમાં લીંક થયેલ ઈમેજમાં, દેખાશે. |
02:39 | Image 2 નો રંગ બદલીએ, જે ફાઈલને ભૂખરાં રંગ તરીકે લીંક થયો છે. |
02:46 | આ પીક્ચરને એડીટ (સુધારણા) કરવા માટે હું પિક્ચર એડીટર GIMP ને ઉપયોગમાં લઉ છું. |
02:50 | તમે કોઈપણ એડીટરને વાપરી શકો છો જે તમારા મશીન (કોમપ્યુંટર) પર સંસ્થાપિત હોય. |
02:54 | પહેલા "Personal-Finance-Tracker.ods" ને સંગ્રહીત અને બંધ કરીએ |
03:01 | આગળ, ઈમેજીસ ફોલ્ડર પર જાવ. |
03:04 | "Image 2" પસંદ કરો. |
03:06 | હવે, જમણું ક્લિક કરી Open with GIMP પસંદ કરો. |
03:10 | Image 2 GIMP માં ખુલે છે. |
03:13 | હવે ચાલો પિક્ચરને રંગમાંથી ગ્રેસ્કેલ માં બદલીએ. |
03:18 | હવે, ઈમેજને સંગ્રહીત કરી બંધ કરો. |
03:22 | Personal-Finance-Tracker.ods ખોલીએ. |
03:26 | Image 2 હવે ગ્રેસ્કેલમાં દ્રશ્યમાન થાય છે. |
03:30 | જયારે કે, ફાઈલને લીંક કરવાનો એક મોટો ગેરફાયદો એ છે કે,
જયારે પણ તમે આ સ્પ્રેડશીટને જુદા કોમપ્યુંટર અથવા યુઝરને મોકલવા ઈચ્છો છો, |
03:40 | તમારે બંનેને મોકલવું પડશે, સ્પ્રેડશીટ અને ઈમેજ ફાઈલ પણ. |
03:44 | જેનો અર્થ છે, તમારે હંમેશા એ સ્થાનનું ટ્રેક રાખવું પડશે જ્યાં તમે બંને ફાઈલને સંગ્રહીત કરી છે. |
03:52 | આ ઈમેજને સ્પ્રેડશીટની જમણી બાજુએ ખસેડીએ |
03:58 | ઈમેજને સ્પ્રેડશીટમાં દાખલ કરવાની બીજી પદ્ધતિ એ છે કે તેને તેના ફોલ્ડરમાંથી ડ્રેગ કરવી. |
04:05 | જ્યાં તમે ઈમેજને સંગ્રહીત કરી છે અને તેને સ્પ્રેડશીટ પર ડ્રોપ કરો. |
04:09 | ઈમેજને ડ્રેગ અને ડ્રોપ કરીએ. |
04:12 | હવે ઈમેજ ફાઈલને સીધી રીતે તમારી સ્પ્રેડશીટમાં ડ્રેગ અને ડ્રોપ કરો જ્યાં તમે તેને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો. |
04:19 | તમે જોશો કે ઈમેજ ડોક્યુંમેંટમાં દાખલ થાય છે. |
04:23 | CTRL અને Z દબાવી આ ફેરફાર અનડૂ (પહેલા હતું તેવું) કરીએ. |
04:29 | હવે ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિ વાપરી ઈમેજ લીંક કરીએ. |
04:34 | આ પણ સરળ છે!
ફક્ત “Control” અને “Shift” કી દબાવી પકડી રાખો |
04:40 | જયારે ઈમેજને સ્પ્રેડશીટમાં ડ્રેગ કરી રહ્યા છો. |
04:44 | ઈમેજ ફાઈલ હવે ડોક્યુંમેંટને લીંક થયેલી છે. |
04:48 | CTRL અને S બંને કી સાથે દબાવી આ કેલ્ક ફાઈલને સંગ્રહીત કરીએ. |
04:54 | હવે આ ફાઈલને બંધ કરીએ. |
04:58 | હવે જ્યાં ઈમેજ સ્થાનાંકિત છે એ ફોલ્ડરમાં જઈએ. |
05:02 | “Image 3.jpg” ને રીનેમ કરીએ, જે ફાઈલમાં “Image4.jpg” તરીકે દાખલ કરી હતી. |
05:12 | હવે “Personal Finance Tracker.ods” ફાઈલને ફરીથી ખોલો. |
05:18 | તમે જુઓ છો કે લીંક થયેલ ઈમેજ હવે દ્રશ્યમાન નથી! |
05:22 | લિન્ક્ડ પાથ એક એરર દર્શાવે છે! |
05:25 | આ લીંક રદ્દ કરીએ. |
05:28 | આ ટ્યુટોરીયલ અટકાવો અને એસાઈનમેંટ કરો. |
05:32 | કેલ્ક શીટમાં ઈમેજને લીંક તરીકે દાખલ કરો, સંગ્રહીત કરો અને બંધ કરો. |
05:38 | હવે એ ફોલ્ડર પર જાવ જ્યાં ઈમેજ સંગ્રહીત છે અને ઈમેજને રદ્દ કરો. |
05:43 | કેલ્ક ફાઈલમાં ઈમેજ હજુપણ દ્રશ્યમાન છે કે તે માટે તેને ખોલી તપાસ કરો. |
05:49 | હવે ઈમેજ ફોલ્ડરમાં ઈમેજને પાછી પેસ્ટ કરો. |
05:53 | તપાસ કરો કે ઈમેજ કેલ્ક ફાઈલમાં દ્રશ્યમાન છે કે નહી. |
05:57 | “Standard” ટૂલબારની નીચે આવેલા નવા ટૂલબારની નોંધ લો. |
06:02 | આ “Picture” ટૂલબાર છે. |
06:04 | “Picture” ટૂલબારની ઉપરની બાજુએ ડાબી તરફ આવેલું “Filter” બટન ઈમેજના દેખાવને બદલવાનાં અનેક વિકલ્પો આપે છે. |
06:13 | CTRL અને Z દબાવી તે અનડૂ કરીએ. |
06:18 | “Graphics mode” બટન પાસે ઈમેજને ગ્રેસ્કેલ [ભૂખરી], બ્લેક-એન્ડ-વ્હાઈટ [કાળી અને સફેદ] અથવા વોટરમાર્કમાં બદલવાનાં વિકલ્પો છે. |
06:26 | “Picture” ટૂલબાર પર બીજા વિકલ્પો છે જે આપણે પછીથી આવરીશું. |
06:32 | આગળ શીખીશું કે ઈમેજને ક્લીપબોર્ડમાંથી કેવી રીતે દાખલ કરવી. |
06:37 | ક્લીપબોર્ડ પર સંગ્રહીત થયેલ ઈમેજોને કોઈ પણ કોપી કરી શકે છે, એક લીબરઓફીસ સ્પ્રેડશીટમાંથી બીજામાં. |
06:44 | એક નવી સ્પ્રેડશીટ બનાવીએ અને તેને “abc.ods” નામ આપીએ. |
06:50 | આ ટાર્ગેટ ડોક્યુંમેંટ છે. |
06:53 | આપણી પાસે “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં પહેલાથીજ ઈમેજ છે. |
06:59 | આ આપણું સોર્સ ડોક્યુંમેંટ છે. |
07:02 | હવે જે ઈમેજ ફાઈલને કોપી કરવી છે તેને સોર્સ ફાઈલમાંથી પસંદ કરો. |
07:06 | ઈમેજને કોપી કરવા માટે “CTRL” અને “C” બંને કી સાથે દબાવો. |
07:11 | ઈમેજ હવે ક્લીપબોર્ડ પર સંગ્રહીત થઇ ગયી છે. |
07:15 | હવે ટાર્ગેટ ડોક્યુંમેંટ પર જાઓ, જે “abc.ods” છે. |
07:21 | “abc.ods” માં જ્યાં તમે સંગ્રહીત ઈમેજને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો એ જગ્યા પસંદ કરો. |
07:28 | હવે ડોક્યુંમેંટમાં ઈમેજ દાખલ કરવા માટે “CTRL” અને “V” બંને કી સાથે દબાવો. |
07:35 | આપણે જોશું કે ઈમેજ ટાર્ગેટ ફાઈલમાં દાખલ થઇ ગયી છે. |
07:42 | હવે આપણે શીખીશું કે ઈમેજોને સીધી કેલ્ક ગેલેરીમાંથી કેવી રીતે ઉમેરવી. |
07:48 | “Gallery” ઈમેજ અને ધ્વનીઓ ધરાવે છે જે તમે સ્પ્રેડશીટમાં દાખલ કરી શકો છો. |
07:54 | ચાલો જોઈએ આ કેવી રીતે કરવું. |
07:57 | સ્ટેનડર્ડ ટૂલબારમાં “Gallery” આઇકોન પર ક્લિક કરો. |
08:01 | વૈકલ્પિક રીતે, મેનૂબારમાં “Tools” વિકલ્પ પર ક્લિક કરી તેને ખોલવા માટે “Gallery” પર ક્લિક કરો. |
08:09 | હવે ઈમેજો જે “Gallery” પૂરી પાડે છે તે જુઓ અને તમે જે ઈમેજ ડોક્યુંમેંટમાં દાખલ કરવા માટે ઈચ્છો છો તે પર ક્લિક કરો. |
08:18 | ઈમેજને “Gallery” માંથી ડ્રેગ કરો
અને જ્યાં દાખલ કરવા માટે ઈચ્છો છો ત્યાં સ્પ્રેડશીટમાં ડ્રોપ કરો. |
08:26 | તમે જોશો કે ઈમેજો “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં દાખલ થયેલ છે. |
08:34 | અહીં 'LibreOffice Calc' પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:39 | સારાંશમાં, આપણે શીખ્યા કે કેવી રીતે -
ઈમેજ ફાઈલને અલગ અલગ રીતે સ્પ્રેડશીટમાં દાખલ કરવી |
08:46 | જેમ કે
|
08:52 | આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ |
08:55 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
08:58 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
09:03 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
09:08 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
09:12 | વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
09:19 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
09:23 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09:31 | આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે
સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો |
09:41 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |