Drupal/C2/Editing-Existing-Content/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:36, 14 October 2016 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 Editing Existing Content પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે Inline editing વિશે શીખીશું.
00:10 CKEditor વાપરીને અને
00:12 CKEditor કોન્ફીગર કરીને.
00:15 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:Ubuntu Operating System , Drupal 8 અને Firefox વેબ બ્રાઉઝર.
00:24 તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
00:28 ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ.
00:32 પહેલા, આપણે Inline Editing વિશે શીખીશું.
00:36 કર્સરને Title પર ફેરવો. જમણી બાજુએ, આપણને એક pencil icon દેખાશે.
00:43 જ્યારે આપણે Title પર માઉસ ફેરવીએ છીએ ત્યારે, તે આપણને block કોન્ફીગર કરવા માટે પૂછશે.
00:48 Configure block પર ક્લીક કરો. block Page Title માટે સામાન્ય બ્લોક છે.
00:54 આને બદલવાથી દરેક node પર Page Titles દ્રશ્યમાન થવાની રીત બદલાશે.
00:59 Go back to site પર ક્લીક કરો. અહીં pencil પર ફેરવો અને Configure block પર ક્લીક કરો.
01:06 તમને જો ટેબો બદલવા હોય તો, તમે તે અહીં બદલી શકો છો.
01:10 હું તેને એવું જ રહેવા દઈશ.
01:13 Back to site ક્લીક કરો.
01:16 હવે, Content area માં pencil પર ક્લીક કરો.
01:20 તમને ત્રણ વિકલ્પો દેખાશે – Quick edit, Edit અને Delete.
01:25 Quick editinline window માં front end એડિટિંગ છે.
01:29 Edit આપણને નોડ માટે મુખ્ય એડિટિંગ વિન્ડોમાં પાછી લઇ જાય છે.
01:33 Delete એ ખાતરી કર્યા પછીથી નોડને રદ્દ કરશે.
01:37 ચાલો આપણી નોડને આંતરિક શૈલીમાં એડિટ કરવા માટે Quick edit પર ક્લીક કરીએ.
01:41 જેમ આપણે માઉસ ફેરવશું, તે આપણને વ્યક્તિગત નોડનાં વિભિન્ન વિભાગોમાં લઇ જાય છે.
01:47 જ્યારે આપણે તેના પર ક્લીક કરીએ છીએ તો, આપણે વધુ કન્ટેન્ટને ઉમેરવા, સ્ત્રોતને જોવા અને ઉપરાંત અમુક ટેક્સ્ટને બોલ્ડ કરવામાં સમર્થ છીએ.
01:53 એકવાર આપણે ફેરફાર કરી લઈએ તો, Drupal તેને સંગ્રહવા માટે પૂછે છે. નોડને અપડેટ કરવા માટે Save પર ક્લીક કરો.
02:00 હવે, ચાલો article node ને બદલવાનું શીખીએ, માનો કે Welcome to Drupalville.
02:06 Quick edit પર ક્લીક કરો. નોંધ લો કે front end માં Title અને body ફીલ્ડો અહીં એડિટ કરી શકાય એવા છે.
02:14 પરંતુ આપણે ઇમેજને એડિટ કરી શકતા નથી.
02:17 ઇમેજને એડિટ કરવા માટે, આપણને edit screen માં જવું પડશે.
02:22 હવે આપણે body માં ફેરફાર કરી શકીએ છીએ અને તેને સંગ્રહીશું.
02:26 સાથે જ હું Quick edit વિન્ડોમાં tags પણ એડિટ કરી શકું છું.
02:30 Drupal માં ફ્રન્ટ એંડ એડિટિંગ સાદા એડિટો માટે યોગ્ય છે.
02:34 કન્ટેન્ટને કોઈપણ સમયે અપડેટ કરવા માટે Edit ટેબ એ Drupal ની એક ઉત્તમ વિશિષ્ટતા છે.
02:40 Wysiwyg Editor એ પહેલા પણ ઘણી વખત ઉલ્લેખાયી હતી.
02:44 તે what you see is what you get આ માટે ઉભી રહે છે.
02:48 Wysiwyg Editor એ ઘણી મદદગાર છે.
02:52 ચાલો પહેલા Text Format ને Full HTML માં બદલીએ.
02:58 આ આપણને Wysiwyg Editor માં ઉપલબ્ધ ફોર્મેટિંગ વિકલ્પોનો વિચાર આપશે.
03:04 Drupal માં, CKEditor Drupal core સાથે આવે છે.
03:09 મૂળભૂત રીતે તે ચાલુ હોય છે અને કોન્ફીગર કરી શકાય એવી હોય છે.
03:14 ચાલો એક નજર ફેરવી લઈએ. "Welcome to our site" આ ટેક્સ્ટને હાઈલાઈટ કરો.
03:20 ફોર્મેટ Normal માંથી Heading 2 માં બદલો.
03:24 તુરત જ, ટેક્સ્ટ કેવી દેખાશે તેનો પ્રિવ્યું Drupal આપે છે.
03:30 આ નિશ્ચિત થાય છે theme અને cascading style sheets અથવા CSS દ્વારા જે કે આપણને થીમ દ્વારા અપાય છે.
03:38 ચાલો અહીં અમુક વધુ ટેક્સ્ટ ઉમેરીએ, “Editing Drupal nodes is really fun!”.
03:44 હવે તે ટેક્સ્ટને હાઈલાઈટ કરો, Italics ને બંધ કરો અને તે ટેક્સ્ટ માટે એક hyperlink બનાવો.
03:52 અહીં, ચાલો માનો કે, http://drupal.org/ . Save પર ક્લીક કરો.
04:00 માઉસને ફેરવો અને નોંધ લો કે ટેક્સ્ટ હવે hyperlinked છે.
04:04 hyperlink ને રદ્દ કરવા માટે, ટેક્સ્ટને હાઈલાઈટ કરો અને Unlink પર ક્લીક કરો.
04:10 ફેરફારને undo કરવા માટે Ctrl+Z દાબો.
04:14 આપણે અહીં Bullets and numbering icons પર ક્લીક કરીને ordered અને unordered lists પણ ઉમેરી શકીએ છીએ.
04:21 Unordered list પર ક્લીક કરો. ત્યારબાદ bullets - one, two, three ઉમેરો.
04:28 આગળ, Ordered list પર ક્લીક કરો અને one, two અને three ઉમેરો.
04:34 Block quotes વાપરવા માટે, અમુક ટેક્સ્ટને હાઈલાઈટ કરો અને Block Quote લીંક પર ક્લીક કરો.
04:40 ફરી એક વાર, ફોર્મેટિંગ આપણી theme દ્વારા વ્યવસ્થાપિત થાય છે.
04:46 આપણે ઇમેજને પણ સરળતાથી દાખલ કરી શકીએ છીએ. મેં આ ફાઈલને પસંદ કરી છે જેને મેં પહેલી node પર અપલોડ કરી હતી.
04:56 Alternate Text ફિલ્ડમાં, હું ટાઈપ કરીશ “Drupal Logo”.
05:02 Align અંતર્ગત, હું Right પસંદ કરીશ. જો તમને જોઈએ તો એક Caption ઉમેરો.
05:08 છેલ્લે, Save પર ક્લીક કરો.
05:12 હવે આ body અંતર્ગત node માં ઉમેરાઈ ગયું છે. ઇમેજ પર માઉસ ફેરવો, જો તમે ચાહો તો તેને ક્લીક કરીને તેને નવી જગ્યાએ ડ્રેગ કરો.
05:22 આપણને સૌ પહેલા આપણા એડિટિંગ વિન્ડોને સેજ માપસર કરવું પડશે, જેથી કરીને આપણે આપણી ઇમેજને જોઈએ એ સ્થાને ડ્રેગ કરી શકીએ.
05:30 ઇમેજ પર માઉસ ફેરવવાથી પણ આપણી ઈમેજોને resize કરવાની પરવાનગી મળે છે.
05:36 આપણા Drupal node માં ઈમેજો ઉમેરીએ એ પહેલા, એ વાતની ખાતરી કરી લો કે આપણી ઇમેજ બરાબરથી માપસર કરેલ અને ફોર્મેટ કરેલ હોય.
05:43 જેનાથી node પર કન્ટેન્ટને અલાઇન કરવામાં ઘણી મદદ મળશે.
05:47 આપણે એક table અથવા horizontal line ઉમેરી શકીએ છીએ.
05:51 અને blocks પણ દર્શાવી શકીએ છીએ જે આપણે આપણી નોડમાં બનાવ્યા હતા.
05:55 તો, આ રહ્યું H2 block, એક block code, paragraph, tag વગેરે.
06:01 તમને જો HTML ની જાણકારી હોય તો, તમે આ icon પર ક્લીક કરીને source જોઈ શકો છો.
06:07 આગળ વધો એ પહેલા આ દરેક વિકલ્પોનું બરાબરથી અન્વેષણ કરો.
06:12 યાદ કરો આપણે Full HTML ને ચાલુ કર્યું છે.
06:16 જો આપણે આને Basic HTML માં બદલીએ છીએ તો, તે આપણને ચેતવણી આપશે.
06:21 કન્ટેન્ટ હંમેશા માટે ખોવાઈ જાય કે રદ્દ થઇ જાય એવી શક્યતા છે.
06:26 માનો કે, આપણે દાખલ કરી છે એક JavaScript, I-frame, youtube video, એક google map અથવા એના જ જેવું કંઈક.
06:33 Basic HTML માં બદલવાથી, Drupal આ કન્ટેન્ટને રદ્દ કરશે.
06:38 આવી સમસ્યાને ઉકેલવા માટે, ફક્ત એ જ રાખો જે ખરેખર તમને જોઈએ છે.
06:43 ચાલો સેટિંગ્સમાં કરેલ ફેરફારને રદ્દ કરીએ, જેથી આપણું કંઈપણ ખોવાશે નહીં.
06:48 Drupal સાથે આવેલ CKEditor નું આ એક ઝડપી ઓવરવ્યુ છે.
06:52 અને આપણે શીખ્યા કે તેને કેવી રીતે કસ્ટમાઇઝ કરવું.
06:55 હવે Save and keep published પર ક્લીક કરો.
06:58 મોડીફાય કરેલ node દ્રશ્યમાન થાય છે.
07:01 આગળ ચાલો CKEditor ને કોન્ફીગર કરતા શીખીએ.
07:05 ઉપર આવેલ Configuration પર ચાલો ક્લીક કરીએ.
07:09 હવે Text formats and editors પર ક્લીક કરો.
07:13 આપણે નોંધ લેશું કે Basic HTML અને Full HTML CKEditor ને વાપરે છે.
07:19 અને, તે Authenticated User અને Administrator ને એસાઇન કરાયેલું છે.
07:24 આ બે અનન્ય user roles છે.
07:27 Drupal માં, આપણો યુઝર વિભિન્ન ભૂમિકા ભજવે છે અને દરેક ભૂમિકાને પરવાનગીઓ અપાયી છે.
07:34 આ કિસ્સામાં, Authenticated user અને Administrator દ્વારા Basic HTML નો ઉપયોગ થઇ શકે છે.
07:41 CKEditor ને આ 2 ભૂમિકાઓ માટે એસાઇન કરાયું છે.
07:45 એજ પ્રમાણે, Administrator દ્વારા Full HTML નો ઉપયોગ થઇ શકે છે.
07:50 હવે, ચાલો Basic HTML માટે CKEditor ચેક કરીએ.
07:54 Configure પર ક્લીક કરો અને તમે તેને વિભિન્ન ભૂમિકાઓને એસાઇન કરવા માટે સમર્થ બનાવશો.
07:59 તમને જોઈતું કોઈપણ Text editor એસાઇન કરો. અને ત્યારબાદ તેને એ બટનો માટે પરવાનગી આપો જેને તમે વાપરવા માટે પરવાનગીઓ આપો છો.
08:07 યાદ કરો - આ Active toolbar છે જે આપણી પાસે હતું, Basic HTML Text Format માટે Authenticated User માટે.
08:15 કેટલાક બટનોને જો આપણા Active toolbar માં ઉમેરવા હોય તો શું કરી શકાય? આ અત્યંત સરળ છે.
08:21 Available buttons માંથી Paste from Word આઇકોન પસંદ કરીએ.
08:26 ત્યારબાદ જ્યાંસુધી ભૂરું બોક્સ ખુલતું નથી ત્યાંસુધી, માઉસને ક્લીક કરીને ડ્રેગ કરો જ્યાં આપણે આઇકોનને ઉમેરી શકીએ છીએ.
08:33 નવું ગ્રુપ ઉમેરવા માટે, Add group બટન પર ક્લીક કરો. તેને “copy and paste” નામ આપો અને Apply પર ક્લીક કરો.
08:41 હવે, copy and paste વિભાગમાં Paste from Word આઇકોન ક્લીક કરીને ડ્રેગ કરો.
08:47 ચાલો હવે અહીં તમામ paste icons ઉમેરીએ.
08:51 તો, Basic HTML format માટે આપણે ત્રણ નવા બટનો આપણા બારમાં ઉમેર્યા છે.
08:57 Paste icons એક એવું કઈ છે જે દરેક ટુલબારની જરૂરિયાત છે.કારણકે ઘણી ટેક્સ્ટ ફાઈલો માંથી કોપી અને પેસ્ટ થાય છે.
09:04 આપણે inline-images. પણ અપલોડ કરીએ છીએ અને અપલોડ ઈમેજો નું મહત્તમ માપ 32MB તેમજ પહોળાઈ અને ઉંચાઈ કઇં પણ હોઈ શકે છે.
09:14 મહત્તમ માપ તમારા ઈન્સ્ટોલેશનમાં હોય એનાથી જુદું હોઈ શકે છે.
09:18 આપણી પસંદગી મુજબ આપણે આ સેટીંગો માની કોઈ પણ સેટિંગ અહીં બદલી શકીએ છીએ.
09:23 માનો કે URL મેન્યુલી લિંક કરવાના બદલે આપણે હંમેશા તેને એક લિંકમાં બદલવા ઇચ્છતા હોઈએ છીએ.
09:29 આ આપણને Convert URLs into links વિકલ્પ પર ક્લિક કરીને કરી શકીએ છીએ.
09:34 અહીં આપણી પાસે Filter settings. છે ચાલો Limit allowed HTML tags. પર ક્લિક કરો.
09:41 હવે આપણે HTML tags ઉમેરવા માટે સમર્થ રહીશું જે કે આપણે તયારે વાપરી શકીશું જયારે આપણે સોર્સ તરફે જોશું.
09:47 તો આ ખરેખર શક્તિશાળી WYSIWYG editor અને તેનો કોન્ફીગ્રેશન વિસ્તાર છે.
09:54 એક વાર તમામ ફેરફારો કર્યા બાદ Save configuration બટન પર ક્લિક કરો.
09:59 ચાલો હવે આપણાં Content. તરફે જોઈએ.
10:02 Welcome to Drupalville node. માં Edit વિકલ્પ પર ક્લિક કરો.
10:07 નોંધ લો જો કે આપણે Full HTML ચાલુ રાખ્યું હોત તો કઈ પણ બદલાયું નથી.
10:12 ચાલો હવે આને Basic HTML.માં બદલીએ કરેલા તમામ ફેરફારો હજી સુંધી છે.
10:18 જો કે મારુ blocks હવે દેખાતું નથી તો Paste icons હવે ઉપલ્ભધ છે.
10:23 મને આ ઈમેજો અહીં જોઈતી નથી. તેથી હું ઇમેજ પર ક્લિક કરીને મારા કીબોર્ડ પર Backspace અથવા Delete કી દબાવીને તેને રદ્દ કરીશ.
10:32 Save and keep published પર ક્લિક કરો.
10:35 ફરીથી એક વાર Configuration પર ક્લિક કરો. નીચે સ્ક્રોલ કરીને Text formats and editor પર ક્લિક કરો.
10:43 આ વખતે ચાલો Full HTML toolbar કોન્ફીગર કરીએ.
10:47 નોંધ લો આપણને અમુક બીજા બટનો અહીં મળ્યા છે પરંતુ Paste icons નથી.
10:52 Show group names પર ક્લિક કરો અને આ વખતે બીજી લાઈનમાંનાં Add group પર ક્લિક કરો.
10:57 તેને copy and paste” તરીકે નામ આપો. હવે આપણે આને ક્લિક કરીને આપણાં copy and paste વિભાગમાં ડ્રેગ કરી શકીએ છીએ.
11:05 એજપ્રમાણે અહીંયા, આપણી પાસે આ તમામ વિકલ્પો ફરીથી છે. હમણાં માટે, Save configuration બટન પર ક્લીક કરો.
11:13 ચાલો ફરીથી આપણાં Welcome to Drupalville પર પાછા જઈએ અને તેને Full HTML માં બદલીએ.
11:18 Continue પર ક્લિક કરો. અને હમણાં, આપણને બટનોની બે હરોળો દેખાય છે.
11:23 તેનો અર્થ એ છે કે આપણું એડિટર પૂર્ણપણે સુયોજિત છે.
11:26 CKEditor સાથે કામ કરવાનો સેજ સમય લો અને એ વાતની ખાતરી કરી લો કે તેને સારી રીતે સમજી શકો.
11:32 આ સાથે જ અહીં આપણું આ ટ્યુટોરીઅલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ.
11:37 આ ટ્યુટોરીઅલમાં આપણે આપેલ વિશે શીખ્યા:Inline editing,CKEditor વાપરીને અને CKEditor કોન્ફીગર કરીને.
11:50 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને IIT બોમ્બે દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે.
11:59 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો આ સ્પોકન ટ્યુટોરીયલનો સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરીને જુઓ.
12:06 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે.વધુ વિગતો માટે અમને લખો.
12:13 સ્પોકન ટ્યુટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India પાસેથી ફાળો આપવામાં આવ્યો છે.
12:25 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki